મણિપુર : ભયાનક હિંસા બાદ બરબાદ થઈ ગયેલાં ગામોની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદાદાતા
ભારતના ઉત્તરપૂર્વમાં આવેલા રાજ્ય મણિપુરમાં બે મહિનાથી વધુ સમય સુધી હિંસા ચાલી. મ્યાનમાર સાથે સરહદ ધરાવતું રાજ્ય મણિપુર મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચેની અથડામણથી હિંસાનો શિકાર બન્યું. આ સમુદાયોનાં પાડોશી ગામો હજુ પણ હુમલાઓની ભીતિમાં જીવે છે. મણિપુરની સ્થિતિ જાણવાની શ્રૃખંલાના બીજા ભાગમાં બીબીસીના સૌતિક બિશ્વાસે હુમલાનો ભોગ બનેલા મૈતેઈ સમુદાયનાં ગામોની મુલાકાત લીધી.
મે મહિનાની શરૂઆતમાં એક કેટલાક લોકો પહાડો પર દેખા દે છે. રાત્રીનાં અંધકાર અને શાંતિમાં તેમની બૂમો તથા ધકાડાના અવાજો ગાજવા લાગે છે. તેમાંથી કેટલાકે તલવારો ચલાવી તો કેટલાકે પેટ્રોલ-ડીઝલની બૉટલો ફેંકી.
ખુનૈજામ શાંતિને આ ભયંકર યાદો યાદ છે અને તેમના રુદનમાં એ જોવા મળે છે. તેઓ એ હુમલાના સૂત્રોચ્ચાર વિશે કહે છે, જેને હુમલાખોરો ઉચ્ચારી રહ્યા હતા, “મારી નાખો, સળગાવી દો.”
મોબાઇલ અને અન્ય માધ્યમોથી જે રીતે વંશીય હિંસાના સમાચાર ફેલાયા એનાથી શાંતિમાં ખલેલ પડી અને અન્ય ગામવાસીઓ ગભરાઈ ગયા હતા. હિંસા ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી. મધરાતે તેમણે પોતાનાં ગામ, ઘરો છોડી દીધાં અને ટોળાના રોષથી બચવાની કોશિશ કરી.
3જી મેના રોજ મણિપુરમાં સરકારના લઘુમતિ સંબંદિત એક કાયદાના પ્રસ્તાવને પગલે વંશીય હિંસા ફાટી નીકળી. કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચેની અથડામણમાં 130થી વધુ લોકો માર્યા ગયા હતા અને 60 હજારથી વધુ લોકો પોતોના જ રાજ્યમાં કૅમ્પમાં શરણું લેવા મજબૂર થયા.
મૈતેઈ સમુદાયમાંથી મોટા ભાગના લોકો હિંદુ ધર્મ પાળે છે. ઇમ્ફાલ સહિતનાં ગામોમાં આ સમુદાય રહે છે. ખુનૈજામ શાંતિ પણ તેવા ગામમાં જ રહે છે.
કુકી સમુદાયના મોટા ભાગના લોકો ખ્રિસ્તિ ધર્મ પાળે છે અને તે પર્વતીય ગામોમાં રહે છે.
હિંસાને પગલે બે સમુદાયો અલગથલગ પડી ગયા અને એક રીતે જોઈએ તો બે ભાગમાં લોકો વિભાજિત થઈ ગયા. રાત્રે ઈકોઈ, યાંન્ગખામન અને લૈતનપોક્પી સહિત જે ગામોમાં હુમલા થયા તેમાં દૌલથાબી પણ સામેલ છે. ખુનૈજામ શાંતિ આ ગામમાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'ગામ કઈ રીતે કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું'

ઇમેજ સ્રોત, ANSHUL VERMA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૈતેઈ પ્રભુત્ત્વવાળાં આ ગામોમાં લગભગ ત્રણ હજાર લોકો રહે છે. અને તે કુકી વસાહતો નજીક આવેલાં છે અને ભારે સંવેદનશીલ છે. બંને સમુદાયનાં ગામો બાજુબાજુમાં જ છે, જેની વચ્ચે અંતર માત્ર 1.5 કિલોમિટર જેટલું જ છે. અહીં અને આવા જ વિસ્તારોમાં સુરક્ષા દળોએ શાંતિ સ્થાપવા માટે બફર ઝોન બનાવેલા છે. બંને બાજુ ગામવાસીઓ પણ સુરક્ષા માટે સ્વંયસેવા આપી રહ્યા છે અને તેમણે પણ બંકરો બનાવ્યાં છે, જેમાં હથિયાર સાથે એ સ્વંયસેવકો કામ કરે છે.
શાંત અને સુંદર રાજ્ય કઈ રીતે આટલું હિંસાત્મક અને અશાંત થઈ જાય એની કલ્પના કરવી અઘરી છે. ઇરિલ નદી પર ડૅમ બનેલો છે. નદી નાનકડા ઘરો પાસેથી વહે છે. ડાંગરનાં ખેતરો મેદાની વિસ્તારમાં છે અને લીલા હરિયાળા પર્વતો છે. ત્યાં દેવદાર અને ઑકનાં વૃક્ષો છે.
મણિપુર મિલિટરી પોલીસના વરિષ્ઠ અધિકારી લેનિન લામાબામ કહે છે, “આ ખીણ પહાડોથી ઘેરાયેલી છે, એટલે સંવેદનશીલ વિસ્તાર છે. કુકી સમુદાયને તેનો લાભ મળે છે, તેઓ ઉપરથી હુમલો કરી શકે છે. કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે.”
આ વિસ્તારમાં 80 સુરક્ષાકર્મીઓ અને સંખ્યાબંધ સરહદી દળો સાથે તેઓ પેટ્રોલિંગ કરે છે.
મે મહિનામાં અને પછી કેટલાક છુટાછવાયા હુમલાઓના લીધે અહીં રહેતા અડધોઅડધ લોકો ભાગી ગયા અને તેમણે રાહત કૅમ્પ અથવા સંબંધીઓને ત્યાં શરણ લીધી. તેમનાં ઘરો અને દુકાનો સળગાવી દેવાયાં તથા તેમના ઘરની વસ્તુઓ જેવી કે ટીવી અને વૉશિંગ મશીનને લૂંટી લેવાયાં. આ રમણિય વિસ્તાર હવે આગચંપીના નિશાનોવાળો બની ગયો છે.
કેટલાક લોકો તેમના ખેતરોમાં કામ કરવા અને પશુઓને સાચવવા માટે દિવસમાં આવવા લાગ્યા છે. જોકે જનજીવન ઘણું અસરગ્રસ્ત બન્યું છે. ખેતી કરતી વખતે બંને સમુદાયોને ખેડૂતોને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
60 વર્ષીય વિધવા ચનમ થાપા કહે છે, “મને નથી સમજાતું ગામ કઈ રીતે કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું, અને એ કેટલું ઝડપથી થયું.” તેઓ હવે રાહત શિબિરમાં રહે છે. અધિકારી અનુસાર હિંસાને લીધે વિસ્થાપિત થયેલા સંખ્યાબંધ મૈતેઈ લોકો ખીણવિસ્તારમાં રાહત શિબિરમાં રહે છે.
લૈતનપોક્પીમાં હવે નુકસાનગ્રસ્ત ઘરો છે. અહીં 100 ઘરો, બે દવાની દુકાન અને બજાર તથા પ્રાથમિક શાળા છે. એક દીવાલ પર પૉસ્ટર લાગ્યું છે જેના પર ડ્રગ્સના દૂષણ સામેની લડાઈ અંગેનું સૂત્ર લખાયેલું છે.
ડ્રગ્સ સામેની લડાઈ માટેની સ્થાનિક સમિતિ લોકોને તેની રોપણી રોકવા તથા પેઢીને બચાવવાનો આગ્રહ કરે છે.
મણિપુરમાં જોવા મળી રહેલો આ તણાવ એકથી વધુ પરિબળોનું પરિણામ છે, જેમાંથી એક પરિબળ તાજેતરમાં ડ્રગના દૂષણ સામે ચાલેલી કાર્યવાહી છે. ભાજપના નેતૃત્ત્વવાળી રાજ્ય સરકારના મુખ્ય મંત્રી એન. બિરેન સિંહ છે, જેઓ મૈતેઈ છે. તેમણે ડ્રગ્સ સામે વિવાદીત અભિયાન છેડ્યું હતું. તેમની સરકારનો દાવો છે કે વર્ષ 2017થી તેમણે 18600થી વધુ આવાં ખેતરો નષ્ટ કર્યાં છે, જેમાંથી મોટા ભાગનાં કુકી સમુદાયના હતાં. મ્યાનમાર સાથેની સરહદ ધરાવતું મણિપુર વર્ષોથી ડ્રગની સમસ્યાનો સામનો કરતું આવ્યું છે. મ્યાનમાર વિશ્વનું બીજું સૌથી મોટું અફીણ-ઉત્પાદક છે.

બિરેન સિંહનું અભિયાન

ઇમેજ સ્રોત, ANSHUL VERMA
બિરેન સિંહનું અભિયાન બંને સમુદાયો વચ્ચેના ટકરાવનું એક પરિબળ બન્યું. તેમણે એ ગામોને ચેતવણી આપી હતી જેઓ આવી ખેતી કરતાં હતાં. તેમાં મોટા ભાગે કુકી સમુદાયનાં ખેતરો હતો. તેમને ચેતવણી આપી હતી કે જે કોઈ આવી ખેતી કરશે એમના લાભો છીનવી લેવાશે.
કુકી સમુદાયનો આરોપ છે કે બિરેનસિંહે સમુદાયને નિશાન બનાવ્યો. જોકે, સિંહ આ આરોપો નકારે છે.
લૈતનપોક્પીના ગામવાસીઓ વાત કરે છે કે પર્વત પરના ખેતરોને નશીલાપદાર્થની ખેતી માટે સાફ કરી દેવાયા.
તરૂણ ગંગોમ કહે છે કે, અહીંના મોટા ભાગના મૈતેઈ પુરુષો ખેડૂત હતા અથવા લાકડાના વેપારી હતા. તેઓ ત્રણ વર્ષ માટે કુકી સમુદાયની જમીન લીઝ પર લેતાં અને વૃક્ષો કાપીને લાકડાં વેચતા હતા.
તેમણે કહ્યું, “પણ તાજેતરનાં વર્ષોમાં એ ધીમું પડ્યું છે કેમ કે અમને સાંભળવા મળ્યું છે કે ઘણાં ગામોએ અફીણની ખેતી શરૂ કરી દીધું છે.”

ઇમેજ સ્રોત, SOUTIK BISWAS
જોકે, બીબીસી સ્વતંત્રપણે આ દાવાની પુષ્ટિ નથી કરી શક્યું.
આ ભાગમાં અફીણની ખેતીનો વ્યાપ અસ્પષ્ટ છે. સરકારી આંકડા અનુસાર ઇમ્ફાલના પૂર્વ જિલ્લામાં 730થી વધુ એકરમાં અફીણની ખેતી વર્ષ 2017થી નષ્ટ કરાઈ છે. જેમાં અંદાજે મણિપુરની 16 ટકા વસ્તી રહે છે. તેમાં નગા, મૈતેઈ અને નેપાળી વસાહતો પણ સામેલ છે.
એના સિવાય મ્યાનમારમાંથી ગેરકાનૂની રીતે ઘૂસનારા લોકોની સમસ્યા પણ છે. મણિપુર સાથે મ્યાનમાર 400 કિલોમિટર જેટલી લાંબી સરહદ ધરાવે છે. મૈતેઈનાં ગામોમાં ‘બર્મીઝ લોકો પાછા જાવ’ સૂત્રો સાથેના બોર્ડ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
બિરેનસિંહે ઘણી વાર એ વિશે ચિંતા વ્યક્ત કરી છે કે મ્યાનમારમાં ચાલતા ગૃહયુદ્ધને લીધે સંખ્યાબંધ વિસ્થાપિતો રાજ્યની અંદર પ્રવેશી રહ્યા છે. જેઓ વંશીય રીતે કુકી સમુદાયની નિકટતમના છે. તેમાંથી 40 હજારથી વધુ મિઝોરમમાં પ્રવેશ્યા છે અને ત્યાં શરણું લીધું છે. રાજ્ય સરકારની એક પૅનલે મ્યાનમારથી આવેલા 2187 લોકોની ઓળખ કરી છે. જેઓ એપ્રિલના અંતથી મણિપુરના જિલ્લાઓમાં રહી રહ્યા છે.

'મિત્રો જ દુશ્મન બની ગયાં'

ઇમેજ સ્રોત, ANSHUL VERMA
સત્તાવાર નોંધમાં કહેવાયું હતું કે અહીં મોટી સંખ્યામાં ગેરકાનૂની વિસ્થાપિતો રહી રહ્યા છે અને અને “ગેરકાયદે અફીણની ખેતી કરનારા પ્રભાવશાળી ખેડૂતો તથા મણિપુરમાં સ્થાયી થયેલા ડ્રગના કારોબારીઓના લીધે જ હિંસા થઈ છે.”
જોકે તાજેતરની હિંસા પહેલાં લોકજનજીવન ઘણું સામાન્ય હતું. ઢોળાવવાળી ટેકરીઓ પાસેનાં ગામોમાં મૈતેઈ લોકો લાકડાં ભેગા કરવા ઉપર સુધી ચઢતા અને કુકી લોકો વેપાર કરવા નીચે આવતા.
ખુનૈજામ શાંતિ કહે છે, “વર્ષોથી અમે લોકો કુકી લોકો સાથે શાંતિથી રહેતા આવીએ છીએ. અમે તેમનાં ગામ જઈએ અને તેઓ અમારાં ગામમાં આવતા તથા ખરીદી કરતા. અમે બંને સમુદાયના લોકોએ કેટલીક નાની બચત યોજનાઓમાં પણ રોકાણ કર્યું છે.”
તેઓ ઉમેરે છે, “એકાએક રાતે કઈ રીતે અમારા મિત્રો અને પાડોશીએ અમારા દુશ્મન બની ગયા? શું તેમને બહારના લોકોએ ઉશ્કેર્યાં છે?”
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે થયેલી હિંસાને પગલે મણિપુરની સ્થિતિ પર ગ્રાઉન્ડ રિપોર્ટની સિરિઝનો આ બીજો ભાગ છે. . પહેલા ભાગ આપ અહીં વાચી શકો છો.














