9 કરોડથી વધુ રૂપિયાના કાંટાળા થોરની ચોરી, આ વનસ્પતિમાં એવું શું ખાસ છે?

ચીલીના થોરની દાણચોરી, દાણચોરી, આઠ કરોડ 60 લાખ, દુર્લભ પ્રજાતિ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Sofia Quaglia

ઇમેજ કૅપ્શન, એક ઇટાલિયન સંગ્રાહકના ઘરમાંથી હજારો દુર્લભ ચિલિયન થોર મળી આવ્યા હતા
    • લેેખક, સોફિયા ક્વાગ્લિયા
    • પદ, .

એક ઇટાલિયન સંગ્રાહકના ઘરમાંથી હજારો દુર્લભ ચિલિયન થોર મળી આવ્યા. વર્ષો સુધી ચાલેલા મુકદમાથી ધીમે-ધીમે ખુલાસો થયો કે તે ત્યાં કેવી રીતે પહોંચ્યા. અને આ પ્રકારના ગુનાઓ સામે લડવા માટેનો એક માર્ગ મોકળો થયો છે.

પહેલી નજરે તો ચિલીના ઉજ્જડ અટાકામા રણમાં હજારો કિલોમીટર સુધી ધૂળ અને ગંદકીથી ઘેરાયેલા નારંગી અને સફેદ રંગના ખડકો જ દેખાય છે. આ પૃથ્વી પરના સૌથી સૂકાં સ્થળોમાંનું એક છે. આસપાસ જોતાં એવું લાગે કે અહીં જીવનનો કોઈ પણ કણ બચી ન શકે.

પરંતુ રણના કિનારે તિરાડવાળા પોપડાના ખૂણાઓમાંથી બહાર નીકળતાં હજારો કોપિયાપોઆ થોર જોવા મળે છે.

30થી વધુ પ્રજાતિઓથી બનેલું આ કોપિયાપોઆ થોરનું જૂથ માત્ર ચિલીમાં જ જોવા મળે છે. તે ધોમધખતા રણમાં સાંજના ધુમ્મસને શોષીને એક વર્ષમાં માત્ર એક સેન્ટિમીટર જ વધે છે. આને કામાન્ચાકા તરીકે ઓળખવામાં આવે છે.

આ દુર્લભ રીંગણ આકારના રસીલા છોડ જીવનની ચરમસીમાઓ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતાનું ઉદાહરણ છે. આ એક એવી લાક્ષણિકતા છે કે જેના લીધે છોડના સંગ્રાહકોમાં આ વધુ લોકપ્રિય છે.

આ હાલમાં જ ચાલેલા આંતરરાષ્ટ્રીય થોર ચોરીના એક સીમાચિહ્નરૂપ ટ્રાયલના કેન્દ્રમાં પણ રહ્યા છે. જે વિશ્વભરમાં જૈવવિવિધતા સંબંધી ગુનાઓમાં કેવી રીતે કામ પાર પાડવું તે અંગે ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે.

આ કાંટાળા થોરની વિશેષતા શું હોય છે?

ચીલીના થોરની દાણચોરી, દાણચોરી, આઠ કરોડ 60 લાખ, દુર્લભ પ્રજાતિ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Andrea Cattabriga

ઘેરા રાખોડીથી વાદળી-લીલા અને સિક્કાના કદથી નાની કારના કદ ધરાવતા કોપિયાપોઆમાં મોટી કાળી કરોડ સાથે જાડા ઘેરા કાંટા હોય છે. તેનાં રુવાંટીદાર ફૂલ વર્ષમાં એક વાર સફેદ, પીળા અને ક્યારેક નારંગી પણ હોય છે.

દેખીતી રીતે ભલે તે સાધારણ લાગે પરંતુ તેની સુંદરતા, સ્થિતિસ્થાપકતા અને દુર્લભપણું ચોક્કસપણે તસ્કર એન્ડ્રીયા પીઓમ્બેટી હાવી રહી હશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇટાલિયન વનસ્પતિ જગતમાં જાણીતા વ્યક્તિત્વ પીઓમ્બેટી દાયકાઓથી કેક્ટસ કલેક્ટર અને વેપારી છે. તેઓ આ ક્ષેત્રના તેમના અનન્ય જ્ઞાન પર ખૂબ મુસ્તાક હોવાનું કહેવાય છે.

તેમના ફેસબુક પ્રોફાઇલ પિક્ચરમાં તેઓ ખેતરમાં થોરના ઝુંડની ટોચે બેઠેલા જોઈ શકાય છે. તેઓ વૉટ્સઍપ સ્ટેટસ લખે છે: "ધ કિંગ ઑફ ધ કૅક્ટસ પાઇરેટ્સ". તેમને "ધ કિંગ ઑફ ચિલી" લખેલું જૅકેટ પહેરેલા પણ જોઈ શકાય છે.

જોકે, આ સ્ટોરી માટે તેમના મોબાઇલ નંબર પર ફોન કરવામાં આવ્યો. ત્યારે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો અને એક પણ શબ્દ બોલ્યા વિના ફોન કાપી નાખ્યો. તેમના વકીલોનો પણ સંપર્ક કરવામાં આવ્યો. પરંતુ તેમણે પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

2013માં મિલાનો માલપેન્સા ઍરપૉર્ટ પર કસ્ટમ્સે 143 કૅક્ટસ છોડના અસામાન્ય દેખાતા શિપમેન્ટને અટકાવ્યું હતું. દેખીતી રીતે આમાં શંકાસ્પદ બનાવટી દસ્તાવેજો હતા અને તેને સીધા ઍન્કોનાના સેનિગાલિયા સ્થિત તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. વધુ તપાસ કર્યા પછી પોલીસને તેમના ઘરે અને નજીકના શહેરમાં રહેતા એક મિત્રના ઘરે થોરનાં વધુ બૉક્સ મળી આવ્યાં.

ટીમના વનસ્પતિશાસ્ત્ર નિષ્ણાતો ઝડપથી ઓળખી શક્યા કે આ થોર કોપિયાપોઆ હતા. જે ઘણા પિયોમ્બેટ્ટીની ઉંમર કરતા પણ મોટા હતા. ફૉરેન્સિક્સે ટૂંક સમયમાં શોધી કાઢ્યું કે તેને ચિલીના તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે ખતમ કરી અહીં લાવવામાં આવ્યા છે.

આ માણસના ઘરમાં તેનું કોઈ કામ નહોતું. પોલીસે આ અંગે સમગ્ર યુરોપમાં ચેતવણી જારી કરી અને ઇટાલિયન સરકારે કાર્યવાહી શરૂ કરી હતી. જોકે કેસના ચુકાદા પહેલાં કેસની મર્યાદા અંગેનો કાયદો સમાપ્ત થઈ ગયો હતો.

કેસ રદ કરવામાં આવ્યો અને સ્થાનિક પોલીસ દળના લુપ્ત થતી પ્રજાતિઓના વેપાર અંગેની શાખાનાં વડા લેફ્ટનન્ટ કર્નલ સિમોન સેચીની માનતા હતા કે કોઈ પણ જાતનો ગેરકાયદેસર વેપાર બંધ થઈ ગયો છે.

લાખો રૂપિયામાં થોર વેચાતા

ચીલીના થોરની દાણચોરી, દાણચોરી, આઠ કરોડ 60 લાખ, દુર્લભ પ્રજાતિ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Sofia Quaglia

ઇમેજ કૅપ્શન, 30થી વધુ પ્રજાતિઓથી બનેલું આ કોપિયાપોઆ થોરનું જૂથ માત્ર ચિલીમાં જ જોવા મળે છે

પરંતુ ફેબ્રુઆરી 2020માં જ્યારે સેચીની ફરી પિયોમ્બેટ્ટીના ઘરે ગયા ત્યારે કલેક્ટરે વનસ્પતિશાસ્ત્રી ઍન્ડ્રીયા કટ્ટાબ્રિગાની એક ફરિયાદ મળી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની માલિકીની સ્થાનિક નર્સરીમાંથી પિયોમ્બેટ્ટીએ એક દુર્લભ રોપો ચોરી લીધો છે.

પિયોમ્બેટ્ટીએ પોલીસને તેમના ઘરમાં પ્રવેશતા અટકાવ્યા. સેચીની કહે છે કે તેમણે લગભગ 10 મિનિટ સુધી પ્રતિકાર કર્યો.

સેચીની કહે છે કે, પોલીસને ત્યાં આ દુર્લભ રોપ મળ્યો નહીં, પરંતુ એક વાર તે ઘરમાં આવ્યા પછી જે મળ્યું તે "વધુ રસપ્રદ" હતું. 1,000થી વધુ કોપિયાપોઆ થોર પીઓમ્બેટ્ટીના વરંડામાં અને બીજા બંધ રૂમમાં રાખવામાં આવ્યા હતા. જેના અંગે શરૂઆતમાં તેમણે પોલીસને કહ્યું હતું કે એ રૂમની ચાવી તેમનાથી ખોવાઈ ગઈ છે. આની સાથે સાથે કેટલાક અન્ય અન્ય દુર્લભ થોર પણ હતા. "આ બધુ આકસ્મિક સંયોગથી શક્ય બન્યું."

પિયોમ્બેટ્ટીએ એમ પણ કહ્યું હતું કે તેમનો પાસપૉર્ટ ખોવાઈ ગયો છે, પરંતુ પોલીસને ટૂંક સમયમાં જ ખબર પડી કે તેમણે તેને કબાટની ઉપર સરકાવી દીધો હતો.

સેચીની કહે છે, "તેમણે કદાચ ઉતાવળમાં તેને ત્યાં ફેંકી દીધો હશે." પાસપૉર્ટથી પુષ્ટિ મળી કે તે 2016 અને 2019 વચ્ચે પાંચ વખત ચિલીની મુલાકાતે ગયો હતો.

તેના લૅપટૉપ અને મોબાઇલ પર મળેલા રેકૉર્ડ્સથી પોલીસને તેના સ્થાનિક સાથી માટિયા ક્રેસેંટીનીને ઓળખવામાં મદદ મળી. આ ઉપરાંત 10 અન્ય ગેરકાયદેસર છોડના વેપારીઓ અને 10 નિયમિત ખરીદદારોના નેટવર્કને પણ જાણી શકાયું. આ છોડની વિશિષ્ટ હરાજી વેબસાઇટ્સ દ્વારા કરવામાં આવતી ઑનલાઇન વેચાણ થતું.

સમગ્ર વિશ્વમાં ખાનગી સુશોભનનો સંગ્રહ કરતા લોકો દ્વારા તેની ખરીદી કરવામાં આવતી હતી. ક્રેસેંટીની તેના થોરને Cactus_Italy નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતો. ઉદાહરણ તરીકે ફૅશન ઉદ્યોગમાં કામ કરતો એક જાપાની ખરીદદાર દર મહિને પિયોમ્બેટ્ટીને €2,500 (£2,100/$2,600)ની રકમ મોકલી રહ્યો હતો. પિયોમ્બેટ્ટી પોતે પણ સેંકડો ડૉલરમાં છોડ ખરીદતો હતો.

તે દિવસે શોધાયેલા ચોરાયેલા છોડની કિંમત પોલીસે €1 મિલિયન (£800,000/$1.1 મિલિયન) આજની ભારતીય કિંમત પ્રમાણે 9,41,19,418 રૂપિયા કરતાં વધુ આંકી હતી.

થોરની ચોરીનું ઑપરેશન કેવી રીતે પાર પાડ્યું?

ચીલીના થોરની દાણચોરી, દાણચોરી, આઠ કરોડ 60 લાખ, દુર્લભ પ્રજાતિ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Sofia Quaglia

છોડની ઓળખાણ માટે ગુનાના સ્થળના ફોટાને નિષ્ણાતોને મોકલવામાં આવ્યા હતા. આમાં સ્થાનિક કેક્ટસ નિષ્ણાત કટ્ટાબ્રિગાનો પણ સમાવેશ થતો હતો.

કટ્ટાબ્રિગા કહે છે, "આ અદ્ભુત છોડ હતા. આ પ્રાચીન છોડ હતા, સેંકડો વર્ષ જૂના."

કટ્ટાબ્રિગા કહે છે કે પિયોમ્બેટ્ટી ઉચ્ચ-ગુણવત્તાવાળા નમૂનાઓ માટે જરૂરી એવી સટીક, રચનાત્મક અને ઊંડી નજર ધરાવતા હતા. "તેઓ એકદમ સાચા હતા."

મિલાનના વનસ્પતિ ઉદ્યાનના ફૉરેન્સિક વનસ્પતિશાસ્ત્રીઓએ માટીનું વિશ્લેષણ કરી પુષ્ટિ કરી કે લગભગ 1,000 કોપિયાપોઆ છોડ ગેરકાયદેસર રીતે સીધા અટાકામા રણમાંથી કાઢીને અહીં લાવવામાં આવ્યા હતા.

આ રોપા ઉખાડતી વખતે એકત્રિત કરેલાં બીજમાંથી ઘણા નાના છોડ પણ ઉગાડવામાં આવ્યા હતા અને તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે ચિલીમાં જંગલમાંથી બીજને એકત્રિત કરવા એ ગેરકાયદે નથી, પરંતુ યોગ્ય દસ્તાવેજો વિના છોડને ઉખાડવા અને તેની નિકાસ કરવી એ ગેરકાયદે પ્રવૃત્તિ છે. જ્યારે ઇટાલીમાં દસ્તાવેજો વગર દેશમાં છોડની આયાત ગેરકાયદે છે.

આ થોરને ચિલીથી ગ્રીસ અને રોમાનિયા અને પછી ત્યાંથી ઇટાલી મોકલવામાં આવ્યા હતા. નવેમ્બર 2020માં બીજી એક જપ્તીમાં યુનાઇટેડ સ્ટેટ્સ, મૅક્સિકો અને આર્જેન્ટિનાથી ગેરકાયદે રીતે વેપાર કરાયેલા થોર મળી આવ્યા હતા.

આ કેસને ઑપરેશન અટાકામા તરીકે ઓળખવામાં આવે છે અને આ યુરોપમાં અત્યાર સુધીના સૌથી મોટા ગેરકાયદે થોર ઑપરેશનમાંના એક તરીકે જાણીતું બન્યું છે. પરિણામે, ઇટાલિયન સરકારે 2020માં સાઇટ્સ કન્વેન્શનનો ભંગ કરવા બદલ પિઓમ્બેટ્ટી અને તેમના સાથી સામે નવો કેસ શરૂ કર્યો. જાન્યુઆરી 2025માં સમાપ્ત થયેલા પાંચ વર્ષના ટ્રાયલના પરિણામે જૈવવિવિધતા ગુનાઓના ઇતિહાસમાં ઘણી પહેલી વાર આમ બન્યું હતું.

ચીલીના થોરની દાણચોરી, દાણચોરી, આઠ કરોડ 60 લાખ, દુર્લભ પ્રજાતિ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Andrea Cattabriga

એક તો પોલીસે જપ્ત કરેલા કોપિયાપોઆમાંથી લગભગ 840ને તો ચિલી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. IUCN SSC કેક્ટસ અને સુક્યુલન્ટ પ્લાન્ટ્સ સ્પેશિયાલિસ્ટ ગ્રૂપના સહ-અધ્યક્ષ બાર્બરા ગોએટ્સ કહે છે કે, "આ જૈવવિવિધતાનો વારસો છે અને તે ચિલીમાં જ પાછો જવો જોઈએ. છોડ સાથે શું કરવું જોઈએ તે મારા માટે પ્રશ્ન પણ નહોતો.

તેમણે છોડને સુરક્ષિત રીતે પરત મોકલવા, ક્વૉરેન્ટાઇન કરવા અને સુરક્ષિત રાખવા માટે પ્રોટોકૉલ ડિઝાઇન કરવામાં મદદ કરી હતી. ગોએટ્સ કહે છે, "મને બીજા કોઈ કેસની ખબર નથી કે જ્યાં છોડને તેમના દેશમાં પાછા મોકલવામાં આવ્યા હોય. મને લાગે છે કે તે ચોક્કસપણે આ કવાયત સફળ રહી છે."

આ થોર હવે ચિલીના નૅશનલ ફૉરેસ્ટ કૉર્પોરેશન (કોનાફ) દ્વારા સંચાલિત અટાકામા રણના ગ્રીનહાઉસમાં રખાયા છે. જોકે કેટલાક સ્થાનિક અહેવાલો સૂચવે છે કે આમાંથી કેટલાક છોડ ગુમ થઈ ગયા હશે. કોનાફે આ અંગે ટિપ્પણી કરવાની વિનંતીનો જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું કે તે એપ્રિલ 2025 સુધી બીબીસીને ગ્રીનહાઉસની ઍક્સેસ આપી શકશે નહીં.

વાતાવરણ અંગે અત્યંત સ્થિતિસ્થાપકતા હોવા છતાં વિશ્વના બીજા છેડેથી પાછા ફર્યા પછી જપ્ત કરાયેલા છોડ ક્યારેય ખરેખર ઘરે પાછા ફરી શકશે નહીં. તેમને ફરીથી જંગલમાં મૂકી નહીં શકાય, કારણ કે તે પહેલા કયા વિસ્તારોમાંથી આવ્યા હતા તે અંગે કોઈ રેકૉર્ડ નથી. તેનો ઉપયોગ આનુવંશિક અને વનસ્પતિ સંશોધન અને પ્રજનનના પ્રયોગો માટે થવાની સંભાવના છે. આ દરમિયાન ગોએટ્સની ટીમ રાષ્ટ્રનો પ્રથમ કોપિયાપોઆ સંરક્ષણ કાર્યક્રમની યોજના વિકસાવી રહી છે.

અટાકામા રણમાં કલાકો સુધી ચાલ્યા પછી શ્વાસ લેવાનું લગભગ મુશ્કેલ બની જાય છે. છતાં મૌરિસિયો ગોન્ઝાલેઝ અને રોડ્રિગો કાસ્ટિલો, બે આધેડ વયના માણસો, જેમના ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે, તે તેમના પ્રિય કોપિયાપોઆને શોધવા માટે વિશાળ રણની ટેકરીઓ પર ચઢી રહ્યા છે.

ચીલીના થોરની દાણચોરી, દાણચોરી, આઠ કરોડ 60 લાખ, દુર્લભ પ્રજાતિ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Sofia Quaglia

ફાટેલી જમીનમાં તિરાડમાંથી ફૂટેલા એક ઘેરા થોર તરફ ઇશારો કરીને ગોન્ઝાલેઝ કહે છે કે, "આ કદાચ 100 વર્ષ જૂનો હશે."

ગોન્ઝાલેઝ અને કાસ્ટિલો એ કેમિનેન્ટેસ ડેલ ડેસિએર્ટો (રણમાં ફરનારા) નામના સ્વયંસેવક શિક્ષકોના એક જૂથનો ભાગ છે. જે ચિલીના એન્ટોફાગાસ્ટા પ્રદેશમાં રણની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે જાગૃતિ ફેલાવે છે.

કોપિયાપોઆ તેમના મનપસંદ થોરમાંનું એક છે. જૂથના પ્રમુખ ગોન્ઝાલેઝ કહે છે, "તે વર્ષોથી આ પ્રદેશમાં અનુકૂલન સાધવા માટે વિકસિત થયા છે."

પિઓમ્બેટી આ દુર્લભ થોરનું એકમાત્ર પારખું નથી. કેમિનેન્ટેસ કહે છે કે ઘણા સ્થાનિકોને આંતરરાષ્ટ્રીય કલેક્ટર્સ દ્વારા ઑનલાઇન કરાર કરીને આ વિસ્તારમાં કોપિયાપોઆને મોટા પ્રમાણમાં લૂંટવા માટે મોકલવામાં આવે છે. તેઓ રસ્તામાં જોવા મળતા કોઈ પણ છોડનો નાશ કરી શકે છે. ઘણી વાર તેઓ રસ્તા પર કેટલાક ઊખડી ગયેલા છોડને ફેંકી દે છે. વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ કે ચાર વખત કેમિનાન્ટ્સ નોંધે છે કે તેમના કેટલાક મનપસંદ રસ્તાઓનો સંપૂર્ણપણે નાશ થયો છે. જ્યારે પણ તેઓ તેમની રણની મુસાફરીના ફોટો પોસ્ટ કરે છે ત્યારે તેમને સોશિયલ મીડિયા પર સેંકડો ખરાબ કૉમેન્ટ્સ મળે છે.

ગોન્ઝાલેઝ કહે છે, "આ વર્ષે કોપિયાપોઆ એટાકેમેન્સિસ પ્રજાતિ સૌથી વધુ ફેશનમાં છે. જેમની સામાન્ય મુસાફરીમાં તેઓ એટાકેમેન્સિસ, સિનેરિયા અને દુર્લભ સોલારિસ પ્રજાતિઓનાં દર્શન કરતા હોય છે."

આ વર્તન આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ. એક વાર કોઈની પાસે આ હોય તો પછી બીજા બધા પણ તે જ મેળવવા માગે છે.

દુષ્કાળને કારણે થોરને અસર

કેટલીક વાર સ્વયંસેવકો તેમના મનપસંદ છોડને સંભવિત શિકારીઓથી છુપાવવા માટે ખડકના પાટિયા નીચે છુપાવી દે છે, કારણ કે થોરમાં ખૂબ જ સ્થાનિક હોય છે અને તેમની વસ્તી ફક્ત ચોક્કસ સ્થળોએ જ જોવા મળે છે. શિકારીઓ તેમની છીણીના બે ફટકાથી આખી પ્રજાતિનો નાશ કરી શકે છે.

રસ્તા અને રહેઠાણોનાં બાંધકામમાં વધારાના કારણે વધુને વધુ લોકો કોપિયાપોઆ જ્યાં ઊગે છે તેવા કઠોર એકાંત રણમાં પ્રવેશ કરી રહ્યા છે.

ચિલીમાં યુનિવર્સિડેડ ડી કોન્સેપ્સિયનના થોર સંશોધક પાબ્લો ગુરેરો કહે છે, "આ બધાના લીધે શિકારી માટે બારી ખૂલે છે."

સોશિયલ મીડિયાએ પણ કલેક્ટર્સ માટે એકબીજાને શોધવાનું સરળ બનાવ્યું છે. એની સામે નિયમન અને અમલીકરણ અત્યંત ધીમા છે.

ગુરેરો કહે છે, "વિશ્વના મોટા ભાગના દેશો આ પ્રકારના શિકારના મામલામાં અણસમજ દાખવે છે આ છોડ કેવા છે તે અંગે કોને દરકાર છે. તેમના મન તો આ બધા સમાન દેખાતા થોર માત્ર છે."

છોડનો શિકાર એ કોપિયાપોઆ સામેનો એકમાત્ર ખતરો નથી. હાલમાં અમે અમારા અભિયાનમાં જોયું કે જાતજાતના થોર મરી રહ્યા છે. રણના વધતા તાપમાન, વરસાદની પૅટર્નમાં વધઘટ અને દરિયાકાંઠે ભેજના પૅટર્નમાં ઝડપી ફેરફારને કારણે તે સુકાઈ રહ્યા છે. તે પોતાના પર જ તૂટી રહ્યા છે અને રાખ જેવા કાળા થઈ રહ્યા છે. કામાન્ચાકા ધુમ્મસ પણ તેનો માર્ગ બદલી રહ્યું છે અને કોપિયાપોઆ હવે સહસ્ત્રાબ્દીનો વિરાસત માત્ર બની રહ્યું છે જ્યારે પર્યાવરણ આજના કરતા અલગ હતું. જમીનના ઉપયોગમાં ફેરફાર અને સ્થાનિક ખાણકામ ઉદ્યોગના વિસ્તરણ પણ છોડ માટે ખતરો બન્યું છે.

કેમિનાન્ટ્સ વાર્ષિક થોરને પાણી આપવાના પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ રણના લાંબા દુષ્કાળનો સામનો કરવા માટે તે પૂરતું નથી.

કાસ્ટિલો કહે છે, " એક કાળી કોથળીને હલાવીને કહે છે કે હા, આ મરી રહ્યું છે."

ગુરેરો અને ગોએટ્સ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોપિયાપોઆ પ્રજાતિઓમાંથી 76 ટકા જળવાયુ પરિવર્તન અને ગેરકાયદે હેરફેરને કારણે લુપ્તપ્રાય બન્યા છે.

ગુરેરો કહે છે, "આની સંખ્યામાં ખૂબ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે, કેટલીક તો ટૂંક સમયમાં જંગલમાં જ લુપ્ત થઈ જશે, અત્યંત નાટકીય રીત."

દરોડાઓ અને ત્યાર બાદના કોર્ટ કેસથી પિયોમ્બેટ્ટી અટક્યો નહીં. સપ્ટેમ્બર 2024માં ઇટાલીમાં ચુકાદો બાકી હતો ત્યારે તે ફરી એક વાર ચિલી ગયો. સેન્ટિયાગોમાં ઉતરાણ કરતી વખતે ઍરપૉર્ટ પર તેની ધરપકડ કરાઈ, કારણ કે તે હવે ચિલીમાં ગેરકાયદે વન્યજીવન હેરફેર માટે પણ વૉન્ટેડ હતો.

ગુનો માત્ર કાયદા વિરુદ્ધ નહીં, પ્રકૃતિ વિરુદ્ધ પણ

સેચીની કહે છે કે ફેબ્રુઆરી 2024માં દાણચોરી કરાયેલા થોરના સ્વદેશ પરત ફરવા વિશે સાંભળ્યા પછી ચિલીના એક ફરિયાદીએ વૉટ્સઍપ પર વ્યક્તિગત રીતે તેમનો સંપર્ક કર્યો હતો. અને પરિણામે તેમણે પિયોમ્બેટ્ટી સામે કેસ ફરી શરૂ કર્યો હતો.

કલેક્ટરે એટાકામા કોર્ટમાં ફાસ્ટ-ટ્રૅક ટ્રાયલ ચલાવી હતી અને ચિલીના અધિકારીઓએ તેમના પર 5,300 ડૉલરનો દંડ ફટકાર્યો અને 10 વર્ષ માટે દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સેચિની કહે છે કે દેશમાંથી આ પ્રકારનો પ્રતિબંધ દાણચોરી રોકવા માટે સૌથી કારગત છે.

31 જાન્યુઆરી, 2025ના રોજ ઇટાલિયન કોર્ટે ક્રેસેન્ટિની અને પિયોમ્બેટ્ટી વિરુદ્ધ પ્રથમ કેસનો નિર્ણય આપ્યો. જે બીબીસીએ જોયો. કોર્ટે પિયોમ્બેટ્ટીને 18 મહિનાની કેદ અને 25,000 યૂરો દંડ (24,26,250 રૂપિયા) અને ક્રેસેન્ટિનીને 12 મહિનાની કેદ અને 18,000 યૂરો (17,46,900 રૂપિયા) દંડની સજા ફટકારી હતી.

આ ચુકાદો 14 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યો અને પ્રતિવાદીઓને અપીલ કરવા 30 દિવસનો સમય આપ્યો હતો.

જોકે જૈવવિવિધતા નિષ્ણાતોને આ કોર્ટ કેસથી બીજું પણ એક મોટું પરિણામ મળ્યું છે.

કોર્ટે માન્યું કે પિયોમ્બેટ્ટીનો ગુનો ફક્ત કાયદા વિરુદ્ધ નહોતો, પણ તે પ્રકૃતિ વિરુદ્ધ પણ હતો. પિયોમ્બેટ્ટી અને તેના સાથીદારને હવે તેમના સંરક્ષણ કાર્યને થયેલા નુકસાન માટે વળતર તરીકે પ્રભાવિત પક્ષ તરીકે સામેલ થોર સરંક્ષણ સંગઠન ABCને વધારાના €20,000 (£17,000/$21,000/17,96,825 રૂપિયા) ચૂકવવા પડશે.

કટ્ટાબ્રિગાના જણાવ્યા અનુસાર આ ભંડોળનો સીધો ઉપયોગ થોર સંશોધન, જાગૃતિ અને સંરક્ષણમાં કરવામાં આવશે.

કટ્ટાબ્રિગા કહે છે કે, "અમે છોડને એક અધિકાર આપી રહ્યા છીએ, નાશ ન થવાનો અધિકાર, કારણ કે તે પણ જીવ જ છે."

યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરના લેક્ચરર જેકબ ફેલ્પ્સ કહે છે, "જૈવવિવિધતા વિરુદ્ધના ગુનાઓમાં ઘણી વાર પ્રકૃતિને જ ન્યાય મળતો નથી."

આ કેસના પરિણામે પર્યાવરણને થયેલા નુકસાનનું વળતર અંગેની સિસ્ટમ બનાવવાની દિશામાં એક મિસાલ સ્થાપિત કરે છે.

ભૂતકાળમાં પણ આવા જ કેટલાક ચુકાદાઓ આવ્યા છે. ઉદાહરણ તરીકે 2019માં એક ફ્રેન્ચ રાષ્ટ્રીય ઉદ્યાનને માછલીના શિકારીઓ દ્વારા થતા પર્યાવરણીય નુકસાન માટે વળતર મળ્યું હતું. 2021માં ઇન્ડોનેશિયન પર્યાવરણીય બિન-લાભકારી સંસ્થાએ સ્થાનિક પ્રાણીસંગ્રહાલય પર કાનૂની પરવાનગી વિના સંરક્ષિત પ્રજાતિઓ રાખવા બદલ દાવો કર્યો હતો. પરંતુ આ બધુ દુર્લભ છે," એમ ફેલ્પ્સ કહે છે.

ફેલ્પ્સે કન્ઝર્વેશન લેટર્સ જર્નલમાં આ કાનૂની માળખાનું વર્ણન કરતું એક પેપર લખ્યું હતું. ફેલ્પ્સ કહે છે કે, "આ પ્રકારની કાનૂની જોગવાઈઓ ઘણા દેશોમાં અસ્તિત્વમાં છે, પરંતુ તેનો ક્યારેય ઉપયોગ થયો નથી. અથવા જો તેનો ઉપયોગ થયો હોય તો તેનો ઉપયોગ અનિયમિત રીતે થયો હોય છે. આ કેસ ખરેખર મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે આપણને બતાવે છે કે આપણે આ કરી શકીએ છીએ."

આવી સફળતાનું પુનરાવર્તન કરવાના પ્રયાસરૂપે, ફેલ્પની ટીમ યુગાન્ડા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં વિવિધ તબક્કામાં આ પ્રકારના મામલામાં કામ કરી રહી છે.

ફેલ્પ્સ કહે છે, "સરકારને આવા મામલામાં હિંમત બતાવવા માટે રાજી કરવા એ ધીમું કામ છે. પરંતુ અમે આને ચોક્કસ એક નવી લહેર તરીકે જોઈએ છીએ."

પરંતુ ગોન્ઝાલેઝ અને કાસ્ટિલો જેવા કોપિયાપોઆના સ્વયંસેવક રક્ષકો આના ભવિષ્ય વિશે ખચકાટ અનુભવે છે.

સ્વયંસેવકોને આશા છે કે ટ્રાયલના પરિણામથી વન્યજીવોના શિકારનાં જોખમો અંગે જાગૃતિ લાવવામાં મદદ મળશે. પરંતુ તેઓ જાણે છે કે આ ચુકાદો એ કંઈ ચમત્કાર નથી.

રણમાં બપોરની અમારી સફર દરમિયાન અમને ફક્ત ચાર કાર જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ તેમના વાહનમાંથી કૂદીને લાખો વર્ષોની પ્રજાતિઓની ઉત્ક્રાંતિ, અનુકૂલન અને સ્થિતિસ્થાપકતાને કાપીને લઈ જઈ શકે છે. તેના પર કોઈનું ધ્યાન નહીં જાય.

સુકાયેલો છોડને અંદરથી સંકોચતો જ રહેશે ભલે કેમિનાન્ટ્સ તેમના પાણીના ડબ્બા સાથે ખુલ્લા રણમાં કેટલી પણ વાર જાય.

તેમ છતાં સૂર્ય આથમવા લાગે છે અને તેઓ દિવસના અંતિમ મુકામ પર પહોંચે છે ત્યારે તેમની આંખોમાં ઉત્સાહ છે. દરિયાકિનારાની બે ટેકરીઓ વચ્ચેની ખાડીમાં કે જ્યાં કેમાંચાકા ધુમ્મસ આપણા ઉપર એટલું ગાઢ છે કે એવું લાગે છે કે આકાશ પૃથ્વીની નજીક આવી ગયું છે. બધે જ કોપિયાપોઆ છે.

આ સમગ્ર પશ્ચિમી જમીનનો ટુકડો દુર્લભ સુક્યુલન્ટ્સથી ભરેલો છે. કેટલાક પાસે 20 જેટલી જાડી, પાણીથી ભરેલી ડાળીઓ છે અને કેટલાક ફક્ત બે વર્ષ નાના છોડ છે. છેલ્લા બે દિવસમાં ઘણાં ફૂલો પણ ખીલી ગયાં છે અને કેટલાંક ખીલવાની અણી પર છે.

"અમને એક મળી ગયું છે," કાસ્ટિલોએ ઇશારો કરીને કહ્યું કે જ્યાં એક કોપિયાપોઆ નાની લાલ કીડી દ્વારા પરાગનયન થઈ રહ્યું હતું. એ જ સમયે અમે તેનાં ફૂલની અંદર ડોકિયું કરતા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન