મેંદો ખાવાનાં ફાયદા-નુકસાન : કેટલીક માન્યતાઓ અને કેટલીક ગેરમાન્યતાઓ

મેંદો

ઇમેજ સ્રોત, Getty Images

મેંદો ખાવો સ્વાસ્થ્ય માટે સારો છે કે નહીં તે વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. મેંદો અને મેંદામાંથી બનતી વસ્તુઓ વિશે કેટલીક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે.

આ અહેવાલમાં આપણે જાણીશું કે મેંદો તમારા સ્વાસ્થ્ય માટે સારો છે કે ખરાબ અને તે પાછળનાં કારણો શું છે?

મેંદાનું નામ આવતાની સાથે જ મગજમાં મેંદાથી બનતા વિવિધ પ્રકારના પરોઠાનો વિચાર આવે છે.

લોકો હંમેશાં કહે છે કે અમે મેંદો જરાય નથી ખાતા, મહિનામાં માત્ર એક જ વખત ખાઉં છું. ઘઉંના પરોઠા જ ખાઉં છું.

જોકે, મેંદો માત્ર પરોઠામાં જ નહીં, પરંતુ આપણા રોજિંદા આહારની મોટાભાગની વસ્તુઓમાં હોય છે. ઉદાહરણ રૂપે કેટલીક હૉસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવતી રોટલીઓ પણ મેંદાના લોટમાંથી બનેલી હોય છે.

યુવાઓમાં લોકપ્રિય પિઝ્ઝા, બર્ગર, પાસ્તા, નૂડલ્સ જેવી વાનગીઓ બનાવવામાં પણ મેંદાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેક, ગુલાબજાંબુ, જલેબી, સોનપાપડી જેવી મિઠાઈઓ બનાવવામાં પણ મેંદો વપરાય છે.

આ ઉપરાંત ચા સાથે લેવાતા બિસ્કિટ અને સમોસામાં પણ મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જે કોઇપણ આહાર લઈએ છીએ તેમાં કોઈને કોઈ પ્રકારે મેંદાનો લોટ હોય છે.

લોકો લાંબા સમયથી આ વર્ષે ચર્ચા કરી રહ્યાં છે કે મેંદાનો લોટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. શું આ વાતમાં સત્ય છે?

મેંદાનો લોટ શેમાંથી બને છે? શું મેંદો, ઘઉં અને સોજીનો લોટ એક સરખા જ છે? કોણે સ્ટાર્ચયુક્ત ભોજન ન લેવું જોઈએ?

મેંદાનો લોટ કેવી રીતે બને છે?

મેંદાનો લોટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમે કેટલાક લોકોને સવાલ કર્યો, “શું તમે જાણો છો કે મેંદાનો લોટ કેવી રીતે બને છે?”

એક વ્યક્તિએ જવાબ આપ્યો કે મેંદો ટેપિયોકામાંથી બને છે. તમે જ્યારે પરોઠા ખાવ છો ત્યારે તમને તે વિશે ખબર પડે છે.

અન્ય એક વ્યક્તિએ પણ કહ્યું કે મેંદાનો લોટ ટેપિઓકામાંથી બનાવવામા આવે છે. તેનો ઉપયોગ મેંદાના પરોઠા બનાવવામાં થાય છે. આ જ કારણે લોકોને પરોઠા પસંદ છે.

સમોસા ખાઈ રહેલા એક યુવકે કહ્યું કે સમોસા કોઈ પણ લોટમાંથી બને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

એક મહિલાએ કહ્યું કે ઘઉંના લોટના નકામા પદાર્થમાંથી મેંદો બનાવવામાં આવે છે. મેંદો બનાવવા માટે તેમાં એક હાનિકારક રસાયણ ભેળવવામાં આવે છે.

અમે બાળરોગ અને પોષણના વિશેષજ્ઞ ડૉ. અરુણ કુમારને આ વિશે પૂછ્યું.

તેમણે કહ્યું, “ચોખાના ત્રણ અલગ-અલગ આવરણ હોય છે. ઉપલું આવરણ, ચોખાની ભૂકી અને અંદરના ચોખાના ઉપરનાં સ્તરને હઠાવ્યાં પછી જે ચોખા બચે છે તેને હાથનાં ચોખા કહે છે. આ પરતને હઠાવ્યા પછી જે ચોખા બચે છે તેને પૉલિશ ચોખા કહેવામાં આવે છે.”

“આ જ પ્રમાણે જ્યારે ઘઉંના ઉપલા સ્તરને હઠાવ્યા પછી જે ઘઉં બચે તે સામાન્ય ઘઉં છે. આ ઘઉંનો લોટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘઉંની ઉપરની પરત હટાવીને એકદમ પૉલીશ કરવામાં આવે ત્યારે મેંદો બને છે. વિદેશી દેશોમાં મેંદાનો ઉપયોગ દરેક વસ્તુમાં કરવામાં આવે છે. મેંદો તેમના માટે બાસમતી ચોખા જેવા છે.”

તેમણે કહ્યું કે ઘઉંની ભૂસી હઠાવીને પૉલિશ કરવામાં ન આવે અને તેને પીસી નાખવામા આવે તો સોજી બને છે.

“સોજી અને મેંદામાં ખાસ અંતર નથી. વધારે મેંદો ખાવો સ્વાસ્થ્ય માટે સારો નથી. જોકે, મેંદાથી ડરવાની જરૂર નથી અને મેંદાને બિલકુલ ટાળવાની પણ જરૂર નથી. જોકે, મેંદા વિશે ઇન્ટરનેટ પર ખોટી જાણકારી હોવાને લીધે ખોટી માન્યતાઓ ઊભી થઈ છે.”

મેંદો સફેદ કેવી રીતે બને છે?

મેંદો

ઇમેજ સ્રોત, Getty Images

અમે ડૉક્ટર અરુણને પૂછ્યું કે મેંદો જ્યારે ઘઉંમાંથી જ બને છે તો તેનો રંગ ઘઉંની જેમ ભૂરો કેમ નથી અને સફેદ શું કામ છે? શું મેંદાને સફેદ બનાવવા માટે તેમાં કોઈ અન્ય રસાયણ ઉમેરવામાં આવે છે.

મેંદો પોતાના સફેદ રંગ માટે જાણીતો છે. બ્રેડ, બન, કેક, બિસ્કિટ, પરોઠા જેવી વસ્તુઓ મેંદામાંથી બનાવવામાં આવે છે. મેંદો સફેદ અને થોડોક કરકરો હોવાને કારણે આ વાનગીઓમાં સામાન્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ડૉકટર અરુણ કુમારે કહ્યું, “ઘઉંને ડાર્ક બ્રાઉન ન થાય તે માટે તેમાં બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિશે કેટલાક તર્ક આપવામાં આવે છે. બ્લીચ એક ઑક્સશન પ્રક્રિયા છે. આપણે શાળામાં આ વિશે ભણ્યા છીએ. આ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઘઉંનો ભૂરો રંગ હઠાવવામાં આવે છે.”

“બ્લીચિંગની પ્રક્રિયા માટે ક્લોરિન ગૅસ અને બેન્ઝાઇલ પૅરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, આ રસાયણોના ઉપયોગની માત્રા પર એક નિયંત્રણ છે. આ રસાયણોનો ઉપયોગ સીમિત પ્રમાણમાં જ કરવામાં આવે છે.”

મેંદો ખાવાથી ડાયાબિટિસ થઈ શકે છે?

મેંદો

ઇમેજ સ્રોત, Getty Images

મેંદાને જ્યારે બ્લીચ કરવામાં આવે છે ત્યારે તેમાં ઍલોક્શન નામનું રસાયણ ભેળવવામાં આવે છે અને આ રસાયણ ડાયાબિટિસનું કારણ બની શકે છે.

અમે આ વિશે ડૉ. અરુણ કુમારને પૂછ્યું તો તેમણે કહ્યું, “મદ્રાસ હાઈકોર્ટમાં 2016માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજીકર્તાએ કેસ દાખલ કરીને કહ્યું કે મેંદામાં ઍલોક્શન હોય છે, જેને કારણે ડાયેરિયા જેવી બીમારી થઈ શકે છે. આ કારણે મેંદા પર પ્રતિબંધ લાદવામાં આવે. મદ્રાસ હાઈકોર્ટે આ દલીલોના આધારે ખાદ્ય વિભાગને મેંદામાંથી બનતા પદાર્થોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.”

“ખાદ્ય વિભાગે તપાસ કરીને જણાવ્યું કે મેંદાના લોટમાં કોઈ હાનિકારક રસાયણ નથી. ઍલોક્શનનો સવાલ છે તો તેનો ઉપયોગ બ્લીચિંગ પ્રક્રિયામાં કરવામાં આવતો નથી. હકીકતમાં ઑક્સીડેશનની પ્રક્રિયા દરમિયાન ઍલોક્શન ઉત્પન્ન થાય છે, જે દરેક પ્રકારના લોટમાં નહિવત્ પ્રમાણમાં જોવા મળે છે.”

ડૉ. અરુણ કુમારે કહ્યું, “એક પ્રયોગમાં ઉંદરોને ડાયાબિટિસ કરાવવા માટે ઍલોક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે લોટમાં મળી આવતા ઍલોક્શનનાં પ્રમાણ કરતાં ઉંદરમાં મળી આવેલાં ઍલોક્શનનું પ્રમાણ 25,000 ગણું વધારે હતું. આ કારણે બંનેની તુલના ન કરી શકાય. નહીંતર લોકોને બિસ્કિટ કે મેંદાના લોટના પરોઠા ખાવાથી પણ ડાયાબિટિસનો રોગ થઈ શક્યો હોત, જે શક્ય નથી.”

તેમણે કહ્યું કે મારા મત પ્રમાણે લોકો મેંદાના લોટનો ઉપયોગ ઓછો કરવા માંગે છે. કારણ કે તેમાં સ્ટાર્ચની માત્રા ખૂબ જ વધારે અને ફાઇબરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આમ, કોઈપણ પ્રકારનાં વૈજ્ઞાનિક કારણો વગર મેંદાના લોટનો ઉપયોગ ન કરવાની કોઈ જરૂર નથી.

ઘઉંનો લોટ મેંદાનો વિકલ્પ બની શકે?

તેમણે ઉમેર્યું કે સામાન્ય રીતે મેંદાના લોટમાંથી બનેલાં ઉત્પાદનોમાં ફેટ (ચરબી)નું પ્રમાણ વધારે હોય છે. પરોઠામાં ભારે માત્રામાં તેલ ઉમેરવામાં આવે છે. છોલે ભટૂરે અથવા છોલે પરોઠા એક લોકપ્રિય વ્યંજન છે. આ વ્યંજન મેંદાના લોટથી બનાવવામાં આવે છે, પરંતુ તેમાં તેલનું પ્રમાણે ખૂબ જ વધારે છે.

થારિણી કૃષ્ણને કહ્યું, “મેંદાના લોટમાંથી બનેલાં બિસ્કિટ અને નાસ્તામાં ખાંડ અને તેલનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ કારણે મેંદાના લોટમાં જ્યારે આ પ્રકારની સામગ્રી ઉમેરવામાં આવે છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.”

તેમણે ઉમેર્યું, “ડાયાબિટિસથી પીડિત લોકોએ આ ખાદ્ય પદાર્થો ન ખાવા જોઈએ. કારણ કે ખોરાકમાં થોડા પ્રમાણમાં પણ મેંદાનો લોટ છે અને ફાઇબર નથી તો બ્લડ શુગરનું લેવલ વધી જાય છે. જે લોકોનું વજન વધારે છે, તે લોકોએ પણ મેંદાના લોટમાંથી બનતી વસ્તુ ન ખાવી જોઈએ.”

“જે મહિલાઓનું વજન વધારે છે, તેમણે પણ મેંદાના લોટમાંથી બનતી વસ્તુ ન ખાવી જોઈએ. કારણ કે વજન વધવાથી તમારે અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં પિરિયડને લગતી સમસ્યાઓ પણ સામેલ છે.”