કૉફી પીવાથી તમારા શરીરમાં શું અસર થાય છે? દિવસમાં કેટલી કૉફી પી શકાય?

કૉફી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આંદ્રે બિરનાથ અને જોઆઓ ડા માતા
    • પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝીલ

કૉફી. વિશ્વના કરોડો લોકોની દૈનિક જરૂરિયાત છે પરંતુ શું તમને ખબર છે કે કૉફી મૂળ ક્યાંની છે અને શરીર ઉપર તેની શું અસર થાય છે?

ન્યૂ યૉર્કના શોરબકોરવાળા રસ્તાઓથી લઈને ઇથિયોપિયાના શાંત પહાડો સુધી કૉફી એ લાખો લોકોના રોજબરોજ અને જીવનની એક મૂળભૂત જરૂરિયાત છે.

1500 વર્ષોથી પણ વધારે સમયથી કૉફી માનવ સભ્યતામાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

17મી – 18મી સદીમાં રૅનેસાં એટલે કે પુનર્જન્મને પ્રોત્સાહન આપી હોવાનું કેટલાક લોકોએ વર્ણન કર્યું છે. આ એ સમય હતો જ્યારે આધુનિક વિશ્વના ઘણા બૌદ્ધિક અને સાંસ્કૃતિક વિચારોનો પાયો નખાયો હતો.

કૉફીનું મુખ્ય ઘટક કૅફીન છે. આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પીવાય છે એ કૅફીને સાયકોઍક્ટિવ પદાર્થ ગણવામાં આવે છે, જે આપણી સમજવાની અને વિચારવાની રીતને પ્રભાવિત કરે છે.

કૉફી ક્યાંથી આવી છે?

કૉફી

ઇમેજ સ્રોત, Getty Images

કૉફીને કૉફિયા અરેબિકા નામના છોડમાંથી લેવામાં આવે છે જે મૂળ રૂપથી ઇથિયોપિયામાં મળે છે.

દુનિયાના કુલ કૉફી ઉત્પાદનમાંથી 90 ટકાથી વધારે ભાગ વિકાસશીલ દેશોમાંથી આવે છે. તેમાં પ્રમુખ રૂપથી દક્ષિણ આફ્રિકા સિવાય વિયેતનામ અને ઇન્ડોનેશિયા સામેલ છે. ત્યારે તેનો સૌથી વધુ ઉપયોગ ઉદ્યોગ આધારિત અર્થતંત્રોમાં થાય છે.

એવું કહેવામાં આવે છે કે નવમી સદીમાં કાલ્ડ નામના એક બકરી ચરાવતી વ્યક્તિને કૉફીનું ફળ ખાધા બાદ પોતાની બકરીઓની ઊર્જા વધતી દેખાઈ. ત્યાર બાદ તેણે પોતે કૉફી લીધી.

ત્યાર બાદથી જ સ્થાનિક લોકોએ તેને પલાડીને ખાધી અને છોડનાં પાનને ચાની જેમ પીવાનું શરૂ કર્યું.

ઐતિહાસિક ઉલ્લેખોમાં જાણવા મળે છે કે 14મી સદીમાં યમનમાં સૂફીઓએ સૌથી પહેલાં કૉફીના બીને શેકીને તેને પીવા માટે તૈયાર કરી, હવે આ પેય પદાર્થને આપણે 'કૉફી'ના નામથી ઓળખીએ છીએ.

સંપૂર્ણ ઑટોમન સામ્રાજ્યમાં 15મી સદી સુધી કૉફી હાઉસ ખૂલી ગયાં હતાં. પછી યુરોપ સુધી આ કૉફી હાઉસ ફેલાયાં અને ત્યાં વેપાર, રાજનીતિ તથા નવા વિચારોના નિર્માણના હબ બની ગયાં.

20મી સદીના લોકપ્રિય જર્મન દાર્શનિક અને સમાજશાસ્ત્રી જુરગેન હેબરમાસ જેવા કેટલાક વિદ્વાનો તો એવું કહેતું કે કૉફીના પ્રભાવ વિના જ્ઞાનોદય નહીં થયો હોય.

હૈબરમાસ અનુસાર 17મી અને 18મી સદી દરમિયાન કૉફી હાઉસ ટીકનાં પાત્ર બની ગયાં હતાં, જ્યાં લોકોના અભિપ્રાયો અને વિચારો આકાર પામતા હતા.

મૂડીવાદના વિકાસમાં કૉફીનું યોગદાન

ફ્રાંસીસી દાર્શનિક વાલ્ટેયર એક દિવસમાં 72 દિવસ કપ કૉફી પીતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાંસીસી દાર્શનિક વાલ્ટેયર એક દિવસમાં 72 દિવસ કપ કૉફી પીતા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવું માનવામાં આવે છે કે પ્રમુખ વિદ્વાન પણ આ કૉફીના બહુ મોટા પ્રશંસક હતા.

ફ્રાંસના દાર્શનિક વૉલ્ટેયર એક દિવસમાં 72 કપ સુધી કૉફી પી જતા હતા. તેમના જ દેશના ડાઇડરૉટે પોતાના 28 ભાગવાળા 'ઇનસાઇક્લોપીડી' તૈયાર કરવા માટે કૉફી પર જ ભરોસો કર્યો હતો. અમેરિકન લેખક, માઇકલ પોલન અનુસાર 'ઇનસાઇક્લોપીડી'ના ઉલ્લેખ જ્ઞાનોદયનો સિદ્ધાંત કાર્યના રૂપમાં કરવામાં આવે છે.

માનવ વિજ્ઞાન પ્રોફેસર ટેડ ફિશર અમેરિકાના વેંડરબિલ્ડ વિશ્વવિદ્યાલયમાં કૉફી અધ્યયન સંસ્થાનના ડાયરેક્ટર છે. તેઓ કહે છે કે, 'કૉફીએ મૂડીવાદના ઉદયમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.'

તેમણે બીબીસીને જણાવ્યું કે, "કૉફીએ ઇતિહાસની દિશા બદલી નાખી અને વિચારોના વિકાસને પ્રોત્સાહન આપ્યું, તેનાથી જ્ઞાનોદય અને મૂડીવાદનો જન્મ થયો."

તેઓ કહે છે કે, "આ મને માત્ર એક દુર્ઘટના નથી લાગતી કે લોકશાહી, તર્કવાદ, અનુભવવાદ, વિજ્ઞાન અને મૂડીવાદ વિશેના વિચારો એક જ સમયમાં આવ્યા, જ્યારે કૉફીનો ઉપભોગ લોકપ્રિય બન્યો. આ પદાર્થ, ધારણા અને એકાગ્રતાનો વિસ્તાર કરે છે. આ નિશ્ચિત રૂપથી એ જ સંદર્ભનો ભાગ છે જે મૂડીવાદનું નેતૃત્વ કરે છે."

ફિશર કહે છે, "એ સમયે, વેપારીઓને લાગ્યું કે કૉફીનો ઉપયોગ ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવે છે. એટલે તેમણે પોતાના કર્મચારીઓને કૉફી આપવાનું શરૂ કર્યું હતું અને છેવટે તેમને કૉફી બ્રેક આપ્યો."

કૉફીની એ વાતો જે જાણવી જોઈએ

કૉફીનાં બી

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસમાં કૉફીને ગુલામોના શોષણ સાથે પણ જોડવામાં આવે છે.

ફ્રાન્સના આફ્રિકન ગુલામોનો હૈતીના બગીચાઓમાં કરવામાં આવ્યો હતો. ત્યાંજ બ્રાઝિલ 1800ના દાયકાની શરૂઆત સુધી આફ્રિકન ગુલામોનો ઉપયોગ કરીને દુનિયાની એક તૃતીયાંશ કૉફીનું ઉત્પાદન કરતું હતું.

આજે દુનિયામાં દરરોજ બે અબજથી વધુ કપ કૉફી વપરાય છે અને દુનિયામાં દર વર્ષે કૉફીનો 90 અબજ ડૉલરનો વેપાર થાય છે.

બિન સરકારી સંસ્થાઓ હેઇફર ઇન્ટરનેશનલ દુનિયાભરમાં ગરીબી અને ભૂખ મિટાવવા માટે કામ કરે છે. સંસ્થા મુજબ 600 વર્ષમાં બહુ થોડા ફેરફાર આવ્યા છે.

હેઇફરનું કહેવું છે કે લોકોનો રંગ હજુ પણ કૉફી ઉદ્યોગમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, અને ઓછા પૈસે કામ કરતા લોકો વિશેષ રંગના હોય છે. દુનિયાના 50 દેશોમાં 12.5 કરોડ લોકો રોજગાર માટે કૉફી પર નિર્ભર છે. તેમાંથી 50 ટકાથી વધારે લોકો ગરીબીમાં જીવે છે.

કૉફીની શરીર પર કેવી અસર થાય છે?

કૉફી

ઇમેજ સ્રોત, Getty Images

કૉફી પીધા પછી કૅફીન પાચનતંત્રમાંથી પસાર થઈને આંતરડાના માર્ગે લોહીમાં ભળી જાય છે. જોકે તેનો પ્રભાવ તંત્રિકા તંત્ર (નર્વસ સિસ્ટમ) સુધી પહોંચ્યા પછી શરૂ થાય છે.

આવું કૅફીનની એડેનોસિન નામના કેમિકલ સાથે સમાનતાને કારણે થાય છે, જેનું ઉત્પાદન શરીર પ્રાકૃતિક રૂપથી કરે છે.

એડેનોસિન સામાન્ય રીતે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમને ધીમી પાડે છે. તેનાથી હૃદયની ગતિ ઘટે છે અને સુસ્તી અને આરામની ભાવના ઉત્પન્ન થાય છે.

કૅફીન નર્વ સેલની સપાટી પર રહેલા એડેનોસિન રિસેપ્ટર્સને બાંધે છે જેમ તાળામાં ચાવી ફિટ થાય એ રીતે. પરંતુ આ રિસેપ્ટર્સને બાધિત કરીને આ વિપરીત પ્રભાવ ઉત્પન્ન કરે છે.

આ રક્તચાપ (બ્લડ પ્રેશર)ને થોડું વધારી શકે છે. મસ્તિષ્કની ગતિવિધિ વધારી શકે છે, ભૂખ ઘટાડી શકે છે અને સતર્કતા વધે છે. આનાથી લાંબા સમય સુધી એકાગ્રતા વધી શકે છે.

કૅફીનનો પ્રભાવ મનોદશાને સુધારવા, થાક ઘટાડવા અને શારીરિક પ્રદર્શનમાં સુધાર લાવવા પર થઈ શકે છે. ઍથ્લીટ્સ ક્યારેક- ક્યારેક કૉફીને સપ્લિમેન્ટરી ડાયટ તરીકે લે છે.

કૅફીનનો પ્રભાવ 15 મિનિટથી બે કલાક સુધી રહે છે. કૅફીન લેવાના પાંચથી દસ કલાક પછી શરીર કૅફીનને હટાવી દે છે પરંતુ તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહી શકે છે.

એક દિવસમાં કેટલી કૉફી પી શકાય?

કૉફી

ઇમેજ સ્રોત, Getty Images

કૉફીનો વધુમાં વધુ લાભ લેવા માટે નિષ્ણાતો તેનો સીમિત ઉપયોગ કરવાની સલાહ આપે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે સવારે જ્યારે તમે કૉફીનો પહેલો કપ પીઓ છો તો લાંબા સમય સુધી તેનો પ્રભાવ રહે તે માટે બપોરે કૉફી પીવાનું ટાળવું જોઈએ.

દિશા-નિર્દેશ અનુસાર એક સ્વસ્થ વયસ્ક માટે એક દિવસમાં કૉફીની સીમા 400 મિલીગ્રામ હોવી જોઈએ. આ ચાર-પાંચ કપ જેટલી કૉફી છે.

દરેક વ્યક્તિની સીમા અલગ-અલગ હોય છે. એ હદથી વધુ કૉફી લેવા પર કૅફીનને કારણે અનિદ્રા, ચિંતા, હૃદયના ધબકારા વધવા, પેટમાં તકલીફ, ઊલટી કરવાની ઇચ્છા અને માથાના દુખાવા જેવા દુષ્પ્રભાવ જોવા મળી શકે છે.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના નિષ્ણાતો ચેતવણી આપે છે કે ખૂબ નાના સમયગાળામાં 1200 મિલીગ્રામ કૅફીન (લગભગ 12 કપ કૉફી)ના સેવનનો દુષ્પ્રભાવ થઈ શકે છે.

હાર્વર્ડના ટીએચ ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ડૉક્ટર મૈૈટિયાસ હેન અનુસાર ઓછી માત્રામાં કૉપી પીવાના સ્વાસ્થ્ય પર સારા પ્રભાવ પણ થાય છે. તેના સેવનથી મૃત્યુ અને કેટલી બીમારીઓનો ખતરો ઘટે છે.

હેને બીબીસીને કહ્યું કે, "દિવસમાં બે-પાંચ કપ કૉફી પીવાથી મૃત્યુ દર જ નહીં પરંતુ ડાયાબિટીસ, હૃદયરોગ અને કેટલાક પ્રકારના કૅન્સરનો ખતરો પણ ઘટે છે."

તો હવે જ્યારે કૉફીનો કપ ઉઠાવો ત્યારે તેની માત્રા વિશે જરૂર વિચારજો.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)