‘સ્વપ્નોના દેશ અમેરિકા’ જવા આ વ્યક્તિએ 33 લાખ ખર્ચ્યા, 22 મહિનાઓ જેલમાં વિતાવ્યા, પરંતુ...

ડૉન્કી રૂટ અમેરિકા શાહરુખ ખાન ડંકી

ઇમેજ સ્રોત, SHAHRUKH KHAN

    • લેેખક, ગગનદીપસિંહ જસ્સોવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મેં મારી જિંદગીના સૌથી મહત્ત્વનાં વર્ષો ખોઈ દીધાં, 33 લાખ રૂપિયા પણ ગુમાવ્યા અને જમીન પણ ગુમાવી દીધી. આ બધું મેં મારા અમેરિકા જવાના સ્વપ્ન માટે કર્યું."

આ શબ્દો કુલદીપસંહ બોપારાઈના છે જેમને અમેરિકાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા અને તેઓ પછી ફરીથી પંજાબમાં ઠરીઠામ થયા.

તેઓ પંજાબના ફરીદકોટ જિલ્લાના કોટકપુરા શહેરના વતની છે. તેમણે અમેરિકામાં પ્રવેશ કરવા ‘ડૉન્કી રૂટ’ નો સહારો લીધો હતો.

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની હાલમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘ડંકી’ એ અમેરિકા જવા ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાતા ‘ડૉન્કી રૂટ’ અંગેની છે.

આ પ્રકારે ગુજરાતના અનેક લોકો ‘ડૉન્કી રૂટ’ મારફતે અમેરિકા જતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ફિલ્મ ‘ડંકી’ ને કારણે આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. બીબીસીએ કુલદીપસિંહ બોપારાઈ વિશે વાત કરી હતી અને તેમણે ‘ડૉન્કી રૂટ’ મારફત અમેરિકા જવાના તેમના અનુભવ અંગે ચર્ચા કરી હતી.

ડૉન્કી રૂટ શું છે?

ડૉન્કી રૂટ અમેરિકા શાહરુખ ખાન ડંકી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડૉન્કી રૂટ એ સ્થાનિક ભાષામાં ડૉનકી શબ્દ પરથી આવ્યો છે. આ શબ્દ પંજાબી રૂઢિપ્રયોગ ‘એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું’ એ પરથી આવ્યો છે.

લોકો અમેરિકા, યુકે અને યુરોપ જવા આ ખતરનાક માઇગ્રેશન રૂટનો ઉપયોગ કરે છે.

ગુજરાત, પંજાબ અને હરિયાણાના અનેક લોકો પશ્ચિમી દેશોમાં, ખાસ કરીને અમેરિકા પહોંચવા માટે આ રૂટનો ઉપયોગ કરે છે.

માનવતસ્કરીનું એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક આ રૂટ પર ચાલે છે જેનું ઘણા દેશોની સરકારે અંત કરવાનો દાવો કર્યો છે. પરંતુ આ નેટવર્ક ચાલતું જ રહે છે.

ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે અને અમેરિકા જતી વખતે ઘણા યુવાનોએ તેમની જાન પણ ગુમાવી છે.

કુલદીપનાં સ્વપ્નોની ભૂમિ

ડૉન્કી રૂટ અમેરિકા શાહરુખ ખાન ડંકી

ઇમેજ સ્રોત, Getty Images/Spencer Platt

કુલદીપના જણાવ્યા પ્રમાણે પહેલેથી જ અમેરિકા જવું એ તેમનું સ્વપ્ન હતું. 2010માં તેઓ સિંગાપુર ગયા અને પછી ડ્રાઇવર તરીકે ઇરાક ગયા.

ત્યારબાદ તેઓ 2012માં ઇરાકથી ભારત પાછા ફર્યા અને તેમના મિત્ર જગજિતસિંહનો સંપર્ક કર્યો જેઓ હવે અમેરિકામાં રહે છે.

તેમણે ત્યારબાદ અમેરિકા જવા એક ઍજન્ટનો સંપર્ક કર્યો.

કુલદીપે કહ્યું, "પહેલા અમે આફ્રિકાના કૉંગો ગયા, જ્યાં મને ખાવાનું ન ભાવ્યું."

ત્યારબાદ તેમણે એજન્ટને કહ્યું કે તેમને ભારત પાછા મોકલી દેવામાં આવે. પરંતુ એજન્ટે તેમને બ્રાઝિલ જવા કહ્યું અને ત્યાંથી કામ કરવા કહ્યું.

કુલદીપે કહ્યું કે ત્યાં તેઓ બ્રાઝિલમાં વધુ એક એજન્ટના સંપર્કમાં આવ્યા અને તે એજન્ટે અમેરિકા લઈ જવા 30 હજાર ડૉલરની માગણી કરી.

પહેલા તો તેણે વધુ રકમને કારણે અમેરિકા જવાનું માંડી વાળવાનું નક્કી કર્યું.

પછી એજન્ટે તેને બીજી ઑફર આપી જે 15 હજાર ડૉલરની હતી. તેમને પ્લૅનની બદલે જમીન મારફતે લઈ જવામાં આવશે.

કુલદીપે આ ઑફરને સ્વીકારી લીધી.

પનામાના જંગલમાં શું થયું?

ડૉન્કી રૂટ અમેરિકા શાહરુખ ખાન ડંકી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કુલદીપસિંહ કહે છે કે તેમણે પહેલાં 3 હજાર ડૉલરની ચુકવણી કરી હતી અને પછી તેમને અને તેમના મિત્રને પેરૂ જતી બસમાં બેસાડી દેવામાં આવ્યા.

"ત્યારપછી એજન્ટે માણસો કે ટેક્સીની વ્યવસ્થા કરી હતી, અમે માત્ર ફોનમાં તેમના આદેશોને જ અનુસરતા હતા."

ત્યારબાદ તેઓ ઇક્વાડોર પહોંચવામાં સફળ થયા અને ત્યાંથી તેમણે આગળના પ્રવાસ માટે બસમાં મુસાફરી શરૂ કરી.

તેઓ કોલંબિયા પહોંચ્યા, જ્યાં તેમને કોઈ વ્યક્તિના ઘરમાં રાખવામાં આવ્યા હતા.

તેઓ કહે છે, "કોલંબિયાથી અમે સમુદ્રમાર્ગે ગ્વાટેમાલામાં પ્રવેશ્યા."

"એ મારી જિંદગીની સૌથી ખરાબ મુસાફરી હતી. અમે લગભગ છ દિવસો ગ્વાટેમાલામાં પંખા વગર પસાર કર્યા હતા."

કુલદીપ યાદ કરતાં કહે છે કે તેમને જંગલ ક્રૉસ કરીને પનામા જવા માટે બે દિવસ ચાલવું પડ્યું હતું.

તેમના કહેવા અનુસાર જંગલ પસાર કરતી વખતે તેમને એક નદીમાંથી પણ પસાર થવું પડ્યું હતું જેમાં તેમના ગળા સુધીનું પાણી હતું.

એ સમયે તેમને આઠ લીટર જેટલું પાણી અને અન્ય ડ્રિંક્સ આપવામાં આવ્યા હતા. એ સ્ટૉક પૂરો થઈ ગયા બાદ તેમની પાસે પાણીનું એકપણ ટીપું બચ્યું ન હતું.

ત્યારબાદ તેમની સાથે રહેલી વ્યક્તિ પાસેથી તેમણે પાણી માંગ્યું હતું પણ તેણે માત્ર થોડા ઘૂંટડા જ આપ્યા હતા.

એ સમયે જિંદગીમાં મને પાણીનું મહત્ત્વ સમજાયું હતું.

"બે દિવસ પછી અમે જ્યારે પનામામાં પ્રવેશ્યા ત્યારે અમે સત્તાવાળાઓને કહ્યું કે અમે નેપાળથી છીએ અને અમેરિકા જઈ રહ્યા છીએ."

"અધિકારીઓએ અમને ચેતવ્યા હતા કે ક્યાંય દેશનું સાચું નામ ન લેવું. નહીંતર તેઓ તમને ડિપોર્ટ કરી દેશે."

કુલદીપના કહ્યા અનુસાર તેઓ ગ્વાટેમાલા અને ત્યારપછી સાલ્વાડૉર અને મૅક્સિકોમાં પણ પહોંચવામાં સફળ રહ્યા.

મૅક્સિકોથી અમેરિકા કઈ રીતે પહોંચ્યા?

ડૉન્કી રૂટ અમેરિકા શાહરુખ ખાન ડંકી

ઇમેજ સ્રોત, Getty Images

કુલદીપે કહ્યું કે જ્યારે તેઓ મૅક્સિકોમાં પ્રવેશ્યા ત્યારે તેમના એક ઍજન્ટે એક કારમાં બેસાડ્યા અને અમને પાછળ કારમાં લપાઈને બેસવા કહ્યું.

તેણે ફરીથી તેમને એક જગ્યાએ ઉતાર્યા, જ્યાંથી તેમને પગપાળા બે ટેકરીઓ પાર કરવાનું કહેવામાં આવ્યું.

કુલદીપે એમ પણ કહ્યું કે સ્થાનિક માફિયાઓના ખતરાને કારણે તેના એજન્ટોએ તેમને મૅક્સિકોમાં પોતાનું ઘર ન છોડવાની ચેતવણી આપી હતી.

પછી તેમણે એક નદી પાર કરી અને અંતે પોતાના સપનાના દેશ - અમેરિકા પહોંચ્યો.

યુએસ બૉર્ડર પર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જેલમાં ઠંડા તાપમાનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો.

કુલદીપે કહ્યું, "પોલીસ અને વહીવટીતંત્રે મારી પૂછપરછ કરી અને તેમને મારા પર શંકા ગઈ."

"તેમને એ વાતની ખબર પડી કે ભારતમાં મારા જીવને કોઈ ખતરો નથી."

"મને સમજાયું કે મને ટૂંક સમયમાં જ મને દેશનિકાલ કરવામાં આવશે."

ડૉન્કી રૂટ અમેરિકા શાહરુખ ખાન ડંકી

ઇમેજ સ્રોત, Getty Images

તેમને ડિપોર્ટ કરી દેવામાં આવશે તેવી જાણ થતાં તેઓ ખૂબ દુ:ખી થયા હતા. તેઓ કહે છે, "મારા પર જાણે કે દુ:ખના પહાડ તૂટી પડ્યા હતા. મારા 30 લાખ રૂપિયા અને જમીન બધું જ આ સ્વપ્ન પાછળ ખર્ચાઈ ગયું હતું."

કુલદીપે ત્યાર બાદ કોર્ટમાં પણ અપીલ કરી હતી પણ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. બીજીવાર પણ અપીલ કરવામાં આવી હતી જેને કોર્ટે ફરીથી નકારી દીધી.

ડિટેન્શન સેન્ટરમાં 22 મહિના પસાર કર્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા.

કુલદીપના જણાવ્યા અનુસાર પાંચ મહિના પછી તેઓ જ્યારે ઇમિગ્રેશન ઑફિસમાં ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને એ મારો અમેરિકામાં છેલ્લો દિવસ છે.

કુલદીપ કહે છે કે, "મારું સ્વપ્ન અમેરિકા જઈને પૈસા કમાઈને મારા પરિવારને સારી લાઇફસ્ટાઇલ આપવાનું હતું, પરંતુ એવું કંઈ જ થયું નહીં."

"મને એવું લાગ્યું કે મારા માટે બધું સમાપ્ત થઈ ગયું છે."

"મને અમેરિકાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો અને હું 2016માં ભારત પાછો આવી ગયો. ત્યાર બાદ મેં મારો ટૅક્સી બિઝનેસ શરૂ કર્યો છે. હવે હું કાયમ માટે ભારતમાં જ રહેવા માંગું છું."