ઉત્તરકાશી ટનલ દુર્ઘટના : ટનલમાંથી મજૂરોને બહાર કાઢવાના ઑપરેશનમાં શું શું થયું?

ઉત્તરાખંડમાં ઉત્તરકાશીની ટનલમાં 41 મજૂરોને બહાર કાઢવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને આશા કરવામાં આવી રહી છે કે તેમને જલદી બહાર કાઢવામાં આવશે.

શુક્રવારના ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાનો 13મો દિવસ છે.

શુક્રવારે સાંજે ફરીથી ડ્રિલિંગનું કામ રોકવું પડ્યું હતું. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અધિકારીઓએ ઑગર મશીનમાં અડચણ આવતા ઑપરેશન રોકવું પડ્યું છે. અડચણ પછી તેનું સમારકામ કરાયું ત્યાર બાદ 25 ટનનું મશીન ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ બે દિવસનો બીજો અવરોધ ઊભો થયો હતો.

આની પહેલાં બચાવકાર્યના 12મા દિવસે આશા વ્યક્ત કરવામાં આવી હતી કે મજૂરો સુધી પહોંચવામાં જલદી સફળતા મળશે પરંતુ રસ્તામાં બાધા આવવાને કારણે કામની ગતિ ધીમી થઈ ગઈ.

12 નવેમ્બરના દિવસે ટનલ ધસી પડવાને કારણે જ્યાર બાદથી જ તેમણે બહાર કાઢવાના પ્રયાસ શરૂ કરી દેવાયા હતા.

બચાવના કામને જોતા સરકારના અતિરિક્ત સચિવ (તકનીકી, સડક અને પરિવહન) મહમૂદ અહેમદે કહ્યું કે ફસાયેલા મજૂરોને કાઢવા માટે હવે નવો પાઇપ નાખવાનો છે.

તેમણે કહ્યું હતું કે, "અત્યારે અમે ટનલમાં વધુ 5.4 મીટર આગળ વધ્યા છીએ. આશા છે કે આગળના પાંચ મીટર સુધી બાધા નથી અને અમે ઝડપથી આગળ વધી શકે છે."

તેમણે કહ્યું, "ડ્રિલિંગ મશીનનું ફરીથી સમારકામ કરવામાં આવ્યું છે. વેલ્ડિંગ પછી એક નવો પાઇપ નાખવામાં આવશે. જેની પ્રક્રિયામાં બે કલાક લાગશે. બે કલાક પછી અમે પાઇપ ટનલમાં નાખીશું."

તેમણે આશા વ્યક્ત કરી કે આગળ હવે તેમને કોઈ અડચણનો સામનો નહીં કરવો પડે.

જોકે તેમણે આગળ કહ્યું, "હજુ બે વધુ પાઇપ લાગવાના છે. અમે માનીએ છીએ કે બાધા ક્યારેય પણ આવી શકે છે પરંતુ અમે આશા નથી વ્યક્ત કરવા માગતા."

ગુરુવારના પૂરું થવાનું હતું ઑપરેશન પરંતુ....

મહમૂદ અહેમદે શુક્રવારના મીડિયાને જણાવ્યું કે આશા હતી કે ગુરુવારના મજૂરોને બહાર કાઢી લેવામાં આવશે પરંતુ મુશ્કેલીઓ આવવાને કારણે આવું શક્ય ન બન્યું.

તેમણે કહ્યું કે ગુરુવારના બચાવકાર્ય દરમ્યાન દળને કાટમાળમાં ધાતુનો પાઇપ મળ્યો જેના કારણે આગળ વધવું શક્ય ન હતું.

તેમણે કહ્યું, "ગુરુવારના અમને આશા હતી કે અમે સફળતા હાંસલ કરી શકીશું પરંતુ અમારી સામે અડચણો આવી હતી. 1.8 મીટર સુધી પહોંચવા પર છત પર લાગેલા પાઇપ અડચણ બન્યા હતા. આ કારણે અમે ફરી ઑગર મશીનને ફરીથી પાછું લાવીને કામ કરવું પડ્યું."

અહીં સિલ્ક્યારા ટનલ બચાવકાર્યમાં જોડાયેલા ઉત્તરાખંડ સરકારના સચિવ નીરજ ખૈરવાલે શુક્રવારના જણાવ્યું કે બચાવકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે પરંતુ પાઇપને નુકસાન પહોંચાડવાને કારણે કામની ગતિ થોડી સુસ્ત થઈ હતી.

તેમણે કહ્યું કે "ગત રોજ 1.8 મીટર પાઇપને ટનલની અંદર નાખવામાં આવ્યો પરંતુ જગ્યા ઓછી હોવાને કારણે પાઇપ આગળ ન જઈ શક્યો અને પાઇપના 1.2 મીટર જેટલો ભાગ કાપવો પડ્યો. ઑગર મશીન બરાબર કામ કરી રહ્યું છે, તે ખરાબ નથી થયું."

આગળના પાંચ મીટર મુશ્કેલી ઓછી છે

નીરજ ખૈરવાલે કહ્યું, "બચાવકાર્યમાં જીપીઆર (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) ટેકનિકના જાણકારોને પણ લગાવવામાં આવ્યા છે. તેમણે પાઇપની અંદર જઈને સ્થિતિ સમજવાની કોશિશ કરી છે અને જણાવ્યું છે કે આવનારા 5.4 મીટર સુધી કોઈ ધાતુ નથી."

તેમણે કહ્યું કે, "જે મજૂરો ટનલમાં ફસાયેલા છે તેમની સાથે ડૉક્ટર અને મનોચિકિત્સકો સતત સંપર્કમાં છે. રાતના કામ ચાલુ હતું અને અમને આશા છે કે અમે જલદી સફળ થઈશું પરંતુ અમારે જીપીઆર રિપોર્ટ પર નિર્ભર રહેવું પડશે."

રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણના સભ્ય, લેફ્ટન્ટ જનરલ (સેવાનિવૃત્ત) સૈયદ અતા હસનૈને રસ્તામાં આગળના પાંચ મીટર સુધી કોઈ બાધા નહીં હોવાની માહિતી આપી હતી.

તેમણે કહ્યું, "જમીન ભેદવાવાળા રડારનો ઉપયોગ કરીને, એ જાણવા મળ્યું કે અમારે રસ્તામાં આગળના પાંચ મીટર સુધી કોઈ પણ બાધા નથી."

કેટલી દૂર સુધી પહોંચ્યું બચાવદળ

ટનલમાં બચાવકર્મીઓ કેટલી દૂર સુધી પહોંચી શક્યા છે, આ વિશે જાણકારી આપતા તેમણે કહ્યું, "અમે ટનલમાં 48 મીટર સુધી આગળ પહોંચી ગયા છે પરંતુ પાઇપના વળી જવાને કારણે તેને 1.2 મીટર ભાગ કાપવો પડ્યો. અત્યારે અમે ટનલમાં 46.8 મીટર સુધી પહોંચી ગયા છે."

તેમણે કહ્યું, "અમને આશા છે કે બે પાઇપ લગાવવાની સાથે અમે ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચી જઈશું, જોકે જરૂરત પડી તો અમારી પાસે વધુ પાઇપ છે."

ત્યારે શુક્રવાર સવારથી ટનલની બહાર ડૉક્ટરોની ટીમ અને ડઝન ઍમ્બ્યુલન્સના (લાઇફ સપોર્ટ સિસ્ટમની સાથે) તૈયાર રાખવામાં આવ્યાં છે.

મંગળવારના ટનલની અંદર ફસાયેલા મજૂરોના એક વીડિયો સામે આવ્યા હતા જેમાં બધા મજૂરો સુરક્ષિત નજર રાખી રહ્યા હતા.

લાઇફ સપોર્ટ પાઇપ વડે તેમના સુધી ભોજનની સાથે-સાથે કૅમેરા અંદર પહોંચાડવામાં આવ્યો હતો જેથી તેમના વિશે માહિતી મેળવી શકાય.

બચાવકાર્ય પોતાના છેલ્લા તબક્કામાં

આની પહેલાં શુક્રવારના પ્રદેશના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે બચાવકાર્ય પોતાના છેલ્લા તબક્કામાં છે.

તેમણે કહ્યું કે તેમને આશા છે કે જલદીમાં જલદી આ અભિયાન પૂરું થશે અને બધા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.

મુખ્ય મંત્રી ધામીએ કહ્યું કે, "વડા પ્રધાન મોદી સતત મજૂરો વિશે પૂર્ણ જાણકારી મળી રહી છે અને સમાધાન પર ચર્ચા કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી એજન્સીઓ મળીને રેસ્ક્યુ ઑપરેશન માટે કામ કરી રહી છે.''

શું કહે છે પરિજન?

બિહારના બાંકા જિલ્લાના વીરેન્દ્ર કિસ્કૂ એ 41 મજૂરોમાંથી એક છે જે સુરંગમાં ફસાયેલા છે. તેમના મોટા ભાઈ દેવેન્દ્ર કિસ્કૂ ઘટનાના ત્રણ દિવસ બાદ બિહારથી ઉત્તરકાશી પહોંચ્યા અને સુરંગથી કેટલીક દૂર રૂમમાં રોકાયેલા છે.

વીરેન્દ્રનાં પત્ની રજની પણ તેમની સાથે ઉત્તરકાશી પહોંચ્યાં છે. બંને કમ્યુનિકેશન લિંક મારફતે વીરેન્દ્ર સાથે વાત કરવા માટે ટનલ પર જાય છે.

દેવેન્દ્ર કહે છે, "વીરેન્દ્રને અમારી ચિંતા થતી રહે છે કે અમે લોકો પોતાના ઘરથી આટલી દૂર તેમને જોવા આવ્યાં છીએ, તો તેમને ચિંતા રહે છે અને તેઓ અમારી ચિંતા કર્યા કરે છે."

તેઓ વીરેન્દ્રને હિંમત આપે છે અને કહે છે, "વીરેન્દ્ર અમને પૂછે છે કે ભાઈ અમે કાઢવા માટે શું થઈ રહ્યું છે અને અમે તેમને દિલાસો આપી છીએ અને કહીએ છીએ કે અભિયાન જલદી સફળ થશે અને તેમને જલદી જ કાઢવામાં આવશે."

દેવેન્દ્ર કહે છે કે, "હું જોઈ શકું છું કે પ્રશાસનના લોકો જેટલી ઝડપથી કામ કરી શકે કરી રહ્યા છે, જ્યારે શરૂમાં મશીન ફેલ થઈ રહી હતી તો અમે ચિંતા થતી હતી. પરંતુ હવે લાગે છે કે બધું ઠીકઠાક થઈ રહ્યું છે."

વીરેન્દ્રનાં પત્ની રજની કહે છે, "જ્યારે વીરેન્દ્ર સુરક્ષિત બહાર આવી જશે તો અમે ઇચ્છીએ છીએ કે તેઓ આ કામ ન કરે, કોઈ બીજું કામ કરે."

ભાઈ દેવેન્દ્ર પણ કહે છે, "તેઓ ઍક્સકેવેટર ચલાવવાનું કામ કરે છે ક્યાંક અને ખુલામાં કરી શકે છે. પરિવાર તો ઇચ્છે છે કે તેઓ ટનલમાં કામ ન કરે. પરંતુ અંતમાં તેઓ જ નક્કી કરશે."

બિહારના 33 વર્ષના સબા અહેમદ સિલ્ક્યારામાં સિનિયર ફોરમૅનનું કામ કરે છે. ટનલમાં તેઓ પણ ફસાયેલા છે.

તેમના પિતરાઈ નૈયર અહેમદ અને પરિવારના બે અન્ય પરિવારના સભ્યો બિહારના ભોજપુરથી ઉત્તરકાશી પહોંચ્યા છે.

તેઓ પણ પોતે આ ટનલ પ્રોજેક્ટમાં કંપની નવયુગ ઍન્જીનિયરિંગ કન્સ્ટ્રક્શન માટે કામ કરી ચૂક્યા છે.

તેઓ કહે છે કે, "હું સેફ્ટીમાં કામ કરું છે." પરંતુ જણાવે છે કે હવે તેઓ ક્યાંક બીજે કામ કરે છે.

નૈયર અહેમદ કહે છે, "બધા ફસાયેલા મજૂરોને સંભાળનાર મારા ભાઈ જ છે. જો તમે ટનલમાં મજૂરોના વીડિયો જોયા હોય તો તેમાં સૌથી આગળ મારા ભાઈ સબા અહેમદ જ દેખાય છે."

નૈયર પોતાના ભાઈ સબાની વાત બિહારમાં માતા અબ્બુ અને ઘરના બીજા લોકો સાથે વાત કરે છે. નૈયર અનુસાર સબા કહે છે, " ભલે અમે બહાર નીકળવામાં એક દિવસ લાગે અથવા બે દિવસ પણ સુરક્ષિત બહાર આવી જાય. અમને અંદર કોઈ તકલીફ નથી."

નૈયર કહે છે કે, "રાહત ટીમ અને કંપનીના જે લોકો છે તે પોતાનું કામ કરી રહ્યા છે. અમે લોકો બસ દુઆ કરી રહ્યા છીએ."

ક્યારે અને કેવી રીતે થઈ દુર્ઘટના

12 નવેમ્બરના ઉત્તરકાશીના સિલ્ક્યારા-બારકોટ ટનલનો એક ભાગ ધસી જવાથી તેમાં કામ કરી રહેલા 41 મજૂર ટનલની અંદર ફસાઈ ગયા હતા.

ચારધામ મહામાર્ગ પરિયોજના હેઠળ 4.5 કિલોમીટર લાંબી અને 13 મીટર પહોળી આ ટનલનું નિર્માણ રાષ્ટ્રીય રાજમાર્ગ પર યમુનોત્રી પાસે થઈ રહ્યું હતું. આ ટનલ એક પહાડની અંદરથી થઈને બનાવવામાં આવી રહી હતી.

જ્યારે ટનલ ધસી ત્યારે તેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. ટનલની ઍન્ટ્રી તરફથી લગભગ 200 મીટર અંદર સુરંગનો ભાગ ધસી ગયો જેનાથી 41 મજૂરો ફસાઈ ગયા.