બીબીસીના ચાર પત્રકારો રામનાથ ગોયન્કા પુરસ્કારથી સમ્માનિત

રામનાથ ગોયન્કા ઍવૉર્ડથી પુરસ્કૃત થયેલા બીબીસી પત્રકારો કીર્તિ દુબે, વિકાસ ત્રિવેદી, તેજસ વૈદ્ય અને જુગલ પુરોહિત
ઇમેજ કૅપ્શન, રામનાથ ગોયન્કા ઍવૉર્ડથી પુરસ્કૃત થયેલા બીબીસી પત્રકારો કીર્તિ દુબે, વિકાસ ત્રિવેદી, તેજસ વૈદ્ય અને જુગલ પુરોહિત

બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને પ્રાદેશિક ભાષાની કૅટેગરીમાં તેમણે બિલ્કિસબાનો કેસમાં કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટના અહેવાલ માટે રામનાથ ગોયન્કા ઍવૉર્ડથી સમ્માનિત કરવામા આવ્યા છે.

આ ઉપરાંત બીબીસીના અન્ય ત્રણ પત્રકારો કીર્તિ દુબે, વિકાસ ત્રિવેદી, અને જુગલ પુરોહિતને પણ અલગ-અલગ કૅટેગરીમાં રામનાથ ગોયન્કા ઍવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં છે.

ભારતમાં ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે દર વર્ષે રામનાથ ગોયન્કા ઍક્સલન્સ ઇન જર્નાલિઝમ ઍવૉર્ડ આપવામાં આવે છે.

આ વર્ષે મંગળવારના રોજ દિલ્હી સ્થિત આઈટીસી મૌર્ય હોટલમાં આયોજિત સમારોહમાં આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

આ વખતે ઍવૉર્ડ વિતરણ સમારોહનાં મુખ્ય અતિથિ કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઈવે મંત્રી નીતીન ગડકરી હતા.

આ ઍવૉર્ડ વર્ષ 2021 અને 2022 માટે આપવામાં આવ્યા છે. કુલ 43 પત્રકારોને આ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે અલગ-અલગ કૅટેગરીમાં કુલ 1313 ઍપ્લિકેશન મળી હતી.

પુરસ્કાર આપનાર જ્યુરીમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણન, ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સી રાજ કુમાર, માખનલાલ ચતુર્વેદી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કેજી સુરેશ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને ક્યા અહેવાલ માટે ઍવૉર્ડ મળ્યો?

નિતિન ગડકરીના હાથે રામનાથ ગોયન્કા પુરસ્કાર લઈ રહેલા પત્રકાર તેજસ વૈદ્ય

બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને આ ઍવૉર્ડ બિલકીસબાનોના ગામ રણધીકપુરમાંથી થઈ રહેલા મુસ્લિમોના પલાયન પર કરેલા અહેવાલ પર મળ્યો છે.

જયારે બિલકીસબાનોના 11 દોષિતોને જેલમાંથી છોડવામાં આવ્યા ત્યાર પછી તેજસ વૈદ્યે બીબીસીના કૅમેરામૅન અને વીડિયો ઍડિટર પવન જયસ્વાલ સાથે બિલકીસબાનોના ગામ રણધીકપુરમાં જઈને ત્યાંના મુસ્લિમો દ્વારા ભયને કારણે થતા પલાયન પર એક વિસ્તૃત અહેવા 25 ઓગસ્ટ 2022ના રોજ કર્યો હતો.

તેમની સાથે આ અહેવાલમાં કૅમેરામૅન તરીકે પવન જયસ્વાલ જોડાયા હતા. તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલે રણધીકપુરમાં લોકો સાથે વાત કરીને પછી આ અહેવાલ ફાઇલ કર્યો હતો.

એ વિસ્તૃત અહેવાલને વાંચવા માટે અહીં ક્લિક કરો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીના અન્ય ક્યા પત્રકારોને મળ્યો ઍવૉર્ડ?

જુગલ પુરોહિત

પુરસ્કાર મેળવનાર બીબીસીના અન્ય પત્રકારોમાં કીર્તિ દુબે, વિકાસ ત્રિવેદી અને જુગલ પુરોહિત સામેલ છે.

હિન્દી પત્રકારત્વ કૅટેગરીમાં બીબીસી હિન્દીનાં કીર્તિ દુબેને પ્રિન્ટ માટે અને જુગલ પુરોહિતને આ પુરસ્કાર બ્રૉડકાસ્ટ માટે મળ્યો છે.

કીર્તી દુબેને આ પુરસ્કાર “ઉત્તર પ્રદેશમા લિંચિગની ઘટનાઓ, પોલીસની તપાસ અને ન્યાય” પર કરેલા વિસ્તૃત અહેવાલ માટે મળ્યો. એ અહેવાલને વાંચવા માટે અહીં ક્લિક કરો.

જુગલ પુરોહિતને આ ઍવૉર્ડ કોવિડ દરમિયાન આરોગ્યસેવાઓ આપી રહેલા કર્મચારીઓને વેઠવી પડેલી મુશ્કેલીઓ પર કરેલા અહેવાલ માટે એનાયત કરવામાં આવ્યો હતો.

જ્યારે બીબીસી હિન્દીના વિકાસ ત્રિવેદીને 'અનકવરિંગ ઇન્ડિયા ઇનવિઝિબલ' કૅટેગરીમાં બ્રૉડકાસ્ટ માટે ઍવૉર્ડ મળ્યો છે. વિકાસ ત્રિવેદીને આ એવૉર્ડ તેમણે ગુજરાતના કચ્છ જિલ્લામાં મીઠું પકવતા લોકોની કથળતા સ્વાસ્થ્ય અને આર્થિક હાલત પર કરેલા અહેવાલ માટે મળ્યો. આ વીડિયો અહેવાલને જોવા માટે અહીં ક્લિક કરો.

કોને મળે છે રામનાથ ગોયન્કા ઍવૉર્ડ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે દર વર્ષે રામનાથ ગોયન્કા ઍક્સલન્સ ઇન જર્નાલિઝમ ઍવૉર્ડ આપવામાં આવે છે. આ ઍવૉર્ડની શરૂઆત 2006માં કરવામાં આવી હતી જેને આજે ભારતીય પત્રકારિતાના સૌથી સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક માનવામાં આવે છે.

જેમના નામ પર આ ઍવૉર્ડ દર વર્ષે આપવામાં આવે છે તે રામનાથ ગોયન્કા ઇન્ડિયન એક્સપ્રેસના સંપાદક અને સંસ્થાપક હતા.

દર વર્ષે રામનાથ ગોયન્કા ઍવૉર્ડ હિંદી, પ્રાદેશિક ભાષા, બિઝનેસ અને આર્થિક પત્રકારત્વ, સ્પૉર્ટસ, ફિચર લેખ, ફોટો જર્નાલિઝમ, નોન-ફિક્શન પુસ્તક, રાજકીય રિપોર્ટિંગ, ઇન્વેસ્ટિગેટીવ રિપોર્ટિંગ અને ભારતને કવર કરતા વિદેશી પત્રકારો અને અનકવરિંગ ઇન્ડિયા ઇનવિઝિબલ જેવી વિવિધ કૅટેગરીમાં ઍવૉર્ડ આપવામાં આવે છે.

આ વર્ષે આ ઍવૉર્ડ વર્ષ 2021 અને 2022 માટે આપવામાં આવ્યો છે. કુલ 43 લોકોને આ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ સમારંભને સંબોધતા કહ્યું, "દરેક એવૉર્ડ વિજેતાઓને હું શુભકામનાઓ આપુ છું. પત્રકારિતા આપણા લોકતંત્રનો એક મહત્ત્વનો સ્તંભ છે. આપણો દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે મીડિયાનો રોલ અત્યંત મહત્ત્વનો છે. મને લાગે છે કે જ્યારે ઇકૉલૉજી, પર્યાવરણ અને ઇકોનોમી જેવા વિષયોમાં સ્પેશિયલાઇઝેશન કર્યા પછી જ્યારે પત્રકારો આ વિષયો પર લખે છે ત્યારે તેમને આપેલી જાણકારી દ્વારા અનેક લોકોને વિઝન મળે છે અને તેમના જીવનમાં પરિવર્તન આવે છે."

આ સમારંભમાં લોકોને સંબોધતા ઇન્ડિયન એક્સપ્રેસના મુખ્ય સંપાદક રાજકમલ ઝાએ કહ્યું, “હું કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીનો આભાર માનું છું કારણ કે તેમણે કહ્યું કે સારી પત્રકારીતા એ સુશાસન માટે અનિવાર્ય છે.પત્રકારત્વના લાભાર્થી કોણ છે તેની ઓળખાણ કરવી મુશ્કેલ છે, પણ આજે આપણે જે સમાચાર અહેવાલોને ઉજવીએ છે તે એવી કહાણીઓને ઉજાગર કરે છે જેને શક્તિશાળી લોકો દબાવવા માંગે છે. આ અહેવાલો ગલી મહોલ્લાનો અવાજ સત્તાધીશો સુધી પહોંચાડે છે.”