You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકન સૈન્યની મદદ વગર યુરોપ એકલા હાથે યુક્રેનમાં રશિયાનો સામનો કરી શકે?
- લેેખક, જોનાથન બિએલે
- પદ, સંરક્ષણ વિષયના સંવાદદાતા
જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, ત્યારે તેમણે યુક્રેન સાથે જે સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો, તે હવે ક્ષતવિક્ષત થતો જણાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યાલય ઓવલ ઑફિસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે જે રીતે ચડભડ થઈ, તેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. અગાઉથી જ બંને નેતાઓ વચ્ચેના સંબંધ તણાવપૂર્ણ હતા.
ટ્રમ્પે આ પહેલાં ઝેલેન્સ્કીને 'સરમુખત્યાર' કહ્યા હતા, કારણ કે યુક્રેનમાં માર્શલ-લૉ લાગુ હોવાથી વર્ષ 2024માં પૂર્વનિર્ધારિત ચૂંટણી યોજાઈ ન હતી અને ઝેલેન્સ્કી આ પદ પર છે.
ટ્રમ્પનું કહેવું છે કે યુક્રેનને કારણે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ, જે ખોટું છે. હવે, ઓવલ ઑફિસમાં જે કંઈ થયું, તેના પગલે યુરોપિયન દેશો અને અમેરિકાની વચ્ચે પણ સંકટ વકરે તેવા સંકેત મળી રહ્યા છે.
યુક્રેન સિવાય યુરોપની સુરક્ષા અંગે અમેરિકાની પ્રતિબદ્ધતા અંગે પણ સંદેહ અને સવાલ ઊભા થશે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હૈરી ટ્રુમેને વર્ષ 1949માં કહ્યું હતું કે નાટો સંગઠનના કોઈ પણ સભ્ય દેશ ઉપરનો હુમલો, એ અમેરિકા ઉપર આક્રમણ ગણવામાં આવશે. ત્યારે ટ્રમ્પ આ વાયદાને નિભાવી શકશે કે કેમ, તેવા સવાલ ઊભા થયા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ડોનાલ્ડ ટ્રમ્પ મજબૂત સંબંધો ઇચ્છે છે, એટલે પણ આ અસહજતા ઊભી થવા પામી છે.
ટ્રમ્પે યુક્રેન ઉપર ભારે દબાણ ઊભું કર્યું છે અને પુતિનને વ્યાપક છૂટછાટો આપતો પ્રસ્તાવ આપ્યો છે. જેની કિંમત યુક્રેનવાસીઓએ ચૂકવવી પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાને છૂટછાટો આપવાનો ઇન્કાર કર્યો, ત્યારે ટ્રમ્પ આક્રોશિત થયા છે. તેમણે ખનીજકરાર ઉપર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો.
યુક્રેનવાસીઓનું માનવું છે કે તેઓ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.
એક રાજકીય વિશ્લેષકનું માનવું છે કે ઓવલ ઑફિસમાં જે કંઈ થયું તે યોજનાપૂર્વકનો પ્રયાસ હતો, જેનો હેતુ ઝેલેન્સ્કીને અમેરિકાના ઇશારે નચાવવા માટે મજબૂર કરવાનો હતો. અથવા તો સંકટને એવી રીતે વકરાવવું કે એ પછી જે કંઈ થાય તેના માટે ઝેલેન્સ્કીને જવાબદાર ઠેરવી શકાય.
જો ટ્રમ્પ યુક્રેન સાથેની વાટાઘાટો બંધ કરીને સૈન્યસહાય આપવાનું બંધ કરી દે તો પણ યુક્રેનની લડાઈ ચાલુ રહેશે.
સવાલ એ હશે કે કેટલો સમય સુધી અને કેટલી અસરકારકતા સાથે? નાટોમાં યુરોપના સભ્ય દેશો ઉપર દબાણ વધી જશે કે તેઓ અમેરિકાની ખોટ પણ ભરપાઈ કરે. શું તે આમ કરી શકશે?
બ્રિટનની સેના ઉપર મદાર
ઝેલેન્સ્કી સાથેની બેઠક પહેલાં યુકેના વડા પ્રધાન સાથેની તેમની પ્રેસ કૉન્ફરન્સમાં યુક્રેન માટે અમેરિકાની સુરક્ષા ગૅરંટી વિશે પૂછવામાં આવતાં ટ્રમ્પે કહ્યું કે "બ્રિટિશ લોકો પાસે અદ્ભુત સૈનિકો છે, અદ્ભુત સૈન્ય છે અને તેઓ પોતાનું ધ્યાન જાતે રાખી શકે છે."
જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિએ એ પ્રશ્નને હવામાં લટકતો છોડી દીધો કે શું યુકેનું સૈન્ય રશિયાનો સામનો કરી શકે એમ છે કે નહીં.
જાહેરમાં વરિષ્ઠ અમેરિકી લશ્કરી અધિકારીઓ બ્રિટનના સશસ્ત્ર દળોની ક્ષમતાની પ્રશંસા કરવા માટે આતુર હોય છે. પરંતુ ખાનગીમાં તેઓ ઘણી વાર હાલમાં જ તેમાં મુકાયેલા કાપની આકરી ટીકા કરે છે. નોંધનીય છે કે બ્રિટિશ આર્મીમાં હવે માત્ર 70,000 જેટલા જ કાયમી સૈનિકો છે.
યુકેની મુલાકાત દરમિયાન એક ખાનગી બ્રીફિંગમાં એક ખૂબ જ વરિષ્ઠ યુએસ જનરલે કહ્યું હતું કે "આ સંખ્યા ખૂબ નાની છે."
ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ અનુસાર રશિયાનો લશ્કરી ખર્ચ હવે યુરોપના કુલ સંરક્ષણ ખર્ચ કરતાં પણ વધારે છે. તેમાં 41%નો વધારો થયો છે અને હવે તે GDPના 6.7% ની જેટલો છે. તેનાથી વિપરીત યુકે 2027 સુધીમાં ફક્ત 2.5% જેટલો જ ખર્ચ કરશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટિપ્પણીઓ એ વાસ્તવિકતા પર ભાર મૂકે છે કે જો યુદ્ધવિરામ થાય, તો પણ તેનું પાલન કરાવવા માટે યુક્રેનની જમીન પર અમેરિકન સૈનિકોને મૂકવાનું વિચારી નથી રહ્યા.
અમેરિકાની કોઇ પણ પ્રકારની હાજરી આર્થિક કારણોસર હશે, જેમ કે ખાણકામનાં હિતોનો લાભ લેવા માટે.
તેઓ સૂચવે છે કે તે રશિયાના બીજા હુમલા માટે એક અવરોધક બની શકે તેમ છે. પરંતુ તેમનું વહીવટી તંત્ર પણ વિચારે છે કે કોઈક પ્રકારનો હાર્ડ પાવર પણ હોવો જોઈએ - જે અન્ય લોકો દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોય.
હવે આમ કરવું કે નહીં તે યુરોપિયન દેશો પર નિર્ભર રહેશે. પ્રશ્ન ખાલી યુરોપની ઇચ્છાશક્તિનો જ નથી, પરંતુ આમ કરવા માટે તેની પાસે ઇચ્છાશક્તિ પણ છે કે નહીં ?
આનો ટૂંકો જવાબ ના છે. એટલા માટે કીએર સ્ટારમર વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય પાસેથી વધારાની યુએસ સુરક્ષા ગૅરંટી માટે દબાણ કરી રહ્યા છે.
શીતયુદ્ધના અંતના પ્રતિભાવમાં સશસ્ત્રદળોમાં ઘટાડો કરનાર બ્રિટન એકલું નહોતું. પરંતુ યુરોપમાં આ વલણ ધીમે-ધીમે ઊલટું થઈ રહ્યું છે. હવે વધુ દેશો સંરક્ષણખર્ચમાં વધારો કરી રહ્યા છે.
કેટલા સૈનિકોની જરૂરિયાત અને શા માટે ?
પરંતુ યુરોપ પોતાના દમ પર એકથી બે લાખ જેટલું આંતરરાષ્ટ્રીય સૈનિકોનું દળ પૂરું પાડવા સક્ષમ નથી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અવારનવાર કહી ચૂક્યા છે કે રશિયાને ફરીથી હુમલો કરતા અટકાવવા માટે આ જરૂરી છે.
તેના બદલે પશ્ચિમી અધિકારીઓનું કહેવું છે કે તેઓ 30,000 સૈનિકો સુધીના દળ અંગે વિચાર કરી રહ્યા છે. યુરોપિયન જેટ અને યુદ્ધજહાજો યુક્રેનના હવાઈ અને દરિયાઇ માર્ગો પર નજર રાખવામાં મદદ કરશે.
આ દળો મુખ્ય સ્થળોને - યુક્રેનનાં શહેરો, બંદરો અને પરમાણુ વીજમથકો - સુરક્ષાનું "આશ્વાસન" આપશે. આ દળોને પૂર્વી યુક્રેનમાં વર્તમાન ફ્રન્ટલાઇનની નજીક ક્યાંય તહેનાત નહીં કરવામાં આવે. યુરોપિયન ફાઇટર જેટ અને યુદ્ધ જહાજો યુક્રેનના હવાઈ ક્ષેત્ર અને શિપિંગ લેન પર પણ નજર રાખશે.
પરંતુ આ જ પશ્ચિમી અધિકારીઓ સ્વીકારે છે કે આ પૂરતું નથી. તેથી તેઓ અમેરિકી 'પીઠબળ' ની માંગણી કરે છે - "જેનાથી તહેનાત દળોને રશિયા દ્વારા પડકારવામાં આવશે નહીં" અને "વડા પ્રધાનને વિશ્વાસ અપાવવા માટે કે તેઓ બ્રિટિશ દળોને સુરક્ષિત રીતે ત્યાં તહેનાત કરી શકે છે".
અધિકારીઓ માને છે કે ઓછામાં ઓછું અમેરિકા કોઈ પણ યુરોપિયન દળો પર 'કમાન્ડ અને નિયંત્રણ' સાથે નજર રાખી શકે છે. પોલૅન્ડ અને રોમાનિયામાં આવેલા તેના ઍરબેઝથી જવાબ આપવા માટે તૈયાર યુએસ ફાઇટર જેટ સાથે દેખરેખ પણ પૂરી પાડી શકે છે.
યુરોપ પાસે અમેરિકન અવકાશ-આધારિત દેખરેખ અથવા ગુપ્ત માહિતી એકત્રિત કરવાની ક્ષમતાઓ પણ નથી. તે કદાચ યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાનું ચાલુ રાખવા માટે પણ સંમત થઈ શકે છે.
જ્યારે હાલમાં યુરોપે યુક્રેનને પૂરા પાડવામાં આવતાં શસ્ત્રોના પ્રમાણના સંદર્ભમાં યુએસને પણ પાછળ પાડી દીધું છે. એક પશ્ચિમી સૂત્રે જણાવ્યું હતું કે યુએસએ સૌથી સારાં શસ્ત્રોની પૂરવઠો પૂરો પાડ્યો છે, જેમ કે લાંબા અંતરની મિસાઇલો અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ.
યુરોપિયન રાષ્ટ્રો પાસે મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરવા માટે જરૂરી સક્ષમ સાધનો જ નથી. યુક્રેનને પશ્ચિમી શસ્ત્રોનો પુરવઠો યુએસ લોજિસ્ટિક્સ પર જ આધારિત રહ્યો છે.
2011 માં લિબિયા પર નાટોના બૉમ્બમારા અભિયાનમાં પણ આ ખામીઓ ઉજાગર થઈ હતી. જેમાં યુરોપિયન દેશોએ આગેવાની લીધી હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેઓનો બધો આધાર યુએસની મદદ પર જ નિર્ભર હતો.
સાથી દેશો યુએસ ઈંધણ ભરવાનાં ટૅન્કરો અને યુએસ ટાર્ગેટ પર જ આધારિત હતા.
પરંતુ એવું લાગે છે કે સર કીએર સ્ટાર્મરે યુએસ લશ્કરી સમર્થનની કોઈ ગૅરંટી વિના જ વૉશિંગ્ટન છોડી દીધું છે.
ઝેલેન્સ્કી અને ટ્રમ્પની મુલાકાત પહેલાં બીબીસી સાથે વાત કરતાં યુકેના આરોગ્ય સચિવ વેસ સ્ટ્રીટિંગે સૂચવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નાટોના અનુચ્છેદ-5 પ્રત્યે ફરીથી પ્રતિબદ્ધતા - જેમાં એક સાથી પર હુમલો બધા પરના હુમલા તરીકે જોવામાં આવશે - પૂરતી છે.
પરંતુ યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે અગાઉ કહ્યું છે કે યુક્રેનમાં મોકલવામાં આવેલ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સૈનિકો ન તો નાટો દળના હશે અને તેને આ સંધિ અર્તગત આવરી પણ લેવામાં નહીં આવે. હાલમાં આવી કોઈ જ નાટો-શૈલીની સુરક્ષા ગૅરંટી નથી.
યુરોપની ઇચ્છાશક્તિની કસોટી થઈ રહી છે. વડા પ્રધાને આ સપ્તાહના અંતે નેતાઓની બેઠક બોલાવવી છે. ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દો અન્ય લોકોને યુકેની સાથે જમીની યુદ્ધમાં જોડાવવા માટે સમજાવવા માટે પર્યાપ્ત છે કે નહીં તે નક્કી થશે.
ફ્રાન્સ એકમાત્ર અન્ય મુખ્ય યુરોપિયન શક્તિ છે જે આવું જ કરવા તૈયાર હોય તેવું લાગે છે. કેટલાંક ઉત્તરી યુરોપિયન રાષ્ટ્રો - ડેનમાર્ક, સ્વીડન અને બાલ્ટિક રાજ્યો - પ્રતિબદ્ધતા પર વિચાર કરવા તૈયાર છે. પરંતુ તેઓ ફરીથી અમેરિકન સુરક્ષા ગૅરંટી ઇચ્છે છે. સ્પેન, ઇટાલી અને જર્મની અત્યાર સુધી આના વિરોધમાં છે.
સર કીએર હજુ પણ માનતા હશે કે વાટાઘાટો માટે હજુ પણ શક્યતા છે. તેમણે ઝેલેન્સ્કી અને ટ્રમ્પ સાથે ફોન ઉપર વાત કરી હતી.
અમેરિકા હજુ પણ યુરોપિયન દળને સમર્થન આપવા તૈયારી બતાવી શકે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશ્નોના જવાબ માટે- શું બ્રિટન રશિયાના સૈન્યનો સામનો કરી શકશે ? ભલે રશિયન દળો નબળા પડી ગયાં હોય. પરંતુ જવાબ ના જ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન