બાઇડનના ઉમેદવારી પરત ખેંચવાની કમલા હેરિસ, ડેમોક્રેટસ અને ટ્રમ્પ પર શું અસર થશે?

કમલા હેરિસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કમલા હેરિસ
    • લેેખક, એન્થની ઝર્ચર
    • પદ, ઉત્તર અમેરિકા સંવાદદાતા

જો બાઇડને અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી સંપૂર્ણપણે બદલી નાખી છે. તેઓ ઘણાં અઠવાડિયાંથી કહેતા હતા કે, "હું ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદનો ઉમેદવાર રહીશ". જોકે, તેઓ સતત વધી રહેલા દબાણ સામે ઝૂકી ગયા અને રાષ્ટ્રપતિપદની ઉમેદવારી પરત ખેંચી લીધી.

ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ, ડેમોક્રેટસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પર આ નિર્ણયની શું અસર થશે તે વિશે અહેવાલમાં જાણવાનો પ્રયત્ન કરીશું.

બીબીસી ગુજરાતી

હેરિસ પર દાવ રમવો એક જોખમ છે, પરંતુ ઘણા ડેમોક્રેટસ આ જોખમ લેવા માટે તૈયાર છે

અમેરિસાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હૅરિસ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિસાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ

જો બાઇડનના સમર્થનની સાથે જે કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવાની શક્યતાઓને બળ મળ્યું છે.

રાષ્ટ્રપતિ બાઇડને પોતાનું પૂર્ણ સમર્થન કમલા હેરિસને આપ્યું અને કહ્યું કે ચાર વર્ષ પહેલાં હેરિસને રાષ્ટ્રપતિ બનાવવાના નિર્ણયને પોતાનો શ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો.

ઉપ રાષ્ટ્રપતિ હેરિસે કહ્યું કે હું રાષ્ટ્રપતિનું સમર્થન મેળવીને સન્માનનો અનુભવ કરી રહી છું. હું રાષ્ટ્રપતિપદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી જીતવા માટે બધા જ પ્રયત્નો કરીશ.

મોટાભાગના ડેમોક્રેટિક નેતા રાષ્ટ્રપતિની વાતને અનુસરીને ઉપ રાષ્ટ્રપતિ હેરિસને સમર્થન આપી શકે છે. જેથી કરીને ડેમોક્રેટિક સંમેલનના એક મહિનાથી પણ ઓછા સમય પહેલાં અનિશ્ચિતતાને ખતમ કરી શકાય.

આ નિર્ણય પાછળ રાજકીય અને વ્યવહારુ કારણો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હેરિસ બંધારણીય ઉત્તરાધિકારોની લાઇનમાં સૌથી પહેલાં છે. રાષ્ટ્રપતિપદની રેસ માટે પ્રથમ અશ્વેત મહિલાને ટિકિટ આપવાથી પાર્ટીને નુકસાન થશે. હેરિસ પાસે ચૂંટણી અભિયાન માટે એકઠા કરેલા લગભગ 100 મિલિયન ડૉલરનો ફંડ પણ હશે.

જોકે, આ દાવના કેટલાક જોખમો પણ છે. સર્વે દર્શાવે છે કે હેરિસની રેટિંગ પણ બાઇડને જેટલી જ નીચે છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની સામે તેમનું પ્રદર્શન લગભગ બાઇડન જેવું જ છે.

ઉપ રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ કેટલીક વખત મુશ્કેલીમાં પણ મૂકાયાં હતાં. તેમણે ઉપ રાષ્ટ્રપતિ તરીકેના પ્રારંભિક દિવસોમાં અમેરિકા-મેક્સિકો બૉર્ડર પર ગેરકાયદેસર પ્રવાસીઓની સમસ્યાના મૂળ કારણોને દૂર કરવાનું કામ સોંપાયું હતું.

આ એક મુશ્કેલ પડકાર હતો અને હેરિસે કેટલાક ખોટા નિર્ણયો કરીને અને નિવેદનો આપીને ટીકાકારોને મોકો આપ્યો હતો. જોકે, તેમણે અમેરિકામાં ગર્ભપાત અધિકારોને લગતા વિષયોને લગતા મુદ્દાને સારી રીતે સંભાળ્યો હતો. જોકે, તેમની જૂની છાપ જ હજુ પણ લોકોના મનમાં છે.

છેલ્લી અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે કમલા હેરિસ પણ 2020માં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદનાં ઉમેદવારની રેસમાં સામેલ હતાં. જોકે, તેઓ અસફળ રહ્યાં હતાં.

વર્ષ 2020માં હેરિસને પ્રારંભિક લીડ મળતી હતી. જોકે, તેમણે કેટલાક ઇન્ટરવ્યૂમાં ગડબડ, સ્પષ્ટ અભિગમની ઊણપ અને ખરાબ ચૂંટણી અભિયાનને કારણે પ્રારંભિક પ્રાઇમરીની રેસ પહેલાં જ બહાર થવું પડ્યું.

ડેમોક્રેટસ માટે કમલા હેરિસને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ચૂંટવા જોખમી છે, પરંતુ આ સમયે બીજો કોઈ સુરક્ષિત વિકલ્પ નથી. અને આવનારી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી જીતવાની શક્યતાઓ ઘણી વધારે છે.

ડેમોક્રેટિક પાર્ટીનુ સંમેલન રસપ્રદ બનશે

અમેરિકામાં છેલ્લા પાંચ દાયકાઓમાં રાજકીય સંમેલનો એક હદ સુધી કંટાળાજનક કાર્યક્રમમાં ફેરવાઈ ગયાં હતાં. આ સંમેલનો ટીવી માટે દરેક મિનિટની સાવચેતીપૂર્વક સ્ક્રિપ્ટિંગની સાથે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે એક જાહેરાત બની ગયાં હતાં.

રાષ્ટ્રપતિપદની ઉમેદવારી સ્વીકારતા ડોનાલ્ડ ટ્રમ્પના લાંબા અને થોડાક અસ્પષ્ટ ભાષણ છતાં પણ ગત અઠવાડિયે થયેલું રિપબ્લિકન પાર્ટીનું સંમેલન પણ એવું જ હતું.

જોકે, આવતા મહિને શિકાગોમાં થનાર ડેમોક્રેટિક પાર્ટીનું સંમેલન ખૂબ જ અલગ હશે. પાર્ટી અને બાઇડન જે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા તે સંપૂર્ણપણે બદલાઈ જશે. પાર્ટી ભલે હેરિસને સમર્થન આપે, પરંતુ તેના માટે યોજના બનાવવી મુશ્કેલ બનશે. અને વાત સંમેલનના પટલ પર કેવી રીતે સામે આવે છે તેના પર નિયંત્રણ કરવું પણ મુશ્કેલ રહેશે.

જો હેરિસ પાર્ટીની એકતા જાળવી રાખવામાં સફળ નહીં થાય તો સંમેલન એક રાજકીય અખાડામાં ફેરવાઈ જશે. જેમાં પાર્ટીના અલગ-અલગ ઉમેદવારો કૅમેરાની સામે અને બંધ દરવાજાની પાછળ રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે પોતાનો દાવો માંડશે.

આ એક રસપ્રદ, જીવંત અને અનપેક્ષિત રાજકીય નાટક થઈ શકે છે, જેને અમેરિકાના લોકોએ પહેલાં ક્યારેય પણ જોયું નથી.

રિપબ્લિકન ચૂંટણી અભિયાને મજબૂત વિરુદ્ધ નબળાની રણનીતિ બદલવી પડશે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ

આ વર્ષનું રિપબ્લિકન પાર્ટીનું સંમેલન એક સાવચેતીપૂર્વક તૈયાર કરવામાં આવેલું મશીન હતું, જેમાં પાર્ટીના સૌથી લોકપ્રિય એજન્ડાને આગળ વધારવામાં આવ્યો અને બધી જ ટીકાઓ એક જ વ્યક્તિ રાષ્ટ્રપતિ જો બાઇડન પર કેન્દ્રિત કરવામાં આવી હતી.

રિપબ્લિકનને હવે ખબર પડી કે તેઓ ખોટી વ્યક્તિને નિશાનો બનાવી રહ્યા હતા.

બાઇડને રાષ્ટ્રપતિ ઉમેદવારની રેસમાંથી પોતાનું નામ પરત ખેંચતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનની રણનીતિ સંપૂર્ણ રીતે પલટાઈ ગઈ.

રિપબ્લિકનોએ એક આખું અઠવાડિયું સાવચેતીપૂર્વક અભિયાનની રણનીતિ બનાવી અને ડેમોક્રેટસની નબળાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

રિપબ્લિકનોએ ચૂંટણી અભિયાનમાં પોતાના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની તાકાત અને જીવંતતાને ઉજાગર કરી હતી અને ઉમેદવારને જબરદસ્ત ઍન્ટ્રી આપી હતી. આ ઍન્ટ્રીની શરૂઆત પૂર્વ કુસ્તીબાજ હલ્ક હોગન અને અલ્ટીમેટ ફાઇટિંગ ચૅમ્પિયનશિપના સંચાલક ડાના વ્હાઇટે કરી હતી. આ સાથે જ કિડ રૉકે પણ ત્યા પર્ફોર્મન્સ આપ્યું હતું.

મજબૂત ડોનાલ્ડ ટ્રમ્પની તુલના કથિતરૂપે નબળા બાઇડન સાથે કરીને યુવા પુરુષ મતદારોને પોતાની તરફ ખેંચવાની રણનીતિ ખૂબ જ સ્પષ્ટ હતી.

જોકે, હાલની સ્થિતિમાં ડેમોક્રેટિક પાર્ટીના કોઈ પણ ઓછી ઉમરની વ્યક્તિ જ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનશે.

ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અથવા બાઇડનના સંભવિત ઉત્તરાધિકારીઓમાં જેમનું નામ સામેલ છે તે યુવાન ડેમોક્રેટિક ગવર્નરો પૈકી કોઈ પણ એકની વિરુદ્ધ મજબૂત વિરુદ્ધ નબળાની રણનીતિ એટલી પ્રભાવશાળી નહીં રહે.

જો કમલા હેરિસ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનશે તો શક્ય છે કે રિપબ્લિકન તેમને વર્તમાન સરકારની ખામીઓ સાથે જોડવાનો પ્રયત્ન કરશે. રિપબ્લિકનો હેરિસને મહિનાઓથી "બૉર્ડર ઝાર" તરીકે સંબોધે છે.

જોકે, કમલા હેરિસ કોઈ પણ રીતે ડેમોક્રેટિક પાર્ટીની પ્રગતિશીલ શાખાનો ભાગ રહ્યાં નથી. રિપબ્લિકન પાર્ટીએ ભૂતકાળમાં હેરિસ પર કરેલા હુમલાઓ જણાવે છે કે રિપબ્લિકનો હેરિસને ‘કટ્ટર ડાબેરી’ તરીકે પણ ગણાવી શકે છે.

ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર કોઈ પણ બને રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટિક પાર્ટી પર આરોપ લગાવશે કે પાર્ટીએ બાઇડનની સ્વાસ્થ્યને લગતી નબળાઈને છુપાવીને દેશને જોખમમાં મુક્યો.