તલવાર ગળી જવાની ભારતીય કળા જેના કારણે ઍન્ડોસ્કોપીની શોધ થઈ

તલવાર ગળાની નીચે જઈને ગાયબ થઈ જાય છે અને થોડાક સમય પછી ચમત્કારિક રીતે પાછી આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,
    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક

તલવાર ગળાની નીચે જઈને ગાયબ થઈ જાય છે અને થોડાક સમય પછી ચમત્કારિક રીતે પાછી આવે છે.

19મી સદીમાં એક સાંજે જર્મનીના હાઇડલબર્ગ શહેરની ગલીઓમાંથી પસાર થતી વખતે ડૉક્ટર ઍડૉલ્ફ ટોળાનાં અવાજથી આકર્ષિત થયા અને તેમની સામે આ અચરજ પમાડે તેવું દૃશ્ય હતું.

રૉબર્ટ યંગસને 'ધી મેડિકલ મેવરિક્સ'માં લખ્યું કે તલવાર ગળવાના પ્રદર્શનથી મંત્રમુગ્ધ થઈને કુસ્મૉલે વિચાર્યું કે શું આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ માનવ શરીરની અંદર ડોકિયું કરવા માટે વાપરી શકાય.

તલવારને ગળી જવી એ પ્રાચીન કળા છે અને બૈરી ડિલૉન્ગ અને હેરાલ્ડ એસ. પાઇનની શોધથી જાણવા મળ્યું કે આ કળાની ઉત્પત્તિ 2,000 ઈસા પૂર્વ ભારતમાં થઈ હતી.

ભારતથી બ્રિટન પહોંચી કળા

19મી સદીની એક શરૂઆતની પત્રિકા પ્રમાણે જ્યારે આ કળા પહેલી વખત બ્રિટન પહોંચી તો આ કળાનું પ્રદર્શન કરતા ભારતીયોની કળાને અવિશ્વસનીય માનવામાં આવતી હતી.

1813માં ભારતીય કલાકારો લંડનમાં "તલવાર ગળવાની"કળાનું પ્રદર્શન કરતા. તે સમયે તેનો એક નવી અને આશ્ચર્યજનક કળાના રૂપમાં પ્રચાર કરવામાં આવતો હતો.

કલાકારો પોતાની આ કળાનું પ્રદર્શન કરવા માટે યુરોપ અને અમેરિકા પણ ગયા. આ કલાકારો અને પ્રદર્શનો વિશે ધી ટાઇમ્સે લખ્યું હતું કે, "તલવાર ગળવાની આ કળાએ લોકોનું ધ્યાન બીજી ચીજોથી હટાવીને પોતાની તરફ ખેંચ્યું. ભારતીય જાદુગરોએ તલવાર ગળીને આખા શહેરને ચોંકાવી દીધું હતું."

19મી સદીના અંત સુધી તલવાર ગળવાની આ કળા યુરોપ સહિત આખી દુનિયમાં ફેલાઈ ગઈ હતી.

આયરન હેનરીનું યોગદાન

તલવાર ગળાની નીચે જઈએ ગયાબ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લૉન્ગ અને પાઈને લખ્યું, "ડૉ. ઍડૉલ્ફ કુસ્મૉલે તલવાર ગળવાની કળાના જાણકાર આયરન હેનરીની મદદથી એક એવું ઉપકરણ વિકસાવ્યું જેને બીમારીની તપાસ કરવા માટે ગ્રાસનળી વડે શરીરમાં ઊંડે સુધી દાખલ કરી શકાય છે."

એલિજા બર્મને લખ્યું કે ડૉક્ટર કુસ્મૉલે વર્ષ 1866માં આયરન હેનરીના પેટના ઉપર ભાગની પહેલી તપાસ કરી હતી જેને મેડિકલ ભાષામાં ઍન્ડોસ્કોપી કહે છે.

તેમણે લખ્યું, "કુસ્મૉલ ગાંઠથી પીડિત દર્દીની અન્નનળીમાં બહુ દૂર સુધી ન જોઈ શકવાથી હતાશ થઈ ગયા હતા. આયરન હેનરી 47 સેન્ટિમીટર લાંબી ટ્યૂબ ગળી લીધી હતી."

"આ ટ્યૂબ થકી કુસ્મૉલે અરીસા અને તેલના લૅમ્પની મદદથી તલવાર ગળી જનાર હેનરીના પેટની આખી ઍલિમેન્ટરી કેનાલનું નિરીક્ષણ કર્યું હતું."

તલવારને ગળી જવું એ એક ખતરનાક કળા છે, જેમાં જીવ પણ જઈ શકે છે. તલવાર ગળી જનાર મહિલાઓ અને પુુરુષો પર પ્રકાશિત બ્રિટિશ મેડિકલ જર્નલના એક અભ્યાસ અનુસાર તેમના આંતરડામાંથી લોહી નીકળવાની અને આહાર નળીમાં ગંભીર ઈજા થવાના મામલાઓ સામે આવ્યા છે.

ઍલ્બર્ટ હૉપકિન્સે લખ્યું કે 1897માં સ્ટીવન્સ નામના એક સ્કૉટિશ ચિકિત્સકે તલવાર ગળી જનાર વ્યક્તિ સાથે કેટલાય પ્રયોગો કર્યા.

"ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ" શબ્દ ભલે માત્ર ડૉક્ટરો જ જાણતા હોય. જોકે તેના ટૂંકા નામ ઈસીજીથી ઘણા લોકો પરિચિત છે. હૃદયની ક્રિયા માપવા માટે કરવામાં આવતા પરીક્ષણને ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફી કહેવામાં આવે છે.

આ અનુભવ પણ 1906માં એક તલવાર ગળી જનાર વ્યક્તિ પર કરવામાં આવ્યો જ્યારે જર્મન ડૉક્ટર એમ ક્રેમરે દિલની ક્રિયા માપવા માટે તેમની આહાર નળીમાં એક ઇલેક્ટ્રૉઇડ નખાવ્યો.

તલવાર ગળી જનાર લોકોની આ ચિકિત્સા પ્રયોગોમાં મોટી ભૂમિકા છે. જોકે, આ એક ખૂબ જ ખતરનાક કળા છે, જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે.

જાન્યુઆરી 2006માં તલવાર ગળી જનાર ડૈન મેયરને નૈશવિલેમાં (ટેનેસી) સંશોધકો સાથે એક પ્રયોગ માટે કામ કર્યું કે શું તલવાર ગળવાની તકનીકનો ઉપયોગ ગળી જવાની વિકૃતિઓ ધરાવતા દર્દીઓને મદદ કરવા માટે કરી શકાય.

તલવાર ગળી જનાર કલાકારોનો આંતરરાષ્ટ્રીય દિવસ

ઍન્ડ્ર્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

તલવાર ગળી જનાર દાઈ ઍન્ડ્રયૂઝે 2007માં જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયમાં ડૉ. શેરોન કૈપલાનની સાથે મળીને તલવાર ગળી જવાની તકનીકનો ઉપયોગ ગળાના ગંભીર નુકસાનવાળા દર્દીઓને મદદ કરવા માટે થઈ શકે છે કે કેમ તે નક્કી કરવા માટે કામ કર્યું.

આ અનુભવોનો લાભ ક્યારેક જ તલવાર ગળવાની કળા જાણતા લોકો સુધી પહોંચે છે.

પત્રકાર ઓલિવિયા બી વૅક્સમૅને તલવાર ગળી જનાર અને આ કળાના ઇતિહાસ પર યેલમાં લેક્ચર આપનાર ટૉડ રૉબિન્સ સાથે વાત કરી જેમણે કહ્યું કે ઍન્ડોસ્કોપી તેમના માટે કેટલી સરળ હતી.

તેમણે કહ્યું, "મારે ઍન્ડોસ્કોપી કરવાની હતી. સામાન્ય રીત તેઓ ટ્યૂબ નાખતા પહેલાં બેહોશ કરી નાખે છે. કારણ કે હું તલવાર ગળી શકતો હતો તેથી ડૉક્ટરે મને ઍન્ડોસ્કોપ આપ્યું અને હું તે ગળી ગયો."

જો કે આ કળા હવે ખતમ થવાને આરે છે.

તલવાર ગળી જનાર લોકોના આંતરરાષ્ટ્રીય સંગઠને કહ્યું કે હવે માત્ર ડઝનેક કલાકારો રહ્યા છે.

જે દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા શનિવારે તલવાર ગળી જવાની આ કળાનું પ્રદર્શન કરીને પોતાનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવે છે.

તલવાર ગળી જનાર લોકોના સંગઠને જણાવ્યું કે આ પ્રાચીન કળાનો દિવસ મનાવવા પાછળનો હેતુ વિજ્ઞાન અને ચિકિત્સાના ક્ષેત્રમાં તલવાર ગળી જનાર લોકોના યોગદાન વિશે લોકોમાં જાગરૂકતા વધારવાનો છે.