'એક જ પરિવારમાં 11 લોકોની આત્મહત્યાની કહાણી' આવી ક્રાઇમ સિરીઝોની લોકો પર શું અસર થાય છે?

‘બુરાડી ડેથ્સ’ પાટનગર દિલ્હીમાં એક પરિવારના 11 સભ્યોના રહસ્યમય મૃત્યુ પર પ્રકાશ પાડે છે

ઇમેજ સ્રોત, NETFLIX

ઇમેજ કૅપ્શન, ‘બુરાડી ડેથ્સ’ પાટનગર દિલ્હીમાં એક પરિવારના 11 સભ્યોના રહસ્યમય મૃત્યુ પર પ્રકાશ પાડે છે
    • લેેખક, ચેરિલાન મોલ્લાન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

22 વર્ષનાં મનોવિજ્ઞાનનાં વિદ્યાર્થિની રાખી કહે છે કે રાત્રે સૂમસામ સડક પર જતી વખતે તેઓ ગભરાઈ જાય છે અને કોઈ તેમનો પીછો તો નથી કરી રહ્યું એ વાતને મગજમાં રાખીને તેઓ અત્યંત સતર્ક રહે છે.

ભારતના આર્થિક પાટનગર મુંબઈમાં રહેતાં રાખીનું કહેવું છે કે તેઓ સાચી ઘટના પર આધારિત ક્રાઇમ શોનાં પ્રશંસક છે કારણ કે તેમને “અપરાધીનું મગજ કેવી રીતે કામ કરે છે” એ જોવાની ઘણી મજા પડે છે. પરંતુ તેઓ એ વાત પણ કબૂલે છે કે તેઓ સતત આવા શો જોયા બાદ પોતાની સુરક્ષાને લઈને ચિંતાનો અનુભવ પણ કરે છે.

રાખી એવા હજારો ભારતીય દર્શકોમાંથી એક છે જેઓ ઝડપથી લોકપ્રિય થતા જઈ રહેલા સનસનાટીભર્યા અને સત્ય ઘટના પર આધારિત ક્રાઇમ શો અને પૉડકાસ્ટને સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર જુએ અથવા સાંભળે છે.

આ શો ભારતમાં જન્મેલા અપરાધીઓ અને તેમનાં કુકર્મો પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને દેશના ગુનાના અપરાધના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે.

bbc gujarati line

શું આવા શો નવા પ્રકારનું મનોરંજન તૈયાર કરી રહ્યા છે?

‘ધ ઇન્ડિયન પ્રીડેટર’ જેવી ડૉક્યુમૅન્ટરી સિરીઝ સિરિયલ કિલરના અપરાધોની જાણકારી આપે છે.

હાઉસ ઑફ સિક્રેટ્સ : બુરાડી ડેથ્સ એ પાટનગર દિલ્હીમાં એક પરિવારના 11 સભ્યોનાં મૃત્યુની આસપાસના વિવાદાસ્પદ સિદ્ધાંતોની તપાસ કરે છે.

ઍમી પુરસ્કાર વિજેતા ડ્રામા સિરીઝ દિલ્લી ક્રાઇમ, 2012માં દિલ્હીમાં એક મહિલા સાથે થયેલા ભયાનક સામૂહિક બળાત્કાર પર આધારિત છે.

પ્રશંસકોનું કહેવું છે કે આ શો ભારતીય અપરાધીઓ અને અપરાધોનો એક શબ્દકોશ બનાવી રહ્યા છે. જે અગાઉ મોજૂદ નહોતો.

જેફરી ડેહમર કે ટેડ બંડી જેવા અમેરિકન સિરિયલ કિલરને જોઈને અને એ વિશે વાંચીને મોટાં થયેલાં રાખીનું કહેવું છે કે તેઓ “હવે ચાર્લ્સ શોભરાજ અને જૉલી જોસેફ વિશે વાત કરે છે.”

bbc gujarati line

દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે શું-શું કરાય છે?

દિલ્લી ક્રાઇમ 2012માં દિલ્હીમાં એક મહિલાના સામૂહિક બળાત્કાર પર આધારિત છે

ઇમેજ સ્રોત, NETFLIX

ઇમેજ કૅપ્શન, દિલ્લી ક્રાઇમ 2012માં દિલ્હીમાં એક મહિલાના સામૂહિક બળાત્કાર પર આધારિત છે

સત્ય ઘટના પર આધારિત અપરાધ શો ભારત માટે નવા નથી. વર્ષ 2000ના દાયકાની મસાલેદાર જાસૂસી પત્રિકાઓએ અગાઉ પોતાના પ્લૉટ માટે વાસ્તવિક જીવનથી જ પ્રેરણા લેતી હતી. જેમ કે ક્રાઇમ પેટ્રોલ અને સીઆઇડી જેવા ટીવી શો. પરંતુ આ શોમાં ખરાબ ગ્રાફિક્સ અને ડાયલૉગ હતાં જે ગભરાવાને સ્થાને હસવા મજબૂર કરી દેતાં.

રાખી કહે છે કે, “તે તમને ખરેખર પોતાની જાતને નુકસાન કર્યા વગર અત્યંત રોમાંચક પરિસ્થિતિઓનો અનુભવ કરાવે છે.”

આ શો ઘણી વાર ધ્યાન આકર્ષિત કરવા માટે અલગ પ્રકારનાં દૃશ્યોનો ઉપયોગ કરે છે.

'ધ બુચર ઑફ દિલ્લી' નામની ડૉક્યુમૅન્ટરી સિરીઝમાં હત્યારા દ્વારા એક શરીરને કચડવાનું એક દૃશ્ય ઘણી વાર બતાવાયું છે. જોકે આ દૃશ્ય આઉટ ઑફ ફ્રેમ હતું, જેમાં મૃત શરીરો, બંધાયેલા પીડિતો અને લોહીના ડાઘની ધૂંધળી તસવીર છે.

આ શો એક પ્રવાસી કામદાર ચંદ્રકાંત ઝાની કહાણી કહે છે, જેણે 1990ના દાયકા અને 2000ના દાયકાની શરૂઆતમાં ઘણા ગરીબ પ્રવાસીઓને મારી નાખ્યા અને તેમના મૃતદેહોને જેલની સામે ફેંકી દીધા, આ સાથે જે પોલીસને ટોણાં મારતા પત્ર પણ ફેંક્યા.

bbc gujarati line

ક્રાઇમ શો અપરાધની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરે છે?

ધ સર્પેન્ટ ચાર્લ્સ શોભરાજ પર આધારિત છે જેને ભારત, નેપાલ અને થાઇલૅન્ડમાં અપરાધોને અંજામ આપ્યો હતો

ઇમેજ સ્રોત, NETFLIX

ઇમેજ કૅપ્શન, 'ધ સર્પેન્ટ' ચાર્લ્સ શોભરાજ પર આધારિત છે જેને ભારત, નેપાલ અને થાઇલૅન્ડમાં અપરાધોને અંજામ આપ્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નિર્દેશક આયશા સૂદનું કહેવું છે કે આ પ્રકારે હચમચાવી દે તે રીતે હિંસાનું નિરૂપણ એ એક સચેત નિર્ણય હતો, પરંતુ ચેતવણી એ હતી કે ખરેખર હિંસા દેખાડવા કરતાં સૂચન અપાશે.

આયશા સૂદ કહે છે કે, “તથ્ય એ છે કે અપરાધ ક્રૂર હતા અને આવા મામલાને મીડિયા, પોલીસ અને જનતાએ વર્ષો સુધી નજરઅંદાજ કર્યા.”

સૂદનું કહેવું છે કે ભારતીય અપરાધ શો વિષયોના આધારે બનાવાયા છે. આ શો દેશમાં અપરાધ અને તેની ઉત્પત્તિની આસપાસની જરૂરી વાતચીત માટે જગ્યા બનાવે છે. કેવી રીતે ગુનાહિત વ્યવહારનો સામનો કરાય છે અને બધા માટે સુરક્ષિત સ્થળ બનાવવા માટે શું કરી શકાય છે.

ધ દેશી ક્રાઇમ પૉડકાસ્ટ ભારત અને અન્ય દક્ષિણ એશિયન દેશોના અપરાધો પર પ્રકાશ પાડે છે.

સુકૂન ત્યાગી આ ક્રાઇમ પૉડકાસ્ટનાં પ્રશંસક છે.

તેમનું કહેવું છે કે પૉડકાસ્ટે તેમને પોતાની સુરક્ષાને લઈને વધુ સચેત કરી દીધાં છે અને તેઓ એ વાતે ધ્યાન આપે છે કે કેવી રીતે એક પીડિતા એક ખતરનાક સ્થિતિમાંથી બચી નીકળે છે.

સુકૂન માટે આ પૉડકાસ્ટ એક એવી વાસ્તવિકતાને રજૂ કરે છે જે અંગે તેઓ હંમેશાંથી જાણે છે. તેઓ દિલ્હીમાં રહે છે, જે સૌથી વધુ ક્રાઇમ રેટ માટે ઓળખાય છે.

રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર 2021માં દિલ્હીમાં દરરોજ બે સગીર છોકરીઓ સાથે બળાત્કારની ઘટના બને છે.

તેઓ કહે છે કે, “જે અપરાધો વિશે વાત કરાય છે એ એવી જગ્યાએ થયા છે જે અંગે તમે જાણો છો કે ઘણી વાર ત્યાં જાઓ છો, તેથી તમે ગભરાયા વગર ન રહી શકો.”

બીબીસી ગુજરાતી

‘ડર તમને સુરક્ષિત રાખે છે’

ધ બૂચર ઑફ દિલ્લી ચંદ્રકાંત ઝા પર આધારિત છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'ધ બૂચર ઑફ દિલ્લી' ચંદ્રકાંત ઝા પર આધારિત છે

ઘણા અભ્યાસોમાં કહેવાયું છે કે મહિલાઓ સત્ય ઘટનાઓ પર બનાવાયેલા અપરાધ શો વધુ પ્રમાણમાં જુએ છે. આ વાતની સંભાવના એટલા માટે પણ વધારે છે કારણ કે તેઓ પીડિત સાથે પોતાની જાતને જોડીને જુએ છે, આવું એટલા માટે કારણ કે મોટા ભાગની પીડિતા મહિલાઓ હોય છે.

તેમજ આ પ્રકારના શોથી મહિલાઓને અપરાધ કેવી રીતે અને કેમ થયો આ પ્રકારની સ્થિતિનો જો જાતે સામનો કરવો પડે તો ખુદને બચાવવા તેઓ શું કરી શકે, એ વાત અંગે વિચારવામાં મદદ મળે છે.

જોકે, ટીકાકારોનું કહેવું છે કે આવા શો અને પૉડકાસ્ટ ઘણી વાર હકીકતોની દૃષ્ટિએ ખોટા અને બેકાર સંશોધન સાથે બનાવાયા હોય તેવું બની શકે.

મુંબઈના ક્રાઇમ રિપોર્ટર શ્રીનાથ રાવ કહે છે કે, “આ શો સાથે નૈતિક મુદ્દા પણ સંકળાયેલા છે.”

“આ શો પીડિત કે અપરાધીના પરિવારને કેવી રીતે પ્રભાવિત કરશે એ અંગે ખૂબ ઓછો વિચાર કરાય છે અને ઘણી વાર તો વિચાર જ નથી કરાતો.”

દિલ્હીના બુરાડીમાં થયેલાં મૃત્યુ પર બનેલ ડૉક્યુમૅન્ટરી જ્યારે વર્ષ 2021માં રિલીઝ થઈ, ત્યારે આ દુખદ ઘટનાનાં ઘણા મીમ્સ સોશિયલ મીડિયા પર સામે આવ્યાં. ડૉક્યુમૅન્ટરી જે દેશમાં જોવા મળી રહેલી માનસિક સ્વાસ્થ્યની ખરાબ સ્થિતિ પર પ્રકાશ પાડવાના હેતુથી બનાવાઈ હતી, આ હેતુ ઘણા લોકો માટે પાર ન પડ્યો કારણ કે તેમને આમાં પોતાના જોક માટે પંચ લાઇન મળી ગઈ હતી.

એ જ વર્ષે, સિરિયલ કિલર જેફરી ડેહમર પર બનેલી નેટફ્લિક્સ સિરીઝ વિવાદમાં સપડાઈ હતી. પીડિતના પરિવારે દાવો કર્યો હતો કે તેમને આ સિરીઝ ‘આઘાતજનક’ લાગી હતી.

વર્ષ 2019માં સિરિયલ કિલર અને બળાત્કારી ટેડ બંડી પર બનેલી બાયોપિક જેમાં અભિનેતા જૅક એફ્રૉન મુખ્ય પાત્ર ભજવી રહ્યા હતા, તેને ‘બંડીની પ્રતિભાને ગ્લૅમરાઇઝ’ કરવા માટે અને ‘તેને રૉકસ્ટાર તરીકે રજૂ કરવા માટે’ આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

હિંગોરાનીનું કહેવું છે કે, સત્ય ઘટના પર આધારિત અપરાધ પર બનેલા શો લોકોમાં બેચેની વધારી શકે છે કે તેમને વધુ અસંવેદનશીલ બનાવી શકે છે.

તેમણે કહ્યું, આવા શોમાં જે અપરાધી બતાવવામાં આવે છે તેઓ ઘણી વાર પોતાના ઝઘડા પતાવવા માટેની મર્યાદિત ક્ષમતા ધરાવતા હોય છે. તેઓ હિંસા અને અપરાધનો આશરો લે છે. આવા શો જોનારી વ્યક્તિ અજાણે આવા વ્યવહારોને આત્મસાત કરી શકે છે.“

જોકે, આયશા સૂદ કહે છે કે આ શો, જ્યારે સારી રીતે બનાવાય છે ત્યારે આપણને આત્મનિરીક્ષણમાં અને આપણી આસપાસના વાતાવરણમાં શું બની રહ્યું છે જાણવા માટે પ્રેરિત કરી શકે છે.

તેઓ કહે છે કે, “ડર એક મજબૂત ભાવના છે, એ તમને સુરક્ષિત રાખી શકે છે.”

bbc gujarati line
bbc gujarati line