You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન અને ઇઝરાયલના હુમલાઓ બાદ મધ્ય-પૂર્વ પર જોખમ, ખેલના બદલાયેલા નિયમોની કહાણી
- લેેખક, જેમ્સ લૅન્ડેલ
- પદ, કૂટનીતિક મામલાના બીબીસી સંવાદદાતા
મધ્ય-પૂર્વમાં સમાચાર ઝડપથી બદલાઈ રહ્યા છે. એક દિવસ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના અભૂતપૂર્વ મિસાઇલ અને ડ્રોન હુમલાના સમાચાર છવાયેલા હોય, તો પછીના દિવસે ગાઝામાં ચાલતી લડાઈ અને ત્યાં રહેલા લોકોની વેદના હેડલાઇનો બને છે. જોકે નીતિનિર્માતાઓ, વિશ્લેષકો અને લશ્કરી નેતાઓ હજુ પણ આ અભૂતપૂર્વ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલાં મધ્ય-પૂર્વના બે જૂના દુશ્મન ઈરાને ઇઝરાયલ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યાં હતાં અને તો ઇઝરાયલે પ્રતિક્રિયામાં તેના પર મિસાઇલ છોડી હતી. પરંતુ આ મામલો એક વ્યાપક આંતરરાષ્ટ્રીય સંઘર્ષ બનતા એક ડગલું દૂર રહી ગયો હતો. મહત્ત્વની વાત એ હતી કે આ બંને દેશ એક વ્યાપક લડાઈ શરૂ થવાના કેટલા નજીક પહોંચી ગયા હતા અને તેમની સામે સંઘર્ષની એક ઊંડી ખીણ હતી.
ઈરાન અને ઇઝરાયલે એકબીજા પર સીધો હુમલો કર્યો હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. કેટલાક વિશ્લેષકો કહે છે કે મિસાઇલો અને સેંકડો ડ્રોનથી કરેલો ઈરાનનો આ હુમલો મોટો હતો. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા કરતાં પણ મોટો.
ઇરાકના શાસક સદ્દામ હુસૈનના 1991માં ઇઝરાયલ પર સ્કડ મિસાઇલો છોડ્યા બાદ આ પહેલી વાર હતું કે ઇઝરાયલ પર કોઈએ બહારથી બૉમ્બમારો કર્યો હોય.
ઈરાને જે 300થી વધુ ડ્રોન અને મિસાઇલો ઇઝરાયલ તરફ છોડ્યાં હતાં, તેમાંનાં મોટાં ભાગનાંને પાડી દેવાયાં કે રસ્તામાં નિષ્ફળ કરી દેવાયાં. પરંતુ મેં જેરુસલેમમાં અમારી ઑફિસમાંથી જોયું કે રાતને સમયે ઇઝરાયલી ઍર ડિફેન્સ સિસ્ટમની જવાબી કાર્યવાહીને કારણે આકાશ ઝગમગતું હતું. ઇઝરાયલી મિસાઇલો ઈરાનની બૅલેસ્ટિક મિસાઇલોને આકાશમાં નષ્ટ કરવાની કોશિશ કરતી હતી.
મધ્ય પૂર્વ સુધી પહોંચતાં યુદ્ધ કેવી રીતે રોકાઈ ગયું?
એ દિવસે જો એક જીપીએસ ગાઇડેન્સ સિસ્ટમ નિષ્ફળ થઈ જાત તો અનેક મિસાઇલો શહેરી વિસ્તારમાં પડી શકતી હતી, જેનાથી જાનમાલને મોટું નુકસાન થઈ શકતું હતું. એક વરિષ્ઠ પશ્ચિમી સુરક્ષા અધિકારીએ મને કહ્યું, "મને નથી લાગતું કે લોકોને એ વાતનો અહેસાસ હશે કે એ દિવસે અમે તબાહીના કેટલા નજીક હતા. તે દિવસની એક અલગ જ કહાણી હોત."
તેમ છતાં પશ્ચિમના કેટલાક લોકો 13 એપ્રિલનો હુમલો અને ગયા અઠવાડિયાની ઇઝરાયલની મર્યાદિત કાર્યવાહીને સકારાત્મક જુએ છે. તેઓ માને છે કે ઈરાની હુમલાઓનું સટિક અનુમાન લગાવીને તેને રોકવું એ જાસૂસી સ્તરે ઇઝરાયલની મોટી સફળતા છે.
તેઓ માને છે કે ઇઝરાયલની સુરક્ષા, ઇઝરાયલના સહયોગી દેશોના સૈન્યના ઑપરેશનનું ઉદાહરણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે આ મામલા બાદ ઈરાન અને ઇઝરાયલ બંનેએ શીખ્યું છે કે તણાવ વધાર્યા વિના કેવી રીતે કામ કરવું.
શું ઈરાનના હુમલાના સમાચાર અગાઉથી મળી ગયા હતા?
સૌથી પહેલા ઇન્ટેલિજન્સ ઑપરેશનની વાત કરીએ. મને કહેવામાં આવ્યું છે કે શનિવારે સાંજે હુમલા પહેલાં બુધવારે સવારે અમેરિકાને ઈરાનની યોજનાઓ વિશે જાણ થઈ હતી. મહત્ત્વનું એ છે કે તેને ઈરાનની આ હુમલાની માહિતી હાથ લાગી હતી.
એક ઉચ્ચસ્તરીય પશ્ચિમી સ્રોતે કહ્યું, "અમને ઊડતા સમાચાર મળ્યા છે કે ઈરાનની પ્રતિક્રિયા અપેક્ષા કરતાં વધુ હશે. આ માહિતી થોડીક આઘાતજનક હતી. પરંતુ તેનાથી અમને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા તૈયાર કરવામાં મદદ મળે છે."
મહત્ત્વની વાત એ છે કે તેની મદદથી અમેરિકા ખાડીના કેટલાક દેશોને ઇઝરાયલની સુરક્ષાના પક્ષમાં રહેવા મનાવી શક્યું, જેમાં સાઉદી અરેબિયા અને જૉર્ડન પણ સામેલ હતા.
ઈરાનના હુમલા અંગે પહેલા જાસૂસી માહિતી મળ્યા બાદ તેમને એ ડર હતો કે જો ઇઝરાયલ પાસે સખ્તાઈથી જવાબ આપ્યા સિવાય કોઈ રસ્તો નહીં હોય તો ઈરાનનો હુમલો આ પ્રાંતમાં એક મોટા યુદ્ધની શરૂઆત કરી શકે છે. મતલબ કે યોગ્ય જાસૂસી માહિતી અને ઈરાન તરફથી ખાનગી સ્તરે આપેલા ઈશારાએ (જેનો અમેરિકા ઇનકાર કરી રહ્યું છે) ઇઝરાયલ અને તેના સહયોગીઓને એ હુમલાઓને ખાળવાની તૈયારી માટે સમય આપ્યો છે.
આ આખા મામલામાં જૉર્ડન અને સાઉદી અરેબિયાએ શું ભૂમિકા નિભાવી એ હજુ સુધી સ્પષ્ટ નથી. જૉર્ડને તેની સંપ્રભુતાની રક્ષા અને સીમાની સુરક્ષા માટે સ્વરક્ષણમાં ઈરાની ડ્રોનને તોડી પાડવાની કબૂલાત કરી છે.
એવું પણ માનવામાં આવે છે કે જૉર્ડને ઇઝરાયલી યુદ્ધવિમાનોને તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશની કેટલીક મંજૂરી આપી હતી. માનવામાં આવે છે કે સાઉદીએ અમેરિકાને માહિતી પૂરી પાડી હતી અને દરમિયાન તેણે યમનથી ઈરાની સમર્થિત સશસ્ત્ર જૂથો તરફથી કોઈ પણ ખતરા પર નજર રાખી હતી.
શું રણનીતિ સફળ થઈ ખરી?
મુખ્ય વાત એ છે કે આ રણનીતિ કામ કરી ગઈ. અમેરિકન, બ્રિટિશ, ફ્રેન્ચ, જૉર્ડન અને સાઉદી સેનાઓએ સાબિત કરી બતાવ્યું કે તેઓ સામૂહિક હવાઈ સંરક્ષણ પર સાથે મળીને કામ કરી શકે છે. એક સુરક્ષાસૂત્રે કહ્યું, "આ એક સામરિક ઑપરેશન હતું, જે અસાધારણ રીતે સફળ હતું. પહેલેથી મળેલી જાસૂસીથી ઘણી મદદ મળી. અમારી નજર આખા વિસ્તાર પર હતી અને અમે સાથે મળીને કામ કર્યું. દુનિયામાં દેશોના કોઈ સમૂહ આવું ન કરી શકે."
જોકે કેટલાકે એવી પણ દલીલ કરી છે કે આ ઈરાન સામે મધ્ય-પૂર્વમાં એક નવા સહયોગી જૂથના અસ્તિત્વમાં આવવાની શરૂઆત હોઈ શકે છે. તો અન્યનું કહેવું છે કે આને એક ખાસ સુરક્ષા અને સૈન્ય નજરથી પણ જોઈ શકાય.
આ ઘટનાને એક તકનીકી સફળતાના રૂપમાં તો જોઈ શકાય છે, પરંતુ તેની સાથે જોડાયેલી મોટી રાજકીય તસવીરને જોવાથી ઇનકાર કરી શકાય છે. કેટલાક અન્ય વિશ્લેષકો ઉદાસીન વલણ અપનાવે છે. તેઓ કહે છે કે જો ઈરાન ખરેખર ઇઝરાયલને મોટું નુકસાન પહોંચાડવા માગતું હતું કે તેણે પહેલાં ચેતવણી આપવી જોઈતી નહોતી, તેણે પોતાના હુમલા વધારવા જોઈતા હતા અને એક હુમલો પૂરો થયા બાદ અન્ય હુમલાઓ પણ કરવા જોઈતા હતી. તે લેબનન તરફથી હિઝબુલ્લાહને કહી શકતું હતું કે તે ઇઝરાયલ પર મોટો હુમલો કરે.
થિન્કટૅન્ક 'ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટેજિક સ્ટડીઝ'માં રીઝનલ સિક્યૉરિટી મામલાના નિદેશક ઍમિલી હોકાયેમ કહે છે કે આ અભિયાને એ વાત દુનિયા સામે ખોલીને રાખી દીધી છે કે ઇઝરાયલ પોતાની સુરક્ષા માટે કેટલી હદે પોતાના સહયોગીઓ પર નિર્ભર રહે છે. તેઓ કહે છે કે જો સંઘર્ષનો વિસ્તાર વધી જાય તો ઇઝરાયલ પાસે જરૂરી ઍર ડિફેન્સ મિસાઇલો હોત કે નહીં એ વાત પર શંકા છે.
હોકાયેમ કહે છે, "આપણે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધના મામલા જોયા છે કે તમારી પાસે હથિયારોના જથ્થામાં પર્યાપ્ત શસ્ત્ર-સરંજામ હોવાં કેટલું જરૂરી છે." તેઓ આ વાતનો ઇનકાર કરે છે કે આ ઘટનાથી મધ્ય-પૂર્વમાં એક નવા સૈન્ય સહયોગીની શરૂઆત થઈ શકે છે.
તેમણે કહ્યું, "આપણે એક નવા યુગની શરૂઆત પર નથી ઊભા. આરબ દેશોએ આમાં સહયોગ આપ્યો, કેમ કે પ્રથમ દૃષ્ટિએ તેઓ આ વિસ્તારમાં કોઈ રીતનો સંઘર્ષ ઇચ્છતા નહોતા." "તેઓ એ પણ દર્શાવવા માગતા હતા કે તેઓ પોતાના પશ્ચિમ સહયોગીના સારા સાથી છે. સીધી વાત છે કે આ તેમના માટે રાષ્ટ્રીય સંપ્રભુતાની રક્ષાનો મામલો છે. તેઓ નથી ઇચ્છતા કે તેમના હવાઈ વિસ્તારોમાં ચીજો ઊડતી દેખાય કે પછી ધમાકો થતો જુએ."
ખેલના નિયમો હવે બદલાઈ ગયા છે
કેટલાક આશાવાદી વિશ્લેષકો કહે છે કે આ ઘટનાથી ઈરાન અને ઇઝરાયલ બંને કંઈક ને કંઈક શીખ્યા છે. તેમનું કહેવું છે કે પહેલી વાર એવું થયું છે કે બંને દેશોએ પોતપોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા છે. તેમને એ વાતનો અહેસાસ થયો કે કોઈ અપમાન વિના તેઓ તણાવ આગળ વધારવાની જગ્યાએ પાછળ હઠી શકે છે અને બંનેને ડર હતો કે બંને પોતપોતાની સુરક્ષા વધારવા માટે કામ કરશે.
ઈરાને પોતાના સહયોગીઓને એ દર્શાવી દીધું છે કે તે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. તો ઇઝરાયલે મધ્ય ઈરાનમાં ઍર ડિફેન્સ પર એક નાનો હુમલો કરીને એ દર્શાવ્યું કે તે કેટલું તાકતર છે અને એ વાતનો સંકેત આપ્યો છે કે તે જ્યારે ઇચ્છે ત્યારે હુમલો કરી શકે છે. મને જણાવાયું કે ઈરાનને ઇઝરાયલની જવાબી કાર્યવાહી અંગે જણાવ્યું હશે.
ચોક્કસ રીતે ઈરાને શરૂઆતથી સંકેત આપ્યો હતો કે ઇઝરાયલના જવાબી હુમલા બાદ તે ફરીથી હુમલો નહીં કરે. બંને દેશોએ ચોક્કસ સૈન્ય સબક શીખ્યો હશે. 'ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સ્ટડી ઑફ વૉરે' કહ્યું, "આ હુમલાથી ઈરાનને ઇઝરાયલી ઍર ડિફેન્સની નબળાઈઓ અને શક્તિઓને ઓળખવામાં મદદ મળી હશે." આ સિવાય ઇઝરાયલ અને અમેરિકાની પણ ઈરાનની સામરિક રણનીતિઓને લઈને સમજ પાક્કી થઈ હશે.
આ સિવાય અત્યાર સુધી ઈરાન અને ઇઝરાયલ એકબીજા સામે વર્ષોથી ગુપ્ત યુદ્ધ લડી રહ્યા હતા, પરંતુ હવે બંને દેશ સરળતાથી એકબીજા પર સીધો હુમલો કરી શકે છે. 'ફોરેન પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'ના અફશોન ઓસ્તોવરે ફોરેન અફેયર્સ માટે લખેલા એક લેખમાં કહ્યું કે ઈરાને જે રીતે ઇઝરાયલ પર હુમલો કર્યો, તેનાથી ખબર પડે છે કે હવે તે સંયમની નીતિ સાથે ચાલવા માટે તૈયાર નથી.
તેઓ લખે છે કે એ વાતમાં કોઈ દમ નથી કે ઈરાને જાણીજોઈને ઇઝરાયલ પર નબળો હુમલો કર્યો. ઓસ્તોવર કહે છે કે ઈરાનને આશા હતી કે આ હુમલાથી ઇઝરાયલને એક મોટો ઝટકો લાગશે.
હોકોયમ એ વાત માનતા નથી કે ઈરાન અને ઇઝરાયલે એકબીજાને સમજવાનું શીખ્યું છે. તેઓ કહે છે કે દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાનું પરિણામ શું હશે એને સમજવામાં ઇઝરાયલે થાપ ખાધી છે.
તેઓ કહે છે, "આ બંને દેશ એકબીજા સાથે વાત નથી કરતા. તેઓ માત્ર સૈન્ય રીતો અને ત્રીજા પક્ષના માધ્યમથી એકબીજાને સંકેત આપે છે. આ બાબત બહુ ઝડપથી ખરાબ થઈ શકે છે. બીજા પક્ષના ઈરાદાને ખોટી રીતે સમજવા અને જોખમ ઉઠાવવાનો દમ રાખવો એ બંને પક્ષો વચ્ચે એક વિશેષતાની જેમ છે."
ઇઝરાયલી અખબાર 'હારેત્ઝ' માટે રક્ષા વિશ્લેષક અમોસ હરેલે લખ્યું કે બંને દેશોએ એક સીમિત નુકસાનની સાથે રમતના અગાઉના નિયમોને બદલી નાખ્યા છે.
તેઓ કહે છે કે આ સંકટમાં મુખ્ય સબક લોકોએ એ શીખ્યો કે તેઓ આ વિસ્તારમાં યુદ્ધના કેટલા નજીક આવી ગયા હતા. એક પશ્ચિમી રાજદ્વારીએ મને કહ્યું, "આ એક મોટી રાહત છે. આ એક અલગ દિશામાં જઈ શકતું હતું."