You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૅરિસ અને ટ્રમ્પનાં જીવનની આ વાતો તમારે ખાસ જાણવી જોઈએ
અમેરિકાના મતદારોને ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હૅરિસની અલગ-અલગ પ્રકારની તસવીરો જોવાં મળે છે, પરંતુ અહીં તમને બંને ઉમેદવારોની અલગ પ્રકારની જ છબી જોવા મળશે. જેમાં તમને ટ્રમ્પ અને હૅરિસ કોણ છે, ક્યાંથી આવ્યા છે સહિતની માહિતી મળશે.
કમલા હૅરિસ તથા ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ વર્ષનાં હતાં, ત્યારે ઉપરોક્ત તસવીર લેવામાં આવી હતી. એ સમયે તેઓ જાણતાં પણ ન હતાં કે વ્હાઇટ હાઉસ શું હોય છે.
કમલા હૅરિસ ડેમૉક્રેટિક પાર્ટીનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર છે. તેમણે પ્રારંભિક અમુક વર્ષ કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં વીતાવ્યાં હતાં.
બીજી બાજુ, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ઉછેર ન્યૂ યૉર્કના ક્વિન્સ નગરમાં થયો હતો.
હૅરિસ અને તેમનાં બહેન માયાનું પાલનપોષણ તેમનાં ભારતીય માતા શ્યામલા ગોપાલન હૅરિસે કર્યું. શ્યામલા કૅન્સર રિસર્ચર તથા સામાજિક કાર્યકર્તા હતાં.
ટ્રમ્પે 13 વર્ષની ઉંમરે ન્યૂ યૉર્ક મિલિટરી અકાદમીમાં પ્રવેશ લીધો. હૅરિસે કૅનેડામાં મૉન્ટ્રિયલસ્થિત હાઈસ્કૂલમાં પાંચ વર્ષ અભ્યાસ કર્યો.
કમલાનાં માતાએ મૅકગિલ યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું, એ પછી તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.
ટ્રમ્પના કહેવા પ્રમાણે, તેમણે વર્ષ 1959માં અકાદમીમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં તેમણે મિલિટરી તાલીમ મેળવી તથા નેતૃત્વ કૌશલ્ય વિકસ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી હાડકાંમાં ઈજા અને શૈક્ષણિક કારણોસર ટ્રમ્પને બહાર કરી દેવાયા અને તેઓ વિયેતનામ યુદ્ધમાં ભાગ ન લઈ શક્યા.
હૅરિસે તેમનાં માતા પાસેથી નાની ઉંમરે નાગરિક અધિકાર આંદોલનના મહત્ત્વ વિશે પાઠ શીખ્યા. વર્ષ 2004માં વૉશિંગ્ટનમાં યોજાયેલી વાર્ષિક માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર ફ્રીડમ માર્ચમાં ભાગ લીધો હતો.
ટ્રમ્પે પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન સ્કૂલમાંથી ડિગ્રી મેળવી અને પારિવારિક વ્યવસાય સંભાળ્યો. પિતાએ તેમને પોતાના ધંધા-વ્યવસાયની કમાન સોંપી.
હૅરિસ કૅલિફોર્નિયા પરત ફર્યાંં. અહીં તેઓ રાજ્યની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ઝડપભેર ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી ગયાં.
હૅરિસ ત્યાંના ઍટર્ની જનરલ બન્યાં. હૅરિસે વર્ષ 2016માં અમેરિકાની સેનેટની ચૂંટણી લડી અને જીતી.
હૅરિસે જ્યારે કૉંગ્રેસમાં પગ મૂક્યો, ત્યારે ટ્રમ્પે પહેલી વખત વ્હાઇટ હાઉસમાં ડગ માંડ્યા. ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનાં પત્ની અને ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને માત આપીને દુનિયાને ચોંકાવી દીધી.
ત્રણ વર્ષ બાદ હૅરિસે રાષ્ટ્રપતિપદ માટે અભિયાન ચલાવ્યું, જે ધીમું હતું, પરંતુ ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને તેમને સહ-ઉમેદવાર બનાવ્યાં.
જો બાઇડન અને કમલા હૅરિસે ટ્રમ્પ તથા માઇક પેસને હરાવી દીધા.
બાઇડન-હૅરિસની જોડીના કાર્યકાળની શરૂઆતમાં અમેરિકામાં અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની. જેમ કે પોલીસ દ્વારા જ્યોર્જ ફ્લૉઇડ નામના અશ્વેત શખસની હત્યા. કોવિડ લૉકડાઉન, માસ્કની અનિવાર્યતા અને સામાજિક અશાંતિ.
હૅરિસને ઉપરાષ્ટ્રપતિ તરીકે ઓળખ ઊભી કરવામાં ખાસ્સી મુશ્કેલીઓ વેઠવી પડી. વર્ષ 2022માં અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ગર્ભપાતના બંધારણીય અધિકારને નાબૂદ કરી દીધો, ત્યારે હૅરિસને આગવી ઓળખ મળી.
રાષ્ટ્રપતિ બાઇડન પ્રૉ-ચૉઇસ આંદોલન માટે વ્હાઇટ-હાઉસનો ચહેરો બની ગયાં અને બાઇડન આ વાતથી ખુશ હતા.
ટ્રમ્પના ગર્ભપાત સંબંધિત નિર્ણયને લીધે સુપ્રીમ કોર્ટ વધુ રૂઢિવાદી બની હતી.
હૅરિસનાં લગ્ન ડગ એમહૉફ સાથે થયાં છે. જે તેમના માટે નિયમિત પ્રચાર કરે છે. હૅરિસ એમહૉફનાં પહેલા પત્નીથી થયેલાં સંતાનો કૉલ અને એલાનાં સાવકા માતા છે.
ટ્રમ્પના પરિવારના સભ્યોએ તેમના રાજનૈતિક જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ 2024ના ચૂંટણી અભિયાનમાં ટ્રમ્પનાં પત્ની મેલાનિયા ટ્રમ્પે બહુ ભાગ નથી લીધો.
ટ્રમ્પને પહેલાં પત્ની ઇવાનાથી ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા તથા ઍરિક એમ ત્રણ સંતાન છે. તેમનાં બીજા પત્ની માર્લા મૅપન્સે ટિફની નામનાં દીકરીને જન્મ આપ્યો હતો.
વર્ષ 2005માં ટ્રમ્પે મેલાનિયા સાથે લગ્ન કર્યું. આ તેમનાં ત્રીજા લગ્ન હતાં. આ લગ્ન સંબંધથી ટ્રમ્પને બૅરન નામનો દીકરો છે.
હૅરિસ વર્ષ 2024ના રાષ્ટ્રપતિપદના ચૂંટણીજંગમાં મોડે-મોડેથી ઉતર્યાંં છે. તેઓ ગોરા ન હોય તેવા રાષ્ટ્રપતિપદનાં પ્રથમ એશિયન-અમેરિકન મહિલા ઉમેદવાર છે. તેમણે શિકાગોના ઇલિનોઇસ ખાતે ડેમૉક્રેટિક નૅશન કન્વૅન્શનમાં ભાષણ આપ્યું.
આ પહેલાં તેમની પાર્ટીએ જો બાઇડનને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ ટ્રમ્પ સાથેની પહેલી ટેલિવિઝન ચર્ચા બાદ સ્પર્ધામાંથી ખસી જવા માટે તેમના ઉપર દબાણ ઊભું થયું હતું.
બીજી બાજુ, રિપબ્લિકન પાર્ટીએ સતત ત્રીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પને ઉમેદવાર તરીકે ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે.
ટ્રમ્પે વિસ્કૉન્સિનના મિલ્વૉકી ખાતે રિપબ્લિકન નૅશનલ કન્વૅન્શનમાં ભાષણ આપ્યું, ત્યારે તેમના કાન ઉપર પટ્ટી બાંધેલી હતી. તેમની હત્યાનો પ્રયાસ થયો હતો, જેમાં તેમનો બચાવ થયો હતો.
ટ્રમ્પે પોતાની પાર્ટી તરફથી ત્રીજી વખત રાષ્ટ્રપતિપદ માટે ટિકિટ મેળવવાનું ગૌરવ હાંસલ કર્યું.
હૅરિસે 2024ની ચૂંટણીમાં પાછળથી પ્રવેશવું પડ્યું. તેમણે પહેલાં અશ્વેત અને એશિયાઇ-અમેરિકન મહિલા તરીકે રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનીને ઇતિહાસ રચ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન