શું કોરોના વૅક્સિન લઈ ચૂકેલા લોકો વાઇરસના આ નવા વૅરિયન્ટ JN.1થી સુરક્ષિત છે કે પછી બીજી રસી લેવી પડશે?

JN.1 વેરિયન્ટમાં કોવૅક્સિન કે કોવિડશિલ્ડથી ફાયદો થાય, બે ડોઝ બૂસ્ટર ડોઝ, બીબીસી ગુજરાતી સાથે સમજો સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી સંવાદદાતા

આખા દેશમાં એક વખત ફરી કોરોના વાઇરસના સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જારી કરેલા આંકડા પ્રમાણે, સોમવાર સુધીમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ચાર હજાર નજીક પહોંચી ગઈ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈ.સી.એમ.આર.)ના નિદેશક ડૉક્ટર રાજીવ બહલે આ સપ્તાહે કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ મળી આવ્યા છે.

દેશમાં કોરોનાની ત્રણ લહેરો પહેલાં પણ આવી ચૂકી છે. આ દરમિયાન બીમારીની ગંભીરતા એટલી વધારે હતી કે મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સરકારે વ્યાપક પ્રમાણમાં રસીકરણનું અભિયાન ચલાવ્યું અને દેશમાં વસતા કરોડો લોકોને વૅક્સિન આપવામાં આવી.

સવાલ હવે એ ઉઠી રહ્યા છે કે શું 2022 સુધી લગાવવામાં આવેલી કોવિડની વૅક્સિન શું કોરોનાના આ નવા વૅરિયન્ટ સામે કારગર નીવડશે? શું નવા વૅરિયન્ટને કારણે કોરોનાની નવી લહેર આવવાની સંભાવના છે?

આ વિશે આપણે જાણીશું પરંતુ તે પહેલાં એ જાણવું યોગ્ય રહેશે કે આખરે કોરોનાનો આ નવો વૅરિયન્ટ કેવો છે અને તેનાં લક્ષણો કયાં છે?

કોરોનાનો નવો JN.1 વૅરિયન્ટ શું છે?

JN.1 વેરિયન્ટમાં કોવૅક્સિન કે કોવિડશિલ્ડથી ફાયદો થાય, બે ડોઝ બૂસ્ટર ડોઝ, બીબીસી ગુજરાતી સાથે સમજો સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજ્ઞાનીઓનું માનવું છે કે JN.1 પ્રકારનો વૅરિયન્ટ બહુ ખતરનાક નથી

હાલ સિંગાપોર અને હૉંગકૉંગમાં પણ કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે.

ઇકૉનૉમિક ટાઇમ્સે જણાવ્યું છે કે સિંગાપુરમાં અત્યારસુધી જે નમૂનાઓના જીનોમ ઇન્ડેક્સિંગ કરવામાં આવ્યાં છે તેમાં વધારે JN.1 વૅરિયન્ટ જ મળી આવ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ આ એ JN.1 વૅરિયન્ટ નવો નથી. આ ઓમિક્રૉનના એક સબ-વૅરિયન્ટ છે જે કેટલાંક વર્ષોમાં શોધવામાં આવ્યો છે.

દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (ઍમ્સ)માં સામુદાયિક ચિકિત્સા વિભાગના પ્રોફેસર ડૉ. સંજય રાય કોવૅક્સિન (કોવિડ વૅક્સિન)નાં તમામ ત્રણ ચરણોમાં પ્રમુખ સંશોધનકર્તા હતા.

બીબીસી સંવાદદાતા ચંદર જજવાડેએ તેમને કોવિડ-19ના JN.1 વૅરિયન્ટ મામલે પૂછ્યું હતું.

ડૉ. સંજય રાયે કહ્યું, "JN.1 કોરોનાના ઓમિક્રૉન વાઇરસનો એક સબ-વૅરિયન્ટ છે. તેની શોધ થયે એક વર્ષ ઉપર થઈ ગયું છે. આ કોઈ નવો વાઇરસ નથી. આ ગંભીર થઈ શકે કે નહીં તેના વિશે કોઈ જાણકારી નથી."

ડૉ. સંજય રાયે કહ્યું, "JN.1 વૅરિયન્ટથી ડરવાની જરૂર નથી. જે હાલ ખબર છે તે પ્રમાણે તે સામાન્ય શરદી-તાવ જેવી બીમારી પેદા કરી શકે તેવો જ છેં અથવા તેના કરતાં પણ ઓછી બીમારી પેદા કરી શકે તેવો છે."

જોકે, તે શું ખતરનાક વૅરિયન્ટ બની શકે છે? અમે આ મામલે અન્ય વિશેષજ્ઞોની સલાહ પણ લીધી.

નાગપુર સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અવિનાશ ગોવંડે કોરોના મહામારી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર તરફથી ગઠિત ટાસ્ક ફોર્સના સભ્ય હતા.

ડૉ. ગોવંડે કહે છે, "આ વૅરિયન્ટ ઓમિક્રૉનથી પણ નબળો છે. જોકે તે ઝડપથી ફેલાય છે. જો કોઈ વ્યક્તિ તેનાથી સંક્રમિત થાય છે તો તે ઝડપથી તેનું સંક્રમણ ફેલાવી શકે છે. આવી સ્થિતિ એટલી ગંભીર નથી. તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી."

તેમણે એમ પણ કહ્યું કે નાનાં બાળકો, વૃદ્ધો અને પહેલાંથી જ સ્વાસ્થ્ય બીમારીથી ઝઝુમતા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

તેઓ કહે છે કે લોગો કોરોનાના આ વૅરિયન્ટથી સંક્રમિત છે તેમણે અન્ય લોકો સાથે અંતર જાળવવું જોઈએ. તેમણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તેમના થકી અન્ય કોઈને સંક્રમણ ન ફેલાય.

પહેલાંનું વૅક્સિનેશન કારગર સાબિત થશે?

JN.1 વેરિયન્ટમાં કોવૅક્સિન કે કોવિડશિલ્ડથી ફાયદો થાય, બે ડોઝ બૂસ્ટર ડોઝ, બીબીસી ગુજરાતી સાથે સમજો સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના સમયે ભારતીય નાગરિકોને કોવિડશિલ્ડ તથા કોવૅક્સિન નામની રસીઓ મુખ્યત્વે આપવામાં આવી હતી, જ્યારે અમુકને સ્પુતનિક અપાઈ હતી

કેટલાંક વર્ષો પહેલાં કોરોના વાઇરસે આખી દુનિયાના લોકોને મુશ્કેલીમાં નાખી દીધા હતા. તે સમયે ભારતમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

લોકોને સૌથી વધુ કોવૅક્સિન અને કોવિશીલ્ડ વૅક્સિન લગાવવામાં આવી હતી. કેટલાક લોકોએ રશિયાની સ્પુતનિક વૅક્સિન પણ લીધી હતી.

પરંતુ બે-ત્રણ વર્ષ પહેલાં લીધેલી આ વૅક્સિન શું હજુ પણ આ નવા વૅરિયન્ટ સામે કારગર સાબિત થશે?

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ ડૉ. અવિનાશ ભોંડવેએ કહ્યું કે જે લોકોએ વૅક્સિનના બે ડોઝ સાથે બૂસ્ટર ડોઝ લીધો છે તેને જરૂરથી ફાયદો થશે.

ડૉ. અવિનાશ ભોંડવેએ કહ્યું, "આ રસી પહેલા કોવિડ વાઇરસ સામે બનાવવામાં આવી હતી. જે મૂળ વાઇરસ સામે પૂર્ણત: અસરદાર નહોતી."

ડૉક્ટર કહે છે કે એવું નથી કે વૅક્સિન લગાવ્યા બાદ તમને કોરોના સંક્રમણ નહીં થાય, પરંતુ સંક્રમિત થવા પર લક્ષણો સામાન્ય થઈ શકે છે.

જોકે, જે લોકોએ રસીના બે ડોઝની સાથે બૂસ્ટર ડોઝ લીધો છે તેમનામાં લાંબા સમય સુધી ઇમ્યૂનિટી જળવાયેલી રહી શકે છે, પરંતુ જેમણે માત્ર બે ડોઝ લીધા હોય તેમની ઇમ્યૂનિટી ઓછી હોય શકે છે.

JN.1 વેરિયન્ટમાં કોવૅક્સિન કે કોવિડશિલ્ડથી ફાયદો થાય, બે ડોઝ બૂસ્ટર ડોઝ, બીબીસી ગુજરાતી સાથે સમજો સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. અવિનાશ ભોંડવેનું કહેવું છે કે પહેલાંની વૅક્સિન હાલના નવા વૅરિયન્ટ પર કામ નહીં કરે.

તેમના મત પ્રમાણે, "કોરોના સામે દર વર્ષે રસી લગાવવી ફાયદાકારક રહેશે. તેના માટે દર વર્ષે રસી ડેવલપ કરવી પડશે. કારણકે નવા વૅરિયન્ટ પર જૂની રસી કામ નહી આપે."

તેમણે કહ્યું, "જે પ્રકારે એક વર્ષ પહેલાં આપેલી ફ્લૂની રસી પછીના વર્ષમાં કારગર નથી નીવડતી અને નવી રસી જ ડેવલપ કરવી પડે છે. જો તે જ પ્રકારે કોરોના પર કાબૂ કરવો હશે તો નવી રસી ડેવલપ કરવી પડશે."

જોકે તેમણે એમ પણ કહ્યું કે "જો કેટલાક લોકોમાં જૂની રસીથી ઇમ્યૂનિટી આવી ગઈ હોય, તો તેને કારણે હાલના નવા વૅરિયન્ટ સામે લડવાની મદદ મળશે."

અવિનાશ ભાંડવેનું કહેવું છે કે રિસર્ચ મોંઘી હોવાને કારણે નવી રસી બનાવવી સંભવ નથી.

ડૉક્ટરો પ્રમાણે ફ્લૂ વાઇરસ સતત મ્યૂટેટ થાય છે. તેથી દર વર્ષે તેની નવી રસી આવે છે.

અવિનાશ ભાંડવેએ કહ્યું, "કોરોનાના નવા વૅરિયન્ટ આવતા જ રહેશે. તેથી દરેક વખતે નવી રસી બનાવવી શક્ય નથી, કારણકે રિસર્ચમાં ઘણો ખર્ચ થાય છે."

ડૉક્ટર કહે છે કે આ યોગ્ય છે કે દર વર્ષે જ્યારે વાઇરસનો નવો વૅરિયન્ટ સામે આવે છે તો તેના માટે નવી રસી બનાવવામાં આવે.

શું કોઈ નવી લહેર પેદા થઈ શકે?

JN.1 વેરિયન્ટમાં કોવૅક્સિન કે કોવિડશિલ્ડથી ફાયદો થાય, બે ડોઝ બૂસ્ટર ડોઝ, બીબીસી ગુજરાતી સાથે સમજો સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોનાનો નવો વૅરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે શું કોરોનાની નવી લહેર આવી શકે છે?

ડૉ. અવિનાશ ગાવંડે કહે છે કે નવી લહેરની આશંકા ઓછી છે. તેની પાછળનાં તેઓ ત્રણ કારણો ગણાવે છે.

પહેલું, આપણા દેશમાં મોટી સંખ્યામાં લોકોએ રસી મૂકાવી છે. તેથી કેટલાક લોકો પાસે આ વૅરિયન્ટ સામે લડવાની ઇમ્યૂનિટી તો છે જ.

બીજું, જો કે વૅરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેની ગંભીરતા ઓછી છે. ભલે ઘણા લોકોને ચેપ લાગે, પરંતુ તે જલ્દી ઠીક પણ થઈ જશે. તેથી તેમના મત પ્રમાણે, પહેલાં જેવી પરિસ્થિતિ નહીં સર્જાય.

ત્રીજું, જો કોઈ વ્યક્તિ આ વૅરિયન્ટથી સંક્રમિત થાય છે તો તેને ખબર પણ નથી પડતી તો તેની ગંભીરતા ઓછી છે.

JN.1 વેરિયન્ટમાં કોવૅક્સિન કે કોવિડશિલ્ડથી ફાયદો થાય, બે ડોઝ બૂસ્ટર ડોઝ, બીબીસી ગુજરાતી સાથે સમજો સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, વૃદ્ધો અને બાળકોએ કોરોના સામે વિશેષ કાળજી રાખવાની જરૂર છે.

જોકે, આ વૅરિયન્ટથી સંક્રમિત થનારા વ્યક્તિના શરીરમાં આ વૅરિયન્ટથી લડનારી ઇમ્યૂનિટી વિકસીત થઈ શકે છે.

ડૉ. અવિનાશ જણાવે છે, "નવો વૅરિયન્ટ JN.1 ઓમિક્રૉનનો એક સબ-વૅરિયન્ટ છે. જોકે તેનાં લક્ષણો હલકાં છે. આ ગંભીર નથી. તેથી હૉસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે."

તેમના મત પ્રમાણે, "પરંતુ આ વૅરિયન્ટના દર્દીઓની સંખ્યા વધે તો પણ વધારે દર્દીઓને હૉસ્પિટલમાં ભરતી કરાવવાની જરૂર નહીં પડે, કારણકે તેનાં લક્ષણો સામાન્ય છે. મૃત્યુનો દર પણ ઓછો છે. તેથી એવું નહીં કહી શકાય કે કોરોનાની કોઈ નવી લહેર આવશે, પરંતુ જે લોકો પહેલાંથી જ મોટી બીમારીથી ઝઝુમી રહ્યા હોય તેમને ચિંતા કરવાની જરૂર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન