92 વર્ષનાં માતાએ 72 વર્ષના દીકરાને ગોળી મારી

એના ને બ્લેસિંગ

ઇમેજ સ્રોત, MARICOPA COUNTY SHERIFF'S OFFICE

ઇમેજ કૅપ્શન, એના ને બ્લેસિંગ પર હત્યા અને અપહરણના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

અમેરિકામાં એક 92 વર્ષનાં માતાએ પોતાનાં 72 વર્ષનાં દીકરાની ગોળી મારી હત્યા કરી નાખી.

પોલીસના જણાવ્યા અનુસાર દીકરો એમને વૃધ્ધાશ્રમ મોકલવા માંગતો હતો અને માતાને પુત્રની આ વાત ના ગમતાં એમણે ગુસ્સામાં દીકરાને ગોળી મારી દીધી.

આ ઘટના અમેરિકાના મેરીકોપા કાઉન્ટીના ફાઉંટેન શહેરમાં બીજી જુલાઈના રોજ બની હતી.

આ દુર્ઘટના બાદ એના મે બ્લેસિંગે કહ્યું, “તેં મારી જિંદગી છીનવી લીધી હું તારી છીનવી રહી છું.”

એના, પોતાનાં દીકરા અને એની ગર્લ ફ્રેંડ સાથે રહેતાં હતાં. તેમણે પોલીસને જણાવ્યું કે તે હત્યા કર્યા બાદ પોતાને પણ ખતમ કરી દેવા માંગતાં હતાં.

બ્લેસિંગનાં દીકરા કે જેનું હાલમાં નામ સામે આવ્યું નથી તેમની ઇચ્છા હતી કે બ્લેસિંગ ઘર છોડી વૃધ્ધાશ્રમ જતાં રહે, 'કારણ કે હવે તેમની સાથે રહેવાનું અઘરું બની ગયું હતું.'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, facebook

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પોલીસે જણાવ્યું કે માતા બ્લેસિંગ , દીકરાનાં ઓરડામાં દાખલ થયાં. તેમના ખિસ્સામાં પિસ્તોલની બે ગોળીઓ હતી.

વાદ-વિવાદ દરમિયાન એના મે બ્લેસિંગે 1970માં ખરીદેલી પોતાની પિસ્તોલ કાઢી અને બે ગોળી પુત્ર પર છોડી.

પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે એમનો દીકરો મૃત્યુ પામ્યો હતો, ગોળી એમના ગળા અને જડબામાં વાગી હતી.

શું તમે આ વાંચ્યું?

પુત્રને માર્યા બાદ બ્લેસિંગે એમની 57 વર્ષની ગર્લ ફ્રેંડ સામે પિસ્તોલ તાકી, પણ તે બચવામાં સફળ રહ્યાં હતાં.

બન્ને વચ્ચે ઝપાઝપી થતાં પિસ્તોલ એક ખૂણામાં જઈને પડી.

ત્યાર બાદ બ્લેસિંગે પોતાની બીજી પિસ્તોલ કાઢી, જેના વિશે તેમણે પોલીસને જણાવ્યું હતું કે એ પિસ્તોલ તેમને તેમના પતિએ 1970 માં આપી હતી.

પુત્રની ગર્લ ફ્રેંડ પોતાની જાતને બચાવવામાં સફળ પુરવાર થઈ હતી તે ત્યાંથી ભાગી નીકળ્યાં અને પોલીસને ફોન પર બધી હકીકત જણાવી.

પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે બ્લેસિંગ પોતાનાં ઓરડામાં ખુરશી પર બેઠાં હતાં.

એમણે પોલીસને જણાવ્યું કે એમને આ અપરાધ માટે મૃત્યુની સજા મળવી જોઈએ.

એમના પર હત્યા અને અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે, જામીન મેળવવા માટે અદાલતે પાંચ લાખ ડૉલરની રકમ નક્કી કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો