આ દેશની નવી જેલમાં ટૅટૂવાળા સેંકડો કેદીઓને કેમ પૂરવામાં આવ્યા છે?

અલ સાલ્વાડોરમાં બે હજારથી વધુ શકમંદ ગૅંગસ્ટર્સને એક નવી જેલમાં મોકલવામાં આવ્યા છે. જેને રાષ્ટ્રપતિ નાયિબ બુકેલેએ ગુનાખોરી વિરુદ્ધ જાહેર કરેલા સ્વઘોષિત યુદ્ધ તરીકે ગણવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ દેશમાં વધી રહેલી હત્યા અને હિંસાને ધ્યાનમાં રાખીને કટોકટી લાદી દીધી છે. જે અંતર્ગત ગુનેગારોની ધરપકડ ચાલુ છે.

રાષ્ટ્રપતિ બુકેલેએ ટ્વીટ કર્યું કે અગાઉ બે હજાર લોકોને એખ સિંગલ ઑપરેશનમાં અમેરિકન મહાદ્વીપની સૌથી મોટી જેલ 'સેન્ટર ફૉર ધ કન્ફાઇન્મેન્ટ ઑફ ટેરિરિઝમ'માં મોકલવામાં આવ્યા છે.

તેમણે લખ્યું, "આ તેમનું નવું ઘર હશે જ્યાં તેઓ દાયકાઓ સુધી રહેશે અને સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી પહોંચાડી શકશે નહીં."

માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે આ નીતિમાં નિર્દોષ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો