આ દેશની નવી જેલમાં ટૅટૂવાળા સેંકડો કેદીઓને કેમ પૂરવામાં આવ્યા છે?

અલ સાલ્વાડોર જેલ

ઇમેજ સ્રોત, Reuters

અલ સાલ્વાડોરમાં બે હજારથી વધુ શકમંદ ગૅંગસ્ટર્સને એક નવી જેલમાં મોકલવામાં આવ્યા છે. જેને રાષ્ટ્રપતિ નાયિબ બુકેલેએ ગુનાખોરી વિરુદ્ધ જાહેર કરેલા સ્વઘોષિત યુદ્ધ તરીકે ગણવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ દેશમાં વધી રહેલી હત્યા અને હિંસાને ધ્યાનમાં રાખીને કટોકટી લાદી દીધી છે. જે અંતર્ગત ગુનેગારોની ધરપકડ ચાલુ છે.

રાષ્ટ્રપતિ બુકેલેએ ટ્વીટ કર્યું કે અગાઉ બે હજાર લોકોને એખ સિંગલ ઑપરેશનમાં અમેરિકન મહાદ્વીપની સૌથી મોટી જેલ 'સેન્ટર ફૉર ધ કન્ફાઇન્મેન્ટ ઑફ ટેરિરિઝમ'માં મોકલવામાં આવ્યા છે.

તેમણે લખ્યું, "આ તેમનું નવું ઘર હશે જ્યાં તેઓ દાયકાઓ સુધી રહેશે અને સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી પહોંચાડી શકશે નહીં."

માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે આ નીતિમાં નિર્દોષ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

લાઇન
અલ સાલ્વાડોર જેલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આ નવી જેલમાં 40 હજારથી વધુ કેદીઓ રહેશે. શકમંદોની ધરપકડ બાદ ઘણી તસવીરો સામે આવી. જેમાં મોટા ભાગના લોકોના શરૂર ટૅટૂથી ભરચક હતા અને તેમને ખુલ્લા પગે જેલમાં લાવવામાં આવી રહ્યા હતા.
લાઇન
અલ સાલ્વાડોર જેલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મુંડન કરાયેલા કેદીઓ એકબીજાની પાછળ લાઇન લગાવીને બેસેલા જોવા મળે છે.
લાઇન
અલ સાલ્વાડોર જેલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સરકારના ગુનાખોરી સામેના આ અભિયાનમાં અત્યાર સુધી 64 હજારથી વધુ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.
લાઇન
અલ સાલ્વાડોર જેલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કેદીઓને જેલમાં લઈ જતા પહેલાં મુંડન કરવામાં આવ્યું હતું
લાઇન
અલ સાલ્વાડોર જેલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મોટાભાગના કેદીઓ સમગ્ર શરીર પર ટૅટૂ ધરાવતા હતા.
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન