ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી ગંભીરતાથી લેવાની જરૂર કેમ છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ સદીના અંત સુધીમાં દુનિયાનો ત્રણ ચતુર્થાંશ ભાગ પ્રચંડ ગરમીની ઝપેટમાં આવી જશે. પરંતુ હજુ તો આપણે હીટવેવથી બચી શકીએ એવાં શહેરો બનાવવાનાં પ્રયાસોમાં જ છીએ.

લોસ ઍન્જલસની સાન ફેરનાન્ડો વૅલીમાં રહેતાં જેનિફરનું મોટા ભાગનું જીવન રસ્તા પર જ વીત્યું છે. છેલ્લા છ મહિનાથી તેઓ એક દુકાનની બહાર જ રહે છે.

જ્યારે ગરમી અનહદ વધી જાય છે ત્યારે તેઓ પાર્કિંગમાં ગોઠવેલા તેમના ટેન્ટમાં જતાં રહે છે. તેઓ બૅટરીની મદદથી ટેન્ટમાં પંખો ચલાવે છે.

કાળઝાળ ગરમીમાં પણ વૉકર ઠંડા મગજે વિચારે છે કે આગામી સમયમાં વાતાવરણ કેવું રૂપ ધારણ કરશે?

એક વાત તો સ્પષ્ટ છે કે માણસોના કારણે થઈ રહેલા જળવાયુ પરિવર્તનને લીધે હીટવેવનો ખતરો ખૂબ વધી રહ્યો છે.

આની સીધી અસર વૉકરની જેમ રસ્તા પર રહેતા લોકોને વધુ થઈ રહી છે.

હાલમાં વિશ્વમાં 30 ટકા લોકો એવા છે જેઓ એક વર્ષમાં 20 વખત જીવલેણ હીટવેવના સંપર્કમાં આવે છે.

2100ની સાલ સુધીમાં તો આ ટકાવારી વધીને 74ને આસપાસ પહોંચી જવાની સંભાવના છે.

આ બધાની વચ્ચે સારા સમાચાર એ છે કે આ હીટવેવથી બચવા માટે ઘણા સરળ રસ્તાઓ પણ ઉપલબ્ધ છે.

વાતાવરણ સંબંધી જો સૌથી મોટી કોઈ આફત હોય તો એ ગરમી છે. કારણ કે ગરમી ધીમા ઝેર સમાન છે. તે ધીમેધીમે તબાહી લાવે છે. તેની અસરો કદાચ નરી આંખે જોઈ પણ ના શકાય.

line

અમદાવાદનું અવેરનેસ મૉડલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વમાં ઘણી જગ્યાએ ગરમીને ખતરો નહીં બલકે શુકન ગણવામાં આવે છે.

જાપાનમાં તો શહેરો વચ્ચે 'સૌથી ગરમ શહેર' કયું એ સંદર્ભે મુકાબલાઓ છે. આ સૂત્ર પર્યટકોને આકર્ષવા જરૂર રસપ્રદ સાબિત થઈ શકે છે.

જાપાનમાં વર્ષ 2018માં એક હજાર લોકો હીટવેવને લીધે મૃત્યુ પામ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા પ્રચંડ ગરમી સંદર્ભે આપવામાં આવતી ચેતવણી લોકો માટે કારગર નીવડી શકે છે.

અમદાવાદમાં પહેલાં હીટવેવની ચેતવણી વોટ્સઍપ મારફતે મોકલાતી હતી. આ પગલાને હીટવેવ મુદ્દે લોકોને સભાન કરવાના રૂપે પણ જોવાય છે.

બીજું ઉદાહરણ લઈએ તો જેવી રીતે વાવાઝોડાને નામ અપાય છે એવી રીતે જ ફ્લોરીડામાં હીટવેવને નામ આપવા 'હીટ ઑફિસ'રની નિમણૂક કરાઈ છે.

આ મુસીબતમાં ટેકનૉલૉજી પણ મદદરૂપ થઈ શકે છે.

નૉર્થ કેરોલિના ઇન્સ્ટિટ્યૂટના ક્લાઇમેટ સ્ટડિઝ વિભાગમાં કામ કરતાં વૈજ્ઞાનિક જેનિફર રંકલ મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે.

તેમણે શોધ્યું કે શરીરની ગરમીને માપી શકે અને ગરમીથી શરીરને થતાં નુકસાનને બતાવી શકે તેવાં ઉપકરણોનો ઉદ્યોગ વધી રહ્યો છે.

તેમણે કહ્યું, "અમે હીટવેવ સંદર્ભે આ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવા માગીએ છીએ."

તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું, "ઇલેક્ટ્રૉનિક હેલ્થ રેકૉર્ડમાં આ ડેટાને જોડીને અમે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને કહી શકીએ કે તમે દર્દીઓની રેગ્યુલર વિઝિટ દરમિયાન આ ડેટાને પણ ચકાસો."

બીજું કે મૅસેજ મોકલવા પણ જરૂરી છે. જો સતત એક જ પ્રકારના મૅસેજ, કન્ફ્યૂઝ કરતા કલર કોડ મોકલવામાં આવે તો લોકો તે જોવાનું ટાળશે અને જોઇતું પરિણામ નહીં મળે.

પલ્બિક હેલ્થ ઇંગ્લૅન્ડ કન્સલ્ટન્ટ એમર ઓકોનેલ કહે છે કે સાચો પડકાર વૉનિંગ સિસ્ટમમાં નહીં પરંતુ લોકોનું વર્તન છે.

એટલા માટે જ વૃદ્ધ અને ઓછું ભણેલા લોકોને હીટવેવ અંગેની ચેતવણી ઓછી મળશે.

line

વૃદ્ધોને વધુ ખતરો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હીટ સ્ટ્રેસનો સૌથી વધુ ખતરો વૃદ્ધોને રહે છે. પરંતુ તેઓ એવું માનવા તૈયાર નથી કે તેઓ ખતરામાં છે.

યુકેમાં 75 વર્ષથી વધુના લોકો પ્રચંડ હીટના ખતરામાં રહે છે. પરંતુ તેઓ આ અંગે કોઈ કાળજી નથી લેતા.

65 વર્ષથી વધુની ઉંમરના લોકોને લઈને એક ફ્રેન્ચ સરવે કરાયો હતો. આ સરવેના અભ્યાસમાં એવું માલૂમ પડ્યું કે સરવેમાં સામેલ માત્ર ચાર ટકા લોકો જ પોતાની જાતને હીટવેવ દરમિયાન ખતરામાં હોય તેવું માને છે.

આવું થવાનાં અમુક કારણો પણ છે. જેમકે વૃદ્ધાવસ્થામાં અમુક પ્રકારની દવાઓ અને સ્વાસ્થ્યને લગતી તકલીફોને લીધે શરીરના તાપમાનનો સાચો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે.

હીટ સ્ટ્રોકનાં લક્ષણોની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે મૂંઝારો, ખેંચ અને થાક છે. આ લક્ષણો કોવિડ સિવાયની અન્ય બીમારીઓનાં લક્ષણો જેવાં જ છે.

હીટ રિસ્કને નકારવું એ કોઈ વ્યક્તિગત મુદ્દો નથી. અમુક જગ્યાએ નીતિ ઘડનારાઓ પણ આ મુદ્દે પક્ષપાતી વલણ ધરાવે છે.

જાપાન એક એવો દેશ છે જે આપાતકાલીન સ્થિતિઓ માટે સજ્જ રહે છે. ત્યાં તો નેશનલ ડિઝાસ્ટર પ્રિવેન્શન ડે પણ ઉજવાય છે. આ સિવાય ત્યાં ઘણી સંસ્થાઓમાં સમાયાંતરે ડિઝાસ્ટર ડ્રિલ્સ પણ થતી રહે છે.

આમ છતાં ત્યાંના ડિઝાસ્ટર પ્રિવેન્શન પ્રોગ્રામમાં પ્રચંડ ગરમીના વિષયને કોઈ સ્થાન નથી.

line

શહેરોને લીલાછમ બનાવવાં

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સતત વધી રહેલા તાપમાનને રોકવા માટે શહેરોને લીલાછમ બનાવવાં આવશ્યક છે.

યુરોપિયન ઍન્વાયરન્મેન્ટ એજન્સીમાં પર્યાવરણ અને સ્વાસ્થ્યનિષ્ણાત તરીકે કામ કરતાં ગેરાર્ડો સાંચેઝ માર્ટિન્ઝ કહે છે કે ગરમીથી લડવા લીલાછમ શહેરો ઉપયોગી બની શકે છે.

તેઓ એવું પણ કહે છે કે માત્ર વૃક્ષારોપણ રામબાણ ઇલાજ ના હોઈ શકે. આમ છતાં શહેરોમાં અમુક વૃક્ષારોપણના કાર્યક્રમો પરિણામ સુધી પહોંચ્યા નથી.

અમેરિકાના બાલ્ટિમોર શહેરે પ્રચંડ હીટ પર કરેલા એક અભ્યાસ અનુસાર વૃક્ષોના વ્યાપમાં 10 ટકાના વધારાથી પણ વર્ષે 83 મૃત્યુ ટાળી શકાય છે.

લોસ ઍન્જલસ અર્બન કૂલિંગ કૉલાબોરેટિવના ઉચ્ચ પર્યાવરણ સંશોધક ઍડિથ ડે ગુઝમન અનુસાર, "આપણે કઈ જગ્યાએ શું વાવીએ છીએ એ અંગે આપણે બધાએ સમજ હોવી જોઈએ."

તેમનું કહેવું છે કે ખોટી જગ્યાએ ખોટા વૃક્ષને વાવવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. નાની જગ્યાએ મોટા વૃક્ષો વાવવાથી દીવાલોને નુકસાન થઈ શકે છે.

શહેરો અને ઇમારતોની ડિઝાઇનમાં છાંયો અને હવાઉજાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવી જોઈએ.

જેવી રીતે પાકિસ્તાનના કરાચીમાં છે તેવાં ઘરોને ઠંડા રાખે અને લોકોને પોસાય તેવા મટિરિયલ્સનો ઉપયોગ વધારવો જોઈએ. ઉપરાંત ઠેરઠેર પાણી અને શૌચાલયની વ્યવસ્થા કરવી જોઈએ.

આ સિવાય અન્ય નાના-નાના આવિષ્કાર પણ ઉપયોગી સાબિત થઈએ શકે છે.

જેમ કે યુકેના કૅરિંગ હોમમાં ઉપરના માળે બારીની ફરતે જાળી લગાવવામાં આવે છે. એના બે ફાયદા છે. એક તો ત્યાંથી કોઈ નીચે પણ ના પડે અને બીજું કે એને ખોલી પણ શકાય.

યુનિવર્સિટી કૉલેજ સસ્ટેનેઇબલ બિલ્ડિંગ અને અર્બન ડિઝાઇનનાં રિસર્ચર ઍન્ના માવ્રોજીઆની કહે છે, "મને આ ડિઝાઇન ખૂબ રસપ્રદ લાગે છે. આપણે કેવી રીતે એક બારીને બનાવીએ કે જે સુરક્ષિત પણ હોય અને ગરમીઓમાં હવાઉજાસ પણ આપે."

ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં વિકલ્પો રહેલા છે. પરંતુ આ વિકલ્પો બધા માટે ઉપલબ્ધ પણ નથી હોતા.

ખરા અર્થમાં મોટા ભાગના લોકો યાંત્રિક ઠંડક તરફ ઢળેલા છે. ગ્રીન હાઉસ ગૅસ ઉત્સર્જનમાં ઍરકંડિશનિંગનો ફાળો વધુ છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની પોર્ટલૅન્ડ સ્ટેટ યુનિવર્સિટીના ક્લાઇમેટ ચેન્જના રિસર્ચર વિવેક શાનદાસ કહે છે કે એસીના ઉપયોગથી ગરમીને લગતાં મૃત્યુને ટૂંકાગાળા માટે જરૂર અટકાવી શકાય છે.

ડ્રાઇવરોના વર્તનમાં ફેરફારને લીધે પણ એસીના ઉપયોગની જરૂરિયાતને બદલી શકાય છે. જેમકે, છાંયામાં કારને પાર્ક કરવી, જે સમયે વધુ ગરમી પડતી હોય ત્યારે ડ્રાઇવિંગ ટાળવું, જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવો વગેરે.

ઍન્વાયરન્મેન્ટલ હેલ્થ સાયન્ટિસ્ટ નતાકી ઓસબર્ને જેલ્સ્ક તેમના એટલાન્ટ સમૂહનું ઉદાહરણ આપતાં કહે છે કે અમુક લોકો પાસે ઍરકંડિશનિંગનો વિકલ્પ નથી અને જેમની પાસે છે તેમને લાઇટ બિલની ચિંતા છે.

વિશ્વમાં 3.6 બિલિયન કૂલિંગ ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે. લોકોની જરૂરિયાતને સંતોષવા માટે આ આંકડો નાનો છે. વર્ષ 2050 સુધીમાં આ આંકડો 14 બિલિયન સુધી પહોંચી શકે છે.

મુશ્કેલી એ છે કે અમુક જગ્યાએ ઍરકંડિશનિંગની જરૂરિયાત હોય છે પરંતુ તેના લીધે ઓવર હિંટિંગની સમસ્યા પણ થાય છે.

એસી પરની વધી રહેલી નિર્ભરતા વીજળીની વહેંચણીમાં ખલેલ અને ગરમીને લીધે થતાં મૃત્યુઆંક માટે જવાબદાર ઠરી શકે છે. આવું જ કંઈક પાકિસ્તામાં 2015 અને 2018માં થયું હતું.

ઍન્વાયરન્મેન્ટલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનાં કૅમ્પેનર ફિઓન્નોલા વોલરેવેન્સ કહે છે કે જળવાયુ પરિવર્તનમાં કૂલિંગનો ફાળો બેગણો છે.

તેઓ કહે છે, "અમારી પાસે તમારી કૂલિંગ સિસ્ટમને ચલાવતી ઊર્જા છે. પરંતુ એક વાત જેની પર કોઈ ધ્યાન નથી દેતું એ છે કે કૂલિંગ ઉપકરણોમાં ગ્રીનહાઉસ ગૅસ HFDsનો ભરપૂર ઉપયોગ થાય છે."

"ઍરકંડિશનરના ઉપયોગ વખતે કે પછી અંતે આ ગૅસ લીક થતા હોય છે અને વાતાવરણ પર તેની અસર ખૂબ ગંભીર થાય છે."

HFCથી ચાલતાં ઉપકરણોની સામે સૌરઊર્જાથી ચાલતાં ઉપકરણોને વિકલ્પ તરીકે જોઈ શકાય છે. ઠંડક માટે તેમાં પાણીનો ઉપયોગ કરાય છે. જાપાનના ઊર્જાવૈજ્ઞાનિકોએ એવી ટેકનૉલૉજીની શોધ કરી છે કે જે ઍરકંડિશનિંગની ક્ષમતા વધારી શકે છે.

line

ગરમીથ બચવાના ઉપાય

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જેમની પાસે મર્યાદિત સંસાધનો અને શિક્ષણ છે તેમને હીટવેવની જાણકારી માટે સગાસંબંધીઓ પર નિર્ભર રહેવું છે પડે છે. એટલા માટે અમેરિકાનાં અમુક શહેરોમાં 'હીટ ઍમ્બેસૅડર'ની સુવિધા ઊભી કરાઈ છે.

ન્યૂયોર્કમાં જેમનાં ઘરોને અથવા લોકોને હીટવેવથી ખતરો છે તેમના પાડોશી 'બી અ બડી' પ્રોગ્રામ અંતર્ગત તેમની મદદ કરી શકે છે.

ફિનિક્સમાં સંશોધકો એવા સેન્સરની શોધ કરી રહ્યા છે જે ઘરની અંદરનું તાપમાન વધતાં જ પરિવારજનોને આ અંગે સૂચિત કરે.

કોવિડ-19 દરમિયાન જેવી રીતે વિશ્વનાં ઘણાં સંગઠનો મદદ માટે એક સાથે આવ્યાં હતાં એ રીતે હીટવેવના ખતરા માટે પણ સાથે આવી શકે છે.

ઉપરાંત જાપાન પાસેથી પણ એક બાબત શીખી શકાય કે જ્યારે વર્ષના સૌથી ગરમ દિવસો ચાલતા હોય ત્યારે મિત્રો અને પરિવારજનોને ગ્રિટિંગ કાર્ડ મોકલી તેમના ખબરઅંતર પૂછે છે.

આ કાર્ડમાં લખેલું હોય છે કે 'પ્રચંડ ગરમીઓના દિવસો ચાલી રહ્યા છે. આ દરમિયા તમે તમારો દિવસ કેવી રીતે ગાળો છો?'

આ એક એવો ઉપાય છે જેનાથી કોઈની ખબર પણ પૂછી શકાય છે અને ગરમીની ગંભીરતા વિશે ઇશારો પણ કરી શકાય છે.

પ્રચંડ હીટવેવની વચ્ચે એક સારા સમચાર એ પણ છે કે આ વર્ષે દરિયામાં થઈ રહેલા પરિવર્તન પર પણ ભાર મુકાશે.

માવ્રોજિઆન્ની કહે છે, "હું 15 વર્ષથી આ ક્ષેત્રે કામ કરું છું. મને લાગે છે કે ધારણા એ સચોટ ચાવી છે. લોકોની જાગૃતિ વધી રહી છે. મને આશા છે કે મોડું થઈ જાય એ પહેલાં યોગ્ય પગલાં લેવાશે."

(આ આર્ટિકલ સોશિયલ સાયન્સ રિસર્ચ કાઉન્સિલ અને જાપાન ફાઉન્ડેશન સેન્ટર ફૉર ગ્લોબલ પાર્ટનરશિપ અને એબે ફેલોશિપ ફૉર જર્નલિઝમના સહયોગથી તૈયાર કરાયો છે. )

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો