You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાઇલટ બેભાન થઈ જતા પેસેન્જરે વિમાનનું ઉતરાણ કેવી રીતે કર્યું?
વિમાનમાં પાઇલટ બેભાન થઈ ગયા બાદ વિમાન ઉડાવવાનો અનુભવ ન ધરાવતા એક મુસાફરે ફ્લોરિડામાં વિમાનનું સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું.
ફ્લાઇટ પરના ઓડિયોમાં પેસેન્જર ડેરેન હેરિસન એર ટ્રાફિક કંટ્રોલને કહેતા સંભળાય છે કે અહીં "ગંભીર પરિસ્થિતિ" ઊભી થઈ છે. પાઇલટ બેભાન થઈ ગયા છે.
ત્યાર બાદ મંગળવારે બપોર પછી એર ટ્રાફિક કંટ્રોલરે તરત જ પામ બીચ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર પેસેન્જરને વિમાનનું ઉતરાણ (લૅન્ડિંગ) કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ઍરપૉર્ટ પર વિમાનનું સફળતાપૂર્વક ઉતરાણ થતા એર ટ્રાફિક કંટ્રોલર અને પેસેન્જર હેરિસન પરસ્પર ભેટી પડ્યા હતા.
મેડિકલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી નથી, પરંતુ પાયલટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પેસેન્જર અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેની ઑન-બોર્ડ રસપ્રદ વાતચીત
હેરિસન અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેની ઑન-બોર્ડ વાતચીત કંઈક આ પ્રમાણે હતી:
હેરિસન: "હું અહીં ગંભીર પરિસ્થિતિમાં ફસાયો છું. મારા પાયલટ બેભાન થઈ ગયા છે. મને એરોપ્લેન કેવી રીતે ઉડાડવું તેની કોઈ જાણકારી નથી."
કંટ્રોલ: "ATC: 333 લિમા ડેલ્ટા, રોજર, તમારી સ્થિતિ શું છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હેરિસન: "મને કંઈ ખ્યાલ નથી આવતો. મને સામે ફ્લોરિડાનો કાંઠો દેખાઈ રહ્યો છું પણ મને કોઈ ખબર નથી પડતી."
કંટ્રોલ: "વિંગનું સ્તર એમ જ જાળવી રાખો અને એરોપ્લેનને ઉત્તર તરફ અથવા દક્ષિણ તરફના દરિયાકાંઠે લઈ જવાનો પ્રયાસ કરો. અમે તમારું લોકેશન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
પામ બીચ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલર રોબર્ટ મોર્ગનનો રિસેસનો સમય હતો. ત્યારે એકાએક તેમના એક સહકર્મીએ આવીને તેમને પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા.
એર ટ્રાફિક કંટ્રોલમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લાંબા સમયના ફ્લાઇટ પ્રશિક્ષક રોબર્ટ મોર્ગને ક્યારેય જે એરોપ્લેનમાં સમસ્યા સર્જાઈ હતી તે સિંગલ-એન્જિન સેસ્ના 208 - એરોપ્લેન ઉડાડ્યું ન હતું.
તેમ છતાં તેઓ ફ્લાયર (અહીં પેસેન્જર)ને સૂચનાઓ આપવા માટે એરક્રાફ્ટના કોકપિટના નકશાનો ઉપયોગ કરી શકે તેમ હતા.
રોબર્ટ મોર્ગને ડબલ્યુપીબીએફ-ટીવીને જણાવ્યું હતું, "મને ખબર હતી કે પ્લેન અન્ય પ્લેનની જેમ જ સામાન્ય રીતે ઊડી રહ્યું હતું. મને ખબર હતી કે મારે ફ્લાયરને શાંત રાખવાના છે, તેમને રનવેનું માર્ગદર્શન આપવાનું છે અને મારે તેને એ જાણકારી આપવાની હતી કે પાવર કેવી રીતે ઘટાડવો જેથી તે જમીન પર ઊતરી શકે."
ઉતરાણ નજીક હોઈ રેકૉર્ડિંગમાં રોબર્ટ મોર્ગન પેસેન્જરને "નિયંત્રણો પર હાથ અજમાવવા અને ખૂબ જ હળવેથી ગતિ ઘટાડીને નીચે ઊતરવાનું" શીખવતા સાંભળવા મળે છે.
એરોપ્લેનના ઉતરાણ પછી રોબર્ટ મોર્ગન રેકૉર્ડિંગમાં એરોપ્લેન પર સફળતાપૂર્વક પાઇલટની ભૂમિકા ભજવનાર સાહસી પેસેન્જરની પ્રશંસા કરતા સાંભળી શકાય છે.
પાઇલટની ભૂમિકામાં હેરિસન બોલ્યા, "શું તમે કહ્યું કે મુસાફરોએ વિમાન લૅન્ડ કર્યું? ઓહ, માય ગોડ. ગ્રેટ જોબ."
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ઘટનાની તપાસ કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો