એલન મસ્કની ટ્વિટર માટે 44 અબજ ડૉલરની ડીલ, શું ફેરફાર કરશે?
વિશ્વના સૌથી ધનિક શખ્સ એલન મસ્કે ટ્વિટરને 44 અબજ ડૉલરમાં ખરીદવાની ઑફર કરી હતી જે કંપનીએ સ્વીકારી લીધી છે.
મસ્કે બે અઠવાડિયાં પહેલાં કહ્યું હતું કે ટ્વિટરમાં 'જોરદાર ક્ષમતા' છે જેને તેઓ અનલૉક કરી દેશે.

ઇમેજ સ્રોત, Getty Images
ટ્વિટરે જ્યારે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બૅન કર્યા હતા તે સમયે મસ્ક, જેઓ પોતાની જાતને 'અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના સમર્થક' ગણાવે છે કહ્યું હતું કે તેઓ આ મંચના સુધારા માટે કામ કરવા માગે છે.
ગત રાત્રે મસ્કે એક નિવેદન બહાર પાડીને ટ્વીટ કર્યું, "અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય એ કાર્યશીલ લોકશાહીનો આધાર છે, અને ટ્વિટર ડિજિટલની દુનિયાનો એક ટાઉન સ્ક્વૅર છે જ્યાં માનવતાના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ મામલા પર ચર્ચા થાય છે. હું નવી સુવિધાઓ સાથે ટ્વિટરને પહેલાં કરતાં બહેતર બનવવા માગું છું. લોકોમાં પ્લૅટફૉર્મને લઈને વિશ્વાસને વધારવા માટે અલ્ગોરિધમને ઓપન-સોર્સ બનાવવું, સ્પૅમ બૉટ્સ હઠાવવું અને તમામ લોકોની ઓળખ પ્રમાણિત કરવું તેમાં સામેલ હશે."
"ટ્વિટરમાં જોરદાર ક્ષમતા છે, હું તેને અનલૉક કરવા માટે કંપની અને યુઝરોની કૉમ્યુનિટી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ ડીલ થવાની સાથે જ સાર્વજનિકપણે કારોબાર કરનાર ફર્મ ટ્વિટર હવે મસ્કના સ્વામીત્વવાળી એક ખાનગી કંપની બની જશે.
ટ્વિટરે કહ્યું છે કે કંપનીની કિંમત 54.20 ડૉલર પ્રતિ શૅરના હિસાબે આંકવામાં આવી છે. જેની કુલ કિંમત 44 અબજ ડૉલર હશે. ફર્મે કહ્યું છે કે હવે તેઓ શૅરધારકોને ડીલની મંજૂરી માટે મતદાન કરવા કહેશે.
કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલે એક ટ્વીટમાં કહ્યું, "ટ્વિટરનો ઉદ્દેશ અને તેની પ્રાસંગિકતા છે જે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. અમારી ટીમ ગૌરવાન્વિત છે. અને અમે એ કામ કરવા માટે પ્રેરિત છીએ જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ પગલું એવા સમયે લેવામાં આવ્યુ છે જ્યારે ટ્વિટરે પોતાના પ્લૅટફૉર્મ પરની સામગ્રી મામલે રાજનેતાઓ અને નિયામકોના વધતાં જતાં દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.
ખોટી સૂચનાઓને નિયંત્રણમાં લેવાના પોતાના પ્રયાસો માટે ટ્વિટર જમણેરી અને ડાબેરી, એમ બંનેની ટીકાનો શિકાર રહ્યું છે.
ટ્વિટરનું સૌથી મોટું પગલું એ માનવામાં આવે છે જ્યારે તેમણે ગત વર્ષે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પ્લૅટફૉર્મથી "હિંસા અંગે ઉશ્કેરણી"ના જોખમનું કારણ આપીને પ્રતિબંધિત કરી દીધા હતા.
ફોર્બ્સ મૅગેઝિન અનુસાર, એલન મસ્ક વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ છે. જેમની કુલ સંપત્તિ 273.6 બિલિયન ડૉલર છે. તેમની સંપત્તિનો મોટો ભાગ ઇલેક્ટ્રિક વાહનનિર્માતા કંપની ટેસ્લામાં તેમની ભાગીદારીના કારણે છે. તેઓ ઍરોસ્પેસ ફર્મ સ્પેસએક્સના પણ માલિક છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












