મૅન્સ્ટ્રુઅલ કપ : માસિક વખતે સેનિટરી પૅડનો આ વિકલ્પ શું છે? ઉપયોગ કઈ રીતે કરવો?

    • લેેખક, જૂલિયા ગ્રાન્ચી
    • પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ, સાઓ પાઉલો

મહિલાઓને માસિક દરમિયાન કામમાં આવનાર મૅન્સ્ટ્રુઅલ કપનું પ્રોટોટાઇપ પહેલી વખત 1930ના દશકમાં સામે આવ્યું હતું. તેના પેટન્ટ માટેની સૌપ્રથમ અરજી 1937માં અમેરિકન અભિનેત્રી લિયોના ચાર્મ્સે કરી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેનાં આધુનિક સંસ્કરણો બજારમાં ઉપલબ્ધ થયાં છે.

મૅન્સ્ટ્રુઅલ કપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેનેટરી પૅડના વિકલ્પ તરીકે ઓળખાતો મૅન્સ્ટ્રુઅલ કપ

સિલિકૉન, રબર કે લેટેક્સથી બનેલી નાની કપના આકારની વસ્તુ મહિલાઓના જીવનમાં ધીરે-ધીરે સેનેટરી પૅડની જગ્યા લઈ રહી છે. તેની પાછળનું કારણ એ પણ છે કે પૅડ માત્ર એક જ વખત ઉપયોગમાં લેવાય છે. જ્યારે મૅન્સ્ટ્રુલ કપ ટકાઉ હોય છે.

આ કપ મહિલાના જનનાંગમાં કોઈ તકલીફ પેદા કરતું નથી. જેના કારણે પણ તે વધુ પ્રચલિત છે.

દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલના સાઓ પાઉલોની એક હૉસ્પિટલના સ્ત્રીરોગ વિશેષજ્ઞ ઍલેક્ઝેન્ડ્રે પુપો આ વિશે અધિક જાણકારી આપે છે.

તેમના અનુસાર, "મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરનારી મહિલાઓનું કહેવું છે કે તેનો લાભ એ છે કે બિકિની, તેમજ લેગિંસ જેવાં કપડાંમાં તેની ખબર પડતી નથી અને ટૅમ્પોનની જેમ તે ફાલતુ તત્ત્વ પણ પેદા કરતું નથી."

આ કપ ઘણી સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. તેની લંબાઈ ચારથી છ સેમી જેટલી હોય છે. જ્યારે ટોચ પર તેનો વ્યાસ ત્રણથી પાંચ સેમી જેટલો હોય છે. મોટા આકારના કપની જરૂર એવી મહિલાઓને પડે છે, જેમને વધારે ઉત્સર્જન થાય છે.

સ્વચ્છતા અને સુરક્ષિત ઉપયોગના મામલે ડૉક્ટરોના દિશાનિર્દેશ અનુસાર મૅન્સ્ટ્રુઅલ કપ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દસ વર્ષ સુધી ચાલી શકે છે.

આ અહેવાલમાં આપણે મૅન્સ્ટ્રુઅલ કપ સાથે જોડાયેલા પાંચ પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું.

line

1. મૅન્સ્ટ્રુઅલ કપને યોનિમાં કઈ રીતે નાખવો જોઈએ?

મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાની રીત
ઇમેજ કૅપ્શન, મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાની રીત

મહિલાઓના જનનાંગમાં આ કપને નાખતા પહેલાં વાળવો જોઈએ, જેથી તે સરળતાથી યોનિમાં પ્રવેશી શકે.

દક્ષિણ બ્રાઝિલના પોર્ટો એલેગ્રેની એક હૉસ્પિટલ સાથે જોડાયેલા સ્ત્રીરોગ વિશેષજ્ઞ ગૅબ્રિએલા ગૅલિના આ વિશે બીબીસીને જણાવે છે કે, "ટૉઇલેટ અથવા તો બૅડ પર મહિલાએ પગ ખુલ્લા રાખીને બેસવું જોઈએ. જો જનનાંગ શુષ્ક હોય તો લુબ્રિકેટનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે પહેલી વખત ઉપયોગ કરતા હોવ."

ગૅલિના કહે છે, "ત્યાર બાદ તેને ધીરેધીરે અંદર નાખવો જોઈએ. વાળીને અંદર નાંખેલો ભાગ જેવો છોડો તો તે ખૂલી જાય છે. જેથી તેને અંદર ઍડ્જસ્ટ કરવા માટે થોડો ફેરવી દેવો જોઈએ."

આંગળીની મદદથી તેને જનનાંગમાં ટૅમ્પોનની જેમ રાખવું જોઈએ. ટૅમ્પોન અને આ કપ એ રીતે અલગ છે કે આ કપનું કામ માત્ર લોહી શોષવાનું નહીં પરંતુ તેને એકઠું કરવાનું છે.

અલેક્ઝેંડ્રે પુપો જણાવે છે કે, "એક વખત નાંખ્યા બાદ આ કપ જનનાંગની દીવાલો સાથે ચોંટી જાય છે. તે ખુલ્લો રહી શકે એ માટે તેના કિનારા પરના ઇલાસ્ટિક બૅન્ડને થોડું જાડું રાખવામાં આવે છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ એક વખતમાં વધુમાં વધુ 12 કલાક સુધી કરી શકાય છે. જે મહિલાઓને વધારે સ્રાવ થતો હોય છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ ચારથી છ કલાકે તેને બદલે.

તેનો નાનો આકાર તેને શોધવામાં મદદ કરે છે. જોકે, તેનાથી તકલીફ પણ થઈ શકે છે.

તજજ્ઞોની સલાહ છે કે રૉડ દ્વારા તેને કાઢવામાં ઘણી તાકાત લાગી શકે છે. જેથી અંદરનું વૅક્યુમ ઓછું કરવા માટે તેઓ આંગળીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

જોકે, શાવરમાં તેને કાઢવું આરામદાયક રહી શકે છે, સાથે જ ટૉઇલેટ પર બેસીને પણ તેને કાઢવું સુરક્ષિત છે.

ગૅલિના અનુસાર, "એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પહેલી વખત તેનો ઉપયોગ અસહજ હોય છે. કોઈ પણ મહિલાને તેની આદત પડવામાં બે કે ત્રણ પ્રયત્નો લાગી શકે છે. સલાહ આપવામાં આવે છે કે માસિકમાં આવતા પહેલાં તેનો ટેસ્ટ કરી લેવો જોઈએ."

line

2. મૅન્સ્ટ્રુઅલ કપને સાફ કઈ રીતે કરવો?

પહેલી વખત ઉપયોગ કરતા પહેલાં મૅન્સ્ટ્રુઅલ કપને ગરમ પાણીથી શુદ્ધ કરવો જોઈએ, જેથી તે સુરક્ષિત થઈ જાય. ઘણી કંપનીઓ તેના માટે ખાસ પ્રકારના કન્ટેનર પણ આપે છે.

માસિક દરમિયાન જ્યારે તેનો વારંવાર ઉપયોગ કરવાનો થાય છે, ત્યારે તેને પાણી અને સાબુથી સાફ કરવાની સલાહ આપવામાં આવે છે અને માસિક પૂર્ણ થયા બાદ તેને ફરીથી ગરમ પાણીતી સાફ કરીને મૂકી દેવો જોઈએ.

જ્યારે તેને ઉપયોગમાં ન લેવાનો હોય, ત્યારે કાપડની થેલીમાં બંધ કરીને રાખવો જોઈએ. ફરી જ્યારે માસિક શરૂ થાય ત્યારે ઉપયોગ કરતા પહેલાં તેને ગરમ પાણીથી શુદ્ધ કરવો જોઈએ.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

line

3. મૅન્સ્ટ્રુઅલ કપથી સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે?

સારી રીતે સૅનેટાઇઝ થયા બાદ મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ સુરક્ષિત હોય છે. જોકે, તેને સરખી રીતે સાફ ન કરો તો સંક્રમણનો ભય વધી જાય છે.

ગૅલિના કહે છે કે જો જનનાંગ બૅક્ટેરિયાના સંપર્કમાં આવે તો તે નુક્સાનકારક બની શકે છે. તેનાથી વજાઇનોસિસની સમસ્યા ઉદ્ભવી શકે છે.

સ્ત્રીરોગ વિશેષજ્ઞ પુપો સલાહ આપે છે કે જે મહિલાઓને કૉન્ડમથી ઍલર્જી હોય તેમણે લેટેક્સ-ફ્રી કપનો ઉપયોગ કરવો જોઈએ.

line

4. મૅન્સ્ટ્રુઅલ કપ લગાવેલો હોય ત્યારે શું કરવું અને શું ન કરવું?

સામાન્ય રીતે મૅન્સ્ટ્રુઅલ કપ લગાવ્યો હોય ત્યારે કોઈ તકલીફ પડતી નથી, પરંતુ જો પ્રૅશર લાગતું હોય તો તેનો અર્થ એ છે કે કપને જનનાંગમાં અંદર નાંખવો જોઈએ.

જો કોઈ મહિલાએ ગર્ભાશયમાં આઈયૂડી લગાવેલ હોય તો તેમને પણ આ કપના ઉપયોગમાં સમસ્યા ઉદ્ભવતી નથી. કારણ કે આઈયૂડી એ ગર્ભાશયમાં હોય છે, જ્યારે મૅન્સ્ટ્રુઅલ કપને જનનાંગમાં લગાવવામાં આવે છે.

સેક્સ કરતી વખતે આ કપને કાઢી નાખવો જોઈએ.

જાણકારોનું કહેવું છે કે અત્યારે પણ મૅન્સ્ટ્રુઅલ કપ વિશે વધારે લોકોને ખબર નથી કારણ કે તેને લઈને વધારે વાત કરવામાં આવતી નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

line

5. મૅન્સ્ટ્રુઅલ કપના ફાયદા અને ગેરફાયદા

ડૉક્ટરોની સલાહ પ્રમાણે મૅન્સ્ટ્રુઅલ કપનો સૌથી મોટો ફાયદો એ છે કે તે એક સ્થાયી પ્રકૃતિની વસ્તુ છે.

માનવામાં આવે છે કે કોઈ મહિલાને સમગ્ર જીવનમાં અંદાજે 450 વખત માસિક આવે છે.

તેનો અર્થ એ છે કે એક મહિલા જિંદગીમાં અંદાજે 7,200 સેનેટરી પૅડનો ઉપયોગ કરશે. જ્યારે મૅન્સ્ટ્રુઅલ કપનો ફાયદો એ છે કે એક કપ ત્રણથી લઈને દસ વર્ષ સુધી ચાલે છે.

તેનો વધુ એક ફાયદો એ છે કે તેના દ્વારા બનતું વૅક્યૂમ લોહીને હવાના સંપર્કમાં આવવા દેતું નથી, જેથી આ દરમિયાન અંતઃવસ્ત્રોમાંથી ગંધ આવતી નથી.

સ્ત્રીરોગ વિશેષજ્ઞો અનુસાર, તેનો ગેરફાયદો એ છે કે તમામ મહિલાઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે તે જરૂરી નથી, એવામાં તેમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો