ICC women's world cup 2022: ઑસ્ટ્રેલિયાએ સાતમી વખત જીત્યો ખિતાબ

આઇસીસી મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને ઑસ્ટ્રેલિયા સાતમી વખત વિજેતા બન્યું છે.

આઈસીસી મહિલા વર્લ્ડકપ 2022ની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Phil Walter-ICC

ઇમેજ કૅપ્શન, આઈસીસી મહિલા વર્લ્ડકપ 2022ની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા

રવિવારે ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં રમવામાં આવેલી આ મૅચ ઑસ્ટ્રેલિયા 71 રનથી જીત્યું હતું.

મહિલા વર્લ્ડકપ 2022ના ફાઇનલમાં ટૉસ જીતીને ઇંગ્લૅન્ડે પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય આપ્યો હતો.

તેમનો આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો અને ઑસ્ટ્રેલિયન ટીમે શરૂઆતથી જ મૅચમાં પોતાનો દબદબો જાળવીને પાંચ વિકેટ પર 356 રન ફટકાર્યા હતા.

આઈસીસી મહિલા વિશ્વકપ 2022

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાનો આ મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં કરવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે.

ઑસ્ટ્રેલિયાના આ રેકર્ડબ્રેકિંગ સ્કોરમાં એલિસા હિલીએ 138 બૉલમાં 170 રન ફટકાર્યા હતાં. તેમના સિવાય રાચેલ હેન્સ (68) અને બેથ મૂની (62) એ પણ અડધી સદી ફટકારી હતી.

હિલીએ પોતાના 170 રનની ઇનિંગ્સ સાથે મહિલા વર્લ્ડકપના ફાઇનલમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકૉર્ડ બનાવ્યો છે.

આ પહેલા આ રેકર્ડ ઑસ્ટ્રેલિયાના કરેન રોલ્ટનના નામે હતો. જેમણે 2005 મહિલા વર્લ્ડકપ ફાઇનલમાં ભારત વિરુદ્ધ 105 રન માર્યા હતાં.

હિલીએ છેલ્લી બે મૅચમાં બે વખત સદી ફટકારી છે. તેમણે સેમિફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 129 રન ફટકાર્યા હતા.

તેમણે પોતાની સદી સાથે જ કોઈ પણ વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ પણ સર્જ્યો હતો.

line

ઇંગ્લૅન્ડની ઇનિંગ

આઈસીસી મહિલા વિશ્વકપ 2022

ઇમેજ સ્રોત, Hannah Peters

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડની ટીમ 43.4 ઓવરમાં 285 રન બનાવીને ઑલઆઉટ થઈ જતાં 71 રને મૅચ હારી હતી

જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમ 43.4 ઓવરમાં 285 રન બનાવીને ઑલઆઉટ થઈ જતાં 71 રને મૅચ હારી હતી.

ઇંગ્લૅન્ડ તરફથી નતાલી સિવરે સદી ફટકારી હતી પરંતુ તેમની આ સદી એળે ગઈ હતી અને ઇંગ્લૅન્ડની ઇનિંગ્સ 45 ઓવર પૂરા થતા પહેલાં જ 285 રનમાં પૂરી થઈ ગઈ હતી.

ટીમ તરફથી નતાલી સિવરે 121 બૉલમાં સૌથી વધુ 148 રન બનાવ્યા હતા. જ્યારે બાકી ખેલાડીઓ 25 રનની આસપાસ જ પેવેલિયન ભેગાં થઈ ગયાં હતાં.

ઑસ્ટ્રેલિયા તરફથી અલાના કિંગ અને જૅસ જૉનસને ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.જ્યારે મેગન સ્કૉટે બે અને ટાલિયા મૅકગ્રાએ અને ઍશલે ગાર્ડનરે એક-એક વિકેટ લીધી હતી.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો