You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
West Indies vs England : એ શ્વાસ થંભાવી દેતી છેલ્લી ઓવરની કહાણી, 6 બૉલમાં 30 રન, આખરે શું થયું?
સોમવારે બાર્બાડોસનાં બ્રિજટાઉન ખાતે આવેલા કૅન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી-20 મૅચ યોજાઈ હતી.
હાલ આ રસપ્રદ મૅચની ચર્ચા ચારેતરફ થઈ રહી છે, જેમાં માત્ર એક રને વેસ્ટ ઇન્ડીઝને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેની છેલ્લી ઓવરની કહાણી ખૂબ જ રસપ્રદ છે.
ઇંગ્લૅન્ડે પ્રથમ બૅટિંગ કરતાં 20 ઓવરના અંતે 171 રન કર્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ધાર્યા પ્રમાણે સારી રહી ન હતી અને એક સમયે તો લાગતું હતું કે વેસ્ટ ઇન્ડીઝ ટાર્ગેટની નજીક પણ નહીં પહોંચી શકે.
વેસ્ટ ઇન્ડીઝે 15.1 ઓવરમાં 95 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ અકીલ હુસૈન અને રોમારીઓ શૅફર્ડ ક્રીઝ પર હતા અને તેમણે છેલ્લી ઓવર સુધી મૅચને રસપ્રદ બનાવી રાખી હતી.
શું થયું હતું છેલ્લી ઓવરમાં?
છેલ્લી ઓવરની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડીઝને 30 રનની જરૂરિયાત હતી.
ઇંગ્લૅન્ડ તરફથી રાઇટ આર્મ મિડિયમ પેસર સાકિબ મહમૂદ બૉલિંગ કરી રહ્યા હતા અને સામે અકીલ હુસૈન બૅટિંગ કરી રહ્યા હતા.
મહમૂદે પહેલો બૉલ વાઇડ બૉલ નાંખ્યો હતો. ત્યાર બાદ બીજો બૉલ પણ વાઇડ પડ્યો હતો, પણ અમ્પાયરને તેમ લાગ્યું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ બે ડિલિવરી પરથી એમ જ લાગી રહ્યું હતું કે મહમૂદ બૉલને જેમ બને તેમ બૅટ્સમેનથી દૂર રાખવા માગતા હતા.
ત્યાર બાદની બન્ને ડિલિવરી પર મહમૂદે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના છેલ્લા ત્રણ બૉલમાં વેસ્ટ ઇન્ડીઝને 21 રનની જરૂર હતી.
જો ત્રણેય બૉલ પર છગ્ગા ફટકારવામાં આવે તો પણ તે શક્ય નહોતું, પરંતુ મહમૂદે વાઇડ યૉર્કર નાખતા ત્રણ બૉલમાં 20 રન બાકી રહ્યા હતા.
ત્યારે હુસૈને ધમાકેદાર બૅટિંગ કરીને છેલ્લા ત્રણેય બૉલ પર છગ્ગા ફટકાર્યા હતા.
જોકે, અંતિમ ઓવરમાં હુસૈનની આ ધમાકેદાર બૅટિંગ વેસ્ટ ઇન્ડીઝને કામે ન લાગી હતી અને માત્ર એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, આ રસપ્રદ અંતિમ ઓવરે ખેલાડીઓ અને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.
મૅચના અંતે અકીલ હુસૈન 16 બૉલમાં 44 રન અને રોમારીઓ શૅફર્ડ 28 બૉલમાં 44 રન બનાવીને અણનમ રહ્યા હતા.
એનડીટીવી સ્પોર્ટ્સના અહેવાલ પ્રમાણે, વેસ્ટ ઇન્ડીઝના કપ્તાન કાઇરોન પોલાર્ડે મૅચ બાદ જણાવ્યું હતું કે, "જો તમે જલદી વિકેટ ગુમાવી દો છો તો ઘણું નુક્સાન ભોગવવું પડે છે, પરંતુ ખેલાડીઓ છેલ્લે ઘણું સારું રમ્યા. અકીલ અને શૅફર્ડે છેલ્લી ઓવરોમાં સારી જવાબદારી નિભાવી. ભવિષ્યમાં પણ આવી ગેમ્સ આવશે, પરંતુ ખેલાડીઓ સારી રીતે રમશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો