Drone Warfare : ભવિષ્યની લડાઈમાં ડ્રોનની ભૂમિકા માટે ભારત કેટલું તૈયાર?

    • લેેખક, સચીન ગોગોઈ
    • પદ, બીબીસી મૉનિટરિંગ

પાડોશી ચીન અને પાકિસ્તાન સાથે તણાવભર્યા સંબંધો વચ્ચે ભારત ઘરેલુ ઇનોવેશન અને વિદેશમાંથી ખરીદી કરીને અદ્યતન ડ્રોન ટેકનૉલૉજી મેળવીને પોતાની સૈન્યક્ષમતા વધારવાના પ્રયાસો કરી રહ્યું છે.

આ ક્ષેત્રમાં ટેકનૉલૉજીના તાજેતરના પ્રદર્શનમાં ભારતના રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થાને (ડીઆરડીઓ) 17 નવૅમ્બરના રોજ 'ડ્રોન સ્વૉર્મ'નું પ્રદર્શન કર્યું હતું. જેમાં એકસાથે 25 ડ્રોન ઉડાન ભરતાં નજરે પડ્યાં હતાં.

ભારત સરકાર અમેરિકા પાસેથી નવા ડ્રોનની ખરીદી કરી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત સરકાર અમેરિકા પાસેથી નવા ડ્રોનની ખરીદી કરી શકે છે

આ 'ડ્રોન સ્વૉર્મ' દ્વારા અનેક પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું, જેમ કે કોઈ ટાર્ગેટને ઘેરવું, સુનિયોજિત હુમલો કરવો, વગેરે વગેરે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, ભારતમાં પ્રથમ ડ્રોન-પ્રદર્શન આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે 75 સ્વદેશી ડ્રોને એકસાથે ઉડાન ભરી હતી. આ ડ્રોન્સ દ્વારા વિવિધ પરિસ્થિતિઓમાં પોતાની કાર્યક્ષમતાનું પ્રદર્શન રજૂ કરાયું હતું. જેમાં કેટલીક આક્રમક પરિસ્થિતિઓનો પણ સમાવેશ થાય છે.

17 નવેમ્બરના પ્રદર્શન બાદ ટ્વિટર પર જાહેર કરેલા એક નિવેદનમાં ડીઆરડીઓએ કહ્યું કે, 'ડીઆરડીઓ યંગ સાયન્ટિસ્ટ લૅબ ફૉર એસિમૅટ્રિક ટેકનૉલોજી (ડીવાયએસએલસીટી) સ્વૉર્મ ટેકનૉલોજી પર કામ કરી રહ્યું છે. જેનાથી ઍસિમૅટ્રિક યુદ્ધક્ષમતાઓને વધારી શકાય.'

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારત આક્રમક ક્ષમતા વધારવા માટે ડ્રોન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય સેના જાસૂસી માટે ઘણાં વર્ષોથી ડ્રોનનો ઉપયોગ કરતી હતી. ભારતની ડ્રોન સેનામાં સૌથી વધુ ઇઝરાયલ નિર્મિત ડ્રોન છે.

જોકે, હાલમાં ભારતે ઇઝરાયલ અને અમેરિકા જેવા દેશો સાથે જે પ્રકારે સંબંધો કેળવ્યા છે તે પરથી ખ્યાલ આવે છે કે ભારત માનવરહિત વિમાનો (યુએવી) દ્વારા દુશ્મનોનાં ઠેકાણાંઓને નષ્ટ કરવાની ક્ષમતા મેળવવા પર ભાર આપી રહ્યું છે.

વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાં સુરક્ષા-વ્યવસ્થા માટે આ એક જરૂરિયાત પણ બની ગઈ છે.

ડ્રોનની જરૂરિયાત પર ભાર આપતા ડીઆરડીઓએ એક લેખમાં જણાવ્યું છે કે ભારતે ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાન પર કરેલી ઍરસ્ટ્રાઇક વધુ પ્રભાવશાળી હોત, જો તેમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોત.

line

અઝરબૈજાન-અર્મેનિયા યુદ્ધથી બોધપાઠ

2015ની સૈન્ય પરેડ દરમિયાન પાકિસ્તાનના બુર્રાક ડ્રોનનો ડિસપ્લે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2015ની સૈન્ય પરેડ દરમિયાન પાકિસ્તાનના બુર્રાક ડ્રોનનો ડિસપ્લે

ભારત લાંબા સમયથી જાસૂસીથી આગળ વધારીને હુમલા માટે કરવા માગતું હતું. આ વચ્ચે ગત વર્ષે અઝરબૈજાન-અર્મેનિયા વચ્ચે થયેલા યુદ્ધથી મળેલા બોધપાઠે ભારતની આ ઇચ્છાને વધુ દૃઢ બનાવી હતી.

દુનિયાભરના સૈન્ય અને રક્ષા વિશેષજ્ઞો માને છે કે આ યુદ્ધમાં અઝરબૈજાનની જીત પાછળ ડ્રોન નિર્ણાયક ભૂમિકા ધરાવે છે.

ભારતીય મીડિયાએ પણ આ યુદ્ધ અંગે રિપોર્ટિંગ કર્યું હતું અને ભારતીય સેના યુદ્ધમાં ડ્રોનના ઉપયોગ પર મીટ માંડીને બેઠી હતી. અઝરબૈજાન દ્વારા આ યુદ્ધમાં પુષ્કળ પ્રમાણમાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

અઝરબૈજાન દ્વારા ઉપયોગમાં લેવાયેલાં મોટાં ભાગનાં ડ્રોન ઇઝરાયલ અને તુર્કીમાં બન્યાં છે. ભારત પહેલાંથી જાસૂસી માટે ઇઝરાયલ નિર્મિત ડ્રોનનો ઉપયોગ કરતું આવ્યું છે.

પત્રકાર અને રક્ષા વિશ્લેષક શેખર ગુપ્તાએ પોતાના એક લેખમાં ચેતવણી આપી હતી કે, પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન તુર્કી પાસેથી ડ્રોન મેળવી શકે છે, કારણ કે બન્ને દેશો વચ્ચે રાજકીય સંબંધો સારા છે.

तुर्की का हमलावर ड्रोन

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કીનું હમલાખોર ડ્રોન

અહેવાલો પ્રમાણે, આ વર્ષે ઑગસ્ટ મહિનામાં ભારતની કંપની ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝે તુર્કીની ડ્રોનનિર્માતા કંપની ઝાઇરોન ડાયનૅમિક્સનો 30 ટકા ભાગ ખરીદ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે, આ બે કંપનીઓ વચ્ચે થયેલા કરારને ભારત સરકારે પ્રોત્સાહન આપ્યું છે અને ઇસ્તંબૂલ ખાતે જ્યારે આ કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે ભારતીય રાજદૂત સંજય પાંડા ઉપસ્થિત રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ અને વધુ એક કંપની ઝૅન ટેકનૉલોજી ભારત સરકારની નવી ડ્રોન નીતિનો ફાયદો ઉઠાવી શકે છે. નવી ડ્રોન નીતિનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં ભારતને ડ્રોન ઉત્પાદનનું હબ બનાવવાનો છે. આ નીતિ અંતર્ગત ખાનગી કંપનીઓને ડ્રોન ટેકનૉલોજીના વિકાસ અને રિસર્ચ માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

line

સેનાની આક્રમક ડ્રોન તૈયાર કરવાની તૈયારી

ભારત અમેરિકા પાસેથી એમક્યૂ-9 રીપર ડ્રોનના 20 સ્કાય ગાર્ડિયન અને 10 સી ગાર્ડિયન વર્ઝન મેળવી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અમેરિકા પાસેથી એમક્યૂ-9 રીપર ડ્રોનના 20 સ્કાય ગાર્ડિયન અને 10 સી ગાર્ડિયન વર્ઝન મેળવી શકે છે.

તાજેતરમાં ભારત સરકારે અમેરિકાના પ્રૅડેટર અને રીપર ડ્રોન વડે આક્રમક ડ્રોનની સેના તૈયાર કરવાના પ્રયાસો કરી રહી છે.

આ પ્રયાસો અંતર્ગત ભારત અમેરિકા પાસેથી એમક્યૂ-9 રીપર ડ્રોનના 20 સ્કાય ગાર્ડિયન અને 10 સી ગાર્ડિયન વર્ઝન મેળવી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા ત્રણ અબજ ડૉલરની અનુમાનિત કિંમત પર આ ડ્રોન ભારતને આપશે.

દૈનિક જાગરણના એક અહેવાલ મુજબ, ભારતને આ ડ્રોનની ડિલિવરી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં મળી શકે છે.

ડ્રોન

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે, ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, ભારત ઇઝરાયલ નિર્મિત જાસૂસી ડ્રોન હૅરોન પર હથિયાર લગાવવાની તૈયારીઓ કરી રહ્યું છે.

અંદાજે 40 કરોડ ડૉલરના પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ઇઝરાયલ સાથે મળીને ડ્રોન પર લેઝર ગાઇડેડ બૉમ્બ તેમજ હવામાંથી જમીન પર છોડી શકાય તેવી મિસાઇલ્સ તૈયાર કરશે.

17 નવૅમ્બરના રોજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન ઝાંસીમાં ડીઆરડીઓ દ્વારા ડ્રોન સ્વૉર્મ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભારત સરકાર દેશની ઉપલબ્ધીઓની ઉજવણી કરી રહી છે અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી રહી છે.

line

સ્થાનિક સ્તરે ઇનોવેશન અને ઉત્પાદન પર ફોકસ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારત સરકારનું ધ્યાન હાલ દેશમાં સ્થાનિક સ્તરે સ્ટૅટ ઑફ ધ આર્ટ લડાયક ક્ષમતા વિકસાવવા પર છે. આ માટે સ્થાનિક સ્તરે ઇનોવેશન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ભારત સરકારની નવી ડ્રોન નીતિએ માનવરહિત વિમાનો માટે પ્રોત્સાહક અને મુક્ત વાતાવરણ પેદા કર્યું છે.

26 ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, "નવા ડ્રોન નિયમો આ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટ-અપ્સ અને યુવાનોને મદદ કરશે અને ઇનોવેશન, ટેકનૉલોજી અને એન્જિનિયરિંગમાં ભારતની તાકાતને મજબૂત કરીને ભારતને ડ્રોન હબ બનાવશે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ભારતમાં સ્થાનિક રીતે ઉત્પાદિત ઘણાં ડ્રોન પ્લૅટફોર્મ છે જે રિસર્ચ અને ડેવલપમૅન્ટના વિવિધ તબક્કામાં છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, આ ભાવિ ડ્રોનમાંથી સૌથી ઉત્કૃષ્ટ 'ઘાતક' નામક એક બૉમ્બર હશે.

રિપોર્ટ અનુસાર, ભવિષ્યના ડ્રોન ફોર્સનો આધાર બનવા જઈ રહેલા આ ડ્રોનનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. અત્યારે આ પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ જો તે સફળ થશે તો 'ઘાતક' ફાઈટર ઍરક્રાફ્ટના કદનું ડ્રોન હશે. જે બૉમ્બ ઉપરાંત ગાઈડેડ મિસાઈલ લૉન્ચ કરવામાં સક્ષમ હશે અને અદ્યતન હથિયારોથી સજ્જ હશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો