કોરોના લૉકડાઉન : કોવિડના કેસ વધતાં ઑસ્ટ્રિયા સંપૂર્ણ લૉકડાઉનના રસ્તે - BBC Top News

ઑસ્ટ્રિયાએ રસીકરણ વગરના લોકો પર લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યાર પછી હવે સોમવારથી દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.

ચાન્સેલર ઍલેક્ઝાન્ડર શેલેનબર્ગના જણાવ્યા પ્રમાણે આ લૉકડાઉન 20 દિવસ સુધી ચાલી શકે છે અને 1 ફેબ્રુઆરી 2022થી રસીકરણ કાયદાકીય જરૂરિયાત ગણાશે. નવ પ્રાંતના ગવર્નરને મળ્યા પછી શેલેનબર્ગે કહ્યુ હતું કે અમે નથી ઇચ્છતા કોરોનાની પાંચમી લહેર આવે. આ સાથે આ શિયાળામાં સંપૂર્ણ લૉકડાઉન લાદનાર ઑસ્ટ્રિયા યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બન્યો છે.

ઑસ્ટ્રિયામાં કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી છે અને પશ્ચિમ યુરોપમાં સૌથી ઓછું રસીકરણ ઑસ્ટ્રિયામાં જ થયું છે.

કોરોના

ઇમેજ સ્રોત, KONTROLAB

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રિયાએ રસીકરણ વગરના લોકો પર લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યાર પછી હવે સોમવારથી દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.

90 લાખથી ઓછી વસતી ધરાવતા આ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ 15,809 કેસ નોંધાયા છે. આરોગ્ય પ્રધાન વુલ્ફગેંગ મ્યુકસ્ટીને જણાવ્યું હતું કે આખરી ઉપાય તરીકે લૉકડાઉન લાદવામાં આવ્યું છે.

લૉકડાઉનમાં ઑસ્ટ્રિયાના નાગરિકોને ઘરેથી કામ કરવાનું અને બિનજરૂરી દુકાનો બંધ રાખવાની રહેશે અને માત્ર પ્રત્યક્ષ શિક્ષણની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે જ શાળાઓ ખૂલશે.

ઑસ્ટ્રિયાના પડોશી દેશ જર્મનીમાં આ અઠવાડિયે ઘણા દિવસોના રેકૉર્ડ કેસ જોવા મળ્યા છે અને આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહને "સંયુક્ત રાષ્ટ્રની દખલની જરુરિયાત સાથેની રાષ્ટ્રીય કટોકટી" લાદવાની વાત કરી છે.

ઘણા યુરોપીયન દેશો કેસો વધતાં નિયંત્રણો લાદી રહ્યા છે.

જર્મન નેતાઓ રસી વગરનાને હૉસ્પિટલમાં દાખલ નહીં કરવા મુદ્દે સંમત થયા છે અને સંસદે લોકોને બસો અને ટ્રેનો અને કાર્યસ્થળોએ કોવિડ પાસ બતાવવાની જરૂરિયાતોને સમર્થન આપ્યું છે.

line

આપત્તિજનક મૅસેજ મોકલવાના મામલા બાદ ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ કૅપ્ટન ટિમ પેઈનનું રાજીનામું

ટિમ પેન

ઇમેજ સ્રોત, PA MEDIA

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના કપ્તાને રાજીનામું આપ્યું, બીજી તરફ દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સે નિવૃત્તિની જાહેરાત કરી.

ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ કૅપ્ટન ટિમ પેઈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

પેઈને આ પગલું ઈંગ્લૅન્ડ સામેની એશિઝ શ્રેણીની શરૂઆત પહેલા ઉઠાવ્યું છે. પેઈને આજે હોબાર્ટમાં પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

‘ક્રિકબઝ’ના અહેવાલ અનુસાર 2017માં મહિલા સહકર્મીને અશ્લીલ ટેક્સ્ટ મૅસેજ અને અયોગ્ય ફોટો મોકલવા બદલ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની ગવર્નિંગ બૉડી દ્વારા ટિમ પેઈનની તપાસ કરવામાં આવી રહી છે. એક પ્રેસ કૉન્ફરન્સમાં ટિમ પેઈને પ્રેસને આ જાહેરાત કરી હતી.

પ્રેસ કૉન્ફરન્સમાં ભાવનાત્મક રીતે બોલતા, ટિમ પેઈને કહ્યું, "લગભગ ચાર વર્ષ પહેલાંનો આ એક કેસ છે. હું એ સમયે સાથીદાર સાથે ટેક્સ્ટ ઍક્સચેન્જમાં સામેલ હતો. તે સમયે, ઍક્સચેન્જ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની તપાસ સમિતિનો વિષય હતો. જેમાં મેં સંપૂર્ણ રીતે ભાગ લીધો હતો."

"તે તપાસમાં જાણવા મળ્યું કે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની આચારસંહિતાનો કોઈ જ ભંગ થયો નથી. વળી મને નિર્દોષ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તે સમયે મને આ ઘટનાનો ઊંડો અફસોસ હતો અને આજે પણ છે.”

line

દક્ષિણ આફ્રિકાના મહાન બૅટ્સમૅન એબી ડી વિલિયર્સે ક્રિકેટને અલવિદા કહી દીધું

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

એબી ડી વિલિયર્સે ફ્રેન્ચાઈઝી ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જોકે એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

આથી એબી ડી વિલિયર્સ ન તો આઈપીએલમાં રમશે અને ન તો તે બિગ બૅશ, પીએસએલ કે અન્ય કોઈ લીગમાં રમતો જોવા મળશે. એબી ડી વિલિયર્સે સોશ્યલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.

એબી ડી વિલિયર્સે લખ્યું, 'મારી સફર શાનદાર રહી, હવે મેં ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.”

line

ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત, હજુ બે દિવસ ઝરમર વરસાદની આગાહી

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 21 નવેમ્બર સુધી કમોસમી વરસાદ રહેશે.

હવામાન વિભાગની આ આગાહીને કારણે ખેડૂતો તેમના શિયાળુ પાકને લઈને હાલ ચિંતામાં મુકાઈ ગયા છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પણ 2 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.

પૂર્વીય મધ્ય તેમજ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે.

ગઈ કાલે રાજ્યના કુલ 45 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો વરસ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

સ્થાનિક અહેવાલ અનુસાર હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. પાલનપુર, અમીરગઢ, વડગામ, દાંતા પંથકમાં સવારથી ઝરમર વરસાદ રહ્યો છે.

રાજ્યના 15 તાલુકામાં એક ઈંચ, જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

કમોસમી વરસાદને પગલે કપાસ, ઘઉં, રાયડો, મકાઈ, તુવેરના પાકને નુકસાન થયું હોવાની વાત છે..

ગતરોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી.

હવામાન ખાતાના આંકડા અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડામાં 2.83 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 2.59 ઈંચ, મહેસાણાના ખેરાલુમાં 2.04 ઈંચ, જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 1.81 ઈંચ વરસાદ નોંધાયો હતો.

જ્યારે કામરેજ, માંગરોલ, મહુવામાં પણ વરસાદ વરસ્યો હતો. તો વાપીમાં પણ વરસાદ વરસ્યો હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો