ઇંગ્લૅન્ડમાં એક શખ્સનું ઘર જ 'ચોરી' થઈ ગયું

બ્રિટનમાં એક વ્યક્તિ ત્યારે ચોંકી ઊઠી જ્યારે તેઓ પરત ફર્યા અને જોયું કે તેમનું ઘર સાવ ખાલી છે અને તેમની જાણ બહાર વેચી દેવામાં આવ્યું છે.

જ્યારે માલિક રેવરેંડ માઇક હૉલને તેમના પાડોશીઓએ આના વિશે જાણ કરી તો તેઓ તાત્કાલિક લ્યુટનમાં પોતાના ઘરે પરત દોડી ગયા.

અહીંયા તેમણે જોયું કે ઘરમાં કામ ચાલી રહ્યું છે અને ત્યાં હાજર એક વ્યક્તિ દાવો કરી રહી છે કે આ ઘર હવે તેમનું છે, તેઓ આ ઘરના માલિક છે.

બ્રિટનમાં એક શખ્સનું ઘર ચોરાઈ ગયું
ઇમેજ કૅપ્શન, બ્રિટનમાં એક શખ્સનું ઘર ચોરાઈ ગયું

બીબીસીએ આ મામલાની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મામલો ઓળખ ચોરી કરવાનો છે. માઇક હૉલની ઓળખ ચોરીને તેમનું ઘર વેચી દેવામાં આવ્યું અને બૅંકમાંથી નાણાં પણ ઉપાડી લેવામાં આવ્યાં હતાં.

પોલીસે શરૂઆતમાં તેમને કહ્યું હતું કે આ છેતરપિંડીનો મામલો નથી, પરંતુ હવે તેઓ તેની તપાસ કરી રહ્યા છે.

આ મકાનના માલિક માઇક હૉલ ત્યાં રહેતા નથી, તેઓ કામને લીધે નૉર્થ વેલ્સમાં રહે છે. તેમણે જણાવ્યું કે 20 ઑગસ્ટે તેમના પાડોશીઓએ તેમને ફોન કરીને કહ્યું કે તેમના ઘરમાં કોઈ છે અને લાઇટ ચાલુ છે.

તેઓ ઉતાવળે બીજા જ દિવસે ત્યાં પહોંચી ગયા.

તેમણે બીબીસી રેડિયો 4ના એક કાર્યક્રમ 'યુ ઍન્ડ યોર્સ'માં કહ્યું, "મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ તે ના ખૂલ્યો. પછી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો. હું તેને ધક્કો મારીને અંદર ગયો, મને કંઈ ખબર નહોતી કે તેઓ ત્યાં શું કરી રહ્યા છે. અંદરની સ્થિતિ જોઈને હું ચોંકી ગયો, ફર્નિચર, કાર્પેટ, પડદા - કશું જ નહોતું."

તે વ્યક્તિએ કહ્યું કે તેઓ બિલ્ડર છે અને કામ કરી રહ્યા છે, જેના બાદ માઇક હૉલે કહ્યું, 'મેં આ ઘર નથી વેચ્યું, આ ઘર મારું છે.'

પછી તેમણે પોલીસને ફોન લગાવ્યો. પણ બિલ્ડર ત્યાંથી ગયા અને નવા મકાન માલિકના પિતાને લઈને આવ્યા, જેમણે જણાવ્યું કે આ ઘર તેમણે જુલાઈમાં ખરીદ્યું હતું અને હવે આ તેમનું ઘર છે.

line

પોલીસની પ્રતિક્રિયા

બ્રિટનમાં એક શખ્સનું ઘર ચોરાઈ ગયું

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બ્રિટનમાં એક શખ્સનું ઘર ચોરાઈ ગયું

માઇક હૉલે કહ્યું, "અમે રજિસ્ટ્રીના ઑનલાઇન રેકૉર્ડ શોધ્યા અને જાણવા મળ્યું કે ત્યાં 4 ઑગસ્ટે ખરેખરમાં કોઈ અન્ય વ્યક્તિનું નામ નોંધાયેલું છે."

"પોલીસે કહ્યું, અમે હવે કશું નહીં કરી શકીએ, આ તો કાયદાકીય મામલો છે, તમારે જઈને તમારા વકીલ સાથે વાત કરવી પડશે."

"મારા માટે વધુ મોટો આંચકો હતો- એક તો પહેલેથી જ મારા ઘરની હાલત જોઈને હું આઘાતમાં હતો - તેની ઉપર પોલીસનું એવું કહેવું કે આ અપરાધિક મામલો નથી, આ સાંભળીને મને વિશ્વાસ જ ન થયો."

બીબીસીએ ત્યારબાદ માઇક હૉલનો સંપર્ક સ્થાનિક બ્રેડફોર્ડશાયર પોલીસ સાથે કરાવ્યો, જેમણે હવે તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

'યુ ઍન્ડ યોર્સ'એ તે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી લીધું છે જેના દ્વારા માઇક હૉલની ઓળખ ચોરી કરવામાં આવી હતી. સાથે જ તેમના બૅંક એકાઉન્ટની વિગતો પણ મેળવી છે, જેમાં ઘર વેચવાના નાણાં જમા થયા હતા અને ઘર ચોરી કરવાને લગતા ફોન રેકૉર્ડિંગ પણ મેળવ્યા છે.

line

એક કરોડ 31 લાખ રૂપિયામાં વેચાયું ઘર

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

1,31,000 પાઉન્ડમાં વેચાયેલું ઘર, હવે કાયદાકીય રીતે નવા માલિકનું ઘર છે.

ઘરના વેચાણ સાથે જોડાયેલા વકીલોનું કહેવું છે કે આ પોલીસ તપાસનો વિષય છે એટલે તેઓ આ અંગે અત્યારે કશું કહી શકે તેમ નથી.

એક લૉ ફર્મે કહ્યું, "અમે પોલીસને સહકાર આપીશું અને અમારી વ્યાવસાયિક જવાબદારીઓ પૂરી કરીશું." બીબીસીએ આ ફર્મનું નામ જાહેર ન કરવાનો નિર્ણય કર્યો છે.

બ્રિટનમાં મકાનોની ખરીદી અને વેચાણને રજિસ્ટર કરવાવાળી સંસ્થા લૅન્ડ રજિસ્ટ્રીએ ગત વર્ષે છેતરપિંડાના કેસોમાં 35 લાખ પાઉન્ડનું વળતર ચૂકવ્યું હતું.

લૅન્ડ રજિસ્ટ્રીએ કહ્યું, "અમે પ્રોફેશનલ લોકો, જેમ કે વકીલો સાથે કામ કરીએ છીએ અને તેમના પર તથા બનાવટી મકાન માલિક બનવાના પ્રયાસને પકડવા માટે કરવામાં આવતી તપાસ પર વિશ્વાસ રાખીએ છીએ."

"પરંતુ અમારા પ્રયાસો પછી પણ, દર વર્ષે કોઈને કોઈ છેતરપિંડીના કેસ નોંધાય છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો