અફઘાનિસ્તાનમાં તાલિબાને કહ્યું, છોકરીઓ ભણી તો શકશે પરંતુ...શું છે નવી શિક્ષણનીતિ?

અફઘાનિસ્તાનમાં તાલિબાને યુનિવર્સિટીઓને લૈંગિક આધારે અલગ કરી દીધી છે અને એ સાથે એમાં નવા ઇસ્લામી ડ્રેસ કોડની શરૂઆત થશે એમ પણ કહ્યું છે.

દેશના નવા શિક્ષણમંત્રી અબ્દુલ બકી હક્કાનીએ પત્રકારોને કહ્યું કે દેશમાં છોકરાઓ અને છોકરીઓને સાથે ભણવાની પરવાનગી નહીં અપાય, તમને અલગ અલગ શિક્ષણ અપાશે.

એમણે વિશ્વવિદ્યાલયોમાં જે વિષયો ભણાવવામાં આવે છે તેની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે.

કાબુલના રબ્બાની વિશ્વવિદ્યાલયમાં શનિવારે તાલિબાનના સમર્થનમાં મહિલાઓનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કાબુલના રબ્બાની વિશ્વવિદ્યાલયમાં શનિવારે તાલિબાનના સમર્થનમાં મહિલાઓનું પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે તાલિબાને જ્યારે અગાઉ રાજ કર્યું ત્યારે 1996થી 2001 દરમિયાન દેશમાં છોકરીઓને ભણાવવા પર પ્રતિબંધ લાદ્યો હતો.

તાલિબાને શિક્ષણને લઈને નવી જાહેરાત રાષ્ટ્રપતિભવન પર પોતાનો ધ્વજ ફરકાવ્યો એ પછી કરી છે અને તે શાસન શરૂ થઈ ગયું હોવાનો સંકેત છે.

તાલિબાનને આશા 'મુસલમાનો આનો સ્વીકાર કરશે'

શિક્ષણમંત્રી અબ્દુલ બકી હક્કાની

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, શિક્ષણમંત્રી અબ્દુલ બકી હક્કાની

નવી શિક્ષણ નીતિ અફઘાનિસ્તાન પર કબજા અગાઉની નીતિથી અલગ છે.

પહેલાં દેશની યુનિવર્સિટીઓમાં સહશિક્ષણને મંજૂરી મળેલી હતી, વિદ્યાર્થીઓ માટે કોઈ ડ્રેસ કોડ ન હતો અને છોકરા-છોકરીઓ એક સાથે ભણી શકતાં હતા.

જોકે, હવે મંત્રી અબ્દુલ બકી હક્કાનીએ સહશિક્ષણને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

એમણે કહ્યું કે, અમને સહશિક્ષણ ખતમ કરવા પર કોઈ સમસ્યા નથી, લોકો મુસલમાન છે અને તેઓ એનો સ્વીકાર કરશે.

line

જો શિક્ષક પુરુષ હશે તે પરદા પાછળથી ભણાવશે

કાબુલના રબ્બાની વિશ્વવિદ્યાલયમાં શનિવારે તાલિબાનના સમર્થનમાં મહિલાઓનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, AFP

અમુક લોકોનું માનવું છે કે આ નિયમોથી છોકરીઓ શિક્ષણથી અલિપ્ત થઈ જશે કારણ કે શાળા-કૉલેજોમાં અલગ અલગ ક્લાસરૂમ માટે પર્યાપ્ત સંસાધનનો નથી.

જોકે, હક્કાનીએ ભાર આપીને કહ્યું કે, મહિલા શિક્ષકોની સંખ્યા પૂરતી છે અને જ્યાં કમી હશે ત્યાં વિકલ્પ ખોળવામાં આવશે.

એમણે કહ્યું, આ વિશ્વવિદ્યાલયની ક્ષમતા પર નિર્ભર કરે છે. અમે પરદા પાછળથી પુરુષ ભણાવે તેવી વ્યવસ્થા કરી શકીએ કે તકનીકનો ઉપયોગ કરી શકીએ.

એમણે કહ્યું કે, મહિલાઓએ હિજાબ પહેરવો પડશે. જોકે, હિજાબનો અર્થ ફક્ત માથું ઢાંકવા સુધી હશે કે આખો ચહેરો ઢાંકવો પડશે એ અંગે હજી કોઈ ચોખવટ નથી.

line

ઇસ્લામી અભ્યાક્રમ અને દુનિયા સાથે સંબંધનો દાવો

કાબુલના રબ્બાની વિશ્વવિદ્યાલયમાં શનિવારે તાલિબાનના સમર્થનમાં મહિલાઓનું પ્રદર્શન થયં હતું જેમાં હાજર એક ગામની છોકરી

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/AFP via Getty Images

અબ્દુલ બકી હક્કાનીએ કહ્યું કે, વિશ્વવિદ્યાલયોમાં કયા વિષય ભણાવવામાં આવે છે તેની સમીક્ષા થશે.

એમણે કહ્યું કે, તાલિબાન એવો વાજબી અભ્યાસક્રમ બનાવવા માગે છે જે અમારા ઇસ્લામી, રાષ્ટ્રીય અને ઐતિહાસિક મૂલ્યોને અનરૂપ પણ હોય અને દુનિયાના અન્ય દેશો સાથે બરોબરી કરવા પણ સક્ષમ હોય.

ઉલ્લેખનીય છે કે આ નવી નીતિની જાહેરાત મહિલાઓએ કાબુલમાં શહીદ રબ્બાની વિશ્વવિદ્યાલયમાં મહિલાઓએ તાલિબાનની લૈંગિક નીતિના સમર્થનમાં પ્રદર્શન કર્યું એ બાદ જાહેર કરવામાં આવી છે.

શનિવારે યોજાયેલા આ પ્રદર્શનમાં અનેક મહિલાઓએ કાળો નકાબ પહેર્યો હતો અને તેમનાં હાથમાં તાલિબાનનો ઝંડો હતો.

આ પ્રદર્શન દરમિયાન તાલિબાનના નવા શાસનના વખાણ કરનારા ભાષણો થયાં અને મહિલા અધિકારોની સુરક્ષાની માગ કરનારા લોકોની આકરી ટીકા કરવામાં આવી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો