You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાસાના 'મૅગારૉકેટ'ની તસવીરો સામે આવી, ચંદ્ર પર માણસો મોકલવાની દિશામાં પ્રથમ પગલું
શુક્રવારે ફ્લૉરિડાના કૅનેડી સ્પેસ સેન્ટરમાં ઇજનેરોએ રૉકેટના 65 મીટર ઊંચા મૂળ ભાગને બે નાનાં બુસ્ટર રૉકેટો વચ્ચે ફિટ કર્યો.
આ વિશાળ રૉકેટના ત્રણ ભાગોને લૉન્ચ કન્ફિગ્રેશનમાં સ્થાપિત કરાયું હોય એવું પ્રથમ વખત બન્યું છે.
નાસા આ વર્ષે એસએલએસને પ્રથમ ઉડાણ પણ મોકલશે.
આ મિશનને ઑર્ટેમિસ-1 નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત એસએલએસ અમેરિકાની આગામી જનરેશનના ક્રૂ વ્હિકલ ઑરિયનને ચંદ્ર તરફ લઈ જશે.
જોકે, પ્રથમ ઉડાણમાં માણસ મોકલવામાં નહીં આવે. ઇજનેરો 2023માં માણસોને મોકલતા પહેલાં રૉકેટ અને અંતરીક્ષયાનને પૂર્ણ રીતે પરખવા માગે છે. નાસાએ પોતાના પ્રથમ શક્તિશાળી સ્પેસ લૉન્ચ સિસ્ટમ (એસએલએસ) રૉકેટને તૈયાર કરી લીધું છે. આ રૉકેટ આ જ દશકમાં ચંદ્ર પર માણસોને લઈ જશે.
સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતાં વધારે ઊંચાઈ
એસએલએસ એક વિશાળ કોર સ્ટેજ જે, જેમાં પ્રોપેલન્ટ ટૅન્ક અને ચાર શક્તિશાળી એન્જિન લાગેલાં છે. આની બન્ને તરફ 54 મીટર લાંબાં સૉલિડ રૉકેટ બુસ્ટર પણ છે.
ઉડાણની પહેલી બે મિનિટ દરમિયાન આ બન્ને બુસ્ટરો જ એસએલએસને જમીન પરથી ઉપર ઊઠવા માટેની જરૂર શક્તિ પ્રદાન કરે છે.
શુક્રવાર અને શનિવારે કૅનેડી સ્પેસ સેન્ટરના ઇજનેરોએ કોર સ્ટેજને બન્ને સૉલિડ રૉકેટ બુસ્ટરોના વચ્ચે એક પ્લૅટફૉર્મ પર ઊભું કર્યું, જેને મોબાઇલ લૉન્ચર કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માળખાને હાલમાં નાસાની વિશાળ ક્યુબૉઇડ વ્હિકલ ઍસેમ્બલી બિલ્ડિંગ (વીએબી)માં રાખવામાં આવ્યું છે.
ગ્રીન રન શું છે?
મોબાઇલ લૉન્ચર થકી એસએલએસનું પરીક્ષણ અને સમારકામ કરી શકાય છે. આના થકી જ આ વિશાલ રૉકેટને લૉન્ચ પેડ પર પહોંચાડાવામાં આવશે.
ઇજનેરોએ ગત વર્ષ નવેમ્બરમાં એસએલએસને મોબાઇલ લૉન્ચર પર રાખવાનું કામ શરૂ કર્યું હતું.
જ્યારે આ બધુ કરાઈ રહ્યું હતું ત્યારે રૉકેટના કોર સ્ટેજને મિસિસિપી પ્રાંતમાં સ્ટેન્ડ પર રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન આનું વિસ્તૃત પરીક્ષણ કરાઈ રહ્યું હતું, જેને ગ્રીન રન કહે છે.
માર્ચમાં કોર સ્ટેજનાં એન્જિનોને આઠ મિનિટ માટે ચાલુ કરાયાં હતાં. આ પરીક્ષણ સફળ રહ્યું હતું.
એસએલએસ આટલા સમયની અંદર જ જમીનથી અંતરીક્ષમાં પહોંચી જશે. આ ગ્રીન રનનું સૌથી અંતિમ અને સૌથી જરૂર પરીક્ષણ હતું. નવીનીકરણ બાદ કોર સ્ટેજને વિશાળ જહાજ મારફત કૅનેડી સ્પેસ સેન્ટર પહોંચાડવામાં આવ્યું હતું.
ઑર્ટેમિસ-3 એ 1972માં ચંદ્ર પર ઍપોલો-17ના લૅન્ડિંગ બાદનું પ્રથમ મિશન હશે, જેમાં માણસો ચંદ્ર પર પગ માંડશે. આગામી કેટલાંક વર્ષમાં આને લૉન્ચ કરવામાં આવશે.
નાસાએ હાલમાં જ આગામી જનરેશનના મૂન લૅન્ડરના નિર્માણ માટે સ્પેસ એક્સને હવાલો સોંપ્યો છે. સ્પેસ એક્સ આ કામ માટે પોતાની સ્ટારશિપ ડિઝાઇનને અપનાવી રહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો