દક્ષિણ આફ્રિકાનાં આ મહિલાએ ખરેખર દસ બાળકોને જન્મ આપ્યો?

ઇમેજ સ્રોત, AFRICAN NEWS AGENCY (ANA)
દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં એક મહિલાએ એકસાથે દસ બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કરાયો હતો, જોકે આ દાવો ખોટો હોવાનું પુરવાર થયું છે.
આ મામલે દક્ષિણ આફ્રિકાની સરકારે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે અમારી સરકારે અહેવાલ બાદ પ્રદેશમાં આ અંગે તપાસ કરી હતી, જોકે કોઈ પણ સરકારી કે ખાનગી દવાખાનામાં દસ બાળકોની ડિલિવરી થઈ હોવાના રેકર્ડ નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
દક્ષિણ આફ્રિકાના ગવર્નમેન્ટ કૉમ્યુનિકેશન ઇન્ફર્મેશન સિસ્ટમના ડિરેક્ટર જનરલ ફુમલા વિલિયમ્સે ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે આ અંગે તંત્રને કોઈ પુરાવા મળ્યા નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સૌથી પહેલાં આ અહેવાલ પ્રકાશિત કરનાર પત્રકારે તેમના ટ્વીટનો જવાબ આપતા લખ્યું, "ફુમલા, આપણી એજન્સીઓ એક પણ મોટા ભ્રષ્ટાચારી રાજનેતાને શોધી શકતી નથી, શું તેનો અર્થ એવો થયો કે તેઓ છે જ નહીં?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

ગર્ભવતી મહિલાનો પરિવાર શું કહે છે?
જેમણે દસ બાળકોને જન્મ આપ્યાનો દાવો કરાયો હતો એ મહિલાનો પરિવાર કંઈક જુદી જ કહાણી બયાન કરે છે.
ગોસિયામ થમારે સિટેહોલેના પતિ ટેબોહો ત્સોતેત્સીએ જણાવ્યું કે દસ બાળકો જોઈને તેઓ અચંબિત રહી ગયા. ડૉક્ટરોએ તેમને અલ્ટ્રાસાઉન્ડના માધ્યમથી ગર્ભમાં માત્ર આઠ બાળકો હોવાની જાણકારી આપી હતી.
બાળકોના જન્મ બાદ ટેબોહો ત્સોતેત્સીએ પ્રિટોરિયા ન્યૂઝને જણાવ્યું કે "સાત છોકરા છે અને ત્રણ છોકરી. હું બહુ ખુશ છું. ભાવુક થઈ રહ્યો છું. વધુ વાત કરી શકું તેમ નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દક્ષિણ આફ્રિકાના એક અધિકારીએ બીબીસીને દસ બાળકોના જન્મ અંગે પુષ્ટિ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તેમણે એવું પણ કહ્યું હતું કે હજુ સુધી બાળકોને જોયાં નથી. બાળકોનો જન્મ સોમવારે થયો હતો.
પરિવારના એક સભ્યે નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું કે ગોસિયામ થમારે સિટહોલેએ પાંચ બાળકોને કુદરતી રીતે જન્મ આપ્યો છે, જ્યારે પાંચ બાળકોને ઑપરેશન કરીને કાઢ્યાં હતાં.

માલીનાં હલીમા સિસેનો મામલો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ અંગે વધુ તપાસ કરવા માટે બીબીસીએ ગિનીસ વર્લ્ડ રેકર્ડનો સંપર્ક સાધ્યો, તેમણે જણાવ્યું કે તેઓ ગોસિયામ થમારે સિટહોલેના કેસની તપાસ કરી રહ્યા છે.
હાલમાં અમેરિકાનાં એક મહિલાના નામે 2009માં સૌથી વધુ આઠ બાળકોને જન્મ આપવાનો વર્લ્ડ રેકર્ડ ગિનીસ બુકમાં નોંધાયેલો છે.
ગત મહિને માલીનાં હલીમા સિસેએ નવ બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકો હાલ મોરોક્કોના એક ક્લિનિકમાં છે અને સ્વસ્થ છે.
બીબીસી આફ્રિકાનાં હેલ્થ રિપોર્ટર રોડા ઓઢિયાંબો કહે છે કે એવા ગર્ભ, જેમાં વધુ સંખ્યામાં બાળકો હોય છે, તેમની સમય પહેલાં ડિલિવરી થઈ જાય છે.
ત્રણથી વધુ બાળકોના જન્મના કેસ બહુ ઓછા આવે છે અને એ સામાન્ય રીતે કૃત્રિમ ગર્ભાધાનને કારણે થાય છે. પણ આ મામલે આ કપલનું કહેવું છે કે ગર્ભ કુદરતી રીતે જ રહ્યો હતો.

માતાને શું ચિંતા હતી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
37 વર્ષીય ગોસિયામ થમારે સિટહોલેએ અગાઉ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો, જે હવે છ વર્ષનાં છે.
કહેવાય છે કે આ ડિલિવરી પણ ગર્ભનાં 29મા અઠવાડિયામાં થઈ હતી.
મહિના પહેલાં પ્રિટોરિયા ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે તેમની ગર્ભાવસ્થા અંગે કહ્યું હતું, "શરૂમાં મુશ્કેલ લાગતું હતું અને આ બાળકો સ્વસ્થ જન્મે એ માટે પ્રાર્થના કરતી હતી. રાતે ઊંઘ નહોતી આવતી, ચિંતા રહેતી કે શું થશે."
તેમણે જાતને પૂછ્યું, "એ કેવી રીતે ગર્ભમાં જગ્યા બનાવશે? શું એ જીવી જશે?" પણ ડૉક્ટરોએ તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમનો ગર્ભ ફેલાઈ રહ્યો છે.
જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે ગર્ભમાં આઠ બાળકો છે, તો ગોસિયામ થમારે સિટહોલેના પગમાં દર્દ રહેતું હતું. ડૉક્ટરોએ તપાસ બાદ જાણ્યું કે બે બાળકો ખોટી ટ્યૂબમાં છે.
સિટહોલેએ પ્રિટોરિયા ન્યૂઝને જણાવ્યું, "પરંતુ એ મુશ્કેલી દૂર થઈ અને હું ત્યારથી સાજી છું. હું મારાં બાળકોને જોવા માટે ઉતાવળી છું."
તેમના પતિનું કહેવું છે કે તેઓ પોતાના પગ જમીન પર હોવાનું અનુભવતા નથી. તેમને એવું લાગે છે કે ઇશ્વરે તેમને તેના માટે પસંદ કર્યા છે. એ એક ચમત્કાર જેવું છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો