બુરખા મામલે ટિપ્પણી બદલ યુકેના વડા પ્રધાન જોન્સને માફી માગી, મુસ્લિમવિરોધી આરોપોથી પાર્ટી ઘેરાઈ

જોનસન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2018માં જોન્સને ટેલિગ્રાફમાં એક આર્ટિકલ લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે બુરખો પહેરેલી મહિલાઓ લેટર બૉક્સ અથવા તો બૅન્ક લૂંટારા જેવી લાગતી હોય છે.

બોરિસ જોનસને બુરખા મામલે જે ટિપ્પણીઓ કરી હતી તેના પરથી લાગે છે કે 'તેમનો પક્ષ મુસલમાનો પ્રત્યે સંવેદનશીલ નથી.' બ્રિટનમાં એક સ્વતંત્ર રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

જોન્સનનો પક્ષ ભેદભાવ મામલેના આરોપનો કેવી રીતે સામનો કરે છે અને શું વલણ દાખવે છે તેની તપાસ માટે એક રિપોર્ટ તૈયાર કરવા જોન્સને જ ભૂતકાળમાં નિર્દેશ આપ્યા હતા.

હવે આ રિપોર્ટ બહાર આવ્યો છે અને વિવાદ સર્જાયો છે.

રિપોર્ટમાં જોવા મળ્યું છે કે સ્થાનિક સ્તરે અને વ્યક્તિગત સ્તરે મુસ્લિમ વિરોધી ભાવના છે.

જોકે પાર્ટીમાં સંસ્થાગત વંશીય ભેદભાવ મામલેના દાવાઓ પુરવાર નથી કરી શકાયા કેમ કે પાર્ટીમાં આંતરિક ફરિયાદોના નિકાલની પ્રક્રિયા એટલી વ્યવસ્થિત નથી જોવા મળી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ રિપોર્ટ તૈયાર કરનારા પ્રોફેસર સ્વર્ણ સિંહનું કહેવું છે કે રિપોર્ટ અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીમાં ફરિયાદોને સાંભળવા અને તેનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા બદલવાની જરૂર છે.

પ્રોફેસરે કહ્યું કે આ રિપોર્ટ પાર્ટીને અસહજ કરનારી હોઈ શકે છે.

પ્રોફેસર સિંહે કહ્યું, "જે લોકો 400 પાનાનો રિપોર્ટ નથી વાંચવા માગતા તેમને માટે સાર એ છે કે રિપોર્ટમાં ભેદભાવના પુરાવા મળ્યા છે, જો કે તે સંસ્થાગત નથી પણ આને ઠીક કરવા પાર્ટીએ સક્રિય થવું પડશે."

રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા કન્ઝર્વેટિવ પાર્ટીના સહ-અધ્યક્ષ અમાન્ડા મિલિંગે એ દરેક વ્યક્તિની માફી માગી જેમને અન્યના વ્યવહારથી ઠેસ પહોંચી અને જેમને તેમની વ્યવસ્થાને લીધે તકલીફ થઈ.

તેમણે કહ્યું કે પાર્ટી આ રિપોર્ટમાં કરાયેલી ભલામણોને સ્વીકાર કરે છે અને તેને લાગુ કરવા માટે આગામી છ મહિનામાં એક યોજના પણ જાહેર કરશે.

પૂર્વ નાણાંમંત્રી અને પાર્ટી નેતા સાજિદ જાવિદે કહ્યું કે રિપોર્ટમાં મુસ્લિમ વિરોધી પરેશાની કરતા ઉદાહરણો જોવા મળ્યા છે, પરંતુ બોરિસ જોન્સન ઇસ્લામોફોબિક નથી. અને તેઓ તમામ પૃષ્ઠભૂમિ તથા સમુદાયની વ્યક્તિનું સન્માન કરે છે.

વીડિયો કૅપ્શન, જ્યોર્જ ફ્લૉય્ડની હત્યાને એક વર્ષ, પોલીસ રિફોર્મની ગતિ ધીમી

બૅરોનેસ સઇદા વારસી કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી છે અને તેઓ ઇસ્લામોફોબિક મુદ્દે પાર્ટીના ટીકા કરતા આવ્યા છે.

તેમનું કહેવું છે કે આ રિપોર્ટ દર્શાવે છે કે પાર્ટીમાં સંસ્થાકીય રીતે વંશીય ભેદભાવ કરનારી પાર્ટી છે અને માનવાધિકાર પંચ તથા સમાનતાના પંચે તેની તપાસ કરવી જોઈએ.

તેમણે જોન્સનની માફીને માત્ર એક કહેલી વાત ગણાવી પણ કહ્યું કે તેમણે જે કહ્યું હતું તે તેમણે સ્વીકાર કર્યું છે.

બ્રિટનની લેબર પાર્ટીની સમાનતા મામલોની બાબતોના સેક્રેટરી માર્શા ડી કાર્ડોવાનું કહેવું છે કે આ રિપોર્ટ દર્શાવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભેદભાવ છે અને તેની જવાબદારી વડા પ્રધાન પર જાય છે.

તેમણે બુરખા મામલે વડા પ્રધાનને એક વ્યાપક અને વિગતવાર માફી માગે તેવી અપીલ કરી છે કેમ કે તેનાથી મુસ્લિમ સમુદાયને ઠેસ પહોંચી છે.

બ્રિટનની મુસ્લિમ સંસ્થા મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટનને આ રિપોર્ટને આવકાર્યો છે પણ કહ્યું કે તેમાં પાર્ટીમાં સંસ્થાગત ઇસ્લામોફોબિયા વિશે વાત કરવામાં નથી આવી.

line

જોન્સને બુરખા વિશે શું કહ્યું હતું?

સઇદા વારસી

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, પાર્ટીના પ્રથમ મહિલા કેબનિટ મંત્રી સઇદા વારસી પણ આરોપ લગાવતા આવ્યા છે કે પાર્ટીએ મુસ્લિમવિરોધી ભાવાનાઓ મામલે આંખો મીંચી દીધી હતી.

વર્ષ 2018માં જોન્સને ટેલિગ્રાફમાં એક આર્ટિકલ લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે બુરખો પહેરેલી મહિલાઓ લેટર બૉક્સ અથવા તો બૅન્ક લૂંટારા જેવી લાગતી હોય છે.

બાદમાં તેમની પાર્ટીના કેટલાક નેતાઓ અને પ્રતિનિધિઓ મુસ્લિમ વિરોધી હોવાના આરોપો થતા રહ્યા જેથી તેમણે ખુદ 2019માં એક સ્વતંત્ર રિપોર્ટ તૈયાર કરાવવા કહ્યું હતું.

રિપોર્ટમાં કહેવાયું છે કે આવા કેટલાક મામલાને પગલે એક એવી છબી બને છે કે કન્ઝર્વેટિવ પાર્ટીનો એક વર્ગ અને કેટલાક નેતા મુસ્લિમ સમુદાય પ્રત્યે સંવેદનશીલ નથી.

વળી તપાસ દરમિયાન જોન્સન ખુદ હાજર રહ્યા હતા અને તેમણે માફી પણ માગી હતી તથા કહ્યું હતું કે તેઓ હવે ભવિષ્યમાં વાંધાનજક ભાષાનો પ્રયોગ નહીં કરશે.

line

કન્ઝર્વેટિવ પાર્ટી અને ઇસ્લામોફોબિયા

સાજિદ જાવિદ

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, સાજિદ જાવિદ

પાર્ટી પર ઘણા સમયથી આરોપ લાગતો આવ્યો છે કે મુસ્લિમ વિરોધી ભાવનાઓ રોકવામાં તે નિષ્ફળ રહી છે.

2018માં પાર્ટીના મુસ્લિમ વિભાગના તત્કાલીન અધ્યક્ષ મોહમ્મદ અમીને આરોપ લગાવ્યો કે પાર્ટી મુસ્લિમ વિરોધી ભાવનાઓની બાબતોને રોકવા માટેના નિર્ણયો લેવા કરતા ચૂંટણીને વધુ મહત્ત્વ આપતી હતી.

પાર્ટીના પ્રથમ મહિલા કેબનિટ મંત્રી સઇદા વારસી પણ આરોપ લગાવતા આવ્યા છે કે પાર્ટીએ મુસ્લિમવિરોધી ભાવાનાઓ મામલે આંખો મીંચી દીધી હતી.

વર્ષ 2019માં પાર્ટીના તત્કાલની ગૃહમંત્રી સાજિદ જાવિદે બોરિસ જોન્સનને પડકાર ફેંક્યો હતો કે આ મામલે તેઓ એક સ્વતંત્ર તપાસ કરાવે.

પાર્ટીના મુખ્ય નેતાના પદ માટે મુકાબલો થઈ રહ્યો હતો ત્યારે આ પડકાર ફેંકાયો હતો. પછી જોન્સન તેમાં જીત્યા અને વડા પ્રધાન બન્યા હતા.

રિપોર્ટમાં કહેવાયું છે કે વર્ષ 2015થી 2020 દરમિયાન પાર્ટીને 1418 ફરિયાદો મળી હતી જેમાંથી 727 કથિત ભેદભાવની હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો