સુએઝ નહેરમાં ફસાયેલું મહાકાય જહાજ કેવી રીતે કાઢવામાં આવ્યું?

સુએઝ નહેરમાં ખાસ ટીમની આઠવાડિયાની મહેનત બાદ એવર ગિવન જહાજને કાઢવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, AHMAD HASSAN/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સુએઝ નહેરમાં ખાસ ટીમની આઠવાડિયાની મહેનત બાદ એવર ગિવન જહાજને કાઢવામાં આવ્યું છે.

સુએઝ નહેરમાં ફસાયેલા મહાકાય જહાજ એવર ગિવનને કાઢવામાં આવતા ઐતિહાસિક સુએઝ નહેરમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ હળવો થઈ ગયો છે.

ટગ બોટ્સ અને ડ્રેઝરની મદદથી 400 મીટર યાને કે 1300 ફૂટ લાંબા જહાજ એવર ગિવનને કાઢવામાં આવ્યું હતું.

અનેક જહાજો ભૂમધ્ય સાગરને લાલ સમુદ્ર સાથે જોડતી આ નહેરમાંથી પસાર થવાની રાહ જોઈને બેઠાં હતા.

ઉલ્લેખનીય છે કે સુએઝ નહેરનો માર્ગ દુનિયાનો એક વ્યસ્ત અને મહત્ત્વનો દરિયાઈ વેપારી માર્ગ છે.

જહાજને હઠાવવામાં મદદ કરનારી કંપની બોસકાલિસના સીઈઓ પીટર બર્બર્સકીએ કહ્યું, "એવર ગિવન સોમવારે સ્થાનિક સમય અનુસાર 15.05 વાગે તરવા લાગ્યું હતું. એ પછી સુએઝનો રસ્તો ફરી ખોલવાનું સંભવ બન્યું."

ઇજિપ્તના અધિકારીઓએ કહ્યું કે જામને કારણે અટવાયેલા તમામ જહાજોને કાઢવામાં અંદાજે ત્રણ દિવસનો સમય લાગી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક શિપિંગ પર પડેલી આની અસર મહિનાઓ સુધી રહેશે.

line

જહાજને કેવી રીતે કાઢવામાં આવ્યું?

એવર ગિવન જહાજને કાઢવામાં આવ્યા બાદ સુએઝ નહેર સત્તામંડળના વડા ઓસામા રબીએ મીડિયા સાથે વાત કરી હતી.

ઇમેજ સ્રોત, MOHAMED AWAD/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, એવર ગિવન જહાજને કાઢવામાં આવ્યા બાદ સુએઝ નહેર સત્તામંડળના વડા ઓસામા રબીએ મીડિયા સાથે વાત કરી હતી.

મંગળવારે સવારે તેજ હવા અને રેતીના તોફાન વચ્ચે ફસાયેલા બે લાખ ટન વજનના મહાકાય જહાજને કાઢવું બચાવ ટીમો માટે ખૂબ પડકારજનક હતું.

આવા જહાજોને કાઢવા માટે ખાસ ટીમ, એસએમઆઈટીએ 13 ટગ બોટની વ્યવસ્થા કરી. ટગ બોટ એક નાની પરંતુ ખૂબ શક્તિશાળી નાવ હોય છે જે મોટાં જહાજોને ખેંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.

ડ્રેઝર પણ બોલાવવામાં આવ્યાં. ડ્રેઝરોએ જહાજના માથાના ભાગે નીચેથી 30, 000 ક્યૂબિક મીટર માટી અને રેત ખોદીને કાઢી.

તો પણ વાત ન બની તો અઠવાડિયાને અંતે એમ પણ વિચાર કરવામાં આવ્યો કે જહાજનો ભાર હળવો કરવા માટે અમુક સામાન ઉતારી લેવો જોઈએ. આશંકા હતી કે આશરે 18,000 કન્ટેનર ઉતારવા પડી શકે છે.

સુએઝ નહેર દુનિયાના મુખ્ય સમુદ્રી ક્રૉસિંગમાંથી એક છે. દુનિયાના કુલ વેપારમાંથી 12 ટકા માલ જહાજો દ્વારા અહીંથી પસાર થાય છે.

ઇમેજ સ્રોત, © CNES2021, DISTRIBUTION AIRBUS DS

ઇમેજ કૅપ્શન, સુએઝ નહેર દુનિયાના મુખ્ય સમુદ્રી ક્રૉસિંગમાંથી એક છે. દુનિયાના કુલ વેપારમાંથી 12 ટકા માલ જહાજો દ્વારા અહીંથી પસાર થાય છે.

જોકે, ઊંચી લહેરોએ ટગબોટ અને ડ્રેઝરો માટે મદદરૂપ સાબિત થઈ અને સોમવારે સવારે સ્ટર્ન (જહાજનો પાછળનો ભાગ) કાઢવામાં આવ્યો. પછી ત્રાંસાં ફસાયેલાં આ જહાજને સીધું કરવાની કવાયત શરૂ થઈ. આના કેટલાક કલાકો પછી જહાજનો આગળનો હિસ્સો પણ મુક્ત થયો અને એવર ગિવન તરવાની સ્થિતિમાં પરત આવી ગયું.

પછી જહાજને ખેંચીને ગ્રેટ બિટલ લેક લઈ જવામાં આવ્યું. આ જહાજ જ્યાં ફસાયું હતું તેની ઉત્તર તરફ નહેરના બે હિસ્સાઓની વચ્ચેની એક જગ્યા છે. અહીં હવે તેની સુરક્ષાની તપાસ કરવામાં આવશે.

line

એ પછી શું થયું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એક મરીન સોર્સે સમાચાર એજન્સી રૉયટર્સને સોમવારે સાંજે કહ્યું કે જહાજ દક્ષિણમાં લાલ સમુદ્ર તરફ જઈ રહ્યાં છે. નહેરમાં સેવા આપનાર લેથ એજન્સીએ કહ્યું કે જહાજ ગ્રેટ બિટર લેકથી નીકળવાં શરૂ થઈ ગયા છે.

કેટલાંક જહાજો પહેલેથી જ નીકળી ચૂક્યાં છે. એમણે આફ્રિકાના દક્ષિણ છેડાની આસપાસનો એક લાંબો રસ્તો લેવાનો નિર્ણય કર્યો છે.

આ કાર્ગોને પહોંચવામાં એમને ચોક્કસપણે વધારે સમય લાગશે. જ્યારે તેઓ બંદરે પહોંચે ત્યારે ત્યાં પણ જામ મળે એવી સંભાવનાઓ છે. આગામી કેટલાક દિવસો જહાજના સમયપત્રકમાં પણ ગરબડ રહી શકે છે.

બીબીસી સંવાદદાતા થિયો લેગટના અહેવાલ મુજબ આને કારણે યુરોપમાં જહાજથી માલ મોકલવામાં ખર્ચ વધી શકે છે.

શિપિંગ સમૂહ મર્સ્કે કહ્યું, "સ્પષ્ટ રીતે આની તપાસ થશે કારણ કે આની ખૂબ મોટી અસર થઈ છે. મને લાગે છે કે ત્યાં ખરેખર થયું શું હતું એના પર લાંબો સમય ચર્ચા થશે."

"ફરી આવું ન થાય તે માટે આપણે શું કરી શકીએ એ પણ તંત્રે જોવું પડશે. જહાજો વિના કોઈ રોક નહેરથી નીકળતાં રહે એ એમના પણ હિતમાં છે."

line

સુએઝ નહેરનું મહત્ત્વ

સ્વેઝ નહેર મિસ્રમાં સ્થિત 193 કિલોમિટરની નૌગમ્ય નહેર છે જે ભૂમધ્યસાગરને લાલ સાગર સાથે જોડે છે, આ એશિયા અને યુરોપની વચ્ચે સૌથી નાની સમુદ્રી લિંક છે
ઇમેજ કૅપ્શન, સુએઝ નહેર મિસ્રમાં સ્થિત 193 કિલોમિટરની નૌગમ્ય નહેર છે જે ભૂમધ્યસાગરને લાલ સાગર સાથે જોડે છે, આ એશિયા અને યુરોપની વચ્ચે સૌથી નાની સમુદ્રી લિંક છે

સુએઝ નહેર ઇઝરાયલમાં આવી છે અને 193 કિમી લાંબી છે. તે ભૂમધ્ય સાગરને રાતા સમુદ્ર સાથે જોડે છે. એશિયા અને યુરોપ વચ્ચેનો આ સૌથી ટૂંકો સમુદ્રી માર્ગ છે. ત્રણ વિશાળ કુદરતી સરોવરો વચ્ચે થઈને આ નહેર પસાર થાય છે.

1869થી ખુલેલી આ નહેર એટલા માટે પણ મહત્ત્વની છે કે તેનાથી પૂર્વ અને પશ્ચિમની દુનિયા વચ્ચેનો દરિયાઈ માર્ગ ઘણો ટૂંકો થઈ જાય છે. અગાઉ સમગ્ર આફ્રિકાનું ચક્કર મારીને કેપ ઑફ ગૂડ્સ હોપ થઈને જહાજો યુરોપથી એશિયા પહોંચતા હતા. સુએઝ બની તે પછી હવે યુરોપ અને એશિયા વચ્ચે જહાજો અહીંથી જ પસાર થાય છે.

વિશ્વ સમુદ્રી પરિવહન પરિષદના જણાવ્યા અનુસાર આ નહેર બની તે પછી યુરોપ અને એશિયા વચ્ચેનું સમુદ્રી અંતર 9,000 કિમી ઓછું થઈ ગયું. એટલે કે 43 ટકા અંતર ઓછું થયું.

વીડિયો કૅપ્શન, વડોદરા : એ પ્રજ્ઞાચક્ષુ યુવાન જેમના મક્કમ નિર્ધાર સામે મુશ્કેલીઓ વામણી પુરવાર થઈ
line

રોજ 9.5 અબજના માલસામાનની હેરફેર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સુએઝ નહેરનું ભૌગોલિક સ્થાન અને મહત્ત્વને કારણે તેને 'ચોક પૉઇન્ટ' ગણવામાં આવે છે, કેમ કે ત્યાં આવનજાવન અટકે તો પુરવઠો અટકી પડે. અમેરિકાની એનર્જી એજન્સી સ્વેઝ નહેરને વિશ્વની ઊર્જા તથા બીજી જરૂરિયાતો માટે આવશ્યક માને છે.

એક અંદાજ અનુસાર સુએઝ નહેરમાંથી દર વર્ષે અંદાજે 19 હજાર જહાજો પસાર થાય છે, જેના પર 120 કરોડ ટન માલ લાદેલો હોય છે. લૉઇડ્સ લિસ્ટના અનુમાન અનુસાર નહેરમાંથી રોજ 9.5 અબજ ડૉલરના મૂલ્યના માલસામાનની હેરફેર થાય છે. તેમાંથી પાંચ અબજ ડૉલરનો માલસામાન પશ્ચિમ તરફ જતો હોય છે, જ્યારે 4.5 અબજ ડૉલરનો માલસામાન પૂર્વ તરફ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.