જ્યૉર્જ ફ્લૉઇડ પોલીસની પકડમાં 'ધીમે ધીમે મરી રહ્યા હતા', પહેલા દિવસની સુનાવણીમાં શું થયું?

જ્યૉર્જ ફ્લૉઇડના કેસની સુનાવણી ચાર અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે એવું અનુમાન છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જ્યૉર્જ ફ્લૉઇડના કેસની સુનાવણી ચાર અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે એવું અનુમાન છે.

આફ્રિકન મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં જેમની સામે આરોપ છે એ પૂર્વ પોલીસ કર્મચારી ડૅરેક શૉવિન સામે સોમવારથી સુનાવણી શરૂ થઈ છે. અનુમાન છે આ કેસમાં સુનાવણી ચાર અઠવાડિયાંમાં પૂર્ણ થઈ જશે.

અમેરિકામાં આફ્રિકન મૂળના જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં આરોપી પૂર્વ પોલીસકર્મી ડેરેક શૉવિન સામે ટ્રાયલની શરૂઆત સોમવારે થઈ છે.

સોમવારે સુનાવણીને પ્રથમ દિવસે ફરિયાદી પક્ષે જ્યૉર્જ ફ્લૉઇડના મોતનો આખો વીડિયો અદાલતમાં દેખાડ્યો. એમાં જોવામાં આવ્યું કે પોલીસકર્મી ડેરેક શૉવિન ફ્લૉઇડ પર ઝૂકેલા છે. ફરિયાદી પક્ષે ડેરેક શૉવિનને દોષી જાહેર કરવાની અરજ કરી.

બચાવપક્ષે ફ્લૉઇડના સ્વાસ્થ્યનો હવાલો આપીને કહ્યું કે એમણે ડ્રગ્સનું સેવન કરેલું હતું અને જે એમની મોતનું એક મોટું કારણ છે.

બીજા દિવસની સુનાવણી મંગળવારે સ્થાનિક સમય અનુસાર 9.30 વાગે શરૂ થશે. સુનાવણી આશરે ચાર અઠવાડિયામાં પૂરી થવાનું અનુમાન છે.

line

પ્રથમ દિવસની સુનાવણીમાં શું થયું?

જ્યૉર્જ ફ્લૉઇડના મોત પર અમેરિકામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને બ્લૅક લાઇવ્સ મેટર્સ આંદોલનની શરૂઆત થઈ હતી.

ઇમેજ સ્રોત, Stephen Maturen/Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યૉર્જ ફ્લૉઇડના મોત પર અમેરિકામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને બ્લૅક લાઇવ્સ મેટર્સ આંદોલનની શરૂઆત થઈ હતી.

ફરિયાદી પક્ષે વીડિયો બતાવી કહ્યું કે ડેરેક શૉવેને નવ મિનિટથી વધારે જ્યૉર્જની ગરદન પર ઢીંચણ રાખેલો હતો અને આ જ એમના "મોતનું મોટું કારણ છે."

ફરિયાદી પક્ષના વકીલ જેરી બ્રેકવેલ જ્યુરીને કહ્યું કે ડેરેકે ફ્લૉઇડની ગરદનને ઢીંચણથી દબાવીને "પોતાના પદને દગો આપ્યો" અને એમની ધરપકડ કરવા માટે "જરૂરિયાતથી વધારે તાકાતનો ઉપયોગ" કર્યો.

બચાવ પક્ષના વકીલ એરિક નેલસને કોશિશ કરી કે તેઓ એ સાબિત કરે કે મૃત્યુનું કારણ કંઈક અલગ છે.

એમણે જ્યુરીને કહ્યું, કેસની સુનાવણી રાજનૈતિક કે સામાજિક આધાર પર નહીં પરંતુ પુરાવાઓને આધારે થવી જોઈએ.

એમણે કહ્યું, જે વખતે ફ્લૉઇડની ધરપકડ કરવામાં આવી રહી હતી એ વખતે "તેમની પાસે ડ્રગ્સ હતું અને પોલીસથી સંતાડવા માટે તેઓ ડ્રગ્સ ગળી ગયા" હતા. એમણે કહ્યું, આ એમની મોતનું મોટું કારણ છે.

પહેલા દિવસે આ કેસમાં ત્રણ સાક્ષીઓને અદાલતમાં બોલાવવામાં આવ્યા જેમને ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષે સવાલો કર્યાં.

ડોનાલ્ડ વિલિયમ્સ નામના એક સાક્ષીએ અદાલતમાં ડેરેક શૉવિનની ઓળખ કરી. એમણે કહ્યું કે, "ફ્લૉઇડનો જીવ એમ જઈ રહ્યો હતો જાણે બંધ થેલીમાં રાખેલી માછલી હોય, પછી એમની આંખો ઉપર તરફ થઈ ગઈ. એમના શરીરમાં જીવ રહ્યો ન હતો. "

એમના આ નિવેદન પર જજે ટકોર કરી અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવા કહ્યું. હાલ બચાવ પક્ષને ડોનાલ્ડ વિલિયમ્સને સવાલ કરવાનો મોકો મળ્યો નથી.

line

સુનાવણી અગાઉ શાંતિસભા

મિનીપોલિસમાં રેલીનું આયોજન કર્યું હતું. સાથે એક શાંતિ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મિનીપોલિસમાં રેલીનું આયોજન કર્યું હતું. સાથે એક શાંતિ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સુનાવણી શરૂ થાય તેના અમુક કલાકો પહેલાં ફ્લૉઇડના પરિવારના સભ્યો અને મિત્રોએ મિનીપોલિસ શહેરમાં એક રેલી કાઢી હતી અને શાંતિસભાનું આયોજન કર્યું હતું.

વર્ષ 2020માં મે મહિનામાં મિનેસોટા રાજ્યના મિનીપોલિસનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં આરોપી પોલીસ કર્મચારી ડૅરેક શૉવિને પોતાના ઘૂંટણથી જ્યોર્જ ફ્લૉઇડનું ગળું દબાવતા જોઈ શકાતા હતા.

વીડિયોમાં ફ્લૉઇડ કહેતા સંભળાય હતા, ''પ્લીઝ, આઈ કાન્ટ બ્રીધ (હું શ્વાસ નથી લઈ શકતો).''

જોકે, શૉવિનએ ફ્લૉઇડને ન છોડ્યા અને નવ મિનીટ સુધી તેમનું ગળું દબાવી રાખ્યું.

આક્ષેપ છે કે તેના કારણે જ્યોર્જ ફ્લૉઇડનું મૃત્યુ થયું હતું પરતું શૉવિનની દલીલ છે કે તેઓ ગુનેગાર નથી.

વીડિયો વાઇરલ થયા બાદ આખા અમેરિકામાં વંશીય ભેદભાવ અને પોલીસની ક્રુરતા સામે હિંસક બનાવો શરૂ થઈ ગયા હતા. અમેરિકા ઉપરાંત આખી દુનિયામાં પણ 'આઈ કાન્ટ બ્રીધ' ના નેજા હેઠળ વંશીય ભેદભાવ ખતમ કરવા માટે મોટા પાયે વિરોધપ્રદર્શનો થયાં હતાં.

પ્રદર્શનો બાદ 45 વર્ષના ડૅરેક શૉવિન સામે પહેલાં થર્ડ ડિગ્રી અને બાદમાં સેકન્ડ ડિગ્રીની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે બીજા પણ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

શૉવિન ઉપરાંત ત્રણ પોલીસ કર્મચારીઓ સામે હત્યામાં મદદ કરવાનો અને તેમને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

વીડિયો કૅપ્શન, વડોદરા : એ પ્રજ્ઞાચક્ષુ યુવાન જેમના મક્કમ નિર્ધાર સામે મુશ્કેલીઓ વામણી પુરવાર થઈ
line

ફ્લૉઇડના સમર્થનમાં રેલી

જ્યોર્જ ફ્લૉઇડને ન્યાય અપાવવા માટે પરિવારના સભ્યો અને મિત્રોએ સુનાવણી પહેલાં મિનીપોલિસમાં રેલીનું આયોજન કર્યું હતું. સાથે એક શાંતિબેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમય દરમિયાન ફ્લૉઇડના ભાઈ ટૅરેન્સે કહ્યું, "અમે ભગવાનથી ડરનારા લોકો છીએ. અમને ચર્ચમાં વિશ્વાસ છે. એટલા માટે સિસ્ટમ પાસે અમારી માગ છે કે ન્યાય મળે."

તેમના બીજા ભાઈ ફિલોનીસ ફ્લૉઇડે રવિવારે પત્રકારોને જણાવ્યું, "અત્યારે મારા હૃદયમાં એક મોટું છિદ્ર છે. તેને સાજું કરી શકાય નહીં. અમને જ્યોર્જ માટે ન્યાય જોઈએ છે. અમે હત્યા કરનાર લોકો માટે સજાની માગણી કરીએ છીએ."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો