ડોનાલ્ડ ટ્રમ્પ મહાઅભિયોગ : ડૅમોક્રેટ્સની આકરી દલીલો પણ ટ્રમ્પના વકીલોની કેસ ઝડપથી પતાવવા તૈયારી

ઇમેજ સ્રોત, GETTY IMAGES
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગના પ્રસ્તાવ ઉપર ડૅમોક્રેટ્સની દલીલો પૂર્ણ થઈ છે તો ટ્રમ્પના વકીલોનું કહેવું છે કે તેઓ નિયત સમય અગાઉ જ દલીલ પૂર્ણ કરશે.
ડૅમોક્રેટ્સે આક્ષેપ કર્યો હતો કે અમેરિકન કૉંગ્રેસ પર હુમલો કરવા માટે ટ્રમ્પે લોકોની ઉશ્કેરણી કરી હતી.
ડૅમોક્રેટ્સે ચેતવણી આપી હતી કે, જો ટ્રમ્પને અટકાવવામાં નહીં આવે તો તેઓ ફરીથી આમ કરી શકે છે.
મહાઅભિયોગની સુનાવણી વખતે ફરિયાદ પક્ષના વકીલોએ ટ્રમ્પને હિંસા સાથે સાંકળવા માટે તોફાનીઓએ પ્રયોજેલા શબ્દોનો ઉપયોગ કર્યો અને જણાવ્યું કે, જાન્યુઆરીમાં જે હિંસા થઈ છે તેના કારણે લાંબાગાળાનું નુકસાન થયું છે.
પોતાનો પક્ષ રજૂ કરતી વેળા ફરિયાદ પક્ષે પોલીસ અને ઇન્ટેલિજન્સ અધિકારીઓના નિવેદનો અને વિદેશી મીડિયાના અહેવાલોનો હવાલો આપ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિના વકીલો શુક્રવારે પોતાની દલીલ રજુ કરશે.
ટ્રમ્પના વકીલોએ શું કહ્યું?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગના પ્રસ્તાવ ઉપર ડૅમોક્રેટ્સની દલીલો પૂર્ણ થઈ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ તેમના બચાવમાં દલીલ કરવાના છે.
એ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ કહ્યું હતું કે, રીતે 16 કલાકનો સમય આપવામાં આવ્યો છે પરંતુ તેઓ માત્ર ચાર કલાકમાં જ પોતાના પુરાવાઓ આપી દેશે.
ચાર કલાકમાં પુરાવા આપીને કેસ પૂર્ણ કરવા અંગે તેમણે કહ્યું કે તેઓ ઇમ્પિચમૅન્ટના કેસને જલદી પૂર્ણ કરવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ દલીલ કરી શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીમાં હિંસા કરવા માટે કોલ આપવાની કોઈ વાત ન હતી અને તોફાનીઓની કાર્યવાહી માટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં.
આ ઉપરાંત તેઓ એવી પણ દલીલ કરી શકે છે મહાઅભિયોગની કાર્યવાહીને પક્ષપાતી લોકશાહીમાં રાજકીય રીતે પ્રેરિત છે.
હાલ સુધી ટ્રમ્પના વકીલોએ જે ટિપ્પણીઓ કરી છે તે પ્રમાણે ડૅમોક્રેટ્સ "જબરદસ્ત દંભી" હોવાનો આરોપ લગાવ્યો છે.
વકીલ ડેવિડ શોએન સાથે એમ પણ કહ્યું હતું કે તેમના કેસમાં કોઈ વાસ્તવિક પુરાવા નથી. તેમણે કહ્યું કે વીડિયો પ્રેસન્ટેશન આધારિત પુરાવાથી "મૂવીઝ" અને "મનોરંજન પૅકેજ" બનાવવા જેવું છે.

ડૅમોક્રેટ્સ શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, REUTERS
બુધવારે સુનાવણી વખતે ટ્રમ્પ સામે જે હિંસા ભડકાવવાનો આરોપ છે તેમાં એક નવો વીડિયો બતાવવામાં આવ્યો હતો.
પોતાની દલીલમાં ડૅમોક્રેટ્સે વિસ્તારમાં જણાવ્યું કે કઈ રીતે ટ્રમ્પે કૅપિટલમાં હિંસા ભડકાવી હતી. તેમણે આ અંગેના પુરાવા પણ રજૂ કર્યા.
6 જાન્યુઆરી જે હિંસા થઈ હતી, તે વિશે સૅનેટરોએ વિગતવાર માહિતી આપી હતી.
ગુરુવારે પોતાની દલીલ પૂર્ણ કરતી વખતે ફરિયાદ પક્ષે ટ્રમ્પના કારણે જાન-માલ અને લોકશાહીને જે નુકસાન થયું છે તે વિશે વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ટેડ લિયુએ જણાવ્યું કે, મહાઅભિયોગ, સજા અને ગેરલાયક ઠેરવવાની બાબત (પદથી) એ માત્ર ભૂતકાળ માટે નથી પરતું ભવિષ્ય માટે છે.
તેમણે જણાવ્યું કે, પોતાના કાર્યો માટે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ દુઃખ વ્યક્ત કર્યું નથી.
ગૃહના વકીલ જો નિગુસે કહ્યું કે વિવાદિત નિવેદન આપનાર ટ્રમ્પ કોઈ સાધારણ વ્યક્તિ નહોતા પરતું એક રાષ્ટ્રપતિ હતા જે પોતાના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા. સમર્થકો હિંસા કરવા માટે તૈયાર હતા અને ટ્રમ્પે દિવાસળી ચાંપી હતી.
ડૅમોક્રેટ્સે હિંસા આચનાર વ્યક્તિઓની ક્લિપ પણ બતાવી હતી, જેમાં વ્યક્તિઓ જણાવી રહ્યાં છે કે તેઓ વૉશિંગટન ડીસી આવ્યાં છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને આ જોઈતું હતું.
ગૃહ મૅનેજર ડેવિડ સીસીલાઇને જણાવ્યું કે હિંસા કરનારમાં અમુક વ્યક્તિએ સ્વીકાર્યું હતું કે તેઓ ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સ અને ગૃહના સ્પીકર નેન્સી પેલોસીની હત્યા કરવા માગતા હતા. બીજા પ્રદર્શનકારીઓ ચૂંટાયેલા સભ્યોને બૅસમેન્ટમાં બંધ કરીને ગેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

અત્યાર સુધી શું થયું છે?

ઇમેજ સ્રોત, THE WASHINGTON POST/GETTY IMAGES
જાન્યુઆરી મહિનામાં ડૅમોક્રેટ્સની બહુમતી ધરાવતા હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગનો પ્રસ્તાવ પસાર થયો હતો, જેમાં તેમની સામે 6 જાન્યુઆરીએ કૅપિટલ બિલ્ડિંગમાં હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અઠવાડિયે ડૅમોક્રેટ્સ પોતાની દલીલ રજૂ કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોની દલીલ છે કે નવેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં છેતરપિંડી થઈ હોવાની જાહેરાત કરતી વેળાએ ટ્રમ્પ અભિવ્યક્તિની આઝાદીના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા. 100 બેઠકોવાળી સૅનેટમાં ટ્રમ્પને અપરાધી જાહેર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. અત્યારે બંને પક્ષો સૅનેટમાં સમાન બેઠકો ધરાવે છે.
આવી સ્થિતિમાં ટ્રમ્પ મહાઅભિયોગથી છૂટી જાય એવી શક્યતા જણાઈ રહી છે. રિપબ્લિકન સૅનેટરો અત્યાર સુધી ટ્રમ્પ પ્રત્યે વફાદાર રહ્યા છે.
જો ડોનાલ્ડ ટ્રમ્પ દોષી જાહેર થાય છે તો તેમને ચૂંટાણી લડતા અટકાવવા માટે અમેરિકન સંસદના ઉપલા ગૃહ સૅનેટમાં મતદાન થઈ શકે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

શું છે મહાઅભિયોગ?
જ્યારે રાષ્ટ્રપતિપદ પર રહેનાર વ્યક્તિ પર ગુના માટે આરોપ મૂકવામાં આવે છે ત્યારે મહાઅભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપ છે કે તેમને બળવો કરવા માટે લોકોની ઉશ્કેરણી કરી.
શું થયું છે?
13 જાન્યુઆરીએ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગનો પ્રસ્તાવ બીજી વખત પસાર કરવામાં આવ્યો હતો. હવે સૅનેટમાં સુનાવણી ચાલી રહી છે.
આનો શો અર્થ થાય છે?
હવે જ્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ નથી ત્યારે તેમણે ફરીથી જાહેર પદ પર બેસતા અટકાવવા માટે સૅનેટ મતદાન કરી શકે છે. પરતું ટ્રમ્પ દોષી સાબિત થાય એ પછી જ મતદાન શક્ય છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













