You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડેનિયલ પર્લ મર્ડર કેસ : મુક્ત થનાર પાકિસ્તાની અહમદ ઉમર સઈદ શેખનો ભારત સાથે શું સંબંધ છે?
અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના કેસમાં આરોપી ચરમપંથી ઉમર સઈદ શેખ સમેત ચાર લોકોને મુક્ત કરવાનો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે અને અમેરિકાએ આ મામલે નારાજગી દર્શાવી છે.
વર્ષ 2002માં ડેનિયલ પર્લની હત્યા કરવામાં આવી હતી.
વ્હાઇટ હાઉસે આ મામલે કહ્યું કે, આ કોઈ પણ જગ્યાઓ ચરમપંથનો ભોગ બનેલા લોકોનું અપમાન છે.
વૉર્લ સ્ટ્રીટ જર્નલના પર્લનું અપહરણ કરવામાં આવ્યું હતું અને દક્ષિણ કરાચીમાં હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાએ આખી દુનિયાને હચમચાવી હતી.
ડેનિયલ પર્લ પાકિસ્તાનમાં સક્રિય ચરમપંથી સમૂહો પર સ્ટોરી કરવા માટે ગયા હતા.
ઉમર સઈદ શેખની અપહરણના કેટલાક દિવસો બાદ ધરપકડ કરવામાં આવી હતી અને પછીથી આતંક વિરોધી અદાલતે એમને હત્યાના કેસમાં દોષી જાહેર કર્યા હતા. દોષી જાહેર કરવામાં આવ્યા પછી એમને ફાંસીની સજા થવાની હતી.
વર્ષ 2020ના એપ્રિલમાં સિંધની હાઈકોર્ટે શેખની સજાનો ઓછી કરી તેમને ફક્ત અપહરણ બાબતે દોષી ગણાવ્યા અને એમને કેસના અન્ય ત્રણ અપરાધીઓ સાથે મુક્ત જાહેર કર્યા.
ડેનિયલ પર્લના પરિવારે આ નિર્ણયની નિંદા કરી હતી અને તે પછી પાકિસ્તાન સરકાર અને પર્લના પરિવારે સિંધ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરીએ નિર્ણય વિરુદ્ધની પિટિશનો ફગાવી દઈ તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો.
ડેનિયલ પર્લ સાથે શું થયું હતું?
વૉલ સ્ટ્રીટ જર્નલના દક્ષિણ એશિયા બ્યૂરો ચીફ પર્લ જાન્યુઆરી 2002માં ગાયબ થઈ ગયા હતા.
તેઓ કરાચીમાં ઇસ્લામી ચરમપંથી હલચલો અને રિચર્ડ રીડ વચ્ચેનો સંબંધ તલાશી રહ્યા હતા. રીડે બૂટમાં બૉમ્બ છુપાવીને એક પેસેન્જર વિમાનમાં વિસ્ફોટ કરવાની કોશિશ કરી હતી.
ફરિયાદી પક્ષનું કહેવું હતું કે આરોપીઓએ પર્લને એક મૌલવી સાથે મુલાકાત કરાવી આપવાની લાલચ આપી હતી.
પર્લ અને શેખ વચ્ચે સંબંધ પોતપોતાની પત્નીઓની ચિંતાને લઈને પણ બન્યો કેમ કે એ સમયે બેઉની પત્ની ગર્ભવતી હતી.
આ પછી પર્લ ગાયબ થઈ ગયા. પર્લના ગાયબ થયા પછી પાકિસ્તાની અને અમેરિકન સમાચાર સંસ્થાઓને ઇમેલ આવ્યા જેમાં અનેક માગણીઓ કરવામાં આવી હતી. એક માગ અમેરિકાની જેલમાં બંધ કેદીઓ સાથે બહેતર વ્યવહાર કરવાની પણ હતી.
એક મહિના પછી કરાચીમાં અમેરિકાના દૂતાવાસને 38 વર્ષના પર્લની હત્યાનો વીડિયો મોકલવામાં આવ્યો હતો.
કોણ છે અહમદ ઉમર સઈદ શેખ?
1973માં લંડનમાં જન્મેલા શેખે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ અગાઉ એક સ્વતંત્ર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
એમણે પોતાનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો ન કર્યો અને પ્રથમ વર્ષમાં બોસ્નિયા માટે મદદનું અભિયાન ચલાવ્યું પણ તેઓ ત્યાં જવામાં નિષ્ફળ રહ્યા.
1994માં એમની ભારતમાં ધરપકડ કરવામાં આવી હતી. એમની ધરપકડ ત્રણ બ્રિટિશ અને એક અમેરિકન પર્યટકોના અપહરણ મામલે કરવામાં આવી હતી.
1999માં જ્યારે ચરમપંથીઓએ ઇન્ડિયન ઍરલાઇન્સના આઈસી-814 વિમાનનું અપહરણ કર્યું ત્યારે અપહરણકર્તાઓએ એમને મુક્ત કરવાની માગ કરી હતી અને પ્રખ્યાત કંદહારકાંડમાં એમને છોડી મુકવામાં આવ્યા.
સરકારી અધિકારીઓના હવાલાથી અમેરિકન મીડિયાએ કહ્યું હતું કે અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા ચરમપંથી હુમલામાં એક ચરમપંથીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ પણ શેખ પર છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો