કોરોના વાઇરસ : નેધરલૅન્ડમાં નાઇટ કફર્યૂ સતત ત્રીજી રાતે બન્યો હિંસક, શું છે સ્થિતિ?

સ્થિતિ વધુ વણસતી અટકાવવા માટે ઘણાં શહેરોએ કટોકરટીના પગલાં ભરવાની તૈયારી બતાવી છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સ્થિતિ વધુ વણસતી અટકાવવા માટે ઘણાં શહેરોએ કટોકરટીના પગલાં ભરવાની તૈયારી બતાવી છે.

નેધરલૅન્ડમાં કફર્યૂનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ ફરી વખત રાયોટ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી ગયા છે. શનિવાર અને રવિવારે પણ દેખાવકારોએ વિરોધપ્રદર્શન કર્યાં હતાં.

નેધરલૅન્ડનાં વિવિધ શહેરોમાં 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રોટરડેમના મેયર દ્વારા બહાર પાડવામાં આવેલ ઇમર્જન્સી ઑર્ડરની પ્રદર્શન કરી રહેલા લોકો પર કોઈ અસર ન થતાં પોલીસે વૉર્નિંગ શૉટ્સ ફાયર કર્યા હતા અને ટિયરગૅસ શૅલ પણ છોડ્યા હતા.

કોરોના વાઇરસના કારણે નેધરલૅન્ડમાં નવા પ્રતિબંધો લાદવામાં આવતાં શનિવાર અને રવિવારે સમગ્ર દેશમાં અશાંતિ ઉત્પન્ન થઈ હતી. પ્રદર્શનકારીઓ નવા પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે.

વડા પ્રધાન માર્ક રુઠે હિંસાને આપરાધિક હિંસા ગણાવી તેની નિંદા કરી છે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "આ સ્વીકાર્ય નથી. દરેક સામાન્ય વ્યક્તિ આ ઘટનાથી ગભરાશે."

"આ લોકોને આવું કરવા માટે જ્યાંથી પ્રેરણા મળી છે તેને પ્રદર્શન કરવા સાથે કોઈ નિસબત નથી. આ આપરાધિક હિંસા છે અને અમે તેને એ રીતે જ જોઈશું."

અમેરિકાની જૉન હૉપકિન્સ યુનિર્વિસિટી અનુસાર નેધરલૅન્ડમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 10 લાખ કેસ નોંધાયા છે અને 13500 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.

line

સમગ્ર નેધરલૅન્ડમાં હિંસા

રોટરડેમમાં સૌથી વધુ હિંસા જોવા મળી હતી.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, રોટરડેમમાં સૌથી વધુ હિંસા જોવા મળી હતી.

નેધરલૅન્ડનાં વિવિધ શહેરોમાં સોમવાર રાત્રે ફરીથી હિંસા થઈ હતી. એમ્સર્ટડેમ, રોટરડેમ, એમર્સફુટ અને ગ્લીનમાં રાયોટ પોલીસ અને પ્રદર્શન કરી રહેલા લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે જણાવ્યું કે રોટરડેમમાં ઘણા પોલીસ અધિકારીઓને ઈજા થઈ છે.

હૅગના રસ્તાઓમાં આગચંપી કરવામાં આવી હતી અને વિરોધ કરી રહેલા લોકોના એક નાના જૂથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને અને ફટાકડા પણ ફેંકયા હતા. શહેરના એક સુપર માર્કેટમાં લૂંટ પણ ચલાવવામાં આવી હતી.

નેધરલૅન્ડના દક્ષિણમાં આવેલ ડૅન બૉસ્ચ શહેરમાં પણ હિંસાના બનાવો બન્યા છે, જ્યાં દેખાવકારોએ ફટાકડા ફોડ્યા હતા, બારીઓ તોડી નાંખી હતી, સુપરમાર્કેટમાં લૂંટ ચલાવી હતી અને કારો ઊથલાવી નાંખી હતી.

રેલવે સ્ટેશન પાસે રહેતાં એક મહિલાએ ડચ રેડિયોને જણાવ્યું કે માસ્ક પહેરીને આવેલા યુવનોએ સિટી સેન્ટરમાં ભારે તોડફોડ કરી છે.

મેં યુવાનોને બારીઓને તોડતા અને ફટકડા ફોડતા પોતાની આંખે જોયા છે. ખરેખર ભયાનક હતું, જેમ એક યુદ્ધ ક્ષેત્રમાં હોય છે.

લોકો હિંસા કરતા લોકો સાથે ન જોડાય તે માટે શહેરના બધા રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા.

એમ્સટર્ડેમમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મેયરે વાલીઓને અપીલ કરી છે કે તેઓ યુવાનોને ઘરની અંદર જ રાખે.

ડચ સરકાર દ્વારા કોરોના વાઇરસ પ્રતિબંધ લાદતા અને કફર્યૂ જાહેર કરવામાં આવતા વિવિધ શહેરોમાં હિંસક બનાવો બન્યા છે.

line

રોટરડેમમાં થયેલ હિંસક ઝડપ

ડચ વડા પ્રધાને હિંસાની ટીકા કરી છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ડચ વડા પ્રધાને હિંસાની ટીકા કરી છે.

રોટરડેમમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોને અટકાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસને વધુ સત્તા આપવા માટે મેયર અહમદ અબુતાલેબે ઈમર્જન્સી ઑર્ડર પર સહી કરી છે.

લૂંટની ઘટનાઓ પર આકરી પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું કે, શરમ વગર ચોરો, હું આ સિવાય બીજું કંઈ ન કહી શકું.

ન્યુઝ વેબસાઈટ બ્રાબૅન્ટસ ડેગબાલ્ડ અનુસાર હિંસા કરનાર લોકોથી પોતાના શહેરને બચાવવા માટે વિલ્લેમ 2 ફૂટબૉલ ક્લબના ફેન્સ ટિલબર્ગ શહેરના રસ્તાઓ ઊતરી આવ્યા હતા.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે નેધરલૅન્ડનાં ઉત્તરમાં આવેલ ઉર્ક ગામમાં સ્થિત કોરોના વાઇરસ ટેસ્ટિંગ સેન્ટરને આંગ ચાંપી દેવામાં આવી હતી.

વધુ અશાંતિ ફેલાતી અટકાવવા માટે વિવિધ શહેરોના મેયરો દ્વારા ઇમર્જન્સી પગલાં લેવાની વાત કરવામાં આવી છે.

કોરોના વાઇરસ રોગચાળાના શરૂઆત બાદ ડચ સરકાર દ્વારા સૌથી આકરાં પગલાં લેવામાં આવ્યાં છે, જેમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 4.30 વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યૂ પણ સામેલ છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ આ પહેલી વખત છે જ્યારે રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. કફર્યૂ ભંગ કરનારને 95 યુરોનો દંડ ફટકાવવામાં આવે છે.

ઑક્ટોબર મહિનાથી નેધરલૅન્ડમાં બાર અને રેસ્ટોરાં બંધ છે. ડિસેમ્બરમાં શાળાઓ અને બિનજરૂરી દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો