ઓમાન : એ દેશ જે કોરોનાકાળમાં એક મોટા ફેરફાર તરફ વધી રહ્યો છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, પ્રવીણ શર્મા
- પદ, બીબીસી માટે
ઓમાનના સુલતાને એક મોટા બંધારણીય ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફાર અંતર્ગત પહેલી વખત એક યુવરાજ (ક્રાઉન પ્રિન્સ) ની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત બીજા પણ મોટા સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે.
માનવામાં આવી રહ્યુ્ં છે કે આ મોટા ફેરફાર દ્વારા ઓમાનના સુલતાન દેશને વધુ આધુનિક બનાવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
ક્રાઉન પ્રિન્સની નિમણૂકને ઉત્તરાધિકારીને લઈને કોઈ પણ પ્રકારના વિવાદને અટકાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક અલ-સઈદના આવ્યા બાદ ઘણાં મોટાં પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે અને દેશને આધુનિક બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મોટા પ્રમાણમાં તેલ પર ટકેલી ઓમાનની અર્થવ્યવસ્થા તેલની કિંમતમાં ઘટાડો આવ્યા બાદ અને કોરોના વાઇરસના સંક્રમણના કારણે હચમચી ગઈ છે.
અર્થવ્યવસ્થા માટે એક મીડિયમ ટર્મ પ્લાન બનાવવા માટે સુલતાને એક સમિતિ પણ બનાવી છે.
ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક અલ-સઈદે નવો કાયદો બહાર પાડ્યો છે. તેમણે નાગરિકોને વધુ અધિકાર અને સ્વતંત્રતા આપવામાં રાજ્યની ભૂમિકા પર ભાર આપ્યો છે.
સરકારી સમાચાર સંસ્થા ઓએનએ મુજબ તેમણે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતા લાવવાની પણ વાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાષ્ટ્રીય ટીવી પર વાંચવામાં આવેલા એક શાહી સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, શાસનના સ્થાળાંતરણ માટે સૌથી અગત્યનું તત્ત્વ છે સ્પષ્ટ અને કાયમી પ્રક્રિયા અને ક્રાઉન પ્રિન્સની નિમણૂક કરવાની વ્યવસ્થા તૈયાર કરવી.
ઓમાનના બંધારણ મુજબ રાજગાદી ખાલી થવાના 30 દિવસની અંદર રાજવી પરિવારને સુલતાનના ઉત્તરાધિકારીની નિમણૂક કરવાની હોય છે. જો રાજવી પરિવાર ઉત્તરાધિકારી માટે સહમત ન થાય તો સુલતાન દ્વારા પંસદ કરવામાં આવેલ વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે.
સુલતાન બનવા માટે રાજવી પરિવારનો સભ્ય હોવું જરૂરી છે. સુલતાન તે જ વ્યક્તિ બની શકે છે જે મુસ્લિમ હોય, પુખ્ય વયની હોય અને ઓમાની મુસ્લિમ માતા-પિતાનું કાયદેસર બાળક હોય.
અગાઉના સુલતાન કાબૂસ બિન સઈદ અલ-સઈદને કોઈ વારસ નહોતું અને તેમને પોતાના ગમતા ઉત્તરાધિકારીનું નામ એક સીલબંધ કવરમાં લખીને મૂકી રાખ્યું હતું. આ કવર તેમના મૃત્યુ બાદ ખોલવામાં આવનાર હતું. તેમના પરિવારે તેમની પસંદગી પર પોતાની સહમતિ આપી દીધી હતી.
સોમવારે જાહેર કરવામાં આવેલા મૂળભૂત કાયદામાં ક્રાઉન પ્રિન્સની નિમણૂક અને તેમનાં કર્તવ્યો માટે નિયમ નક્કી કરવામાં આવ્યા છે.
જોકે સરકારી સમાચાર સંસ્થાના અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે નવા ક્રાઉન પ્રિન્સ કોણ હશે. તેમાં આ વિષય પર બીજી કોઈ માહિતી પણ આપવામાં આવી નથી.
આમાં કાયદાના શાસન અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને ઓમાનમાં વહીવટી વ્યવસ્થાનો આધાર બનાવવાની વાત કરવામાં આવી છે.
ઓમાન એક નાનકડો તેલનું ઉત્પાદન કરતો દેશ છે અને અમેરિકાનો પ્રાદેશિક સહયોગી છે.

સંસદ માટે નવો કાયદો

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
એક જુદા સ્તર પર સંસદ માટે નવો કાયદો ઘડવામાં આવ્યો છે. ઓમાનમાં ચૂંટાયેલા સભ્યો માટે બે ગૃહો છે.
નવા આદેશમાં કાઉન્સિલનો સભ્ય પદ અને તે માટેની શરત નક્કી કરવામાં આવી છે. જોકે એ વિષય પર વધુ માહિતી આપવામાં આવી નથી.
બેરોજગારી, ભષ્ટ્રાચાર અને રાજકીય સુધારાઓની માંગણીને લઈને 2011માં ઓમાનને પણ આરબ સ્પ્રિંગ જેવાં વિરોધપ્રદર્શનો જોવા પડ્યાં હતાં.
ઓમાનમાં રાજકીય પક્ષો અથવા રાજકીય પ્રતિનિધિત્વને અન્ય કોઈ પણ પ્રકારે કોઈ જગ્યા આપવામાં આવી નથી.
નિષ્ણાતો કહે છે કે ઓમાનના સુલતાન દ્વારા જે પગલાં લેવામાં આવ્યાં છે તે ઘણાં મહત્ત્વપૂર્ણ છે અને તેની પાછળ ઘણાં કારણો છે.

લોકોના ગુસ્સાને શાતં પાડવાનો પ્રયાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રક્ષા અધ્યન અને વિશ્લેષણ સંસ્થાન (આઈડીએસએ) ના પશ્ચિમ એશિયા સેન્ટરનાં ભૂતપૂર્વ અધ્યક્ષ મીના સિંહ રૉય કહે છે કે આરબ સ્પ્રિંગ અને કોરોના વાઇરસ અને તેની અસરના કારણે સાઉદી અરેબિયા હોય કે યૂએઈ અને ઓમાન, ખાડી વિસ્તારનાં દરેક શાસનને પોતાના લોકો માટે નવી દરખાસ્ત લાવવાની ફરજ પડી છે જેથી લોકોમાં રહેલી નારાજગી ઓછી થઈ શકે.
રૉય કહે છે કે દરેક ખાડી દેશોની નીતિઓમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે.
તેઓ કહે છે, "આ આખો વિસ્તાર વ્યૂહાત્મક આશ્ચર્ય અને વ્યૂહાત્મક ભૂલોથી ભરેલો છે. તમે જુઓ, કતારની નાકાબંધી યૂએઈ અને સાઉદી અરેબિયાની એક મોટી ભૂલ હતી. તેનાથી ઈરાન અને તુર્કીને સૌથી મોટો લાભ થયો."
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર એ કે પાશા કહે છે કે હાલના સમયમાં આ પગલું ઘણું મહત્વનું છે.
પાશા કહે છે, "અગાઉના સુલતાન કાબૂસે આશરે 50 વર્ષ સુધી શાસન કર્યું. તેમની પાસે ન તો ક્રાઉન પ્રિન્સ હતા અને ન કોઈ ઉત્તરાધિકારી. સંપૂર્ણ સત્તા તેમના હાથમાં હતી."
ઓમાનના રાજવી પરિવારને અલ-બુસૈદી પરિવાર કહેવામાં આવે છે કારણ કે તેઓ અલ-બુસૈદી વંશથી આવે છે.
પાશા કહે છે કે અત્યારના સુલતાનની લોકપ્રિયતા અગાઉના સુલતાન કરતા ઘણી ઓછી છે. કુટુંબમાં વર્તમાન સુલતાનનો પ્રભાવ એવો નથી. સાથે અત્યારના સુલતાન બીમાર અને વૃદ્ધ છે.
આવી સ્થિતિમાં એક નિયમ બનાવવામાં આવ્યો છે કે બધા મળીને એ નક્કી કરે કે ઓછી ઉંમરના સભ્યને ક્રાઉન પ્રિન્સ બનાવવામાં આવે.
રૉય કહે છે કે સુલતાન કાબૂસનો કોઈ વારસદાર નહોતો, પરંતુ હવે હૈથમ બિન તારિકના આવ્યા બાદ એક પ્રક્રિયા બનાવવાનો આ પ્રયાસ છે જેથી ઉત્તરાધિકારી નક્કી કરતી વખતે કોઈ વિવાદ ન થાય.

લોકશાહીને મજબૂત કરવાનો પ્રયાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આ હુકમ દ્વારા ઓમાનમાં લોકશાહીને મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
પાશા કહે છે, "ખાડીના જીસીસી દેશોમાં માત્ર કુવૈત એવો દેશ હતો જ્યાં 1961માં બ્રિટેનથી સ્વતંત્રતા મેળવ્યા બાદ નેશનલ ઍસેમ્બલી, બંધારણ અને ચૂંટણી જેવી લોકશાહી પરંપરા જાળવવામાં આવી રહી હતી. તે બાદ બહેરીનમાં 1971માં સ્વતંત્રતા બાદ રાજાએ માત્ર પાંચ વર્ષ શાસન કર્યું છે. આ પછી ત્યાં લોકશાહી આવી ગઈ."
આ બંને દેશો બાદ ઓમાન એકમાત્ર એવો દેશ હતો જેણે પોતાના દેશમાં રાજકીય સુધારા શરૂ કર્યા. અહીં સંસદમાં ભલે વધારે શક્તિ નથી, પરંતુ સવાલ-જવાબનાં સત્રો થાય છે.
આ સિવાય ઓમાનમાં મર્યાદિત ચૂંટણીઓ પણ યોજાય છે.
નવા સુલતાન સંસદના બંને ગૃહોને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુ સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રૉય કહે છે, "ઓમાનમાં રજુ કરવામાં આવી રહેલા નવા કાયદાનો એક હેતુ લોકોને પોતાના નેતૃત્વમાં વિશ્વાસ કેળવવાનો છે."

મંદીનો માહોલ, અર્થતંત્રની ચિંતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
સુધારણાનાં વર્તમાન પગલાં પાછળ પણ આર્થિક કારણોની એક મોટી ભૂમિકા છે.
પાશા કહે છે કે 2008ની મંદીમાંથી ઓમાન હજી બહાર આવ્યું નથી. ઓમાનનું બાહ્ય દેવું વધી રહ્યું છે. બીજી બાજુ તેલની કિંમતો ઘટી રહી છે અને દેશની વસ્તી અને ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.
આવી સ્થિતિમાં સુલતાન દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માગે છે.
સત્તામાં આવ્યા બાદથી સુલતાન હૈથમ બિન તારિક સરકારી અને રાજ્ય એકમોમાં ગભરાટ પેદા કરી ચૂક્યા છે. તેમણે લાંબા સમયથી બાકી રહેલા નાણાકીય સુધારાઓ લાગુ કર્યા છે. તેમણે નાણા અને વિદેશમંત્રીની નિમણૂક કરી છે અને દેશની મધ્યસ્થ બૅંકના અધ્યક્ષની નિમણૂક પણ કરી છે.
આ બધા પદો પણ પહેલાં ગુજરી ગયેલા સુલતાન જ સંભાળી રહ્યા હતા.
રૉય કહે છે કે અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે અને કેન્દ્રીય વ્યવસ્થાઓથી વસ્તુઓના સમાધાન કરવામાં મુશ્કેલી પડી રહી છે.
તેલની કિંમતોમાં ઘટાડો અને કોરોના રોગચાળાને કારણે ઓમાનની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. બધી મોટી ક્રૅડિટ રેટિંગ એજન્સીઓએ ત્યાં રોકાણના પ્રમાણને ઓછી કરી નાખ્યું છે.
ઓમાનની નાણાકીય ખાધ સતત વધી રહી છે અને આવનારાં વર્ષોમાં તેને મોટા પાયે લૉનની વ્યવસ્થા કરવી પડશે.
નવા મૂળભૂત કાયદામાં સુલતાનના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે, જે મંત્રીઓ અને બીજા અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરશે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં સુલતાન હૈથમ બિન તારિકે એક મધ્યમ અવધિની નાણાકીય યોજનાને મંજૂરી આપી હતી જેથી સરકારની આર્થિક સ્થિતિને વધુ સારી અને ટકાઉ બનાવી શકાય.
ઓમાનની આ જાહેરાત પાછળનું એક કારણ વિદેશી રોકરણ અને રોજગારીનું સર્જન કરવાનું પણ છે. અમેરિકા પણ આ દેશ પર સંપૂર્ણ ભરોસો મૂકી શક્યું નથી.
રૉય કહે છે, "જ્યારે બીજા દેશોને લાગશે કે અહીં રોકાણ કરવું તેમના માટે નફાકારક છે અને મુક્ત બજાર છે ત્યારે જ તેઓ ત્યાં રોકાણ કરશે. આજ કારણોસર ઓમાને પોતાના ત્યાં નિયમોમાં ફેરફાર કર્યા છે."

આરબ સ્પ્રિંગ અને અસંતોષનો ભય
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
આરબ સ્પ્રિંગ દરમિયાન ઓમાન એવો દેશ હતો જ્યાં મોટા પાયે વિરોધપ્રદર્શનો થયાં હતાં. પાટનગર મસ્કત અને બીજાં પાંચ-છ શહેરોમાં ઘણા દિવસો સુધી ઘર્ષણ ચાલ્યું હતું.
પાશા કહે છે કે બીજા આરબ દેશોની સરખામણીમાં ઓમાનમાં તેલના ભંડાર બહુ ઓછા છે અને લોકોની આવક પણ ઓછી છે, એવામાં શાસન ઉપર લોકોનું બહુ દબાણ છે.
બીજા અખાત દેશોની સરખામણીએ ઓમાનમાં સાક્ષરતા ઘણી વધારે છે.
પાશા કહે છે, "યમનની નજીક આવેલા ઓમાનના દોફર પ્રાંતમાં સુલતાન કાબૂસ સામે વર્ષો સુધી બળવો ચાલ્યો. કાબૂસે તેમને શાસન અને વહીવટમાં સમાવી લીધા હતા, પરંતુ તેમ છતાં આ પ્રાંતમાં બળવાનો ઝોક હજુ છે."
આ વિસ્તાર ખૂબ જ પછાત છે અને ત્યાં વિકાસની માંગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે.
આ કારણોસર અખાતમાં દેશોની અંદર ઓમાનમાં બળવો થવાનું સૌથી વધુ જોખમ છે અને સુલતાન લોકોને સંતોષ આપવા માટે આ પ્રકારનાં પગલાં લઈ રહ્યા છે.
પાશા કહે છે, "નવા મૂળભૂત કાયદા દ્વારા સુલતાન અને રાજવી પરિવાર લોકોમાં સર્જાયેલા અસંતોષને ઓછો કરવા અને રાજકીય વર્તુળનો વિસ્તાર કરવા અને વધુ ગાઢ બનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે."

અગાઉના સુલતાન કાબૂસ બિન સઈદ અને નવા સુલતાન

ઇમેજ સ્રોત, keyston
સુલતાન કાબૂસ બિન સઈદે 1970માં બ્રિટેનના ટેકાથી લોહિયાળ બળવો કરીને પોતાના પિતાને સત્તા પરથી ઉથલાવી દીધા હતા.
સુલતાન કાબૂસે ઓમાનની તેલસંપત્તિનો ઉપયોગ કરીને દેશને વિકાસના માર્ગ પર લઈ જવાની શરૂઆત કરી. તેમને વ્યાપકપણે લોકપ્રિય માનવામાં આવતા હતા, જોકે તેઓ વિરોધના અવાજોને સહન ન કરી શકનાર શાસક તરીકે પણ જાણીતા હતા.
ગયા વર્ષે સુલતાન કાબૂસ બિન સઈદ અલ સઈદ મૃત્યુ પામ્યા હતા. તે બાદ પરિવારની એક પરિષદ પાસે તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે ત્રણ દિવસનો સમય હતો.
સુલતાન કાબૂસના ન તો કોઈ વારસદાર હતા અને ન તો તેમણે ઉત્તરાધિકારીની પસંદગી કરી હતી. પરિવારે કાબૂસ દ્વારા લખવામાં આવેલ સીલબંધ કવર ખોલવાનું મુનાસિબ માન્યું. આમાં કાબૂસે ઉત્તરાધિકારી તરીકે પોતાની પસંદગી નોંધી હતી.
આ રીતે તેમના પિતરાઈ ભાઈ હૈથમ બિન તારીક અલ-સઈદ ઓમાનના સુલતાનની ગાદી મળી.
હૈથમ બિન તારીક અલ-સઈદનો જન્મ 1955માં થયો છે. તેઓ ઝડપથી દેશના લોકો અને દુનિયાને ખાતરી આપવામાં સફળ રહ્યા કે તેઓ પુરોગામી સુલતાનના પગલે ચાલશે.
ઓમાનમાં નિર્ણય લેવાની શક્તિ સુલતાનમાં જ રહેલી છે. સુલતાન જ વડા પ્રધાન હોય છે અને સુલતાન જ સશસ્ત્ર દળોનો સર્વોચ્ચ કમાન્ડર હોય છે. આ સિવાય સુલતાન સંરક્ષણમંત્રી, નાણા અને વિદેશમંત્રી પણ હોય છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












