ક્યાં છે એ યુવતી, જેમને સુષમા સ્વરાજ પાકિસ્તાનથી લાવ્યાં હતાં

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે ગીતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે ગીતા
    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

'એક નદી અને તેના કિનારે બનેલું દેવીનું મોટું મંદિર અને રેલિંગવાળો પુલ...' આ ગીતાના બાળપણની એ યાદ છે, જેના આધારે તેઓ 20 વર્ષ પહેલાં પરિવારથી અલગ થઈ ગયા હતા.

બાળપણથી જ મૂકબધિર ગીતા વર્ષ 2000ની આસપાસ ભૂલથી સમજૌતા એક્સપ્રેસમાં બેસીને પાકિસ્તાન પહોંચી ગયાં હતાં.

જોકે હજુ તેમને ખબર નથી પડી કે તેઓ ભારતના કયા ગામ, જિલ્લા કે રાજ્યમાં રહેતાં હતાં અને પછી પાકિસ્તાન પહોંચી ગયાં હતાં.

line

ગીતા આજકાલ શું કરી રહ્યાં છે?

ગીતા અને ટીમ

ઇમેજ સ્રોત, GYANENDRA PUROHIT

ગત પાંચ વર્ષથી ગીતા રાહ જોઈ રહ્યાં હતાં કે જલદી જ તેમના ઘરની કોઈને કોઈ વ્યક્તિને શોધવામાં સફળતા મળી જશે, અને કોઈ કંઈક ખબર લઈને આવશે.

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ સહિતની મોટી-મોટી હસ્તીઓએ તેમના પરિવારને શોધવા માટે ઘણી કોશિશ કરી હતી.

સુષમા સ્વરાજે એક વિદેશમંત્રી તરીકે અને વ્યક્તિગત સ્તર પર પણ ટ્વિટર પર તેમના ઘર-પરિવારને શોધવાની પણ કોશિશ કરી હતી.

જોકે તેમના પરિવાર વિશે જાણકારી નહોતી મળી શકી. એ દરમિયાન સુષમા સ્વરાજના નિધને ગીતાને ઘણો આઘાત આપ્યો.

કોવિડ મહામારીને કારણે અલગ-થલગ થવાથી ગીતાની ધીરજ ખૂટી ગઈ અને ગત કેટલાક મહિનાઓથી ગીતા પોતાની ભૌગોલિક યાદશક્તિના દમ પર પોતાના પરિવારને શોધી રહી છે.

તેમની આ શોધમાં ઇંદૌરના જ્ઞાનેન્દ્ર અને મોનિકા પુરોહિત તેમની મદદ કરી રહ્યાં છે.

ગીતા અને જ્ઞાંનેન્દ્ર

ઇમેજ સ્રોત, GYANENDRA PUROHIT

જ્ઞાનેન્દ્ર અને તેમની ટીમ ગીતાના બાળપણની યાદોના આધારે મહારાષ્ટ્રથી લઈને છત્તીસગઢ અને તેલંગણામાં રોડ મારફતે એ સ્થળોએ પહોંચી રહી છે, જ્યાં ગીતાનું ગામ હોવાની સંભાવના છે.

જ્ઞાનેન્દ્ર બીબીસીને જણાવે છે, "ગીતા કોઈ પણ નદીકિનારે પહોંચે છે, તો ઘણી ખુશ થઈ જાય છે. તેની આંખોમાં એક ચમક આવી જાય છે અને મનમાં એક આશા જાગે છે. કેમ કે તેમને લાગે છે કે તેમનું ઘર એક નદીના કિનારે જ છે."

ગીતા જણાવે છે કે તેમનાં માતા તેમને સ્ટીમ ઍન્જિન વિશે જણાવતાં હતાં. એવામાં અમે જ્યારે ઔરંગાબાદ પાસે લાતૂર રેલવેસ્ટેશન પહોંચ્યાં તો ગીતા ઘણા ખુશ થઈ ગયાં. અહીં વીજળી નથી અને ટ્રેન ડીઝલ ઍન્જિનથી ચાલે છે.

અહીં આવીને પણ ગીતાના મનમાં આશા જાગી કેમ કે ગીતાની બાળપણની યાદોમાં ઇલેક્ટ્રિક ઍન્જિન નહોતું.

line

ઝાંખી થતી યાદો અને બદલાતું ભારત

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે ગીતા

ઇમેજ સ્રોત, Getty Images

જ્ઞાનેન્દ્રની સંસ્થા આદર્શ સેવા સોસાયટીએ એક લાંબા સમયથી ગીતાના હાવ-ભાવ, ખાનપાનની શૈલી અને તેમની બાળપણની યાદોનો અભ્યાસ કર્યો છે.

ગીતાએ જણાવેલી વાતોને ધ્યાનમાં રાખીને જ્ઞાનેન્દ્ર અને તેમની ટીમ નિર્ણય પર પહોંચી છે કે ગીતા સંભવતઃ મહારાષ્ટ્ર પાસેની સરહદના વિસ્તારમાંથી છે.

આ લાંબા સફર પછી ગીતાની પાસે જે યાદો છે સ્મરણો છે તે ઝાંખા થઈ રહ્યા છે. ક્યારેક તેમના મનમાં જે ગામની તસવીર સ્પષ્ટ હશે પણ હવે તે સ્મરણોના માત્ર કેટલાક ટુકડા જ જીવંત છે.

સાંકેતિક ભાષા સમજતા જ્ઞાનેન્દ્ર જણાવે છે કે નદી જોઈને જાણે તેમના મૂખથી એકદમ તરત શબ્દો નીકળી પડે છે કે, "હા આવી જ નદી મારા ગામમાં છે અને નદીની જ પાસે રેલવેસ્ટેશન છે. એક પુલ છે, જેના પર રેલિંગ છે. પાસે જ એક બે માળનું દવાખાનું છે. મેટરનિટી હોમ છે. ત્યાં ઘણી ભીડ હોય છે."

જ્ઞાનેન્દ્ર જણાવે છે કે ગીતા કહેતાં હતાં કે તેમના ખેતરમાં શેરડી, ચોખા અને મગફળી ત્રણેય થાય છે. ચાલતાં-ચાલતાં ક્યારેક ખેતર દેખાય તો તરત ગાડી રોકીને ખેતરમાં ઊતરી જાય છે. એવી આશામાં કે કદાચ ખેતરમાં કામ કરતાં તેમનાં માતા તેમને મળી જાય.

line

બાળપણના આઘાત

ગીતા

ઇમેજ સ્રોત, Getty Images

મોનિકા માને છે કે પરિવારથી વિખૂટા પડી ગયાનો આઘાત અને પછી તેમને ફરીથી શોધવાની બાબતે ગીતાને માનસિક રીતે ઘણું દુખ આપ્યું છે.

તેઓ કહે છે, "જ્યારે અમે ગીતાને કહીએ છીએ કે તેઓ આગળ વધે અને લગ્ન કરે તો તેઓ ના કહી દે છે. તેઓ કહે છે કે તેઓ ઘણાં નાનાં છે અને માતાને શોધવા છે. લગ્ન કરી લેશે તો તેમના ઘરવાળા નારાજ થઈ જશે."

"ગીતાને લાગે છે કે હજુ તેઓ માત્ર 16-17 વર્ષનાં બાળકી છે. જ્યારે તેમની વય ઓછામાં ઓછી 25-28 વર્ષ હશે."

"ગીતા ખૂબ જ પ્રેમાળ છે, પરંતુ તેઓ ક્યારેક-ક્યારેક રડવા લાગે છે."

આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ગીતા જ્ઞાનેન્દ્ર અને તેમની ટીમ સાથે એક ગાડીની ડાબી બાજુની પાછળની સીટ પર બેઠાં-બેઠાં સાઇડગ્લાસમાં પાછળ છૂટી રહેલાં ખેતરોને નિહાળી રહ્યાં છે.

તેમને આશા છે કે કદાચ કોઈ ખેતર પાસેથી નીકળતાં તેમને તેમનાં માતા દેખાઈ જાય. તેમને આશા છે કે તેમના ગામનાં નદી, મંદિર અથવા એ પુલની રેલિંગ જોવા મળી જાય, જેને તેમણે તેમના બાળપણમાં છેલ્લી વખત જોયાં હતાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો