અમેરિકાની કૅપિટલ બિલ્ડિંગ લૉક, બાઇડનના શપથગ્રહણ અગાઉ હુમલાનો ભય

કૅપિટલમાં સુરક્ષા વધારે સજ્જડ કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કૅપિટલમાં સુરક્ષા વધારે સજ્જડ કરવામાં આવી છે

જો બાઇડનના અમેરિકાના રાષ્ટ્રપતિપદ સંભાળવાના બે દિવસ પહેલાં સુરક્ષા કારણોસર વૉશિંગટન ડીસીની કૅપિટલ બિલ્ડિંગ બંધ કરી દેવાઈ છે.

અમેરિકન કૉંગ્રેસનું ઘર કહેવાતી કૅપિટલ બિલ્ડિંગ પર છ જાન્યઆરીના રોજ ટ્રમ્પના સમર્થકોએ હુમલો કર્યો હતો જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઇમારતની નજીક તહેનાત પત્રકારોએ જણાવ્યું કે બાઇડનના પદગ્રહણનું રિહર્સલ સ્થગતિ કરાયું છે અને ત્યાં ઘોષણા જારી છે.

સુરક્ષા બંદોબસ્ત અત્યંત કડક છે અને હજારો નૅશનલ ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ કૅપિટલ પાસેથી ધુમાડો ઊઠતો જોયો છે. વૉશિંગટન ડીસી ફાયર સર્વિસનું કહેવું છે કે આગની ઘટના નજીકમાં થઈ હતી જેની પર કાબૂ મેળવી લેવાયો છે.

કૅપિટલ સ્ટાફને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે કે કૉમ્પલેક્સ બંધ કરી દેવાયું છે અને હવે કોઈ અંદર કે બહાર નહીં જઈ શકે.

line

જો બાઇડનની શપથવિધિ અગાઉ હિંસક પ્રદર્શનોની FBIની ચેતવણી

કૅપિટલમાં સુરક્ષા વધારે સજ્જડ કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કૅપિટલમાં સુરક્ષા વધારે સજ્જડ કરવામાં આવી છે

ગત અઠવાડિયે અમેરિકાની સુરક્ષા સંસ્થા એફબીઆઈના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો બાઇડન રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તેના પહેલાં સમગ્ર દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા હિંસક વિરોધપ્રદર્શન થઈ શકે છે.

અહેવાલ છે 20 જાન્યુઆરીએ જો બાઇડનની શપથવિધિ અગાઉ હથિયારો સાથે લોકોનું જૂથ 50 રાજ્ય કૅપિટલ અને વૉશિંગટન ડીસીમાં ભેગા થવાની યોજના બનાવી રહ્યું છે. શપથવિધિ માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

આ મામલે તમામ રાજ્યોમાં ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.

વ્હાઇટ હાઉસ

ઇમેજ સ્રોત, Reuters

કૅપિટલમાં 20 જાન્યુઆરીએ એક સમારંભમાં જો બાઇડન અને કમલા હેરિસ શપથ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આ શપથવિધિમાં નહીં આવે એમ કહી ચૂક્યા છે.

અગાઉ બાઇડનની ટીમે અમેરિકન પ્રજાને અપીલ કરી છે કે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને તેઓ કૅપિટલ આવવાનું ટાળે.

કૅપિટલ હિલ્સની હિંસા બાદ સ્થાનિક અધિકારીઓ દ્વારા પણ લોકોને આ અપીલ કરવામાં આવી છે.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે 6 જાન્યુઆરીના રોજ જે સુરક્ષા ચૂક થઈ તે ફરીથી નહીં થાય.

વીડિયો કૅપ્શન, શું ડોલાન્ડ ટ્રમ્પ ખુદનું સોશિયલ મીડિયા વિશ્વ ઊભું કરશે?

6 જાન્યુઆરીના રોજ હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો કૅપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા જ્યાં કૉંગ્રેસના સભ્યો ચૂંટણી પરિણામો પ્રમાણિત કરવા માટે મતદાન કરી રહ્યા છે. કૅપિટલ હિંસામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.

ટ્રમ્પ દ્વારા સતત પાયાવિહોણા દાવાઓ કરવામાં આવતા કે નવેમ્બર 2019માં યોજાયેલ ચૂંટણીમાં છેતરપિંડી થઈ છે, જેણે તેમના સમર્થકોને કૅપિટલમાં હુમલો કરવા માટે બળ પુરૂં પાડ્યું હતું.

બુધવારની ઘટના બાદ સતત માગણી થઈ રહી છે કે ટ્રમ્પ રાજીનામું આપે અને તેમને રાષ્ટ્રપતિ પદથી હઠાવવામાં આવે અને તેમની સામે મહાઅભિયોગનો ખટલો ચલાવવામાં આવે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો