ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરાયું, તેમને પદભ્રષ્ટ કરવા ડેમૉક્રેટ્સની તૈયારી

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાનો રાજકીય પક્ષ ડેમૉક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિ સામે મહાઅભિયોગ ચલાવવાની તૈયારી બતાવી છે. બુધવારે વૉશિંગ્ટન ડીસીમાં અમેરીકી સંસદની ઇમારત પર થયેલા હુમલાના આરોપ તેમની સામે ઘડીને તેમની સામે ગૃહમાં મહાઅભિયોગ પ્રસ્તાવ લાવવાની વાત થઈ રહી છે.

કૅપિટલ હિંસામાં તેમની કથિત ભૂમિકા મામલે તેમને પદભ્રષ્ટ કરવા માટે ડેમૉક્રેટિક પાર્ટી કમરકસી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.

જેમાં ગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું છે કે જો ટ્રમ્પ રાજીનામું નહીં આપે તો તેઓ તેમની સામે મહાઅભિયોગ ચલાવશે.

દરમિયાન ટ્વિટરે ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે ટ્રમ્પ આગામી સમયમાં વધુ હિંસાને ઉશ્કેરે એવું જોખમ હોવાથી તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે.

કંપનીએ એવું પણ કહ્યું કે તાજેતરના તેમના ટ્વીટ અને તેના સંદર્ભોની ગંભીર સમીક્ષા કર્યા પછી જ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

નેન્સી પેલોસી

ઇમેજ સ્રોત, Reuters

દરમિયાન અમેરિકામાં કૅપિટલ હિંસાનો વિવાદ હજી શમી રહ્યો નથી અને એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે તેઓ 20 જાન્યુઆરીએ જો બાઇડનના શપથગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય.

ટ્રમ્પની આ જાહેરાત પરંપરાથી અલગ છે અને સત્તા હસ્તાંતરણને લઈને જે અસમંજસ વ્યાપી રહી છે તેનો સંકેત છે.

ગઈ કાલે ડોનાલ્ડ ટ્રમ્પે એમના પ્રવક્તા થકી કહ્યું હતું કે સત્તા હસ્તાંતરણ વ્યવસ્થિત રીતે થશે. જોકે, આજે એમનું નિવેદન અલગ છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બુધવારની હિંસા બાદ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ટ્રમ્પ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

ટ્વિટર પર પ્રતિબંધની અવધિ પૂર્ણ થયા પછી ટ્રમ્પે પોતે બાઇડનના શપથગ્રહણમાં ભાગ નહીં લે તેમ કહ્યું છે.

આ અગાઉ તેમણે એક વીડિયો શૅર કર્યો જેમાં એમનો ટોન સાવ અલગ જ હતો. આ વીડિયોમાં એમણે સમાધાનની વાત કરી અને શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણ તરફ ઇશારો કર્યો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

વીડિયોમાં એમણે બુધવારે થયેલી હિંસાની નિંદા પણ કરી.

જોકે, એ પછી એમણે પોતાના જાણીતા અંદાજમાં ટ્વીટ કરીને પોતાના મતદાતાઓનો બચાવ કરતાં કહ્યું કે ન તો તેમનું અપમાન થશે ન તેમની સાથે ખરાબ વ્યવહાર થશે.

દુનિયાને સ્તબ્ધ કરી દેનાર બુધવારના દિવસે અમેરિકાના ઇતિહાસમાં એ થયું જે કદી નહોતું થયું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભીડ બુધવાર બપોરે અચાનક જ કૅપિટલ્સ હિલ્સમાં ઘૂસી ગઈ અને આ ભીડ ત્યાં હાજર પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી. આ હિંસમાં ચાર લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં.

આ ભીડ અમેરિકન કૉંગ્રેસની કાર્યવાહીને અટકાવવાના હેતુથી કૅપિટલ હિલ્સમાં ઘૂસી ગઈ હતી, જેથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન 2020ની ચૂંટણીમાં વિજેતાનું સર્ટિફિકેટ ન મેળવી શકે.

બુધવારની ઘટના બાદ ભૂતપૂર્વ એક્સ ચીફ મીક મૂલવણે, ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ફર્સ્ટ લેડી ચીફ ઑફ સ્ટાફે રાજીનામું આપી દીધું છે.

દરમિયાન બુધવારની હિંસામાં એક પોલીસના મૃત્યુ પર સ્પીકર પેલોસીએ કૅપિટલ હિલ્સ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો છે.

line

અમેરિકામાં બુધવારના કાળા દિવસે શું થયું?

અમેરિકાની સંસદ પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

  • આ હુમલો ત્યારે થયો જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સમર્થકોને કૅપિટલ પર ચઢાણ કરીને અને નવેમ્બર 2020ના ચૂંટણીપરિણામોને પલટાવી નાંખવામાં માટે આહ્વાન કર્યું.
  • ભીડ સૅનેટ કક્ષ સુધી પહોંચવામાં સફળ રહી હતી જ્યાં થોડીક મિનિટો પહેલાં ચૂંટણીપરિણામોને પ્રમાણિત કરવામાં આવ્યા હતા.
  • ભીડમાંથી એક વ્યક્તિ મંચ સુધી પણ પહોંચી ગઈ. એક પત્રકારના અનુસાર તેમણે બૂમ પાડીને કહ્યું, એ ચૂંટણી ડોનાલ્ડ ટ્ર્મ્પ જીત્યા હતા.
અમેરિકાની સંસદ પર હુમલો

ઇમેજ સ્રોત, Reuters

  • સત્તાવાર રીતે કૅપિટલ્સ હિલ્સમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. તેમાંથી ટ્રમ્પ સમર્થિત મહિલા પર પોલીસે સ્થળ પર જ ગોળી ચલાવી હતી અને હૉસ્પિટલ લઈ જતાં વેળાં મૃત્યુ થયું. પોલીસના જણાવ્યા અનુસાર બીજા ત્રણ લોકોનું મૃત્યુ મેડિકલ ઇમર્જન્સીના કારણે થયું છે.
  • વૉશિંગટન ડીસી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બે પાઇપ બૉમ્બ પણ મળ્યાં છે. એક કૅપિટલ બિલ્ડિંગ પાસે ડેમૉક્રેટિક નેશનલ કમિટી ઑફિસથી અને એક રિપબ્લિકન નેશનલ કમિટીની મુખ્ય ઑફિસથી. પોલીસને બીજા પણ હથિયાર મળ્યાં છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પે હુમલો કરનાર ભીડને બહુ ખાસ ગણાવી અને તેમના વખાણ પણ કર્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટાં પાયે ચૂંટણીમાં છેતરપિંડીનો દાવો કરીને હિંસાને યોગ્ય ઠેરવી છે. જોકે, તેમણે હજી સુધી ગેરરીતિના દાવા પર કોઈ પુરાવા કે તર્ક આપ્યો નથી.
અમેરિકાની સંસદ પર હુમલો

ઇમેજ સ્રોત, Reuters

  • હિંસા દરમિયાન એક વીડિયોમાં, જેને બાદમાં ટ્વિટર, ફેસબુક અને યુટ્યૂબ દ્વારા હઠાવી દેવામાં આવ્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને પાછા જવાની અપીલ કરી, પરતું આ વીડિયોમાં ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતિના એ ખોટા દાવાઓને પણ હવા આપી, જેના કારણે હિંસા થઈ.
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ફેસબુકે ટ્રમ્પનાં સત્તાવાર એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દીધાં હતાં. મોડેથી ફેસબુકે ટ્રમ્પ પરનો પ્રતિબંધ અનિશ્ચિતકાળ સુધી લંબાવી દીધો છે.
  • ભારતીય મૂળનાં બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે અમેરિકામાં થયેલી હિંસા માટે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે.
  • ટ્વિટર અને ફેસબુકે ટ્રમ્પનાં સત્તાવાર એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દીધાં હતાં. આ સોશિયલ મીડિયા વેબસાઇટનું કહેવું છે કે, ટ્રમ્પ લોકોને ભડકાવી રહ્યા છે અને પોતાના દાવાથી ભ્રમિત કરી રહ્યા છે. ફેસબુકે જણાવ્યું કે આ પ્રદર્શનો સાથે સંલગ્ન બધા ફોટો અને વિડિયો વેબસાઇટથી હઠાવી નાંખવામાં આવશે.
વીડિયો કૅપ્શન, ટ્રમ્પ સમર્થકોએ અમેરિકાની સંસદનો શું હાલ કર્યો?
  • અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે આ ઘેરાવ સમાપ્ત કરવાની માંગણી કરી. વિલમિંગટનમાં પોતાના ભાષણમાં બાઇડને જણાવ્યું કે, આ વિરોધ નથી. આ એક પ્રકારની હિંસા છે જેને આખી દુનિયા જોઈ રહી છે.
  • અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશે પણ આ હિંસા માટે રમખાણ અને બળવો જેવા શબ્દોનો જ ઉપયોગ કર્યો છે.
  • અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ જણાવ્યું કે ઇતિહાસ કૅપિટલમાં થયેલ હિંસાને રાષ્ટ્રનું અપમાન અને બદનામી તરીકે યાદ રાખશે. તેમણે કહ્યું કે આ હિંસાથી હેરાન થવાની જરૂર નથી. આશરે બે મહિનાથી આવો માહોલ બનાવવામાં આવી રહ્યો હતો. એક રાજકીય પક્ષ અને તેમના સમર્થક મીડિયા હાઉસ દ્વારા આ પ્રકારનો માહોલ બનાવી રહ્યા હતા જેથી તેમના સમર્થકો સત્ય ન જોઈ શકે.
કૅપિટલ બિલ્ડિંગ પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

  • કૅપિટલમાં ભીડ દ્વારા કરવમાં આવેલ હિંસાના ચાર કલાક બાદ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કૅપિટલ એકદમ સુરક્ષિત છે અને એ બાદ જો બાઇડનની જીતને પ્રમાણિત કરવાની કાર્યવાહી થઈ.
  • કૅપિટલમાં ટ્રમ્પ સમર્થકોનું ઘૂસી જવું એ અમેરિકના ઇતિહાસના સૌથી ખરાબ સુરક્ષા ઉલ્લંઘનો પૈકી એક છે.
  • ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સના સંબોધનથી સંયુક્ત સત્રની શરૂઆત થઈ હતી, જેમાં તેમણે જણાવ્યું કે, અમેરિકાના ઇતિહાસમાં આ એક કાળો દિવસ છે. અમે તે લોકોના આભારી રહીશું જેઓ આ ઐતિહાસિક જગ્યા બચાવવા માટે પોતાનું સ્થાન છોડ્યું નહોતું. જે લોકોએ પણ કૅપિટલમાં આંતક ફેલાવવાનો પ્રયત્ન કર્યો, તેઓ નહીં જીતી શકે.
  • વૉશિંગટન ડીસી પોલીસના ચીફ રૉબર્ટ કોનટીએ જણાવ્યું કે પોલીસે 50થી વધુ લોકોની ધરપકડ કરી છે. મોટા ભાગના લોકોની કર્ફ્યૂના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે.
  • અમેરિકન રાજનેતા ઇલ્હાન ઓમર અને એલેક્ઝાંડ્રિયા ઓકાસિયો કોર્ટેઝે કહ્યું છે કેસ, ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી થવી જોઈએ.
ટ્રમ્પ

ઇમેજ સ્રોત, NASA

  • કૅપિટલ બિલ્ડિંગની આજુબાજુના રસ્તાઓ પર પોલીસ તહેનાત કરવામાં આવી છે.
  • રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.
  • અમેરિકાની કૅપિટલ બિલ્ડિંગની ચારે તરફ રસ્તાઓ પર હિંસાની આશંકાને જોતા પોલીસ તહેનાત છે. વૉશિંગ્ટનનાં મેયરે આખી રાત માટે કર્ફ્યૂ લગાવી દીધો છે.
  • મેલાનિયા ટ્રમ્પની ચીફ ઑફ સ્ટાફ સ્ટેફની ગ્રીશમે કૅપિટલ હિંસા બાદ રાજીનામું આપી દીધું છે.
  • વિશ્વના નેતાઓએ આ હિંસાની ટીકા કરી છે. મોટાભાગના નેતાઓએ કહ્યું છે કે 'આ પ્રકારની હિંસા લોકશાહી માટે ખતરો છે'.
  • ડોનાલ્ડ ટ્રમ્પે આખરે જાહેરાત કરી છે કે તેઓ 20 જાન્યુઆરીના રોજ સત્તા હસ્તાંતરણ કરશે. જોકે તેમણે હારનો સ્વીકર કર્યો નથી અને હજુ ચૂંટણીના પરિણામોને લઈને દાવાઓ કહી રહ્યા છે.
  • બુધવારની ઘટના બાદ ભૂતપૂર્વ એક્સ ચીફ મીક મૂલવણે, ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ફર્સ્ટ લેડી ચીફ ઑફ સ્ટાફે રાજીનામું ધરી દીધું છે.
  • એફબીઆઈએ બુધવારની હિંસામાં સાક્ષીઓને સામે આવવાની વિંનતી કરી છે.
  • મંગળવારે જ્યોર્જિયામાં બે ઉમેદવાર જીતી જતા ડૅમોક્રેટસ અમેરિકન સેનેટમાં નિયંત્રણ મેળવી લેશે એવી શક્યતા સેવાઈ રહી છે.
  • નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન મેરીક ગારલેન્ડને ઍટર્ની જનરલ તરીકે જાહેર કરી શકે છે.
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો