કૅપિટલ હિલ્સ હુમલા બાદ અમેરિકા આઘાતમાં, ડોનાલ્ડ ટ્રમ્પ જતાં જતાં શું કરશે?

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, NASA

દુનિયાને સ્તબ્ધ કરી દેનાર બુધવારના દિવસે અમેરિકાના ઇતિહાસમાં એ થયું જે કદી નહોતું થયું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભીડ બુધવાર બપોરે અચાનક જ કૅપિટલ્સ હિલ્સમાં ઘૂસી ગઈ અને આ ભીડ ત્યાં હાજર પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી. આ હિંસમાં ચાર લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં.

આ ભીડ અમેરિકન કૉંગ્રેસની કાર્યવાહીને અટકાવવાના હેતુથી કૅપિટલ હિલ્સમાં ઘૂસી ગઈ હતી, જેથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન 2020ની ચૂંટણીમાં વિજેતાનું સર્ટિફિકેટ ન મેળવી શકે.

અમેરિકાની સંસદ પર હુમલો

ઇમેજ સ્રોત, Reuters

બુધવારની ઘટના બાદ ભૂતપૂર્વ એક્સ ચીફ મીક મૂલવણે, ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ફર્સ્ટ લેડી ચીફ ઑફ સ્ટાફે રાજીનામું આપી દીધું છે.

અમેરિકાની હાલની સ્થિતિ અંગે બીસીબીએ વરિષ્ઠ પત્રકાર સલિલ ત્રિપાઠી સાથે વાતચીત કરી હતી.

line

અમેરિકન પ્રજા આઘાતમાં

વરિષ્ઠ પત્રકાર સલિલ ત્રિપાઠી
ઇમેજ કૅપ્શન, વરિષ્ઠ પત્રકાર સલિલ ત્રિપાઠી

બીબીસી સાથેની વાતચીતમાં અમેરિકાથી વરિષ્ઠ પત્રકાર સલિલ ત્રિપાઠીએ જણાવ્યું કે, "આ ઘટના બાદ અમેરિકન પ્રજા એકદમ શૉકમાં છે અને ઘણાં લોકોને ખૂબ આઘાત લાગ્યો છે. લોકો માની નથી શકતા કે અહીં આવું થઈ શકે છે કારણકે આવા દ્રશ્યો અમેરિકનોએ ટીવીમાં મોટાભાગે બેલારુસ, લેટિન અમેરિકા અથવા આફ્રિકાના દેશોમાં થતાં જોયા છે."

"અહીં અમેરિકામાં લોકો રમૂજી ટુચકાં પણ બનાવી રહ્યા છે, જેમાં લોકો કહી રહ્યા છે કે આવી સ્થિતિ હોય ત્યારે અમેરિકન સૈન્ય લોકશાહીની સ્થાપના માટે જતી હોય છે પરતું અમેરિકામાં કેમ કંઈ નથી થઈ રહ્યું?"

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેઓ વધુમાં જણાવે છે કે, "બુધવારની હિંસા બાદ રિપબ્લિકન પાર્ટીમાં પણ ચર્ચા શરુ થઈ ગઈ છે કે શું આ ટ્ર્મ્પની રિપબ્લિકન પાર્ટી છે? ઘણાં રાજકીય સમિક્ષકો પણ માની રહ્યા છે કે ટ્રમ્પની ટી પાર્ટી બની ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના દિકરાએ પણ કહ્યું છે કે આ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી છે."

"બુધવારની ઘટના બાદ રિપબ્લિકન પાર્ટીમાં પણ હવે સમીક્ષા શરુ થઈ ગઈ છે. ઘણાં જૂનાં નેતાઓ જેમ કે મિચ મૅકકૉનલ અથવા મિટ્ટ રૉમની પણ હવે ચર્ચા કરી રહ્યા છે કયા પ્રકારની પાર્ટી આપણે ચલાવી રહ્યા છે અને એનું ભવિષ્ય શું છે. જો રિપબ્લિકન પાર્ટી તૂટી જાય તો ડૅમોક્રેટ પાર્ટીને બહુ લાભ થશે કારણકે કે રાઇટ વિંગ મતો વહેંચાઈ જશે."

line

ટ્રમ્પનું કંઈ નક્કી નહીં

અમેરિકાની સંસદ પર હુમલો

ઇમેજ સ્રોત, Reuters

હિંસાની ઘટનાના એક દિવસ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ વ્યવસ્થિત સત્તા હસ્તાંતરણ માટે તૈયાર છે અને હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ટ્વિટર પર એક વીડિયો સંદેશ પોસ્ટ કરીને ટ્રમ્પે આ ઘટના પર અફસોસ વ્યક્ત કરી તેની ટીકા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ શાંતિમય રીતે સત્તા સોંપવા માટે કટિબદ્ધ છે.

ટ્રમ્પના આ સંદેશ અને વલણને એ રીતે જોવામાં આવી રહ્યો છે કે તેમણે પહેલી વખત ચૂંટણીપરિણામોમાં જાહેરમાં હાર સ્વીકારી છે.

શું ટ્રમ્પ શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણ કરશે? તેના જવાબમાં સલિલ ત્રિપાઠી કહે છે કે, "ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કોઈ વાત ચોકક્સ રીતે કહી શકાય નહીં. તેઓ આજે કંઈક કહે અને આવતીકાલે કંઈક બીજું કરે એવું વારંવાર થયું છે. ઉત્તર કોરિયા- અમેરિકા સંબંધો તેનો ઉત્તમ દાખલો છે."

"પહેલાં ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને રૉકેટ મેન છે કહીને ઉડાવી દીધો. પછી કિમને મળીને આવ્યા, હસ્તધૂનન કરી આવ્યા અને ઉત્તર કોરિયા પણ જઈ આવ્યા અને હવે તેઓ ઉત્તર કોરિયા વિરુદ્ધ બોલી રહ્યા છે. ટ્રમ્પ બાકીના 14 દિવસો શાંત રીતે કાઢશે અથવા અસ્તવ્યસ્ત થઈને જશે, તે આગાહી કરવી બહુ અઘરી છે."

"આવતાં 2 અઠવાડિયા હવે એકદમ શાંતિ અને સરળ રીતે પસાર થવાના છે એવું માની શકાય છે પરતું મારા મતે હજુ કંઈક છમકલા થાય તો નવાઈ નહીં."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો