Ind vs Aus :ભારતે ઑસ્ટ્રેલિયાના અડધાથી વધુ ખેલાડીઓને આઉટ કર્યા

જાડેજા

ઇમેજ સ્રોત, Quinn Rooney/Getty Images

મેલબર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમની કપ્તાની કરી રહેલા અજિંક્ય રહાણે શાનદાર સદી અને રવીન્દ્ર જાડેજાની અર્ધસદીને પગલે ભારતે પ્રથમ ઇનિંગમાં 131 રનની લીડ મેળવ્યા પછી બૉલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ત્રીજા દિવસની રમતના અંતે ઑસ્ટ્રેલિયાની 6 વિકેટ પડી ગઈ છે અને લીડ સરભર થયા પછીનો સ્કોર 2 રન છે.

ભારતીય બૉલરો સામે ઑસ્ટ્રેલિયાના ધબડકા પછી કેમરુન અને પેટ કમિન્સની જોડીએ નુકસાન ખાળવા પ્રયાસ કર્યો અને 112 બૉલમાં 34 રનની ભાગીદારી કરી છે.

ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી છે જ્યારે બુમરાહ, સિરાઝ, અશ્વિન અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી છે.

બીજા દિવસની રમતને અંતે રહાણેએ ટેસ્ટ કારકિર્દીની આ 12મી સદી ફટકારી હતી.

રહાણે

ઇમેજ સ્રોત, Getty Images

રહાણે ત્રીજા દિવસની રમતમાં 112 રનના સ્કોર પર રનઆઉટ થઈ ગયા. એમની સાથે શાનદાર ભાગીદારી કરનાર રવીન્દ્ર જાડેજા પણ સ્ટાર્કની બૉલિંગમાં 57 રન પર આઉટ થઈ ગયા.

એ પછી અશ્વિન, ઉમેશ યાદવ અને બુમરાહ આઉટ થઈ જતા ભારતની પહેલી ઇનિંગ 326 રનમાં સમેટાઈ ગઈ. આમ, ભારતે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ઇનિંગમાં 131 રનની સરસાઈ મેળવી લીધી છે.

ભારતે પહેલી ઇનિંગમાં 115.1 ઓવર રમીને કુલ 326 રન બનાવ્યા.

વિરાટ કોહલી પોતાના પ્રથમ બાળકના પિતા બનવાના છે અને તેમણે એડિલેડ ટેસ્ટ બાદ રજા પર ઊતરવાનો નિર્ણય લીધો હતો. વિરાટના ગયા બાદ રહાણેને કપ્તાનીની તક મળી છે.

રહાણેએ 12 ચોગ્ગાની મદદથી 223 બૉલ પર 112 રનની શાનદાર ઇનિંગ રમી. રહાણેના આ સદીમાં બે જીવનદાન પણ મળ્યાં. પહેલાં 73 રનના સ્કોર પર તેમનો કૅચ છૂટ્યો અને ત્યાર બાદ 104 રને.

ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગને 195 રનમાં સમેટી દીધા પછી બેટિંગમાં ભારતની શરૂઆત સારી નહોતી થઈ.

જોકે, કૅપ્ટન અજિંક્ય રહાણેની સદી અને રવીન્દ્ર જાડેજા સાથેની શાનદાર ભાગીદારીથી ભારતની ઇનિંગ મહત્ત્વપૂર્ણ લીડ મળી છે.

ભારત તરફથી ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલ અને શુભમ ગિલની જોડી છ મિનિટમાં જ તૂટી ગઈ હતી. મયંક અગ્રવાલ શૂન્યમાં મિશેલ સ્ટાર્કની બૉલિંગમાં એલબીડબલ્યૂ થઈ ગયા.

શુભમ ગિલે ઇનિંગ સંભાળવાની કોશિશ કરી પરંતુ ચેતેશ્વર પુજારા 70 બૉલમાં 17 રન કરીને પૈટ કમિન્સની બૉલિંગમાં ટિમ પેનને હાથે કૅચ આઉટ થઈ ગયા.

શુભમ ગિલ લાંબી ઇનિંગ રમશે એમ લાગતું હતું પરંતુ તે પણ પુજારાની જેમ જ કમિન્સની બૉલિંગમાં પેનને હાથે કૅચ આઉટ થયા. એમણે આઠ બાઉન્ડરી સાથે 65 બૉલમાં 45 રનની સારી ઇનિંગ રમી.

હનુમા વિહારી પીચ પર લાંબુ ટક્યા પણ 66 બૉલમાં 21 રને આઉટ થઈ ગયા અને રિષભ પંત પણ 40 બૉલમાં 29 રન કરી આઉટ થઈ ગયા.

line

બુમરાહની આગેવાનીમાં ભારતીય બૉલરોનું આક્રમણ

જસપ્રીત બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાના મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ટેસ્ટમૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો. જોકે આ નિર્ણય ભારતીય બૉલરો સામે ઑસ્ટ્રેલિયા માટે ખોટો સાબિત થયો.

ઑસ્ટ્રેલિયાના તમામ ખેલાડી 72. ઓવરમાં 195 રન પર આઉટ થઈ ગયા હતા.

ઑસ્ટ્રેલિયાની તરફથી માર્નશ લૅબેશેને સૌથી વધારે 48 રન કર્યા છે. જો બર્ન્સ અને સ્ટીવ સ્મિથ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા.

ભારત તરફથી સૌથી વધારે વિકેટ ગુજરાતના બૉલર જસપ્રીત બુમરાહે લીધી. 16 ઓવરમાં 56 રન આપીને તેમણે ચાર વિકેટ લીધી છે.

માર્નસ લાબુશેન

ઇમેજ સ્રોત, DARRIAN TRAYNOR - CA/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, માર્નસ લાબુશેન

બીજા ક્રમે આર. અશ્વિન રહ્યા, જેમણે 24 ઓવરમાં 35 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ મોહમ્મદ સિરાજના ખાતામાં ગઈ.

જો બર્ન્સ અને મૅથ્યુ વેડની ઓપનિંગ જોડી જલદી જ વિખેરાઈ ગઈ.

ચોથી ઓવરમાં જ જસપ્રીત બુમરાહના બૉલ પર જો બર્ન્સ પોતાની વિકેટ ગુમાવી બેઠા. તેમને ઋષભ પંતે કૅચ આઉટ કર્યા અને આવી રીતે દસ રન પર જ ઑસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી.

તે બાદ 13મી ઓવરમાં અશ્વિનના બૉલ પર જાડેજાએ મૅથ્યુ વેડનો કૅચ પકડ્યો.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કૅચ પકડવામાં શુભમ ગિલ પણ દોડ્યા હતા પરંતુ તેઓ છેલ્લે જાડેજા સાથે અથડાયા. પરંતુ તેમ છતાં જાડેજાએ બૉલ પડવા ન દીધો અને સફળતાપૂર્વક કૅચ પકડ્યો. સોશિયલ મીડિયા પર જાડેજાના આ કૅચનાં ઘણાં વખાણ થઈ રહ્યાં છે.

ત્યાર બાદ સ્ટિવ સ્મિથ પિચ પર આવ્યા પરંતુ તેઓ 15મી ઓવરમાં શૂન્ય રને પુજારાને કૅચ આપી બેઠા. અશ્વિન માટે આ બીજી મોટી વિકેટ હતી.

15મા ઓવર સુધી ઑસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવીને 38 રન બનાવ્યા હતા.

42મા ઓવરમાં જસપ્રીત બુમરાહના બૉલ પર રહાણેએ ટ્રેવિસને પાછા પવિલિયન મોકલ્યા.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

43 ઓવર સુધી ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા.

પોતાની પ્રથમ ટેસ્ટ મૅચમાં શુભમ ગિલ અને મહોમ્મદ સિરાજને પણ મળી. મહોમ્મદ સિરાજના બૉલ પર માર્નસ લાબુશેન શુભમ ગિલને કૅચ આપી બેઠા અને ઑસ્ટ્રેલિયાએ પોતાની પાંચમી વિકેટ ગુમાવી.

ઍડિલેડ ટેસ્ટમાં શરમજનક હાર બાદ ભારત માટે વાપસી કરવાની આ સારી તક હોઈ શકે છે. ચાર ટેસ્ટની આ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ મૅચ જીતીને સરસાઈ મેળવી ચૂક્યું છે.

ઑસ્ટ્રેલિયા આ વખત ભારતથી બદલો લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બે વર્ષ પહેલાં ભારતે તેને બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. ત્યારે સ્ટીવ સ્મિથ અને ડૅવિડ વૉર્નરને બૉલ સાથે ચેડાં કરવાના મામલે રમતમાંથી બહાર થવું પડ્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

આ વખત પણ બંને ટીમો મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ વગર જ મેદાનમાં છે. વૉર્નર પ્રથમ ટેસ્ટમાં ઈજાના કારણે બહાર છે જ્યારે ભારતીય ટીમ પણ રોહિત શર્માના ઇંતેજારમાં છે.

આ સિરીઝમાંથી ફાસ્ટ બૉલર ઈશાંત શર્મા પણ બહાર છે. આ સિવાય વિરાટ કોહલી પણ ઍડિલેડ ટેસ્ટ બાદ રજા પર ઊતરી ગયા છે. કોહલીએ પિતા બનવા માટે રજા લેવાનો નિર્ણય કર્યો છે. ભારતે બે વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયામાં પ્રથમ સિરીઝ જીતી હતી.

ઑસ્ટ્રેલિયા અત્યારે ICC ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં નંબર વન છે અને બીજા નંબરે ભારત છે. ટેસ્ટ સિરીઝ પહેલાં બંને દેશો સીમિતિ ઓવરની મૅચો રમી ચૂક્યા છે. ઑસ્ટ્રેલિયાએ વનડે સિરીઝ 2-1થી જીતી જ્યારે ભારતે ટી-20માં ઑસ્ટ્રેલિયાને માત આપી.

ઍડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે જ ઑસ્ટ્રેલિયાએ ભારતને આઠ વિકેટથી હરાવી દીધું હતું.

જીત માટે 90 રનનો પીછો કરવા માટે ઊતરેલી મેજબાન ટીમે બે વિકેટ ગુમાવીને 93 રન બનાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી.

આ પહેલાં ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઇનિંગ માત્ર 36 રનો પર સમેટાઈ ગઈ હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો