You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇથિયોપિયા : એક દેશના સૈન્યની સામે લડી રહેલું એકલું નગર
ઇથિયોપિયાના વડા પ્રધાન આબી અહમદે કહ્યું છે કે તેઓ ટિગ્રેના પાટનગર મકૈલે પર અંતિમ અને ફાઇનલ ફેઝનું સૈન્ય અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે સૈનિકો નાગરિકોને નુકસાન નહીં પહોંચાડવાની કોશિશ કરશે અને નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ ઘરમાં જ રહે.
તેમણે આ નિવેદન ટિગ્રે ફાઇટર્સને શરણે આવી જવાની ડેડલાઇન બાદ કરી છે. આ ડેડલાઇન બુધવારના રોજ પૂર્ણ થઈ ગઈ છે.
ટીપીએલએફ પાર્ટી, જે ટિગ્રે પર કંટ્રોલ ધરાવે છે, તે લડાઈમાંથી પાછળ હઠવા માગતી નથી.
ઇથિયોપિયાના સૈન્યના પ્રવક્તા કર્નલ ડેજેને સેગાયે સરકારી ટીવીને જણાવ્યું કે સૈન્ય ટૅંક અને બીજાં શસ્ત્રો સાથે આખા શહેરને ઘેરવા માટે તૈયારી કરી રહ્યું છે. અહીં અંદાજીત પાંચ લાખ લોકો રહે છે.
આ ડુંગરાળ વિસ્તાર પર નિયંત્રણ રાખનાર ટિગ્રે પીપલ્સ લિબરેશન આર્મી (ટીપીએલએફ)એ લડાઈ ચાલુ રાખવા માટેના સોગંદ લીધાં છે. ટીપીએલએફના નેતા ડેબ્રેટ્સન ગેબ્રેમિકેલે સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું કે તેમનું સૈન્યએ સરકારી સૈન્યને આગળ વધતાં અટકાવી રાખ્યું છે.
તેમણે જણાવ્યું કે, "દક્ષિણ ભાગમાં છેલ્લા એક અઠવાડિયામાં તેઓ એક ઇંચ પણ આગળ વધી શક્યા નથી. તેઓ એક પછી એક સંદેશા મોકલી રહ્યા છે પરંતુ વાસ્તિવકતા એ છે કે તેઓ આગળ વધી શકતા નથી."
બીજી તરફ સરકારનું કહેવું છે કે તેમના સૈન્યએ અમુક મહત્ત્વનાં શહેરોને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ટિગ્રેથી આવી રહેલી માહિતીઓની ખરાઈ કરવી મુશ્કેલ છે અને જે દાવા કરવામાં આવી રહ્યા છે, તેની સ્વતંત્ર રીતે તપાસ થઈ શકે તેમ નથી કારણકે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ફોન અને ઇન્ટરનેટ સેવા એકદમ ઠપ્પ થઈ ગઈ છે.
સંઘીય સૈન્ય અને ટિગ્રે બળવાખોરો વચ્ચે છેલ્લાં ત્રણ અઠવાડીયાંથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી અનેક લોકો મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ હજારો લોકોએ પાડોથી દેશ સુદાનમાં શરણ લીધું છે.
આફ્રિકન યુનિયનના અધ્યક્ષની રૂએ દક્ષિણ અફ્રીકાના રાષ્ટ્રપ્રમુખ સીરિલ રામાપુસાએ શુક્રવારે આ યુદ્ધ ખતમ થાય તે માટે વાત કરવા માટે ત્રણ રાષ્ટપ્રમુખોનાં નામોની જાહેરાત કરી છે.
પરંતુ ઇથિયોપિયાએ આ દરખાસ્ત સ્વીકારવાની ના પાડી દીધી છે કારણ કે તે સૈન્યના ઑપરેશનને 'કાયદાને અમલમાં મૂકવા માટેના મિશન' તરીકે જોઈ રહ્યું છે.
ઇથિયોપિયાના વડા પ્રધાન આબી અહમદના વરિષ્ઠ સહયોગી મામો મિહરેતુએ બીબીસીને જણાવ્યું કે, "અમે ગુનેગારો સાથે સંધિ કરવા માટે વાતચીત કરતા નથી. અમે તેમને અદાલતમાં લઈ જઈશું ન કે સંધિના ટેબલ પર."
આખરે લડાઈ કેમ થઈ રહી છે?
અત્યારે ઇથિયોપિયામાં જે લડાઈ ચાલી રહી છે, તેની પાછળ ત્યાંની શક્તિશાળી ટિગ્રે પીપલ્સ લિબરેશન આર્મી (ટીપીએલએફ) અને સરકાર વચ્ચેની તંગદિલી જવાબદાર છે.
કોરોના વાઇરસના કારણે જ્યારે રાષ્ટ્રપ્રમુખ આબી અહેમદે જૂનમાં થનાર ચૂંટણીઓ પાછળ ઠેલી દીધી ત્યારે આ તંગદિલી વધી ગઈ. આબી પાસે બહુમત નથી, તેમ જણાવીને ટીપીએલએફે કેન્દ્રના પગલાને ગેરકાયદેસર ગણાવ્યું હતું.
4 નવેમ્બરના રોજ ઇથિયોપિયાના વડા પ્રધાને ટીપીએલએફ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. કાર્યવાહી કરવા પાછળનાં કારણો જણાવતા કેન્દ્ર સરકારે જણાવ્યું કે ટીપીએલએફના સેનિકોએ સૈન્યના ઉત્તર કમાંડના મુખ્ય મથક મકૈલ પર હુમલો કર્યો છે.
જોકે ટીપીએલએફએ આ દલીલને ફગાવી દીધી છે. ટીપીએલએફમાં અંદાજીત અઢી લાખ યોદ્ધાઓ છે, જેમાં મોટાભાગના લોકો અર્ધસૈનિક યુનિટથી છે અને તાલીમ મેળવી ચૂક્યા છે.
આબીના સહયોગીએ બીજું શું કહ્યું?
મામોએ જણાવ્યું કે, જો તેઓ ટીપીએલએફને શરણાગતિ સ્વીકારવા માટે દબાણ કરે છે તો તેમના માટે અમારા આફ્રિકી ભાઈઓ વધુ મોટી ભૂમિકા ભજવશે અને જે રીતે તમે પણ જાણો છો કે આ સમજવા માટે ટિગ્રે અથવા મકૈલ જવાની જરૂર નથી.
તેમણે જણાવ્યું કે, મોઝામ્બિક, લાઇબેરીયા અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ નેતાઓ, જેઓ આવનારા દિવસોમાં આ દેશમાં આવવાના છે, તેઓ ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીના કારણે ટિગ્રે નહીં જઈ શકે.
જ્યારથી લડાઈ શરૂ થઈ છે ત્યારથી કૉમ્યુનિકેશન અને વાહનવ્યવહાર સેવા ખોરવાઈ ગઈ છે.
મામોએ જણાવ્યું કે સરકાર વધુમાં વધુ એટલો પ્રયાસ કરી શકે છે કે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ સરળતાથી ટિગ્રેના લોકો સુધી મદદ પહોંચાડી શકે.
પરિસ્થિતિ કેટલી ખરાબ છે?
લડાઈ ચાલી રહી છે, તે વિસ્તારમાં હજુ મદદ કરનારી સંસ્થાઓ પહોંચી શકી નથી પરંતુ તેમને લાગે છે કે નવેમ્બરના પહેલાં અઠવાડિયાથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે.
અંદાજીત 33,000 લોકોએ સુદાનમાં આશ્રય લીધો છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીનું કહેવું છે કે જો લડાઈ આ રીતે ચાલુ રહેશે તો આવનારા 6 મહિનામાં તેઓ વધુ 2 લાખ લોકોને સુદાન લાવવા માટેની તૈયારી કરી રહ્યા છે.
આ બધાની વચ્ચે સુદાનમાં મોટી સંખ્યામાં લોકો આશ્રય લેતાં સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી છે. યુએનનું કહેવું છે કે સુદાનમાં પહેલાંથી આફ્રિકી દેશોના લાખો લોકોએ આશ્રય લીધો છે અને મોટી સંખ્યામાં નવા લોકો આવવાથી દેશની સ્થિતિ ખરાબ થઈ શકે છે.
ટિગ્રે વિશે પાંચ વાતોઃ
1. આ અક્સુમ સામ્રાજ્યનું કેન્દ્ર હતું. તે પ્રાચીન વિશ્વની સૌથી મોટી સભ્યતામાંની એક છે. એક સમયની અંદર આ રોમન અને ફારસી રાજમાં સૌથી શક્તિશાળી રાજ્ય હતું.
2. અક્સુમ શહેરમાં જે ખંડેર છે, તે સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક ધરોહરમાં સામેલ છે. પ્રથમ અને 13માં સદીમાં આ શહેરમાં ઓબિલિસ્ક, મહલ, શાહી કબ્રસ્તાન અને ચર્ચ સામેલ હતાં, જેના વિશે ઘણાં લોકોનું માનવું છે કે અહીં વર્ક ઑફ કૉન્વેન્ટ છે.
3. ટિગ્રેમાં રહેનાર લોકોમાં સૌથી વધુ સંખ્યા ઇથિયોપિયાઈ ખ્રિસ્તીઓની છે. અહીં ખ્રિસ્તીઓ 1600 વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.
4. અહીંની મુખ્ય ભાષા ટિગ્રિનીયા છે. આ સેમેટિક બોલી છે, જેને આખા વિશ્વમાં 70 લાખ લોકો બોલે છે.
5. તલ અહીનો મુખ્ય પાક છે, જેની નિકાસ અમેરિકા, ચીન અને બીજા દેશોમાં થાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો