અમેરિકાની ચૂંટણી ડિબેટ : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ''ભારત ગંદુ છે, તેની હવા ગંદી છે''

અમેરિકાની ચૂંટણી

ઇમેજ સ્રોત, JIM WATSON,SAUL LOEB/AFP VIA GETTY

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર જો બાઇડન અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલાં છેલ્લી અને ત્રીજી પ્રેસિડેન્સિયલ ડિબેટ આજે યોજાઈ રહી છે.

તેમની વચ્ચે યોજાયેલી પહેલી ડિબેટમાં ભયંકર કંકાસ થયો હતો. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર વચ્ચે બોલી રહ્યા હતા. આને કારણે આ ડિબેટમાં નિયમ બદલાયા છે.

આ પ્રેસિડેન્સિયલ ડિબેટમાં કુલ છ સેગમેન્ટ રાખવામાં આવ્યા છે. જેમાં કોરોના વાઇરસ સામેની લડાઈ, અમેરિકન પરિવારો, અમેરિકામાં વંશીય મુદ્દાઓ, ક્લાઇમેટ ચેન્જ, રાષ્ટ્રીય સુરક્ષા, લિડરશીપનો સમાવેશ થાય છે.

ડિબેટના આયોજકો દ્વારા આ વખતે મ્યૂટ બટન મૂકવામા આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચેની આ આખરી ડિબેટની અપડેટ અમે આપને અહીં જ આપતા રહીશું.

line

ભારત ગંદુ છે, તેની હવા ગંદી છે : ડોનાલ્ડ ટ્રમ્પ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્સિયલ ડિબેટમાં ક્લાઇમેટ ચેન્જના મુદ્દે વાત કરતાં કહ્યું હતું, "જુઓ ચીનને કેટલું ગંદુ છે, રશિયા અને ભારત સામે જુઓ ગંદા છે. તેમની હવા ગંદી છે."

તેમણે વધુમાં કહ્યું કે પેરિસ સંધિમાં આપણે લાખો ડૉલર નાખતા હતા છત્તાં પણ તે લોકો આપણને સારી રીતે ટ્રીટ કરતા ન હતા.

line

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, કાળા લોકો માટે અબ્રાહમ લિંકન પછી હું સૌથી સારો પ્રેસિડેન્ટ છું

અમેરિકામાં વંશીય ભેદભાવ અંગેની ચર્ચા ચરમસીમાએ છે. ડોનાલ્ડ ટ્રમ્પ માનતા નથી કે અમેરિકાની પોલીસ ફોર્સ વંશીય ભેદભાવ કરી રહી છે અને તેઓ કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓનું સમર્થન કરી રહ્યા છે.

બાઇડન કહે છે કે વંશીય ભેદભાવ વ્યવસ્થિત રીતે અમેરિકાના સમાજમાં ગોઠવાયેલો પ્રશ્ન છે. ન્યાયપ્રણાલીની પૉલિસીઓ બદલીને તેને સુધારવાનું સમર્થન કરે છે.

બાઇડને ચર્ચાની શરૂઆત કરતા કહ્યું હતું કે "અમેરિકામાં સંસ્થાગત વંશીય ભેદભાવ જોવા મળી રહ્યો છે"

તેણે વધુમાં કહ્યું છે, "આપણે સમાવેશકતાની ઘણા નજીક જઈ રહ્યા છીએ પરંતુ ટ્રમ્પ જ એક એવો નેતા છે જે બીજું કાંઈ કહી રહ્યા છે."

ટ્રમ્પે ફરીથી દાવો કર્યો હતો કે તે કાળા અમેરિકન માટેના સંભવિત અભ્રાહ્મ લિંકન પછીના સૌથી સારા પ્રેસિડેન્ટ છે.

બાઇડને તેનો જવાબ આપતા ટિખળ કરતાં કહ્યું કે અહીં ઉભેલાં અબ્રાહમ લિંકન આધુનિક ઇતિહાસના સૌથી વંશીય ભેદભાવ કરનારા રાષ્ટ્ર પ્રમુખ છે.

line

ફિક્શનની સામે વિજ્ઞાનની પસંદગી કરવાની છે : જો બાઇડન

ડિબેટ પૂર્ણ થવાના અંતે લીડરશિપ પર વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, વાઇરસ પહેલાં અનેક લોકોએ તેમને કહ્યું હતું કે તેમના રાષ્ટ્રપતિપદના કાર્યકાળ દરમિયાન તેમના જીવનમાં ઘણો સુધારો થયો છે.

વધુમાં કહ્યું, "સફળતા આપણને એકસાથે લાવી રહી છે, આપણે સફળતાના માર્ગે છીએ."

બાઇડને આજ પ્રશ્નના જવાબમાં કહ્યું, "હું તમને આશા આપું છું."

તેમણે વધુમાં કહ્યું, "આપણે ફિક્શન પર વિજ્ઞાનને પસંદ કરવા જઈ રહ્યા છીએ. આપણે ભય પર આશા મેળવવા જઈ રહ્યા છે."

line

રાષ્ટ્રીય સુરક્ષા મામલે ટ્રમ્પ-બાઇડનનો એકબીજા પર રશિયન કનેક્શનનો આરોપ

ડિબેટ

ઇમેજ સ્રોત, Chip Somodevilla via getty Images

અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર મોડરેટર ક્રિસ્ટન વેલ્કરે કહ્યું, રશિયા અને ઇરાન બંને ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યા છે, બુધવારે અમેરિકાના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ કરેલાં દાવા અંગે તમારો શું પ્લાન છે.

આ મામલે બાઇડને કહ્યું, "અમેરિકાની ચૂંટણીમાં જે કોઈપણ દેશ દખલગીરી કરે છે તેણે કિંમત ચૂકવવી પડે છે. આ મારા રાજકીય કરિયરમાં સ્પષ્ટ પૉઝિશન રહેલી છે. તેમણે અમેરિકાના સાર્વભૌમત્વમાં દખલગીરી કરી છે. જે હાલ ચાલી રહ્યું છે."

બાઇડને ઉત્તર કોરિયા, ચીન અને રશિયાના નેતાઓને ઠગ ગણાવ્યા અને ટ્રમ્પ પર આરોપ મૂક્યો તેઓ એમને ગળે લગાવે છે.

બાઇડને કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ટ્રમ્પના સંબંધો અસામાન્. રીતે ઘનિષ્ઠ રહ્યાં છે અને અનેક લોકો માટે તે પરેશાનીનું કારણ છે.

ટ્રમ્પે કહ્યું, "મને ક્યારેય રશિયા પાસેથી પાસેથી મળ્યા નથી. હું ક્યારેય રશિયા પૈસાથી મેળવતો નથી."

ટમ્પે કહ્યું, "મારા કરતાં કોઈ રશિયા સામે આટલું આકરું રહ્યું નથી."

ટ્રમ્પે આમ કહીને બાઇડનના પરિવાર પર આરોપ મૂક્યો હતો કે તેઓ રશિયાના પૈસાથી જ અમીર બન્યા છે.

બાઇડને જવાબ આપ્યો કે મેં કોઈ પણ દેશ પાસેથી એક પણ પાઈ પણ લીધી નથી.

બાઇડને ટ્રમ્પ પર આરોપ મૂક્યો હતો કે તેઓ ચીન સહિત વિદેશના રૂપિયે પૈસાદાર થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઈડન જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે યુક્રેનિયન ગેસ ફર્મમાં કામ કરતા બાઈડનના પુત્ર હન્ટરના કથિત લેપટોપ પર મળી આવેલા "ભયાનક ઇમેઇલ્સ" અંગેની વાત કરી હતી.

line

કોરોના વાઇરસ બદલ ચીનને શું સજા કરશો?

બિડેનને પૂછવામાં આવ્યું છે કે ચીનમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો તે બદલ ચીનને શું સજા કરી શકાય?

બાઇડને કોરોના વાઇરસની જગ્યા પર વેપાર અને ફાઇનાન્સની વાત કરી અને કહ્યું, "હું ચીનની સાથે આંતરરાષ્ટ્રીય નિયમ અનુસાર ચાલીશ."

ટ્રમ્પે આ સવાલના જવાબમાં કહ્યું, "સૌથી પહેલાં એ કહી દઉં કે ચીન આનું પરિણામ ભોગવી રહ્યું છે. તે આપણા ખેડૂતોના લાખો ડૉલર સાથે રમી રહ્યું છે."

વચ્ચે બાઇડને કહ્યું, "ટૅક્સ આપનારાના પૈસાથી". અને કહ્યું કે ફંડ અમેરિકાથી આવી રહ્યું છે ચીનથી નહીં.

ટ્રમ્પે કહ્યું કે ચીનથી આયાત થયેલી વસ્તુઓ પર મૂકવામાં આવેલા ટૅક્સને કારણે અમેરિકાની સ્ટીલ ઇન્ડસ્ટ્રીને બચાવી છે. બાઇડને ટ્રમ્પના આ નિવેદનને બકવાસ કહ્યું.

લાઇન યૂએસ
line

અમારી પાસે વૅક્સિન છે...અઠવાડિયામાં જાહેરાત કરાશે : ડોનાલ્ડ ટ્રમ્પ

જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ પર થયેલી ચર્ચામાં દાવો કર્યો હતો કે અમારી પાસે વૅક્સિન છે જેની જાહેરાત એક અઠવાડિયાની અંદર કરી દેવામાં આવશે.

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે હવે કોરોના વાઇરસની પીક જતી રહી છે, જ્યારે બીજી કેટલીક જગ્યાએ પીક જોવા મળી છે તે પણ જતી રહેશે.

જો બાઇડને માસ્ક સાથે એમ કહ્યું કે હું આનો અંત આણીશ.

ઉલ્લેખનીય છે કે માસ્ક નહીં પહેરવાના ટ્રમ્પના વર્તન સામે અનેક ચર્ચા થઈ ચૂકી છે.

જો બાઇડને કહ્યું હતું કે આપણે 1 લાખ માણસને બચાવી શકત. આપણે એવી સ્થિતિમાં છીએ કે રાષ્ટ્રપ્રમુખ પાસે કોઈ પ્લાન નથી, કોઈ આયોજન નથી.

આ ઉપરાંત તેમને પુછવામાં આવ્યું કે તેમની પાસે શું પ્લાન હોત? તેમણે કહ્યું, "માસ્ક પહેરવા લોકોને પ્રોત્સાહન આપત, રેપિડ ટેસ્ટિંગમાં વધારો કરેત. શાળાઓ અને ધંધાઓને ખોલવા માટે રાષ્ટ્રીય સ્ટ્રેટર્જી બનાવત."

છેવટે બાઇડને કહ્યું, "હું આની સંભાળ રાખીશ, હું તેને પૂર્ણ કરીશ. મને ખ્યાલ છે કે અમારી પાસે આનો પ્લાન છે."

line

અગાઉની ડિબેટમાં થઈ હતી ધાંધલ

અમેરિકાની ચૂંટણી

અગાઉની ડિબેટમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર વચ્ચે બોલી રહ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડનની બુદ્ધિમત્તા પર પ્રશ્ન કરતા હતા તો બાઇડને ટ્રમ્પને જોકર કહ્યા હતા. આ ઉપરાંત બાઇડને ટ્રમ્પને કહ્યું, "મૅન, તમે ચૂપ થઈ જશો?"

અમેરિકાની ચૂંટણીમાં બેરોજગારી, વંશવાદ, કોરોના વાઇરસની મહામારી, રાષ્ટ્રીય સુરક્ષા જેવી બાબતો છવાયેલી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ થયા તેના પછી પહેલીવખત આ ડિબેટ યોજાઈ રહી છે. આ અગાઉની ડિબેટને રદ્દ કરવી પડી હતી કારણ કે ટ્રમ્પે વર્ચ્યુઅલ ડિબેટમાં ભાગ લેવાની ના પાડી હતી.

જોકે આ બધાની વચ્ચે અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 8.3 મિલિયને પહોંચી છે. જ્યારે 2 લાખ 20 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

એફબીઆઈએ હાલમાં જ કહ્યું છે કે ઇરાન અને રશિયા અમેરિકાની મતદારોની રજીસ્ટ્રેશનની માહિતીનો ઉપયોગ ચૂંટણીને ઇન્ફ્લૂયન્સ કરવા કરી રહ્યા છે. જોકે, એ સાથે જ કોઈ બાહ્ય પરિબળનો હસ્તક્ષેપ નહીં થઈ શકે એમ પણ કહ્યું.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો