કોરોના વૅક્સિન: જૉન્સન એન્ડ જૉન્સને પરીક્ષણ રોક્યું, 60 હજાર લોકો લેવાના હતા ભાગ

અમેરિકાની બહુરાષ્ટ્રીય દવા કંપની જૉન્સન એન્ડ જૉન્સને કહ્યું છે કે તેણે કોરોના વાઇરસની એક સંભવિત વૅક્સિનનું પરીક્ષણ અસ્થાયી રીતે રોકી દીધું છે. આ પરીક્ષણમાં 60 હજાર લોકોના સામેલ થવાની વાત કહેવામાં આવી રહી હતી.

કંપનીએ કહ્યું કે પરીક્ષણમાં ભાગ લેનાર લોકોમાંથી એક વ્યક્તિ બીમાર થતાં આ નિર્ણય લીધો છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ બીમારી વિશે હાલ સુધી કાંઈ ખબર નથી પડી પરંતુ એક સ્વતંત્ર સુરક્ષા સમિતિ અને કંપનીના પોતાના ડૉક્ટર દરદીની દેખરેખ રાખી રહ્યા છે.

આના માટે ઑનલાઇન આવેદન કરીને સામેલ થઈ શકાતું હતું. હાલ તેને રોકી દેવામાં આવ્યું છે.

જૉન્સન એન્ડ જૉન્સને પોતાના નિવેદનમાં કહ્યું છે કે આવા પરીક્ષણોમાં આવી રુકાવટ આવતી હોય છે.

આ પહેલા ગત અઠવાડિયે એક બીજી કંપની એસ્ટ્રાજેનિકાએ બ્રિટનમાં એક દરદી બીમાર થયા પછી પોતાનું પરીક્ષણ રોક્યું હતું. કેટલાંક દિવસની તપાસ પછી સંશોધન ફરી ચાલુ કરવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો