ફ્રેન્ચ ઓપન: ઈગા શિવયોન્ટેકે સોફિયા કેનિનને હરાવી ઇતિહાસ રચ્યો

શનિવારે રમાયેલી ફ્રેન્ચ ઑપનની ફાઇનલ મૅચમાં પૌલૅન્ડના ઈગા શિવયોન્ટેકે અમેરિકાના સોફિયાને હરાવીને ઇતિહાસ સર્જયો છે.

તેમણે સોફિયાને સીધા સેટોમાં મહાત આપીને મૅચમાં જીતી મેળવી છે. આ જીતથી ઈગાએ ઇતિહાસ રચી દીધો છે.

19 વર્ષીય ઈગા શિવયોન્ટેકની આ પ્રથમ ગ્રૈંડ સ્લેમ જીત છે. ફ્રેન્ચ ઓપનમાં જીત બાદ તેઓ ટેનિસ જગતનાં નવા સ્ટાર બની ગયાં છે.

સોફિયાએ ઑસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કરેલો છે અને ફ્રેન્ચ ઓપનમાં તેઓ ચોથા ક્રમાંકે હતા.

ઈગા શિવયોન્ટેકને ફ્રેન્ચ ઓપનમાં કોઈ ક્રમાંક આપવામાં આવ્યું ન હતો, પરતું સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાના રમતથી બધાને પ્રભાવિત કર્યા.

ફાઇનલમાં તેમણે સોફિયાને 6-4, 6-1થી હરાવી દીધાં છે.

ઈગા વિશ્વ રેંકિંગમાં 54 ક્રમે છે. અત્યાર સુધી 54માં ક્રમાંકમાં રહીને કોઈ ખેલાડીએ ફ્રેન્ચ ઓપનની ફાઇનલ મૅચમાં જીત મેળવી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો