જૉન લેનનના હત્યારાએ 40 વર્ષ પછી માફી માગી પણ ન મળી પેરોલ

જૉન લેનન અને યોકો ઓનો 1970માં
ઇમેજ કૅપ્શન, જૉન લેનન અને યોકો ઓનો 1970માં

બીટલ્સના પ્રખ્યાત રૉકસ્ટાર અને પીસ ઍક્ટિવિસ્ટ જૉન લેનનની હત્યા કરનાર માર્ક ચેપમૅને જૉન લેનનનાં વિધવા યોકો ઓનોની ચાલીસ વર્ષ પછી માફી માગી છે.

ચેપમૅને 1980માં યોકો ઓનોની નજર સામે ન્યૂયોર્ક શહેરના મેનહેટ્ટનના એપાર્ટમેન્ટની બહાર લેનનને ચાર ગોળી મારી દીધી હતી.

ગત મહિને થયેલી સુનવણીમાં તેમની પેરોલની અરજી અગિયારમી વખત નકારી કાઢવામાં આવી હતી.

સુનાવણી સમયે ચેપમૅને કહ્યું, તેણે ચાલીસ વર્ષના રૉકસ્ટારની ફક્ત "નામના" મેળવવા માટે હત્યા કરી હતી અને તે તેના માટે મૃત્યુદંડની સજા માગે છે.

તેમણે વધુમાં કહ્યું કે તે હંમેશાં "દૃષ્ટ કૃત્ય" વિશે વિચારે છે અને તેમણે આખી બાકીની જિંદગી જેલમાં વિતાવવાનો નિર્ણય કર્યો છે.

line

'તે એક આઇકોન હતા'

માર્ક ડેવિડ ચેપમૅને લેનની હત્યા કરી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, માર્ક ડેવિડ ચેપમૅને લેનની હત્યા કરી હતી.

ન્યૂયોર્ક ખાતેની વેન્ડે કરેક્શનલ ફૅસિલિટીમાં હાજર પેરોલ બોર્ડને તેમણે કહ્યું, "હું ફરીથી કહેવા માગું છું કે હું મારા ગુના બદલ માફી માગુ છું."

"મારી પાસે કોઈ બહાનું નથી. તે નામના મેળવવા માટે હતું. મને લાગે છે કે આમ નિર્દોષ હોય એવી વ્યક્તિને કંઈ કરવું એ સૌથી ખરાબ ગુનો છે."

"તે ખૂબ જ જાણીતા હતા. મેં તેમનું ખૂન એટલા માટે નહોતું કર્યું કે તે જાણીતા હતા અથવા તે એક પ્રકારના માણસ હતા. તે પારિવારિક માણસ હતા, તે એક આઇકોન હતા. તે એવા વ્યક્તિ હતા જેણે એવી વાતો કરી જે હવે આપણે બોલી શકીએ છીએ અને તે મહાન છે. "

ચેપમૅને વધુમાં કહ્યું, "મેં તેમની હત્યા કરી હતી, તેમનાં પહેલાંના શબ્દના કારણે. તે ખૂબ જ પ્રખ્યાત હતા અને આ એકમાત્ર કારણ છે, અને હું ખૂબ જ નામના પામવા માગતો હતો અને ખૂબ સ્વાર્થી હતો."

"હું ઉમેરવા માગુ છું અને ભાર મૂકવા માગું છું કે એ ખૂબ જ સ્વાર્થી કૃત્યુ હતું. હું આના દ્રારા તેમને (ઓનોને) જે પીડા થઈ તે બદલ તેમની માફી માગુ છું. હું હંમેશાં તેના વિશે વિચારું છું."

પ્રેસ એસોસિએશનને મળેલા દસ્તાવેજો કહે છે કે બોર્ડે તેમની રજૂઆતને "સમાજના કલ્યાણ સાથે સુસંગત નથી" એમ કહીને ફગાવી દીધી છે.

ચેપમૅને 25 વર્ષની ઉંમરે ગુનો કર્યો હતો. હાલ તેમની ઉંમર 65 વર્ષ છે, તેઓ પરિણીત છે અને તેમનાં પત્ની તેમના કારાવાસની નજીકમાં છેલ્લાં આઠ વર્ષથી રહે છે.

પેરોલ બોર્ડની બેઠકમાં તેમને ખૂબ જ ધાર્મિક અને "સમર્પિત ખ્રિસ્તી" તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

તેઓ જેલના પ્રતિબંધિત બ્લૉકમાં કારકુન અને કુંભાર પણ છે, તેમની સલામતીને ધ્યાનમાં રાખીને તેમને ત્યાં મૂકવામાં આવ્યા હતા.

લેનનની હત્યા સમયે ચેપમૅન જેડી સૅલિંગરનું પુસ્તક, કૅચર ઇન ધ રૅ પોતાની સાથે લઈને આવ્યા હતા.

તેમણે નવલકથા પ્રત્યે પોતાના પ્રેમની ચર્ચા કરતા બોર્ડમાં કહ્યું કે મુખ્યપાત્રનું "વેગળાપણું" અને "એકલતા"માં તેમણે પોતાની જાતની ઓળખ કરી.

તેમણે એમ કહ્યું હતું કે તેઓ મૃત્યુદંડને લાયક છે - 2007માં ન્યૂયોર્ક રાજ્યમાં મૃત્યુદંડની સજાને નાબૂદ કરવામાં આવી હતી, જોકે 1963 પછી મૃત્યુદંડની કોઈ સજા પર અમલ થયો નથી.

ચેપમૅન કહે છે, "જ્યારે તમે જાણીજોઈને કોઈના મૃત્યુનો પ્લાન બનાવો છો અને જાણો છો કે આ ખોટું છે અને તમે તમારા હાથે કરો છો ત્યારે મૃત્યુદંડ યોગ્ય સજા છે."

"કેટલાક લોકો મારી સાથે અહસહમત છે, પણ હાલ તમામને બીજી તક મળે છે."

પૂછવામાં આવ્યું કે શું ન્યાય આપવામાં આવ્યો છે, ચેપમેને કહ્યું: "હું શૂન્યને લાયક છું, બીજું કંઈ નહીં."

"જો કાયદો અને તમે મને અહીં બાકીના જીવન માટે છોડવા માગો છો તો, મને કોઈ ફરિયાદ નથી."

ડકોટા બિલ્ડિંગ અપાર્ટમેન્ટ ખાતે આવેલા સેન્ટ્રલ પાર્કની સ્ટૉબેરી ફિલ્ડમાં જ્હોનના ચાહકો તેમને સમ્માન આપવા હંમેશા મળે છે

પોતાના ચુકાદામાં, ન્યૂયોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ કરેક્શન્સ એન્ડ કૉમ્યુનિટી સુપરવિઝન બોર્ડે કહ્યું કે ચેપમૅનના નિવેદનમાં "બદનામી તમને ગૌરવ અપાવે છે" એ વાત હેરાન કરનારી છે. તેમણે કહ્યું કે તેઓ ચેપમૅનને પોતાના "વ્યક્તિગત વિકાસ અને સમયના યોગ્ય ઉપયોગની" ભલામણ કરે છે.

બોર્ડે કહ્યું, ચેપમેનના "સ્વાર્થી કાર્યએ ભવિષ્યના ચાહકો માટે પ્રેરણાના શબ્દોનો અનુભવ કરવાની તક પણ છીનવી લીધી છે જે લેનને લાખો લોકોને આપી હતી."

"તમારા હિંસક કૃત્યએ પરિવાર અને પૂર્વ બૅન્ડના સભ્યોના સભ્યોને જ તબાહ નથી કર્યા નથી, પરંતુ દુનિયાને તબાહ કરનારું એ કૃત્ય છે."

હવે ચેપમૅન આગામી બે વર્ષ બાદ ફરી પેરોલના હકદાર બનશે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો