રશિયામાં રૅપર કેમ ભયમાં જીવી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, રશિયામાં રૅપર કેમ ભયમાં જીવી રહ્યા છે?

રશિયાના 20 વર્ષીય રૅપર ફેસે સંગીત અને શબ્દો દ્વારા સરકાર સામે અવાજ ઊઠાવતાં સરકાર દ્વારા રશિયાના મૉસ્કોમાં લાગેલાં તેમના પૉસ્ટરને ઉતારી લેવામાં આવ્યા છે.

રૅપરના ભાઈ કહે છે, "રશિયામાં છેલ્લા છ સાત વર્ષોથી અમારી આસપાસ અંધકારની સ્થિતિ છે."

"રશિયાની રાજકીય સ્થિતિ પહેલાં હતી, તેના કરતાં વધારે કપરી બની છે. લોકો ભયમાં છે. સંગીતકારોમાં ભય છે."

"રૅપર્સમાં ગભરાટ છે, દરેકને અવાજ ઉઠાવતા ડર લાગે છે. કેટલાંય મ્યુઝિક શૉ કૅન્સલ થઈ રહ્યા છે."

રશિયાના રૅપર રશિયાની સરખામણી જેલ સાથે કરી રહ્યા છે.

News image

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો