નાગાસાકી : એ શહેર જે અમેરિકાના અણુબૉમ્બના નિશાન પર હતું

જાપાન બૉમ્બ

ઇમેજ સ્રોત, Getty Images

કોકુરા શહેર હવે અસ્તિત્વમાં નથી. આ શહેર એ નગરપાલિકાઓમાંથી એક હતું, જેને 1963માં મિલાવીને એક નવું શહેર કીટાક્યુશુ બનાવી દીધું હતું, જેની વસતી 10 લાખથી થોડી ઓછી છે.

જોકે આજે પણ જાપાની લોકોનાં દિલમાં કોકુરાના 'ના મિટવાની' યાદો છે, કેમ કે બે દાયકા પહેલાં તેના અસ્તિત્વનું ન રહેવું એ વધુ દર્દનાક સાબિત થઈ શકતું હતું.

1945માં જાપાનમાં પરમાણુ બૉમ્બવિસ્ફોટો માટે પસંદ કરાયેલાં લક્ષ્યોમાં કોકુરા પણ હતું, પણ આ શહેર ચમત્કારિક રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે ભીષણ તબાહીથી બચી ગયું હતું.

હકીકતમાં કોકુરા 9 ઑગસ્ટે બૉમ્બના નિશાનાથી થોડી મિનિટો દૂર હતું, એવી જ રીતે જેમ ત્રણ દિવસ પહેલાં હિરોશિમા હતું.

જોકે એ વિનાશકારી હથિયારોને ત્યાં તહેનાત ન કરાયાં, કેમ કે એકસાથે ઘણી બધી એવી ચીજો થઈ, જેના કારણે અમેરિકન વાયુસેનાએ વૈકલ્પિક ટાર્ગેટ એટલે કે નાગાસાકી તરફ વધવું પડ્યું હતું.

એવું અનુમાન છે કે બૉમ્બ વિસ્ફોટોમાં હિરોશિમાના એક લાખ 40 હજાર લોકો અને નાગાસાકીમાં 74 હજાર લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો અનેક વર્ષો સુધી રેડિયેશનની અસર વેઠતાં રહ્યા છે.

'લક ઑફ કોકુરા' હવે જાપાનમાં એક કહેવત બની ગઈ છે, તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે કોઈની સાથે બહુ ખરાબ થવાથી બચી જવાય છે.

line

પરંતુ કોકુરામાં આખરે શું થયું હતું?

કોકુરાને 1963માં મિલાવીને એક નવું શહેર કીટાક્યૂશૂ બનાવી દીધું હતું

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કોકુરાને 1963માં મિલાવીને એક નવું શહેર કીટાક્યૂશૂ બનાવી દીધું હતું

જુલાઈ 1945ના મધ્યમાં અમેરિકાની સેનાના અધિકારીએ જાપાનનાં ઘણાં શહેરોને પસંદ કર્યાં, જ્યાં પરમાણુ બૉમ્બ ફેંકી શકાય. આ એ શહેરો હતાં, જ્યાં ફેકટરીઓ અને સૈન્ય અડ્ડાઓ હતાં.

કોકુરા પ્રાથમિકતાના ક્રમમાં માત્ર હિરોશિમાથી પાછળ હતું. એટલે કે સૂચિમાં હિરોશિમા બાદ તેનું નામ હતું.

કોકુરા હથિયાર ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું. અહીં જાપાનની સૌથી મોટી અને સૌથી વધુ ગોળા-બારુદ બનાવતી ફેકટરીઓ હતી.

કોકુરામાં જાપાનની સેનાની એક બહુ મોટી આયુધશાળા પણ હતી.

6 ઑગસ્ટે આ પરમાણુ બૉમ્બ સ્ટેન્ડ બાય હતા, જેથી જો કોઈ કારણે હિરોશિમા પર બૉમ્બ ન પડી શકે તો તેનો ઉપયોગ કરી શકાય.

'ફૅટ મૅન' બૉમ્બ પહેલાં કોકુરા પર નાખવાનું નક્કી થયું હતું

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 'ફૅટ મૅન' બૉમ્બ પહેલાં કોકુરા પર નાખવાનું નક્કી થયું હતું

ત્રણ દિવસ બાદ બી-29 બૉમ્બવર્ષક સવારસવારે કાકુરા માટે ઊડ્યાં, તેમાંથી એક પર 'ફૅટ મૅન' લદાયેલો હતો, જેમાં હિરોશિમા પર ફેંકાયેલા યુરેનિયમ બૉમ્બથી પણ વધુ શક્તિશાળી એક પ્લૂટોનિયમ બૉમ્બ હતો.

જોકે કોકુરા પર વાદળો ઘેરાયેલાં હતાં, ધુમાડો પણ થઈ ગયો હતો. ધુમાડો કદાચ પાડોશી યવાટામાં એક દિવસ પહેલાં થયેલા બૉમ્બમારાથી થયેલી આગને કારણે થયો હતો.

કેટલાક ઇતિહાસકારોએ એ દાવો પણ કર્યો છે કે આખા જાપાનમાં હવાઈ હુમલા સતત થઈ રહ્યા હતા ત્યારે કોકુરાનાં કારખાનાંઓએ જાણીજોઈને કોલસો સળગાવ્યો, જેથી આખા શહેરમાં એક સમયે એક 'સ્મોક સ્ક્રીન' બનાવી શકાય.

અમેરિકાના સૈન્ય દસ્તાવેજો અને એક વિમાનમાં બેઠેલા ન્યૂયોર્કના પત્રકાર વિલિયમ લૉરેન્સના રિપોર્ટ અનુસાર, બી-29 બૉમ્બવર્ષકોએ ત્રણ વાર કોકુરાના ચક્કર લગાવ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હકીકતમાં આદેશ હતો કે બૉમ્બ ત્યારે જ ફેંકવામાં આવે જ્યારે ટાર્ગેટ દેખાય, જેથી વધુમાં વધુ નુકસાન થઈ શકે.

સમસ્યા એ પણ હતી કે જમીન પર મોજૂદ સેનાએ વિમાનને જોઈ લીધું હતું અને વિમાનો પર ગોળાબારી શરૂ કરી દીધી હતી.

જે બી-29 બૉક્સ્કાર પર બૉમ્બ લદાયેલો હતો, તેને ઉડાવતાં મેજર ચાર્લ્સ સ્વીનીએ નાગાસાકી તરફ આગળ વધવાનો નિર્ણય લીધો અને કોકુરા બચી ગયું.

line

ફરી એક વાર જવા દીધું

1945માં જાપાનમાં પરમાણુ બૉમ્બવિસ્ફોટો માટે પસંદ કરાયેલાં લક્ષ્યોમાં કોકુરા પણ હતું

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1945માં જાપાનમાં પરમાણુ બૉમ્બવિસ્ફોટો માટે પસંદ કરાયેલાં લક્ષ્યોમાં કોકુરા પણ હતું

અમેરિકાનાં વિમાનો માર્ચ, 1945થી જાપાન પર સતત હુમલો કરતાં હતાં. વિમાનમાંથી એવો આગવાળો બૉમ્બ ફેંકતા હતા જે જમીન પર શહેરોને સળગાવી રહ્યાં હતાં.

અનુમાન છે કે ટોક્યોમાં 9 માર્ચની રાતે માત્ર એક રેડ દરમિયાન 83 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 10 લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા હતા.

પરંતુ બી-29 બૉમ્બવર્ષક જ્યારે કોકુરા પહોંચ્યું ત્યારે એ શહેર એકદમ સહીસલામત હતું.

પરમાણુ બૉમ્બનાં સંભવિત નિશાનો પર આગ લાગે તેવા હુમલાઓ નહોતા કર્યા. એટલે કોકુરાને પણ આ હુમલાઓથી છોડી દેવાયું હતું.

આ શહેરોને પહેલા હુમલાથી એટલે બચાવી રાખ્યાં હતાં કે અમેરિકાની સેના ઇચ્છતી હતી કે તેઓ શક્તિશાળી હથિયારોથી થનારા નુકસાનનું યોગ્ય અધ્યયન કરી શકે.

line

રાહત અને દુખ પણ

બૉમ્બ જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

15 ઑગસ્ટે સમ્રાટ હિરોહિતોએ કોઈ શરત વિના જાપાનના આત્મસમર્પણની જાહેરાત કરી દીધી, કોકુરા વિનાશથી બચી ગયું હતું, પણ લોકોમાં હજુ પણ ગભરાટ હતો.

જ્યારે સમાચાર આવ્યા કે નાગાસાકી પર પડેલા બૉમ્બ પહેલાં કોકુરા પર પડવાના હતા ત્યારે ત્યાંના લોકોએ રાહત અનુભવી હતી. જોકે એ રાહતમાં દુખ અને સહાનુભૂતિ પણ સામેલ હતી.

કીટાક્યુશુમાં એક નાગાસાકી પરમાણુ બૉમ્બ સ્મારક છે, જે એક પૂર્વ આયુધશાળાના મેદાનમાં બનેલા પાર્કમાં આવેલું છે.

સ્મારકમાં શહેરનું બૉમ્બથી બચવાનું નસીબ અને નાગાસાકીની દુર્દશા, બંનેનું વર્ણન છે.

જાપાનનું શહેર

ઇમેજ સ્રોત, Getty Images

બંને શહેરો વચ્ચે દશકોથી મૈત્રીપૂર્ણ ગાઢ સંબંધો છે અને લોકો પણ માને છે કે બંનેનું ભાગ્ય કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે.

ગત વર્ષે કીટાક્યુશુ શહેરના એક પ્રવક્તા બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સીને કહ્યું હતું, "હકીકત એ છે કે જે પરમાણુ બૉમ્બ કોકુરા પર ફેંકવાનું નક્કી થયું હતું, એ નાગાસાકી પર ફેંક્યા."

જોકે કીટાક્યુશુએ ભવિષ્ય તરફ જોયું. જાપાનના પુનર્નિમાણ સમયે આ ઔદ્યોગિક શહેર બહુ પ્રદૂષિત થઈ ગયું હતું. જોકે હાલના સમયમાં એ એશિયાનાં સૌથી હર્યાંભર્યાં (હરિયાળા) શહેરોમાં એક છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2