ન્યૂઝીલૅન્ડમાં કોરોના વાઇરસનો એક પણ કેસ નહીં, વડાં પ્રધાને ડાન્સ કર્યો, હઠાવશે તમામ પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડ પોતાને ત્યાંથી કોરોના વાઇરસનું સંક્રમણને રોકવા માટે લગાવાયેલા તમામ પ્રતિબંધોને હઠાવી લેવાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂઝીલૅન્ડે જાહેર કર્યું છે તેમના દેશમાં હવે કોરોના વાયરસનો એક પણ ઍક્ટિવ કેસ નથી.
સ્થાનિક સમય પ્રમાણે મધ્યરાત્રિથી તે તેની ચાર સ્તરીય ઍલર્ટ સિસ્ટમના સૌથી નીચેના તબક્કા એટલે કે લેવલ વનમાં જશે.
આ હેઠળ દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર નહીં રહે અને લોકોનાં એકઠા થવા ઉપર પણ કોઈ મર્યાદા નહીં હોય. જોકે ન્યૂઝીલૅન્ડની સરહદો બંધ રહેશે.
ન્યૂઝીલૅન્ડમાં બે સપ્તાહથી પણ વધુ સમયથી કોવિડ-19નો કોઈ નવો મામલો નોંધાયો નથી.
ન્યૂઝીલૅન્ડના વડાં પ્રધાન જેસિન્ડા અર્ડેને પત્રકારોને કહ્યું કે જ્યારે તેમને એમ જણાવાયું હતું કે દેશમાં હવે કોરોના વાઇરસનો એક પણ ઍક્ટિવ કેસ નથી તો તેમણે નાનકડો ડાન્સ કર્યો હતો.
એમણે કહ્યું કે, આપણે વધુ સુરક્ષિત, વધુ મજબૂત સ્તરે પહોંચ્યાં છીએ પરંતુ કોરોના વાઇરસ અગાઉની જીવનશૈલી પર પરત ફરવાનો માર્ગ આસાન નથી. સ્વાસ્થ્ય સંદર્ભે પ્રતિક્રિયા મામલે આપણે જે દૃઢ નિશ્ચય અને નિર્ણયશક્તિ બતાવી તે આપણને અર્થતંત્રને ફરી પાટે લાવવામાં મદદ કરશે.
તેમણે કહ્યું કે, કાર્ય હજી પૂર્ણ થયું નથી તેમ છતાં આ એક સીમાચિહ્ન હશે એમાં કોઈ શંકા નથી, આભાર ન્યૂઝીલૅન્ડ.
લૉકડાઉનની ન્યૂઝીલૅન્ડમાં 25 માર્ચથી શરૂઆત થઈ હતી અને ચાર સ્તરીય ઍલર્ટ સિસ્ટમ અમલમાં મૂકાઈ હતી. જેમાં, ચોથા તબક્કામાં પ્રવેશ દરમિયાન મોટાભાગના ધંધા વેપાર બંધ કરી દેવાયાં હતા, શાળાઓ બંધ કરી દેવાઈ હતી અને લોકોને ઘરે રહેવા માટે જણાવાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
5 અઠવાડિયાથી પણ વધુ સમય બાદ એપ્રિલમાં તે લેવલ ત્રણમાં પહોંચ્યું. જેમાં, પાર્સલ, ફૂડ શોપ્સ અને કેટલાક બિન આવશ્યક શ્રેણીનો વેપાર ફરી ખોલવાની મંજૂરી અપાઈ હતી.
સંક્રમણના કેસોની સંખ્યામાં ઘટાડો યથાવત રહેતાં મે મહિનાની મધ્યમાં ન્યૂઝીલેન્ડ ઍલર્ટ સિસ્ટમના બીજા તબક્કામાં પહોંચ્યું હતું.
ન્યૂઝીલૅન્ડ આયોજન કરતાં વહેલું જ સુરક્ષિત એવા લેવલ-1ના તબક્કામાં પ્રવેશી રહ્યું છે કારણ કે સરકારે અગાઉ 22 જૂનથી લેવલ વનમાં જવાનું આયોજન કર્યું હતું પરંતુ 17 દિવસથી સંક્રમણના કોઈ નવા કેસ ન મળતા આ સમયને વહેલો કરાયો એમ સ્થાનિક મીડિયા અહેવાલો કહે છે.
હવે લેવનના નવા નિયમો લાગુ થવાથી બધી શાળાઓ અને કાર્ય સ્થળોને ફરી શરૂ કરવાની મંજૂરી આપશે. લગ્ન સમારંભ, અંતિમક્રિયાઓ, જાહેર વાહનવ્યવહાર કોઈ પણ પ્રતિબંધ વિના ફરીથી શરૂ થઈ શકશે.
સોશિયલ ડિસ્ટન્સિંગની હવે જરૂર નહીં રહે જો કે તેને પ્રોત્સાહિત કરાશે.
વિદેશથી પરત ફરનાર તમામ ન્યૂઝીલેન્ડવાસીએ 14 દિવસ માટે આઇસોલૅશન અથવા ક્વોરૅન્ટીનમાં જવાનું રહેશે.
વડાપ્રધાન અર્ડેને ચેતવણી આપતાં કહ્યું કે, દેશમાં ચોક્કસ નવા કેસો ફરી જોવા મળશે અને રોગની સંપૂર્ણ નાબૂદીની કોઈ નિયત ટાઇમલાઇન નથી પરંતુ કાળક્રમે પ્રયત્નોથી તે સિદ્ધ થઈ શકશે.
ફૅબ્રુઆરીના ઉત્તરાર્ધમાં ન્યૂઝીલૅન્ડમાં કોરોના વાઇરસનું સંક્રમણ શરૂ થયા બાદ ત્યાં 1154 નિશ્ચિત કેસો અને 22 મૃત્યુ નોંધાયા હતા. પરંતુ આ રોગચાળા પર અંકુશ મેળવવા માટેની ન્યૂઝીલૅન્ડના પ્રયાસોની બહોળી પ્રશંસા થઈ છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














