કોરોના વાઇરસ : પૅંગોલિનમાં કોવિડ-19ને મળતો વાઇરસ મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં તસ્કરીથી લઇ જવાયેલા પૅંગોલિનમાં એવા વાઇરસ મળવાની ખાતરી થઇ છે જે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી રહેલા કોરોના વાઇરસથી મેળ ખાય છે.
એક આંતરરાષ્ટ્રીય ટીમનું કહેવું છે કે ભવિષ્યમાં આ પ્રકારનું સંક્રમણ ટાળવું હોય તો જંગલી જીવોના બજારમાં આ જાનવરના વેચાણ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવી જોઇએ.
પૅંગોલિન એવું સ્તનધારી પ્રાણી છે જેની ખોરાક માટે અને પારંપરિક દવાઓમાં ઉપયોગ માટે સૌથી વધુ તસ્કરી થાય છે.
જોકે, ચામાચીડિયાને કોરોના વાઇરસનો મૂળ સ્ત્રોત માનવામાં આવી રહ્યું છે અને તેમાંથી કોઈ અન્ય જીવના માધ્યમથી કોરોના વાઇરસ મનુષ્યો સુધી પહોંચ્યા.
- કોરોના વાઇરસની મહામારીની લેટેસ્ટ માહિતી માટે અહીં ક્લિક કરો


- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

શું કહે છે સંશોધન?

ઇમેજ સ્રોત, Getty Images
નેચર જર્નલમાં પ્રકાશિત એક નવા શોધપત્રમાં સંશોધકોએ કહ્યું છે કે એમનો જિનેટિક ડેટા બતાવે છે કે આ જાનવરને લઈને વધુ પ્રમાણમાં સાવધાની રાખવી જોઈએ અને બજારોમાં એના વેચાણ પર કડક રીતે પ્રતિબંધ લાદવો જોઈએ.
શોધકર્તાઓ પ્રમાણે ચીન અને દક્ષિણપૂર્વ એશિયાના જંગલોમાં મળી આવતા પેંગોલિન પર વધુ નજર રાખવાની જરૂર છે જેથી કોરોના વાઇરસના ઉપદ્રવમાં એમની ભૂમિકા અને ભવિષ્યમાં મનુષ્યોમાં એમના સંક્રમણના જોખમ વિશે જાણકારી મેળવવા માટે સમજ વિકસિત કરી શકાય.
માનવામાં આવી રહ્યું છે કે કીડીઓ આરોગતા આ સ્તનધારી પ્રાણીની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તસ્કરી થાય છે જે કારણે તે વિલુપ્ત થવાના આરે છે.
આ પ્રાણીની ચામડી એશિયામાં પારંપરિક ચીની દવાઓ બનાવવા માટે મોટી માગ ધરાવે છે. પૅંગોલિનના માંસને ઘણા લોકો સ્વાદિષ્ટ ગણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












